Last Update : 21-July-2012, Saturday

 

કોંગ્રેસનો રાહુલોત્સવ

‘બાર વર્ષે બાવો બોલ્યો’ એ કહેણીમાં થોડો ફેરફાર કરીને વરિષ્ઠ રાજકારણીઓ કહી શકે,‘નવ વર્ષે બાબો બોલ્યો’. ઉદ્ધારકની શોધમાં રહેલી કોંગ્રેસના નેતાઓ ઘણો સમય થયે સોનિયા ગાંધીથી થોડા હતાશ હતા. તેમની રહસ્યમય વિદેશ મુલાકાતો, ઓછામાં ઓછી જાહેર હાજરી અને બિમારીની અટકળોને લીધે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં એક પ્રકારે નોધારાપણાનો ભાવ ઉભરી રહ્યો હતો. ચોતરફથી કૌભાંડો અને ગેરવહીવટમાં ઘેરાયેલી યુપીએ સરકાર અને તેના મુખ્ય પક્ષ તરીકે કોંગ્રેસને નવી આશા, નવી હવાની તાતી જરૂર હતી. એ સમયે રાહુલ ગાંધીએ, રાજકારણમાં નવ વર્ષ કાઢ્‌યા પછી, આખરે કહ્યું કે હવે તે મોટી ભૂમિકા માટે તૈયાર છે.
મોટી ભૂમિકા એટલે શું? એ ક્યારે સોંપાશે? એ વિગતો આપવાને બદલે રાહુલ ગાંધીએ કહ્યું કે બઘું નક્કી થઇ ગયું છે ને પક્ષની નેતાગીરીમાં એ વિશે ચર્ચા ચાલી રહી છે. (કેમ જાણે કોંગ્રેસમાં એક વાર સોનિયા ગાંધી નક્કી કરી નાખે, પછી ખરેખર ચર્ચા ચાલતી હોય.) રાહુલે સોનિયા ગાંધીની હાજરીમાં જ કહ્યું કે હવે મારા બે બોસ - વડાપ્રધાન અને પક્ષપ્રમુખ- જે નક્કી કરે તે ખરું. બન્નેમાંથી એક બોસ વડાપ્રધાન અત્યાર સુધી એકથી વધારે વાર રાહુલ ગાંધીને મંત્રીમંડળમાં સામેલ થવા માટે કહી ચૂક્યા છે, પરંતુ બીજા બોસ- પક્ષપ્રમુખ નહીં, પણ માતા સોનિયા ગાંધી સંભવતઃ યોગ્ય સમયની પ્રતીક્ષા કરતાં હોવાથી, હમણાં સુધી તેમણે રાહુલને આગળ વધવા માટે લીલી ઝંડી બતાવી ન હતી.
રાહુલ માટે મોટી ભૂમિકાની જાહેરાતની બરાબર નોંધ લેવાય એ માટે સૌથી પહેલાં ગાંધીપરિવારના વફાદાર સલમાન ખુર્શીદે રાહુલ ગાંધી સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો. રાહુલ કેવળ મહેમાન કલાકારની જેમ દેખાય છે એવું એમણે કહ્યું. તેનાથી રાહુલની ભૂમિકાને લઇને ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઇ. બીજા વફાદાર દિગ્વિજયસંિઘે ખુર્શીદની વાતમાં સૂર પુરાવ્યો. ઓચંિતો વરસાદ પડી જાય એને બદલે પહેલાં થોડાં વાદળાં બંધાય, બફાટ-ઉકળાટ થાય અને પછી વરસાદ પડે તો એનું માહત્મ્ય વધારે ન થાય? એ રીતે પહેલાં વાતાવરણ ઊભું કર્યા પછી રાહુલ ગાંધીની મોટી ભૂમિકા માટેની જાહેરાત કરવામાં આવી.
મોટી ભૂમિકા શું હોઇ શકે એવા સવાલમાં રાહુલે પક્ષ અને સરકાર એમ બન્ને વિકલ્પ ખુલ્લા હોવાનું કહ્યું. એવી જોરદાર અટકળ છે કે થોડા સમયમાં થનારા મંત્રીમંડળના ફેરફારોમાં રાહુલ ગાંધીનો સમાવેશ કરવામાં આવશે અને તેમને કોઇ મહત્ત્વનું ખાતું આપવામાં આવશે, જેથી અનુભવ મળે. રાહુલ ગાંધીને અનુભવ આપવામાં ખાતાનું શું થશે એની ચંિતા હાલપૂરતી ન કરીએ તો પણ, રાહુલ ગાંધીની જરૂર સરકાર કરતાં પક્ષને ઘણી વધારે છે એવી વ્યાપક માન્યતા છે. બિહાર-ઉત્તર પ્રદેશ જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં બૂરી રીતે હારી ચૂકેલી કોંગ્રેસને ફરી ચેતનવંતી કરવા માટે- તેના કાર્યકરોમાં આંતરિક હૂંસાતૂંસીને બદલે શિસ્ત આણીને, સૌ એક દિશામાં આગળ વધે એ માટે કોઇ પ્રોત્સાહકની તાતી જરૂર છે. વર્તમાન રાજકારણમાં જોકે પ્રોત્સાહનના સૈદ્ધાંતિક ડોઝ કેટલા કામ કરે એ સવાલ ખરો. કારણ કે સત્તા સૌથી મોટું પ્રોત્સાહક છે. સત્તા મળે એટલે બધાની બેટરી ફુલચાર્જ બતાવે છે અને સત્તા જતી રહે ત્યારે બેટરી ઉતરી જાય છે. રાહુલ ગાંધીએ (રાજ્યોમાં) સત્તાની ગેરહાજરીની વચ્ચે કાર્યકરોની બેટરી ચાર્જ કરવાની છે.
રાહુલ ગાંધીને મોટી જવાબદારી આપવાની જાહેરાતમાં એવું પણ નિહીત છે કે અત્યાર સુધી રાહુલ ગાંધી ‘દૂધપાક’ હતા. પરંતુ આ સાચી વાત નથી. રાહુલ ગાંધીએ પક્ષમાં, ખાસ કરીને પક્ષની યુવા પાંખમાં ઘણા સમયથી મહત્ત્વનાં કામ ઉપાડ્યાં છે. યુવાકોંગ્રેસમાં આંતરિક ચૂંટણી યોજીને તેમાં લોકશાહી માળખું ઊભું કરવાનું કામ તેમણે ઉપાડ્યું હતું. સાવ શરૂઆતમાં થોડો સમય એ બારમા ખેલાડી રહ્યા, પણ પછી ધીમે ધીમે તે કોંગ્રેસના ચહેરા તરીકે દેખાવા લાગ્યા હતા. કાર્યકરોની અપેક્ષા જેટલા સક્રિય તે ન હોય તો પણ, બિહારની ચૂંટણી વખતે તેમણે પૂરજોશથી અને પૂરી તાકાત લગાડીને ચૂંટણીપ્રચાર કર્યો હતો. તેમાં ઉમેદવારોની પસંદગીથી માંડીને મહત્ત્વની જવાબદારીઓ રાહુલે નિભાવી હતી. એવી જ રીતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પોતાનું સઘળું રાજકીય વજન દાવ પર લગાડી દીઘું હતું. તેના પરિણામે ચૂંટણીનો ખરો જંગ બે નેતાપુત્રો રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે હોય એવી છાપ ઊભી થઇ હતી. આ બન્ને ચૂંટણીમાં રાહુલે અદા કરેલી ભૂમિકાને ‘મોટી જવાબદારી’ ન કહેવાય, તો મોટી જવાબદારીની વ્યાખ્યા નવેસરથી સમજવી પડે. પરંતુ બેટંિગ લેવા આવેલું બાળક આઉટ થઇ જાય ત્યારે ઘરના અમ્પાયર ટ્રાયલ બોલ કે નો બોલ જાહેર કરી દે અને ‘હવે જોજો. એ બરાબર રમશે.’ એવો આશાવાદ સેવે, એ પ્રકારની માનસિકતા આ જાહેરાત પાછળનું મુખ્ય પ્રેરક બળ હોય એમ લાગે છે.
રાજકારણમાં ભલભલા હોંશિયારો હાથમાં સત્તા આવ્યા પછી ભીંત ભૂલે છે અને સાવ ‘નિર્દોષ’ લાગતા નેતાઓ આસન પર બેઠા પછી જોતજોતાંમાં એવા ‘તૈયાર’ થઇ જાય છે કે એમના વિશે આગાહી કરનારા ખોટા પડે. રાહુલની મોટી ભૂમિકાની સફળતા વિશે અત્યારથી આગાહી કરવાને બદલે, સમય વીત્યે તેનું પૃથક્કરણ વધારે યોગ્ય ગણાશે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved