Last Update : 22-July-2012, Sunday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૨-૭-૨૦૧૨ રવિવારથી તા.૨૮-૭-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

 

તા. ૨૩ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર આવતો હોવાથી ધર્મકાર્ય થાય. હૃદય-મનની પ્રસન્નતા, આનંદ રહે. નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા રહે. પરંતુ નોકરી-ધંધાના કામની વ્યસ્તતાની સાથે સાથે તમે તમારા પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન ન આપી શકો. સંતાનની બિમારી, વિદ્યાભ્યાસની ચંિતા, મિત્રવર્ગની સોબત આકસ્મિક ચંિતા કરાવે. મકાન-વાહનથી ખર્ચ- ચંિતા અનુભવાય. મિત્રવર્ગથી વિશ્વાસઘાત- દગો થાય. સગા સંબંધી વર્ગના વ્યવહારમાં તમારે સંભાળવું પડે. તા. ૨૨ જુલાઇ રવિ, દુર્વા ગણપતિ ચોથ કામકાજમાં સાનુકૂળ રહે. ૨૩ સોમ, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ધર્મકાર્યથી આનંદનો રહે. ૨૪ મંગળ નોકરી-ધંધાના કામમાં ચંિતા, ઉચાટ. ૨૫ બુધ સગા સંબંધી, મિત્રવર્ગથી તકલીફ, ચંિતા અનુભવાય. ૨૬ ગુરૂ નોકરી-ધંધાના કામમાં ફાયદો- લાભ. ૨૭ શુક્ર કામકાજમાં સફળતા પ્રગતિ. ૨૮ શનિ આકસ્મિક ચંિતા, ઉપાધિ- વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તિ-પૂજાથી નોકરી-ધંધાના, પુત્રપૌત્રાદિકના કામની વ્યવસ્તતાથી આનંદમાં રહો. શેરોના, મકાન, જમીનના, કાપડના, સોના-ચાંદીના વેપાર-ધંધામાં, સીઝનલ ધંધામાં આવક થાય. ધંધાકીય સંબંધો તાજા થાય. નવા ધંધા અંગેની કામગીરીમાં, ચર્ચાવિચારણામાં પ્રગતિ જણાય. સરકારી ખાતાકીય કામમાં, સાનુકૂળતા રહે. અન્યના સહકારથી આપનું કામ સરળતાવાળું રહે. પત્નીના ઉશ્કેરાટ, ગુસ્સાના કારણે અશાંતિ જણાય. તા. ૨૨ જુલાઇ રવિ દુર્વાગણપતિ ચોથ, કામની વ્યસ્તતા રહે. ૨૩ સોમ, શ્રાવણનો પ્રથમ સોમવાર, ભક્તિપૂજાથી આનંદનો રહે. ૨૪ મંગળ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૨૫ બુધ ઉતાવળીયો કોઇ નિર્ણય કરવો નહીં. ૨૬ ગુરૂ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૭ શુક્ર કામકાજમાં સાનુકૂળતા, પ્રગતિ. ૨૮ શનિ ચંિતા- ઉચાટ- માનસિક પરિતાપ રહે.

 

મિથુન (ક.છ.ઘ.)

 

નવીન ખરીદી અંગે, નાણાંની લેવડદેવડ અંગે, બેંકના કામની, નોકરી-ધંધાની કામગીરી શ્રાવણ મહિનાના પ્રારંભે શરૂ થાય પરંતુ શરદી- કફ- સીઝનલ બિમારીથી, વાયરલ ઈન્ફેકશન, વાહન સ્લીપ થવાથી સંભાળવું. મકાન- જમીન અંગેનું કામકાજ થાય. કમિશન- દલાલી- એજન્સીના કામમાં આવક થાય. બજારોની વધઘટ, હવામાનની અસર ધંધામાં, નોકરીમાં જણાય પરંતુ કામ વિલંબથી ઉકેલાય. તા. ૨૨ જુલાઇ રવિ દુર્વાગણપતિ ચોથ કામમાં સાનુકૂળતાવાળો રહે. ૨૩ સોમ, શ્રાવણનો પ્રથમ સોમવાર ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ- મુલાકાતનો રહે. ૨૪ મંગળ બજારોની વધઘટમાં, શેરોની લે-વેચમાં સંભાળવું. ૨૫ બુધ મકાન- જમીન- અન્ય કામમાં ઉતાવળ કરવી નહીં. ૨૬ ગુરૂ પુત્રપૌત્રાદિકના કામમાં સાનુકૂળતા. ૨૭ શુક્ર નોકરી-ધંધાનું કામ થાય. ૨૮ શનિ આરોગ્યની કાળજી રાખવી. વાહન ધીમે ચલાવવું.

 

કર્ક (ડ.હ.)

 

શ્રાવણ મહિનાનો પ્રારંભ છતાં હૃદય-મન ચંિતા-વ્યગ્રતામાં રહે. ધર્મકાર્ય, નોકરી-ધંધાના કામમાં, પુત્રપૌત્રાદિક, પરિવારના કામમાં એકાગ્રતા- શાંતિ- સ્થિરતા જળવાય નહીં. નાણાંકીય વ્યવહારના પ્રશ્ને, બેંકના પ્રશ્ને મકાન- વાહન- મીલ્કતના પ્રશ્ને મુશ્કેલી અનુભવાય. ધંધાકીય સંબંધો, ધંધો, આવક ઘટે નહીં તેનું ઘ્યાન રાખવું. તમારી મનુષ્ય સર્જીત ભૂલ તમારા પસ્તાવાનું કારણ બની રહે. શેરોની લે-વેચમાં, સોની-ચાંદીના વેપારમાં જોખમ કરવું નહી. તા. ૨૨ રવિ વધારાના કામની વ્યસ્તતા રહે. ૨૩ સોમ શ્રાવણનો પ્રથમ સોમવાર ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ- આનંદનો રહે. ૨૪ મંગળ નોકરી-ધંધાની કામગીરી, મુલાકાતમાં સંભાળવું. ૨૫ બુધ વિવાદ- ચર્ચાથી દૂર રહેવું. ૨૬ ગુરૂ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૨૭ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૮ શાંતિ ઉશ્કેરાટ- ગુસ્સો- ઉતાવળ કરવી નહીં.

 

સંિહ (મ.ટ.)

 

શ્રાવણની ભક્તિ-પૂજા- આરાધના તમારા હૃદય-મ મનની શાંતિ- આનંદ- ઉત્સાહમાં તમને કાર્યરત રખાવે. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. આકસ્મિક ધંધો મળી રહે, આવક થાય. નોકરીમાં યશ- સફળતા મળે. કામ ઉકેલાય. પુત્રપૌત્રાદિકના કામ અંગે ચર્ચા વિચારણા થાય, તમારે બહાર જવાનું થાય. આંખમાં, શરીરમાં દર્દપીડાથી સંભાળવું. વાહન ચલાવનારે વિશેષ સાવધાની રાખવી. બેંકના કામમાં ઉતાવળ કરવી નહીં. ચોકસાઇ સાધવાની રાખવી. તા. ૨૨ જુલાઇ રવિ દુર્વાગણપતિ ચોથ, આનંદમાં રહો. ૨૩ સોમ શ્રાવણનો પ્રથમ સોમવાર, ભક્તિ-પૂજાથી હૃદય-મનની પ્રસન્નતાનો રહે. ૨૪ મંગળ આંખમાં, શરીરમાં દર્દપીડાથી સંભાળવું. ૨૫ બુધ નાણાંકીય કામમાં, બેંકના કામમાં જાગૃતિ રાખવી. ૨૬ ગુરૂ નોકરી-ધંધાના કામ અંગે, સંતાનના કામ અંગે વ્યસ્તતા રહે. ૨૭ શુક્ર કામકાજમાં સાનુકૂળતા. ૨૮ શનિ હૃદય-મનને ઉચાટ-ઉદ્વેગ રહે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

માનસિક પરિતાપ રહે, નકારાત્મક વિચારો આવે પરંતુ શ્રાવણ મહિનાની ભક્તિ-પૂજાથી હૃદય-મનની શાંતિ જળવાય. પોતાના રોજીંદા કામમાં વ્યસ્ત રહેવાના કારણે નકારાત્મક વિચારોથી, હતાશા- નિરાશાથી મુક્ત રહી શકો. ધંધો- આવક થાય. નોકરીમાં અન્યનો સહકાર મળી રહે. શેરોની લે-વેચમાં, દૂધ- મીઠાઇ- ખાંડ- રૂ- ચાંદીના વેપાર- ધંધામાં જોખમી નિર્ણય કરવો નહીં. માલનો ભરાવો કરવો નહીં. ભાઇભાંડુ- પરિવારમાં બિમારી-ચંિતા જણાય. તા. ૨૨ જુલાઇ રવિ ચંિતા- ઉચાટ રહે, વધારાનો ખર્ચ થાય. ૨૩ સો, શ્રાવણનો પ્રથમ સોમવાર ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિનો રહે. ૨૪ મંગળ માનસિક વ્યગ્રતા- બેચેની અનુભવાય. ૨૫ બુધ પત્ની- પરિવાર- સંતાનથી ચંિતા ઉચાટ. ૨૬ ગુરૂ નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા. ૨૭ શુક્ર આપના રોજીંદા કામમાં વ્યસ્ત રહો. ૨૮ શનિ ભાઇભાંડુ- સગાસંબંધી વર્ગથી ચંિતા-ખર્ચ.

 

તુલા (ર.ત.)

 

નુકસાન- વિવાદ થાય તેવો કોઇ નિર્ણય કામ કરવું નહીં. અન્યના વિવાદમાં તમે મુશ્કેલીમાં આવી જાવ. સાંસારીક પ્રશ્નમાં, મિત્રવર્ગના પ્રશ્નમાં, કાનૂની કાર્યવાહીમાં પીછેહઠ અનુભવવી પડે. તમારી ગણત્રી-ધારણા કરતાં અવળું બને. નોકરી-ધંધામાં તેમજ અન્ય કામમાં વઘુ પડતા ઉત્સાહ કે આત્મવિશ્વાસમાં રહેવું નહીં. બેંકના, શેરોના, જમીનના- મકાનના કામકાજમાં સાવધાની રાખવી. તા. ૨૨ જુલાઇ રવિ દુર્વાગણપતિ ચોથ, હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૩ સોમ, શ્રાવણનો પ્રથમ સોમવાર ધર્મકાર્યથી આનંદનો રહે. ૨૪ મંગળ નોકરી-ધંધા- બેંકના- કોર્ટના કામમાં ચંિતા- ઉદ્વેગ. ૨૫ બુધ અન્યના કારણે મુશ્કેલી- ચંિતા- મુંઝવણ અનુભવો. ૨૬ ગુરૂ માનસિક પરિતાપ છતાં કામમાં વ્યસ્ત રહેવું પડે. ૨૭ શુક્ર કામકાજમાં સાનુકૂળતા. ૨૮ શનિ કૌટુંબીક- નાણાંકીય પ્રશ્ને- આરોગ્યના પ્રશ્ને ચંિતા.

 

વૃશ્ચિક (ન.ય.)

 

આપને શ્રાવણ મહિનાની ભક્તિ-પૂજા-આરાધના આનંદ, ઉત્સાહમાં રાખે. પરંતુ પત્ની- સંતાનના પ્રશ્નમાં ચંિતા રહે. બિમારીથી, પડવા વાગવાથી ખર્ચ- ચંિતા- પીડા અનુભવાય. આપને નોકરી-ધંધામાં કામની વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં આવક થાય. જુના સંબંધો તાજા થાય. શેરોના કામકાજમાં, સુકામેવાના, કરિયાણામાં વેપાર-ધંધામાં નુકસાન-બગાડ થાય નહીં તેનું ઘ્યાન રાખવું. પેટ- કમર- મસ્તકમાં દર્દપીડાથી રોજીંદા કામમાં વિલંબ થાય, મુશ્કેલી અનુભવાય. તા. ૨૨ જુલાઇ રવિ દુર્વાગણપતિ ચોથ હૃદય-મન પ્રસન્ન રહે. ૨૩ સોમ, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ભક્તિ-પૂજાથી આનંદનો રહે. ૨૪ મંગળ પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે. ૨૫ બુધ શેરોની લે-વેચમાં, નોકરી-ધંધામાં સંભાળવું. ૨૬ ગુરૂ યાત્રાપ્રવાસમાં, બહાર જવા આવવામાં ઘ્યાન રાખવું. ૨૭ શુક્ર શાંતિથી દિવસ પસાર કરવો. ૨૮ શનિ શાંતિ રાખવી, ખાવાપીવામાં સંભાળવું.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

આપે નોકરી-ધંધાના કે વ્યવહારિકા, સામાજીક, ધાર્મિક કામ અંગે બહાર આવતા- જતા- વાહન ચલાવતા જાગૃતિ- સાધવાની રાખવી. કોઇની વાતોથી બેઘ્યાન થઇ જવું નહીં. ુદુર્વાગણપતિ ચોથ, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતાનો રહે. ધાર્મિક સંસ્મરણો તાજા થાય. ભાગીદારીવાળા ધંધામાં, બહારગામના ધંધામાં, આયાત- નિકાસના ધંધામાં નુકસાન- વિવાદ- કામના વિલંબના કારણે તમે તકલીફ અનુભવો. તા. ૨૨ જુલાઇ રવિ કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા. ૨૩ સોમ, શ્રાવણનો પ્રથમ સોમવાર ધર્મકાર્યથી આનંદનો રહે. ૨૪ મંગળ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે. ૨૫ બુધ નોકરી-ધંધાના ખાતાકીય કામમાં ચંિતા- રૂકાવટ. ૨૬ ગુરૂ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૨૭ શુક્ર નોકરી-ધંધાનું કામ વ્યસ્તતાવાળું રહે. ૨૭ શનિ ચંિતા- ખર્ચ- ઉચાટ રહે.

 

મકર (ખ.જ.)

 

દુર્વા ગણપતિ ચોથથી સપ્તાહનો પ્રારંભ થાય છે, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર આપે ધર્મકાર્યમાં સંભાળવું પડે. ભક્તિ-પૂજામાં કોઇને કોઇ કારણસર એકાગ્રતા ન જળવાતા હૃદય-મનની વ્યગ્રતા રહ્યા કરે. નોકરી-ધંધાની કામગીરીમાં સમય- નાણાંનો વ્યય થાય, ચંિતા રહે. પત્નીથી ચંિતા પછી સાનુકૂળતા રહે, તમારું રૂકાવટવાળું કામ ઉકેલાય. પુત્રપૌત્રાદિકના કામમાં આનંદ રહે. રોજીંદા છુટક વેપાર-ધંધામાં માલસામાનનું ઘ્યાન રાખવું પડે. તા. ૨૨ જુલાઇ રવિ અન્યના કારણે ઉત્પાત- અશાંતિ. ૨૩ સોમ શ્રાવણનો પ્રથમ સોમવાર, ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં. ૨૪ મંગળ નોકરી-ધંધાના કામમાં ચંિતા રહે. ૨૫ બુધ ઉતાવળીયો કોઇ નિર્ણય કરવો નહીં. ૨૬ ગુરૂ કામકાજમાં સફળતા- સાનુકૂળતા. ૨૭ શુક્ર વધારાના કામની વ્યસ્તતા રહે. ૨૮ શનિ, વાણીમાં મીઠાસ રાખવી. બોલવામાં સંભાળવું પડે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આપને બે દિવસ સાનુકૂળ અને બે દિવસ ચંિતા- ઉત્પાત- વ્યાધિમાં પસાર થાય. સપ્તાના પ્રારંભે દુર્વા ગણપતિ ચોથ અને શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ધર્મકાર્યની વ્યસ્તતાનો રહે. ભક્તિ-પૂજાથી આનંદ અનુભવો, શાંતિ અનુભવાય પરંતુ મંગળ, બુધ અશાંતિ- ઉત્પાત ચંિતામાં પસાર થાય. શારિરીક- માનસિક શીથિલતા તમારા નોકરી-ધંધાના કામમાં રૂકાવટ- ચંિતા- અસ્વસ્થતા રખાવે. સરકારી- રાજકીય- ખાતાકીય- કાનૂની કાર્યવાહીમાં મુશ્કેલી અનુભવાય. તા. ૨૨ જુલાઇ રવિ દુર્વા ગણપતિ ચોથ આનંદમાં પસાર થાય. ૨૩ સોમ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૪ મંગળ આકસ્મિક ચંિતા- ઉપાધિ. ૨૫ બુધ તન-મન-ધનથી- વાહનથી સંભાળવું. ૨૬ ગુરૂ ચંિતા- વ્યથામાં રાહત રહે. ૨૭ શુક્ર કામકાજમાં ઘ્યાન આપી શકો. ૨૮ શનિ નોકરી-ધંધાના કામમાં રૂકાવટ- ચંિતા.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

આપ આપના રોજીંદા કામમાં વ્યસ્ત રહો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. શારિરીક, માનસિક કષ્ટપીડાના કારણે આનંદ, ઉત્સાહ, સ્વસ્થતા જણાય નહીં. સાંસારીક, કૌટુંબીક પ્રશ્નમાં, નોકરી-ધંધાના કામકાજમાં ચંિતા- વ્યથા- વિવાદના કારણે તમારા શરીરને, મનને અસર પહોંચે. જસ મળે નહીં, સફળતા જણાય નહીં. બંધનમાં ન હોવ છતાં બંધનયુક્ત પરિસ્થિતિમાં સમય પસાર કરતા હોવ તેમ લાગ્યા કરે. દાંત, દાઢ, મોં તેમજ પેટ, કમરમાં, ખભામાં દર્દપીડાથી બેચેની અનુભવો. તા. ૨૨ જુલાઇ રવિ, રોજીંદા કામ ઉપરાંત વધારાના કામની વ્યસ્તતા રહે. ૨૩ સોમ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ધર્મમય રહે. ૨૪ મંગળ માનસિક પરિતાપ રહે. ૨૫ બુધ શેરોમાં, નોકરી-ધંધામાં સંભાળવો. ૨૬ ુગુરૂ શારિરીક- માનસિક સ્વસ્થતા, શ્રમ- થાક- કંટાળો અનુભવાય. ૨૭ શુક્ર તન- મન- ધનથી- વાહનથી સંભાળવું. ૨૮ શનિ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવવામાં ઘ્યાન રાખવું.

 

[Top]
 
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved