Last Update : 22-July-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૦૭-૨૦૧૨, રવિવાર
શ્રાવણ સુદ ત્રીજ- દુર્વા ગણપતિ ચોથ
મઘુશ્રૃવાત્રીજ - ઠકુરાની ત્રીજ
યમઘંટ યોગ બપોરના ૧૨ ક. ૦૮ મિ. સુધી.

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૦ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૫ મિ. (સૂ) ૬ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મધા બપોરના ૧૨ ક. ૦૮ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- કર્ક, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- સંિહ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ શ્રાવણ સુદ ત્રીજ ને રવિવાર. રા.દિ.આ./૩૧
માસ-તિથિ-વાર ઃ- શ્રાવણ સુદ ત્રીજ ને રવિવાર.
- વિનાયક ચોથ. દુર્વા ગણપતિ ચોથ. મઘુશ્રૃવા ત્રીજ. ઠકુરાની ત્રીજ.
- વિષ્ટી રાત્રે ૮ ક. ૪૬ મિ.થી શરૂ.
- વ્યતિપાત સવારના ૭ ક. ૫૮ મિ. સુધી.
- યમઘંટ યોગ બપોરના ૧૨ ક. ૦૮ મિ. સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો બીજો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પંેર્દાંમંદ માસનો નવમો રોજ આદર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે દુર્વા ગણપતિ ચોથ, પરિવાર સાથે આનંદથી ભક્તિ-પૂજામાં, પરિવારના કામના ઉકેલમાં પસાર કરી શકો.

 

વૃષભ ઃ આપના સગા સંબંધી-મિત્રવર્ગના વ્યવહારિક-સામાજીક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધર્મકાર્યથી ખર્ચ થાય, બહાર જવાનું થાય.

 

મિથુન ઃ રવિવારનો આજનો દિવસ બહારના કામની વ્યસ્તતાનો રહે. દુર્વા ગણપતિ ચોથ, ગણેશપૂજા ભક્તિપૂજામાં આનંદ આવે.

 

કર્ક ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા દુર્ગા ગણપતિ ચોથની ભક્તિ-પૂજા-દર્શનથી અનુભવો. સીઝનલ ધંધો આવક થાય.

 

સંિહ ઃ દુર્વા ગણપતિ ચોથ, ગણપતિની ભક્તિ-પૂજા-દર્શનથી આનંદમાં પસાર થાય. નોકરી-ધંધાનું- પરિવારનું કામકાજ કરી શકો.

 

કન્યા ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મન ચંિતા-વ્યગ્રતામાં રહે. વધારાના ખર્ચમાં નાણાંભીડ અનુભવાય.

 

તુલા ઃ દુર્વા ગણપતિ ચોથની ગણપતિની ભક્તિ-પૂજા-આરાધના પુત્રપૌત્રાદિકના કામની સફળતા-પ્રગતિથી આનંદ અપાવે.

 

વૃશ્ચિક ઃ આપને આજે દુર્વા ગણપતિ ચોથની ભક્તિ-પૂજા નોકરી-ધંધાના કામમાં ફાયદો લાભ અપાવે. પરિવારનું કામ થાય.

 

ધન ઃ રવિવારનો આજનો દિવસ યાત્રા પ્રવાસ- મુલાકાતનો રહે. જુના સંબંધો- સંસ્મરણો તાજા થાય. ધર્મકાર્યથી આનંદ રહે.

 

મકર ઃ દુર્વા ગણપતિ ચોથનો આજનો દિવસ આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળવો પડે. ધર્મકાર્યમાં રૂકાવટ-મુશ્કેલી પડે.

 

કુંભ ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના કામમાં ચંિતા-વિચારો છતાં સીઝનલ ધંધામાં ધંધો-આવક થાય.

 

મીન ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ઘર-પરિવારના કામમાં ઘ્યાન આપીશકો. આકસ્મિક કોઇને મળવાનું થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૨-૦૭-૨૦૧૨, રવિવાર

આજથી શરૂ થઇ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાની, ઘર, પરિવારની ચંિતા-મુશ્કેલી હળવી થતી જાય. વર્ષારંભે નોકરી-ધંધામાં રૂકાવટ- મુશ્કેલી અનુભવો. પોતાનું કામકાજ કરો. પરંતુ હૃદય-મનને ઉચાટ-ઉદ્વેગ રહે.

 

* આપે આપના નોકરી-ધંધાનું રોજીંદું કામકાજ કરવામાં જાગૃતિ, સાવધાની રાખવી. જોખમી ઉતાવળીયા ફેરફારો, જોખમો કરવા નહીં તેમજ વિવાદથી દૂર રહેવું.

 

* વર્ષના ઉત્તરાર્ધમાં પુત્રપૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન, નોકરી-ધંધાનો પ્રશ્ન ઉકેલાતા આપ હળવાશ, રાહત, આનંદ અનુભવો.

 

* સ્ત્રીવર્ગને સાસરીપક્ષ- પિયરપક્ષની ચંિતા- મુંઝવણ- દોડધામમાં શાંતિ- રાહત જણાય નહીં.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી ભણવામાં ઘ્યાન આપવું પડે. મિત્રવર્ગની સંગતમાં ભણવાનો સમય બગડે, નાણાંનો વ્યય થાય. ભણવામાં પીછેહઠ થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

હિન્દી ફિલ્મોના ૧૦૦ વર્ષ નિમિત્તે ઓફિસમાં રીસેસમાં બધા ચર્ચા કરી રહ્યા હતા. એમાં લલ્લુ બોલ્યો, ‘‘હિન્દીની પહેલી મૂંગી ફિલ્મનું નામ કહો જોઉઁ !’’
‘‘અરે! જ્યારે ફિલ્મ મૂંગી જ હતી ત્યારે,’’ છગન જવાબમાં બોલ્યો, ‘‘કોણ કહી શકે કે ફિલ્મ હિન્દી જ હતી ?’’

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક નોખી વાનગીઓનો રસથાળ

 

 

મટોકી (આફ્રિકન)

 

 

 

સામગ્રી ઃ ૪ કાચા કેળા, ૨ ચમચી આરારૂટ, ૧ ચમચી આદુ-મરચાં, પ્રમાણસર મીઠું, અડધા લીંબુનો રસ, ૨ ચમચી સાકર, તળવા માટે તેલ, વઘાર માટે ઘી.

 

 

 

રીત ઃ કેળાં છાલ સાથે કૂકરમાં બાફીને હાથેથી છૂંદવા અને થોડું ઘી મૂકી જીરાથી વધારવા. તેમાં મીઠું, આદુ-મરચાં, લીંબુ, સાકર, આરારૂટ નાખી સારી રીતે મિક્સ કરવું. નાના લીંબું જેવડા ગોળા બનાવવા અને તે થોડા આરારૂટમાં રગદોળી, તેલમાં મઘ્યમ તાપે લાલ તળી લેવા. ચટણી સાથે પીરસવા.

 

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved