Last Update : 21-July-2012, Saturday

 

માળિયા ખાતે પાણીના પ્રબંધ માટે નર્મદા નિગમને તાકીદ
કચ્છ, રાજકોટ, જામનગરમાં પીવાના પાણીની અછતથી સરકાર ચિંતિત

આજે સવારથી કડાણામાંથી ૭૦૦૦ MCFt, ઊકાઈમાંથી ૪૬૦૦ MCFt અને પાનમમાંથી ૧૦૦૦ MCFt છોડાશે

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, શુક્રવાર
કચ્છ, રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં પીવાના પાણીની કારમી અછત સર્જાતા રાડારાડ થઈ રહી છે. આ ત્રણે જિલ્લામાં જરૃરિયાત કરતાં ઘણો ઓછો જથ્થો પાણી પુરવઠા તંત્ર દ્વારા અપાઈ રહ્યો છે. એટલે શુક્રવારે ઉચ્ચ સ્તરીય સમિતિએ નર્મદા નિગમને વહેલામાં વહેલી તકે માળિયા ખાતે ૫૨ કરોડ લીટર પાણીનો જથ્થો રીલિઝ કરી શકાય તેવો પ્રબંધ ગોઠવવા આદેશ આપ્યો હતો.
ગુજરાતમાં ખેંચાતા વરસાદની સ્થિતિનો સામનો કરવા તથા જરૃરી વ્યવસ્થા તંત્ર ગોઠવવા ગત બુધવારે નાણા પ્રધાન વજુભાઈ વાળાના અધ્યક્ષસ્થાને ૭ પ્રધાનોની તથા ૧૦ વિભાગોના વડા સનદી અધિકારીઓની શુક્રવારે યોજાયેલી પહેલી મીટિંગમાં પીવાના પાણીની વિકરાળ બનતી સમસ્યા અંગે સમીક્ષા કરાઈ હતી, જે દરમિયાન એવું કચ્છમાં ૧૭ કરોડ લીટરની જરૃરિયાત સામે માંડ ૧૦-૧૨ કરોડ લીટર, રાજકોટમાં ૫૦ કરોડ લીટરની જરૃરિયાત સામે માંડ ૧૭-૧૯ કરોડ લીટર અને જામનગરમાં માત્ર ૨-૩ કરોડ લીટર જ પાણી આપી શકાય છે, કારણ કે ઢાંકીથી માળિયા વચ્ચે પાણીનો મોટો જથ્થો ચોરાઈ જાય છે, છેલ્લા કેટલાક દિવસોથી પાણી પુરવઠા તંત્રને માળિયા ખાતે માંડ ૩૦-૩૩ કરોડ લીટર જ પાણીનો જથ્થો અપાય છે, જે કારણે કચ્છ, રાજકોટ અને જામનગર બૂમાબૂમ થઈ રહી છે. આ પરિસ્થિતિ જાણવા પછી સમિતિએ નર્મદા નિગમને માળિયા ખાતે ઓછામાં ઓછું પ્રતિ ૫૨ કરોડ લીટર પાણી સપ્લાય થાય ેતેવું આયોજન કરવા સૂચના આપી હતી.
નર્મદા નિગમની માલવણ સાયફન ચોકઅપ થઇ ગઈ હોવાથી પણ સમસ્યા સર્જાઈ રહી છે, તેથી ત્યાં પંપિંગની વ્યવસ્થા કરી પાણી બાયપાસ કરવાની પણ સૂચના અપાઈ છે.
ખેડા અને આણંદમાં પણ પાણીના પ્રશ્નો ઉકેલવા માટે અત્યારે તળિયાઝાટક અવસ્થામાં મૂકાયેલું કનેવાલ તળાવ તથા પરિએજ તળાવ પણ કડાણાના પાણીથી ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
બુધવારે જળ સંપત્તિ પ્રધાન નીતિન પટેલે જાહેર કરેલું કે, નર્મદા ડેમ સિવાયના બંધો-જળાશયોમાંથી સિંચાઈનું પાણી માગણી આવ્યા પછી વિચારણા કર્યા બાદ જ અપાશે, પણ એ જાહેરાત પછી ચૂંટણીને લક્ષમાં લઇને સરકાર ખેડૂતોનો રોષ સહન કરવા ના માગતી હોઈ માત્ર બે જ દિવસમાં તેણે તેના નિર્ણયની પુનઃ વિચારણા કરીને શુક્રવારે યોજાયેલી ઉચ્ચ સમિતિની બેઠકમાં આવતી કાલ શનિવારની સવારથી જ કડાણા ડેમમાંથી ૭૦,૦૦૦ લાખ ઘનફૂટ, ઊકાઈમાંથી ૪૬૦૦૦ લાખ ઘનફૂટ તથા પાનમાંથી ૧૦૦૦૦ લાખ ઘનફૂટ પાણીનો જથ્થો છોડવાનું નક્કી કર્યું છે, આને કારણે વલસાડ, તાપી, સુરત, ભરૃચ, નવસારી, આણંદ, ખેડા અને પંચમહાલ જિલ્લાની આશરે ૧ લાખ હેકટર જમીનને સિંચાઈનું પાણી મળશે, એમ જણાવાઈ રહ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved