Last Update : 22-July-2012, Sunday

 

કેશુભાઈની અનિશ્ચિતતામાં અટવાતા ભાજપ-કોંગ્રેસ

-કેશુભાઈના કારણે પ્રવાહી સ્થિતિ

 


-ભાજપને મુશ્કેલી પડી રહી છે

અમદાવાદ, શનિવાર
આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસને કેટલીક મહત્ત્વની તૈયારીઓ કરવામાં હવે કેશુભાઈ પટેલ ક્યારે અને શું કરશે તેની અનિશ્ચિતતા બાધારૃપ બની છે. ભાજપ દ્વારા વિધાનસભા ક્ષેત્રમાં જવાબદારીઓ સોંપવામાં અને કોંગ્રેસને ઉમેદવારો પસંદ કરવામાં થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરવી પડી છે. જો કે, શંકરસિંહ વાઘેલાનો આગ્રહ રહ્યો છે કે બીજાને જે કરવું હોય તે કરે આપણે કોને લડાવવા માંગીએ છીએ તે સ્પષ્ટ થઈ જવું જોઈએ.
ભાજપનો બાહ્ય દેખાવ એવો છે કે, તેઓ ચૂંટણીની તૈયારી પૂરજોશમાં કરી રહ્યા છે પરંતુ પલા લેવલથી સતત વોચ રાખવામાં આવે છે કે, કેશુભાઈ પટેલનું આગળનું પગલું શું હશે અને કયા જિલ્લામાં કોણ કોણ તેમની સાથે છે.
કેશુભાઈ પટેલ ૧૫ ઓગસ્ટ પછી વિશાળ સંમેલન યોજીને ભાજપ સાથે છેડો ફાડવાની અને નવા પક્ષની જાહેરાત કરવાના છે તેમની સાથે ભાજપમાંથી કોણ બહાર નીકળે છે તે સ્પષ્ટ ન થાય ત્યાંથી કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં ભાજપને મુશ્કેલી પડી રહી છે.
એવી જ સ્થિતિ કોંગ્રેસની છે શંકરસિંહ વાઘેલાનો છ માસ પહેલાથી આગ્રહ રહ્યોહતો કે જૂન- જુલાઈમાં ૧૦૦ બેઠકો ઉપરના ઉમેદવારો જાહેર કરી દેવા જેથી તેઓને પૂરતો સમય મળી રહે. આ ૧૦૦ બેઠકો એવી છે જે ભાજપના વર્ચસ્વવાળી છે તેમાં મતદારોને ભાજપથી અળગા કરવા વધુ મહેનત અને કાર્યકરોની જરૃર રહે.
કોંગ્રેસનું કોરગૃપ શંકરસિંહની વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર કરે છે પરંતુ તેમને બે પ્રશ્નો નડે છે. એક તો કેશુભાઈ પટેલ અલગ થઈને ચૂંટણી લડવાના છે ત્યારે મત વિભાજન ખાળવા જ્ઞાાતિ ફેક્ટરને ધ્યાનમાં લેવું પડે જો અત્યારથી ઉમેદવાર જાહેર કરી દે તો શક્ય છે કે કેશુભાઈ પટેલના ઉમેદવારથી ભાજપને ફાયદો થાય. બીજી મુશ્કેલી એ છે કે કોઈ પણ બેઠક ઉપર અત્યારે ત્રણથી વધુ દાવેદારો છે જ. કોઈ એકનું નામ જાહેર કરવાથી બીજા દાવેદારો નારાજ થાય આવા નારાજ કાર્યકરોને ભાજપ ખોટા પ્રલોભનો આપીને લઈ જાય તેનાથી કોંગ્રેસને નુકસાન કરવું પડે. જો કે શંકરસિંહ વાઘેલાની દલીલ છે કે, જે ૧૦૦ બેઠકો ઉપર ઉમેદવાર નક્કી કરીએ તેની જાહેરાત કરતા પહેલા અન્ય દાવેદારો સાથે પરામર્શ કરવાનો, તેમને વિશ્વાસમાં લેવા, સમજાવવા અને અન્ય પદ- હોદ્દાની ખાત્રી મળ્યા પછી જ ઉમેદવાર જાહેર કરવામાં આવે તો, પક્ષને નુકસાન થવાની શક્યતા નથી.કોંગ્રેસના આગેવાનોએ હાઇકમાન્ડ ઉપર આ નિર્ણય છોડયો છે. ભાજપની નિશ્ચિત સીટો પર ઉમેદવારની જાહેરાત કરવાથી કોંગ્રેસને વધુ ફાયદો થશે, નુકસાન થવાનું નથી. હાઇકમાન્ડને ગળે આ વાત ઉતરી છે.

કેશુભાઈના કારણે ઘણા કાર્યકરોની બોર્ડ- નિગમોમાં નિમણૂક થશે
અમદાવાદ, શનિવાર
કેશુભાઈ પટેલની સક્રિયતાથી ભાજપના કાર્યકરોને ફાયદો ચોક્કસ થવાનો છે. કેશુબાઈના જે જિલ્લા- શહેરમાં સંમેલન યોજાય છે. ત્યાં સ્ટેટ આઇ.બી. અને ભાજપનું આગવું ગુપ્તચર તંત્ર સક્રિય રહે છે. ભાજપના કોઈ મહત્ત્વના કે સક્રિય કાર્યકર તેમાં હાજરી આપે તો તેની નોંધ લેવામાં આવે છે. કાર્યકરોએ આ સમાચારથી ભડકવાની જરૃર નથી. તેમને ફાયદો થવાનો છે. જ્યારે કેશુભાઈ પક્ષ છોડવા માટેનું સંમેલન યોજશે. એ સંમેલન પહેલાં જ ભાજપ સરકાર આવા કાર્યકરોની બોર્ડ- નિગમોમાં નિયુક્તિ કરી દેશે. જેથી કેશુભાઈ સાથે જવાનો વિચાર પડતો મુકશે. અત્યારે કોને સાચવી લેવા જેવા છે તેની દરેક જિલ્લાની યાદી તૈયાર થઈ રહી છે.

મોઢવાડિયા અને શક્તિસિંહ મહત્ત્વની યાદી લઈને દિલ્હી ગયા
અમદાવાદ, શનિવાર
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ આજે સાંજે એક યાદી લઈને દિલ્હી ગયા છે. હાઇકમાન્ડ આ યાદીને મંજૂરી આપશે તેનાથી એટલું તો નક્કી થઈ જશે કે કોંગ્રેસના કયા કાર્યકરો વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. કોંગ્રેસે અત્યારે દરેક જિલ્લાના નિરીક્ષકો નિમ્યા છે. હવે ૧૮૨ વિધાનસભા બેઠક ઉપરના નિરીક્ષકો નિમવામાં આવ્યા છે. આ નિરીક્ષકોએ ચૂંટણી પૂરી થતાં સુધી તેમને સોંપવામાં આવેલી વિધાનસભા બેઠક પર જ ધ્યાન આપવાનું રહેશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved