Last Update : 21-July-2012, Saturday

 
વિશ્વભરમાં ૩.૪૨ કરોડ લોકો HIV સાથે જીવી રહ્યા છે ઃ યુએન રિપોર્ટ

૨૦૦૦ની સાલથી ભારતમાં નવા HIV કેસોમાં ૫૦ ટકા ઘટાડો

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૧૯
ગત વર્ષે એચઆઈવી ગ્રસ્ત બનેલા નવા પચ્ચીસ લાખ કેસો સાથે દુનિયાભરમાં આ જીવલેણ વાઈરસ સાથે જીવી રહેલા લોકોનો આંક ૩ કરોડ અને ૪૦ લાખે પહોંચ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૧૧માં એઈડ્ઝ સંબંધિત બિમારીઓથી સત્તર લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે ૨૦૧૦ના ૬૬ લાખની સરખામણીએ ૨૦૧૧માં ૮૦ લાખ લોકોને એચઆઈવી વિરોધી સારવાર આપવામાં આવી છે. આ આંકડો ૨૦ ટકાથીયે વધારે છે.
ંસંયુક્ત રાષ્ટ્રના એઈડ્ઝ/એચઆઈવી અંગેના સંયુક્ત કાર્યક્રમ યુનેઈડ્ઝ (UNAIDS) ના અહેવાલમાં જાણાવવામાં આવ્યું છે 'આપણે સહુ ભેગા મળીને એઈડ્ઝનો અંત લાવીશું.' સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશો દ્વારા ૨૦૧૧માં ઘડાયેલા રાજકીય જાહેરનામામાં ૨૦૧૫ સુધીમાં વર્ષે દોઢ કરોડ લોકોને એચઆઈવીની સારવારા પૂરી પાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ ૨૦૧૧માં એચઆઈવીનો ચેપ લાગેલા નવજાત બાળકોનો આંક આશરે ૩,૩૦,૦૦૦ હતો. જે ૨૦૦૩માં ચેપગ્રસ્ત બનેલાં ૫,૭૦,૦૦૦ બાળકોની સરખામણીએ લગભગ અર્ધો છે અને ૨૦૦૯ની સરખામણીએ ૨૪ ટકા જેટલો ઓછો છે. નવજાત બાળકોમાં એચઆઈવીના ચેપ લાગવાના કેસોમાં સતત બીજા વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
અહેવાલ મુજબ ૨૦૧૧માં નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાંની આશરે ૧૫ લાખ એચઆઈવી ગ્રસ્ત ગર્ભવતી મહિલાઓમાંથી ૫૭ ટકા મહિલાઓને એચઆઈવીનો ચેપ તેમના બાળકોમાં પ્રસરતો અટકાવવા રોગવિરોધી સારવાર અપાઈ છે.
અહેવાલમાં ભારતની પ્રશંસા કરતા જણાવવામાં આવ્યું છે કે ૨૦૦૦ની સાલથી ભારતમાં પુખ્તવયના લોકોમાં એસઆઈવીના ચેપ લાગવાના કેસોમાં અડધો અડધ ઘટાડો થયો છે. સમગ્ર એશિયામાં એચઆઈવીનો ચેપ લાગવાના દરમાં ઘટાડો થયો હોવા છતાં દરરોજ આશરે એક હજાર પુખ્તવયના લોકો એચઆઈવીનો ચેપનો શિકાર બને છે. ૨૦૦૧ આશરે ૪,૪૦,૦૦૦ પુખ્તવયના લોકોની સામે ૨૦૧૧માં આશરે ૩,૬૦,૦૦૦ લોકો ચેપગ્રસ્ત બન્યા છે.
૯૦ ટકાથીયે વધુ એચઆઈવી ગ્રસ્ત લોકો ધરાવતા એશિયાના મુખ્ય સાત દેશો ચીન, ભારત, ઈન્ડોનિશિયા, મલેશિયા, મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેતનામમાં આ વ્યાપક રોગચાળાની અસર ધીમે ધીમે ઘટી રહી છે.
યુનેઈડ્ઝે ૨૦૦૦થી ૨૦૦૯ દરમિયાન પુખ્તવયના લોકોમાં એચઆઈવીના ચેપ લાગવાના અડધા થયેલા દરને લઈને ભારતના પ્રયાસોને બિરદાવ્યા છે. જોકે અહેવાલ મુજબ અફઘાનિસ્તાન અને ફિલિપાઈન્સ જેવા નાના દેશોમાં એચઆઈવીનો ચેપ લાગવાના કિસ્સા વધી રહ્યાં છે. અહેવાલ મુજબ એઈડ્ઝ વિરોધી લડતમાં ભારતનો સિંહફાળો છે. અહેવાલ મુજબ પાડોશી રાષ્ટ્રો સહિત એશિયાના અન્ય દેશોને પણ નોંધપાત્ર સહાય પૂરી પાડી રહ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved