Last Update : 21-July-2012, Saturday

 

અમદાવાદ:ધૂમ સ્ટાઇલે દોઢ લાખની લૂંટ

-રોકડનો થેલો ઝૂંટવી લૂંટારૃ ફરાર

 


-ઘોળેદહાડે બનેલી ઘટના

અમદાવાદ, શુક્રવાર
ઇન્ડસ બેંકના એટીએમ મશીનમાં પૈસા ભરવા માટે જઇ રહેલા સીએમએસ સિક્યુરિટી કંપનીના કસ્ટોડિયલ ઓફિસરના હાથમાં દોઢ લાખની રોકડ ભરેલો થેલાની ધૂમ સ્ટાઇલે લૂંટ ચલાવી બાઇકર્સ ફરાર થઇ ગયા છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સોલા રોડ પર પારસનગર પાસેના સુંદરવન ફલેટમાં રહેતા નિર્મલ રશ્મિકાંત પંડયા સીએમએસ સિકયુરિટી કંપનીની વાડજ ખાતેની ઓફિસમાં કસ્ટોડિયલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આજે બપોરે કંપનીના વાન લઇને નિર્મલભાઇ એટીએમ સેન્ટરમાં પૈસા ભરવા માટે જઇ રહ્યા હતા. બપોરે ૩.૪૫ વાગ્યે હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી કોમ્પ્લેક્ષમાં ઇન્ડસ બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે. આ રોડ પર નિર્મલભાઇએ સીએમએસ કંપનીની વાન થોભાવી હતી.
એટીએમ મશીનમાં પૈસા છેકે નહી તે ચેક કરવા અને પૈસા ના હોય તો તે ભરવા માટે રોકડનો થેલો લઇને નિર્મલભાઇ ચાલતા જઇ રહ્યા હતા. તે સમયે બ્લેક કલરના પ્લસર બાઇક પર આવેલા બે શખસો દોઢ લાખની રોકડ ભરેલા થેલાની ધૂમ સ્ટાઇલે લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
નિર્મલભાઇએ આ મામલે વસ્ત્રાપુર પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસે બાઇક પર આવેલા ૨૫ થી ૩૫ વર્ષના આશરાના બે શખસો વિરૃધ્ધ લુંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ધૂમ સ્ટાઇલે લૂંટ કરવાની સતત બીજી ઘટના બે દિવસના ગાળામાં બની છે. અગાઉ નવરંગપુરા વિસ્તારમાં આશ્રમરોડ પર જમીન દલાલને લૂંટવાનો પ્રયાસમાં બે લૂંટારૃઓ ઝડપાયા હતા. પોલીસ આ ગેંગને ઝબ્બે કરવા માટે હિમાલયા મોલના સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરે તેવી શકયતા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved