Last Update : 22-July-2012, Sunday

 

'ભારત 1000 વર્ષ સુધી ઊંઘતો રહ્યો'

- હવે જાગ્યો છે : એન.મૂર્તિ

 


-નવી પેઢીના ઔદ્યોગિક સાહસિકોએ બધું ઝડપી કરવું પડશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
હવે નવી પેઢીના ઔદ્યોગિક સાહસિકોએ બધું જ સારુ, સસ્તુ અને ઝડપી કરવું પડશે. વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે આ અનિવાર્ય છે, એમ આજે આઈ -ક્રિયેટની એડવાઈઝરી બોર્ડની જીએમડીસીમાં મળેલી બેઠકમાં આઈ-ક્રિયેટના ચૅરમૅન નારાયણમૂર્તિએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અત્યારના વૈશ્વિક સંજોગોમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ(સહુને વિકાસનો લાભ મળે તે રીતે આગળ વધવાની)ની નીતિને અનુસરવી અનિવાર્ય બની ગઈ છે.
તેમણે કહ્યું હતું કે આપણો દેશ એક હજાર વર્ષથી ઊંઘતો જ રહ્યો છે. હમણા હમણા જ આપણે જાગ્યા છીએ. નવી પેઢીના ઔદ્યોગિક સાહસિકોને પોષીને તૈયાર કરવા માટે આપણી ઇકો સિસ્ટમને પણ સંગીન બનાવવા માટે ઘણું બધું કરવાનું બાકી છે. આ દિશામાં મંજિલે પહોંચવા માટે આપણે હજી ઘણું બધું કરવાનું બાકી છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર ૨૦૧૧માં શરૃ કરેલી સંસ્થા આઈ-ક્રિયેટના એડવાઈઝરી બોર્ડની આજે મળેલી બેઠક પછી સંસ્થાના ચીફ મેન્ટર ડૉ. મધુ કુમાર મહેતાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા, નવી રોજગારીની તક નિર્માણ કરવા ઔદ્યોગિક સાહસિકો માટે ઇન્નોવેટિવ આઈડિયા સાથે આગળ વધવું અનિવાર્ય બની ગયું છે.
આઈક્રિયેટે તાજેતરમાં જ ઇઝરાયલની કંપની ટેકનિઓન સાથે વૈશ્વિક સ્તરના સમજૂતી કરાર કર્યા હોવાથી ગુજરાત સરકારની આ સંસ્થા માટે વૈશ્વિક સ્તરના ઔદ્યોગિક સાહસિકોને તૈયાર કરવા આસાન બનશે. આઈ-ક્રિયેટના એડવાઈઝરી બોર્ડે આજે સાંજે નવી પેઢીના ઔદ્યોગિક સાહસિકોને સજ્જ કરવા માટેની રૃપરેખા તૈયાર કરવાને મુદ્દે પૅનલ ડિસ્કશનનું આયોજન પણ કર્યું હતું.
જે.એસ.એ.ના સ્થાપક જ્યોતિ સાગરે જણાવ્યું હતું કે નવી પેઢીના ઔદ્યોગિક સાહસિકોને માટે મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરવા અને તેને જાળવી રાખવા માટે ઉદ્યોગની ભાગીદારી અનિવાર્ય છે. કોટક મહિન્દ્રના ઉદય કોટકે જણાવ્યું ંહતું કે આઈ-ક્રિયેટ એ ગુજરાત સરકારનો બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તેનો અમલ કરવો એ પણ એક બહુ જ મોટો પડકાર છે.
અમદાવાદની ભાગોળે ૩૪ એકર વિસ્તારમાં આઈ-ક્રિયેટની સ્થાપના કરવામાં આળશે. આઈ-ક્રિયેટના પોતાના ઇન્ક્યુબેશન સેન્ટરો પણ સ્થાપવામાં આવશે.
નવા ઔદ્યોગિક સાહસિકો બનવાની ઇચ્છા ધરાવતા સાહસિક વિદ્યાર્થીઓને સજ્જ કરવાની યોજના સાથે આ સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે. અતિશય નાના, નાના અને મધ્યમ ઔદ્યોગિક સાહસોના વિકાસ માટે પણ આ સંસ્થામાં નવતર આયોજન કરવામાં આવશે. આઈ-ક્રિયેટના એડવાઈઝરી બોર્ડની બીજી બેઠક આગામી ઓક્ટોબર મહિનામાં મળશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved