Last Update : 21-July-2012, Saturday

 
અમેરિકામાં બેટમેન ફિલ્મના પ્રિમિયરમાં બેફામ ગોળીબારમાં ૧૪નાં મોત

બંદૂકધારી શખ્સ માસ્ક પહેરી આવ્યો ઃ અંતે પકડાયો ઃ ૫૦ ઘાયલ ઃ સનસનાટીભરી ઘટના

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૨૦
અમેરિકાના કોલોરાડો ખાતે બેટમેન ફિલ્મનાં પ્રીમિયર માટે થિએટરમાં એકઠા થયેલા લોકો પર એક અજાણ્યા બંદૂકધારીએ કરેલા બેફામ ગોળીબારમાં ૧૪ વ્યક્તિના મૃત્યુ થયા છે અને ૫૦ને ઈજા પહોંચી છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાખોરે માસ્ક પહેરેલો હતો અને તે સંપૂર્ણપણે શસ્ત્રોથી સજ્જ હતો. કોલોરાડોના ડેન્વેરમાં ઔરોરા ખાતેના સિનેમા હોલમાં આ બંદૂકધારીએ મચાવેલા મોતના તાંડવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે. નવ નંબરના થિએટરમાં પ્રવેશ માટે તેણે બહાર નિકળવાના ઈમરજન્સી દરવાજનો ઉપયોગ કર્યો હતો.
ગેસમાસ્ક પહેરીને આવેલા આ હુમલાખોરે સ્મોક બોમ્બ ફેંક્યો હતો અને ત્યારબાદ ઓટોમેટિક રાઈફલ વડે ધાણીફૂટ ગોળીબાર કર્યો હતો. ઘટનાને નજરે જોનારાઓના કહેવા મુજબ બંદૂકધારી યુવક ૨૪ વર્ષની આસપાસની વયનો હતો અને પોલીસે તાત્કાલીક તેની અટકાયત કરી લીધી હતી. પોતાના એપાર્ટમેન્ટમાં વિસ્ફોટકો હોવાનું પણ આ યુવકે પોલીસને જણાવ્યું હતું.
ઘટનાના પગલે એફબીઆઈની ટુકડીએ તાત્કાલિક પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા ૧૪ લોકોમાં ૧૦ના મૃત્યુ ઘટના સ્થળે જ થયા હતાં જ્યારે ચાર વ્યક્તિ ઈજાના કારણે દવાખાનામાં સારવાર દરમિયાન અવસાન પામી હતી. ગોળીબારની ઘટના અંગેની જાણ કરતો ફોન પોલીસને રાત્રે એક વાગ્યે આવ્યો હતો.
દરમિયાન ગોળીબારની આ ઘટનાને ૨૦૦૭ પછીની અમેરિકાની સૌથી ગમખ્વાર ગણાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે, હુમલાખોરની ઓળખ ઔરોરાના ૨૪ વર્ષિય જેમ્સ હોમ્સ તરીકે થઈ છે. ઘટનાથી આઘાત પામેલા પ્રમુખ બરાક ઓબામાએ ઘટનાને ભયાનક ગણાવી હતી.
ઘટનાને પગલે સમગ્ર શહેરની પોલીસ થીએટર ખાતે આવી પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો હતો. ગોળીબાર કરવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૦૭માં વર્જિનિયાની ટેકનિકલ કોલેજમાં થયેલા હુમલામાં ૩૩ લોકો માર્યા ગયા હતા અને અનેકને ઇજા પહોંચી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved