Last Update : 21-July-2012, Saturday

 

ઇન્કમટેક્સના ચાર દિવસના સર્ચ ઓપરેશનના અંતે
સુરતના બે બિલ્ડરોના કાળાં નાણાંની રકમ ૧૨૦ કરોડે પહોંચી

રોકડા રૃા.૨.૭૫ કરોડ, રૃા.૪૫ લાખની જ્વેલરી સીઝ્ડ સીલ કરાયેલા ૯ બેંક લોકરની તપાસ હજુ બાકી

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.૨૦
સુરત ઈન્કમટેક્સ વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા છેલ્લાં ત્રણ દિવસથી ચાલતા સર્ચ ઓપરેશનનો આજે ચોથા દિવસે અંત આવ્યો હતો. ઓપરેશન પુર્ણ થયા બાદ સુરતના બે બિલ્ડર્સ સાથે સંકળાયેલા ૨૫ જેટલા વ્યવસાયીઓના ૪૫ સ્થળે તપાસમાં કુલ રૃા.૧૨૦.૨૯ કરોડની બેનામી આવક મળી આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન રોકડા રૃા.૨.૭૫ કરોડ, રૃા.૪૫ લાખની જ્વેલરી મળી કુલ રૃા.૩.૬૦ કરોડની બેનામી મત્તા સીઝ્ડ કરાઇ છે. જ્યારે સીલ કરાયેલા ૯ બેંક લોકરની તપાસ બાકી હોવાથી બેનામી આવકનો આંકડો હજુ ઉંચે જવાની શક્યતા છે.
સુરત ઈન્કમ ટેક્સ કચેરીની ડીડીઆઈ વિંગના માર્ગદર્શન હેઠળ તા.૧૬મી જુલાઈના રોજ બિલ્ડર જયંતિ બાબરીયા તથા લવજી બાદશાહ સહિત તેમની સાથે ધંધાકીય રીતે સંકળાયેલા ૨૫ જેટલા નાના મોટા ડેવલપર્સ, બિલ્ડર્સ, ઈન્વેસ્ટર્સ વગેરેના ૪૫ જેટલા રહેણાંક તથા ધંધાકીય સ્થળો પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.
સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા આયકર ખાતાના કુલ ૧૬૦ જેટલા અધિકારીઓએ સતત ત્રણ ચલાવેલું સર્ચ ઓપરેશન આજે ચોથા દિવસે પુર્ણ થયું હતું.
ઇનક્મટેક્સ સૂત્રોના જણાવ્યાં મુજબ, લાંબા સમય બાદ વરાછા અને મોટાવરાછામાં ઉપરાંત બારડોલીમાં મેગા બાંધકામ પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરો જયંતિ બાબરીયા અને લવજી બાદશાહ અને તેમની સાથે સંકળાયેલા વ્યવસાયીઓને સકંજામાં લેતા આ ઓપરેશનમાં રેકર્ડબ્રેક ૧૨૦.૨૯ કરોડની છુપાવેલી આવક મળી આવી છે. ઇન્કમટેક્સ અધિકારીઓની તપાસમાં જયંતિ બાબરીયા, જયંતિ બાદશાહ, અવધ ગુ્રપના વિપુલ ઉધાડ અને આયુષ ઉધાડની સંયુક્ત રીતે કુલ રૃા.૮૦ કરોડની બેનામી આવક જાહેર કરાઇ છે.
જ્યારે આ બિલ્ડર્સ સાથે સંકળાયેલા અન્ય વ્યસાયીઓ અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, બારડોલીના અવધ લેક પેલેસ, ગોકુલધામ, ઓમ ટેક્સટાઇલ વગેરે ૨૦થી ૨૫ સ્થળોએ કરાયેલી તપાસમાં રૃા.૨૨ કરોડની છુપાવેલી આવક મળી હતી. અને આ બે બિલ્ડર્સ સાથે સંકળાયેલા ભગીરથ પીઠવડીવાલાને ત્યાંથી રૃા.૧૮ કરોડની બેનામી આવક જાહેર કરવામાં આવી હતી. ભગીરથભાઇ કોંગ્રેસના માજી ધારાસભ્ય મનુ પીઠવડીવાળાના પુત્ર છે.
ઇનક્મટેક્સ સર્ચમાં રૃા.૨.૭૫ લાખની રોકડ અને રૃા.૪૫ લાખની જ્વેલરી મળી કુલ રૃા.૩.૬૦ કરોડની બેનામી મત્તા સીઝ્ડ કરાઇ છે. જ્યારે ૧૧ બેંક લોકર સીલ કરાયા હતા. જે પૈકી ૯ લોકરની તપાસ હજુ બાકી છે.
જેથી રૃા.૧૨૦.૨૯ કરોડના બેનામી આંક હજુ આગળ વધે એવી શક્યતા ઇન્કમટેક્સ અધિકારી સૂત્રો વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા સુરત ઇન્કમટેક્સનો વાર્ષિક ટાર્ગેટ નક્કી કરાય તે પહેલા જ ડીડીઆઇ વીંગે મેગા સર્ચ ઓપરેશન પાર પાડયું છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved