Last Update : 21-July-2012, Saturday

 

રાજેશખન્નાની ‘સુપર-સ્ટારક’ અદાઓ!

- મન્નુ શેખચલ્લી
રાજેશખન્ના સાચા અર્થમાં સુપસ્ટાર હતો એ તો ખરું, પણ સુપરસ્ટાર તરીકેના એના અમુક કિસ્સાઓમાં એના ઈગોની સ્ટાઈલ પણ અનોખી હતી...
ફિલ્મ ‘ડોલી’માં બબિતા હિરોઈન હતી. ફિલ્મમાં એક સિચ્યુએશન એવી હતી જેમાં બબિતા રાજેશખન્નાને ભાવ નથી આપતી એવા મિનીંગવાળું એક ગાયન ગાવાનું હતું. ગીતના શબ્દો હતાઃ
પહલે ઝુક કર કરો સલામ
ફિર બતલાઓ અપના નામ
અદબ સે બોલો ક્યા હૈ કામ
ઓ મિસ્ટર ગુલફામ!
પરંતુ શુટીંગ વખતે આપણા રાજેશકાકાએ શું ટેન્ટ્રમ્સ (નખરાં) કર્યા હશે કે આખા ગાયનમાં બબિતા જ ઝુકી ઝુકીને સલામ કરે છે! એ જ અદબથી ઊભી રહે અને રાજેશખન્નાની આગળ પાછળ ફરે છે!
મઝાની વાત એ છે કે ગાયન પુરું થાય ત્યારે રાજેશખન્ના એક મોહક અદામાં સ્માઈલ આપીને, ઝુકીને, બબિતાને સલામ કરે છે!
આને કહેવાય અદા!!
* * *
રાજેશખન્નાને ફાઈટીંગનાં દ્રશ્યો આપવાનો બહુ કંટાળો આવતો હતો. એમાં ય જ્યારે પોતે માર ખાવાનો હોય ત્યારે તો એ કોઈ ડમી કલાકારને જ આગળ ધરી દેતો.
એક ફિલ્મના શુટીંગમાં એવું હતું કે રણજીત નામના એક વિલનના હાથે રાજેશખન્નાને માર ખાવાનો હતો. રણજીત આમ જોવા જાવ તો બહુ મોટા વિલન પણ નહિ. એટલે રાજેશખન્ના તો મેકઅપ રૂમની બહાર પણ ના આવે! વારાફરતી એક પછી એક શોટ ડમી કલાકાર વડે જ લેવાતા ગયા.
છેવટે ચારેક કલાકના શૂટંિગ પછી ડીરેક્ટરે કહ્યું કે ‘રાજેશજી, અબ તો આપ રણજીત કો મારોગે ચલિયે. વો શોટ્‌સ તો દે દિજીયે!’
ખન્નાસાહેબ આરામથી મેકપ કરીને પધાર્યા, રણજીતને એક જ મુક્કો મારીને કહી દીઘું ‘ઈસ કે લિયે ઈતના હી કાફી હૈ!’
* * *
એક સાઉથ ઈન્ડિયન ડીરેક્ટરની ફિલ્મમાં રાજેશખન્નાની માનો રોલ કરનારી એક્ટ્રેસ જરા સિરીયસ ટાઈપની હતી. એ ડીરેક્ટરને પૂછવા લાગી,
‘મેં કિસ ટાઈપ કી માં હું? ઇમોશ્નલ હું, સેન્ટીમેન્ટલ હું, સ્ટ્રોંગ હું, વિક હું, પઝેટિવ હું યા ડીટેચડ હું... મૈં કૈસી માં હું?’
દક્ષિણ ભારતીય ડિરેક્ટરે સિગારેટની રાખ ખંખેરતા ટુંકોને ટચ જવાબ આપ્યો,
‘તુમ રાજેશખન્ના કી માં હો, બસ.’
Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved