Last Update : 21-July-2012, Saturday

 

અમેરિકામાં દુકાળની સિૃથતિની અસર
અનાજના ભાવમાં આવેલા ઊછાળાને પગલે વૈશ્વિક પૂરવઠેદારો માલની ડિલિવરી કરતા નથી

 

મુંબઇ, તા.20
અમેરિકામાં દુકાળની સ્થિતિને કારણે અનાજના ભાવમાં આવેલા ઊછાળાને પગલે પૂરવઠેદારો અગાઉથી નક્કી થયેલા વેચાણ સોદા પૂરા કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. દુકાળની સ્થિતિને કારણે અમેરિકામાં પાક સુકાઈ રહ્યા છે, જેને કારણે અછત ઊભી થઈ રહી છે. માલની અછતને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં મકાઈના ભાવ પચાસ ટકા વધ્યા છે જ્યારે સોયાબીનના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા છે અને ઘઉં પણ બાકાત નથી.
દુકાળને કારણે રશિયા, યક્રેન અને કઝાખસ્તાનમાં વધુ પડતી ઠંડી પડતાં ત્યાંપણ પાક પર અસર થઈ છે, આમ પ્રતિકૂળ હવામાનને કારણે વૈશ્વિક સ્તરે ખેતપેદાશો પર અસર જોવા મળી રહી છે. ભાવમાં વૈશ્વિર સ્તરે આવેલા ઉછાળાથી એશિયન દેશોમાં જોકે અશાંતિ ઊભી થઈ શકે છે કારણ કે અહીં ખાધાખોરાકીના ભાવમાં અસાધારણ વધારા સામે રાજકીય વિરોધ ઊભો થાય છે.
ખાસ કરીને મકાઈ અને ઘઉંના પૂરવઠેદારા ેઈજિપ્તના ખાનગી ખરીદદારોને કરાર પ્રમાણે માલ પૂરો પાડતા નથી. જો કે આ કરાર ૧૦,૦૦૦ ટનથી ૨૫૦૦૦ ટનની વચ્ચેના હોય છે, એમ એક સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું. અમેરિકા ૨૫ વર્ષનો સૌથી ભયંકર દુકાળનો સામનો કરી રહ્યું છે. મકાઈના ૭૮ ટકા પાક પર દુકાળના ઓછાયા પડયા છે. આ ઉપરાંત સોયાબીનના ૭૭ ટકા પાક પર પણ અસર જોવાઈ છે. જે થોડોઘણો પાક ઊતર્યો છે તે નબળી ગુણવત્તાનો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. પાક ઓછો ઊતરવાને કારણે અમેરિકાની કૃષિ નિકાસ પર અસર થવાના સંજોગો ઊભા થયા છે.
અમેરિકામાં મકાઈનું વિક્રમી ઉત્પાદન અને રશિયાની નિકાસમાં વધારાને કારણે અનાજના વૈશ્વિક ભાવ દબાઈ જશે એવા ભયથી ટ્રેડરો જુન મહિનામાં જ પોતાના પશ્ચિમ એશિયાના ખરીદદારોેને ઘઉં તથા અન્ય અનાજનું વેચાણ કરી નાખતા હોય છે. હવે ભાવમાં વધારો થયો છે ત્યારે અગાઉ કરેલા વેચાણમાં ખોટ. એટલે ટ્રેડરો ડિલિવરી કરવાના મૂડમાં નથી.
પરફોર્મન્સ બોન્ડ તરીકે ઓળખાતા કોન્ટ્રેકટ હેઠળની જવાબદારી પરિપૂર્ણ નહીં કરાય તો પોતે પેનલ્ટી ચૂકવશે એમ આંતરરાષ્ટ્રીય વેપાર કરતાં વેચાણકારોએ બાંયધરી આપવાની રહેશે. જો ટ્રેડરો માલનો પૂરવઠો કરવામાં ડિફોલ્ટ જાય તો તેમણે કોન્ટ્રેકટ વેલ્યુના ૧૦ ટકા પેનલ્ટી ચૂકવવાની રહે છે. અમેરિકામાં મકાઈનું વિપુલ ઉત્પાદન થશે એવી અપેક્ષાએ હજુ એક મહિના પહેલા ટ્રેડરો ભાવ ઘટવાની અપેક્ષા રાખતા હતા.
પોતાના અનાજની જરૃરિયાત માટે મોટેભાગે આયાત પર આધાર રાખતા પશ્ચિમ એશિયા તથા આફ્રિકાના દેશો માટે અનાજ મેળવવાનું ખર્ચાળ સાબિત થશે. અમેરિકામાં વર્ષના અંતે તથા આવતા વર્ષના પ્રારંભમાં ભાવમાં ઊછાળો આવવાની ધારણાં રખાઈ રહી છે. પાકને થયેલા નુકસાનને કારણે પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ પર પણ તેની અસર થશે એમ અહીંના સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved