Last Update : 21-July-2012, Saturday

 
દિલ્હીની વાત
 

રાહુલ 'એચીવર' નથી
નવી દિલ્હી, તા.૨૦
પોતે ભવિષ્યમાં કેવો રોલ ભજવવા માગે છે અને કયારે તે અમલમાં મુકશે તે અંગે રાહુલ ગાંધી હજુ અનિશ્ચિત હોય એમ દેખાઈ રહ્યું છે. જો કે પક્ષના પ્રેશર બાદ કોંગ્રેસના પ્રિન્સે સરકારમાં કોઇ નેતૃત્વનો રોલ કરવા મન મનાવી લીધું છે. પરંતુ આ રોલ સરકારમાં હશે કે સંગઠનમાં હશે તે હજુ નક્કી થતું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે રાહુલ ગાંધીની પોલીટીકલ પ્રોફાઇલનો ગ્રાફ સતત નીચો જઈ રહ્યો છે. ૨૦૦૯ની લોકસભામાં ઉત્તર પ્રદેશમાં વધુ સંખ્યા મેળવવામાં રાહુલ ગાંધીએ સારી કામગીરી કરી હતી. પરંતુ ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજયોની વિધાનસભાની ચૂંટણીઓમાં તે ફલોપ સાબિત થયા હતા. કહે છે કે તેમની એંગ્રી યંગમેનની ઇમેજ કામ નહોતી આવી. તેથી મહત્વનો પ્રશ્ન એ છે કે અનેક પડકારોનો સામનો કરી રહેલી સરકાર તેમજ પક્ષમાં તે કયો રોલ ભજવશે. યુપીએ - ટુ સરકાર સામે ભ્રષ્ટાચાર, ભાવ વધારો, બેરોજગારી અને આર્થિક ફેરફારોના અમલીકરણમાં ઢીલી નીતિના આક્ષેપો છે. આ સંજોગોમાં જયારે કોંગ્રેસના પ્રિન્સ એચીવર સાબીત થઇ શક્યા નથી ત્યારે ૨૦૧૪ની ચૂંટણીઓનો સામનો કરવો મુશ્કેલ બનશે.
રાહુલ અંગે અફવા
એવી અફવાઓ ચાલે છે કે રાહુલ ગાંધીન કયાં તો નાયબ વડાપ્રધાન બને કે રૃરલ ડેવલોપમેન્ટ મીનીસ્ટર બને. નાયબ વડાપ્રધાન તેમજ સરકાર ચલાવવાની સિસ્ટમનો અનુભવ આવશે જયારે રૃરલ ડેવલોપમેન્ટ તેમને પ્રજાની નજીક લાવશે. રૃરલ ડેવલોપમેન્ટ પ્રધાન જયરામ રમેશે હોદ્દો છોડીને પક્ષમાં કામ કરવાની ઇચ્છા બતાવી છે. રાહુલને કદાચ કોઇપણ પોર્ટફોલીયો વીનાના પ્રધાન બનાવાય. જેથી તે મહત્વની બેઠકમાં ભાગ લઈ શકે.
રાહુલ પક્ષના વાઈસ પ્રેસિડેન્ટ
રાહુલ માટે અન્ય જગ્યામાં પક્ષના વાઈસ પ્રેસિડેન્ટ કે વર્કંગ પ્રેસિડેન્ટ તરીકેની છે. પક્ષના સૂત્રો યાદ અપાવે છે કે અર્જુનસિંહ અને જીતેન્દ્ર પ્રસાદ વાઇસ પ્રેસિડેન્ટ હતા. જયારે સીતારામ કેસરી અને કમલાપતિ ત્રિપાઠી વર્કીંગ પ્રેસિડેન્ટ હતા. હેમવતી બહુગુણા પક્ષના મહામંત્રી તરીકે હતા.
કોંગ્રેસની જૂથબંધી દૂર કરો
યુપીએ - ટુ સરકાર પાસે હવે માંડ બે વર્ષ બચ્યા છે ત્યારે રાહુલ ગાંધીને પડકાર ઝીલવા તૈયાર કરવાનું પગલું આવકારદાયક છે. પક્ષમાં રહેલી જૂથબંધી સામે પગલા લેવા પડશે અને સેવાદળ જેવી સંસ્થાઓમાં પણ ઉત્સાહ પુરવો પડશે. સાથી પક્ષોમાં તૃણમૂલ કોંગ્રેસ જેવા સાથી પક્ષ સાથેનું ડીલીંગ મહત્વનું બન્યું છે. બીજી તરફ એનસીપીના નેતા શરદ પવાર નંબર ટુ ના સ્થાન માટે આક્રમક છે. સમાજવાદી પક્ષ અને ડીએમકે સાથી પક્ષો તરીકે કામના છે પરંતુ સમાજવાદી પક્ષ પર ભરોસો મુકાય એમ નથી.
પવાર પુત્રીને પ્રધાન બનાવવા માગે છે
કેન્દ્રિય કેબીનેટમાં નંબર ટુના સ્થાન માટે કોંગ્રેસ -એનસીપી વચ્ચેનું કોકડું હજુ ગુંચવાયેલું છે. એનસીપી પોતાની એ માગણીને વળગેલું છે કે તેમના નેતા શરદ પવારને નંબર ટુનું સ્થાન મળવું જોઈએ. પરંતુ તે રહેશે તો યુપીએ સાથે જ !! ૧૦, જનપથ ખાતે પવાર, સોનિયા ગાંધીને મળ્યા પછી ઉપરનું નિવેદન આવ્યું હતું. દરમ્યાન માહિતગાર સૂત્રોના કહેવા અનુસાર કોંગ્રેસ પર એનસીપીના આક્ષેપો પાછળ બીજું કારણ છે. પવાર તેમની પુત્રી સુપ્રિયા સૂલેને કેબીનેટમાં લેવા માગે છે. એનસીપીમાંથી કઢાયેલા અને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પી.એ. સંગમાની પુત્રી અગાથા સંગમાના સ્થાને પવાર, સુપ્રિયાને મુકવા માગે છે.
કાકાને રાજયસભાની સીટ ના આપી
સુપર સ્ટાર રાજેશ ખન્નાના વખાણ બોલીવુડ સ્ટાર, અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં મોટા પાયે કર્યા છે. કાકાનું અવસાન થયું ત્યારે સૌ પ્રથમ તેમના નિવાસસ્થાને પહોંચેલામાં અમિતાભ અને અભિષેકનો સમાવેશ થતો હતો. 'કાકા'ના રાજકારણ સાથેના સંબંધો યાદ કરતા સીનિયર કોંગીજનો કહે છે કે કોંગ્રેસમાં કાકાને રાજીવ ગાંધી લાવ્યા હતા. ૧૯૯૧માં કાકા અડવાણી સામે ખૂબ ઓછા મતે હારી ગયા હતા. પરંતુ નવી દિલ્હીની લોકસભા બેઠક જયારે અડવાણીએ ખાલી કરી ત્યારે પેટા ચૂંટણીમાં કાકા જીત્યા હતા. ૧૯૯૬માં તે જગમોહન સામે હાર્યા હતા. કાકાની કોંગ્રેસ સામે મોટી ફરિયાદ હતી કે તેમને રાજય સભાની સીટ માટે પ્રોમીસ અપાયું હતું પણ અમલ કરાયો ન હોતો.
૭૪ વર્ષના આર.કે. ધવને લગ્ન કર્યા
કોંગ્રેસ વર્તુળોમાં ચાલતી લેટેસ્ટ ગપસપ એ છે કે ગાંધી પરિવારના વફાદાર એવા ૭૪ વર્ષના આર. કે. ધવને લગ્ન કરી લીધા છે. જેમની સાથે લગ્ન કર્યા તે મહિલાનું નામ 'અચલા' છે. જો કે તેમના વિશે બહુ જાણવા મળ્યું નથી. બુધવારે સોનિયા ગાંધીએ જયારે સાથી પક્ષો સાથે ભોજન સમારંભ યોજયો ત્યારે ધવનના લગ્નના સમાચારો મળ્યા હતા. તેઓ લાંબા સમયથી બેચલર હતા. કેટલાક સીનિયર કોંગી નેતાઓએ આ લગ્નને કદ્દાપી નહીં તેના બદલે મોડામાં કશું ખોટું નથી તે સાથે સરખાવ્યા હતા.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved