Last Update : 21-July-2012, Saturday

 

જાપાન તથા કોરીઆ ખાતેથી સ્ટીલની સસ્તી આયાત ભારતીય કંપનીઓ માટે જોખમરૃપ બની રહી છે

ઘરઆંગણેના સ્ટીલ ઉદ્યોગ પર જ નહીં પરંતુ એફડીઆઈ પર પણ તેની અસર જોવા મળી શકે

કોલકાતા, તા.20
કોરીઆ અને જાપાન સાથેનો ધ કમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ (સેપા) ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે પડકારરૃપ બની રહ્યો છે. માઈનિંગ તથા જમીનને લગતા મુદ્દાઓને લઈને દેશનો સ્ટીલ ઉદ્યોગ આમપણ તાણ હેઠળ છે. ૨૦૧૧-૧૨માં હોટ રોલ્ડ કોઈલ (એચઆરસી)ની કોરીઆ ખાતેથી આયાતમાં ગયા વર્ષની સરખામણીએ ૧૨૫ ટકા વધારો થયો છે જ્યારે જાપાન ખાતેથી ૭૨ ટકા વધારો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પણ આયાતમાં વધારો જળવાઈ રહેવાની ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળો જણાવી રહ્યા છે. આની અસર ઘરઆંગણેના સ્ટીલ ઉદ્યોગ પર જ નહીં પરંતુ એફડીઆઈ પર પણ તેની અસર જોવા મળી શકે છે.
કોબે, જેએફઈ, સુમીટોમો અને નિપ્પોન જેવી જાપાનની કંપનીઓ ભારતના સ્ટીલ ઉદ્યોગના વિકાસમાં એક યા બીજી રીતે સહભાગી બની છે અથવા ભારતમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે નજર દોડાવી રહી છે ત્યારે દક્ષિણ કોરીઆની પોસ્કો ભારતમાં જંગી સ્ટીલ પ્લાન્ટ નાંખવાના પ્રયાસમાં છે. પોતાના દેશમાં સ્ટીલ ઉત્પાદનો વેચવા અને ભારતમાં નિકાસ કરવા આ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આને કારણે આ કંપનીઓ ભારતમાં નાણાં રોકતા અટકાશે, એમ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. વેપાર કરાર ભારતને ટેકારૃપ બનવાને બદલે તેના ઉદ્યોગ પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. જે તે દેશમાં ઉત્પાદનો થઈ રહ્યા છે જેને કારણે ત્યાં રોજગાર ઊભો થઈ રહ્યો છે આને બદલે આપણે એફડીઆઈને આકર્ષવું જોઈએ એમ એક સ્ટીલ કંપનીના માર્કેટિંગ મેનેજરે જણાવ્યું હતું.
૨૦૧૦-૧૧માં ૧,૯૦, ૦૦૦ ટન અને ૨૦૧૧-૧૨માં ૨,૦૦,૦૦૦ ટનની આયાત કરાઈ હતી. આયાતનો આધાર માગ પ્રમાણે રહે છે અને દ્વીપક્ષી કરાર સાથે તેને કોઈ સંબંધ નથી. આટલી મોટી માત્રામાં આયાત ઘરઆંગણેના ઉદ્યોગો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. સ્ટીલ કંપનીઓ જેને પોતાના આયર્ન ઓર પ્લાન્ટ નથી તે ક્ષમતાની નીચે કામ કરી રહી છે.
સ્ટીલ ઉદ્યોગોની સમશ્યાઓને ધ્યાનમાં રાખી સરકારે વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટમાં સ્ટીલ પરની આયાત જકાત પાંચ ટકા પરથી વધારી સાત ટકા કરી હતી. જો કે જાપાન અને કોરીઆ સાથે વેપાર કરારને કારણે ત્યાંથી આવતા માલ પર આયાત ડયૂટી ઓછી લાગતી હોવાથી તેની આયાત ઓછી થઈ નહોતી. ૨૦૧૭ની શરૃઆતથી અહીંની આયાત ુપરની ડયૂટી ઘટીને શૂન્ય થઈ જશે, તેને ધ્યાનમાં રાખી ઘરઆંગણેના સ્ટીલ ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભારત સરકારને આ મુદ્દે ઘટતું કરવા અનુરોધ કર્યો છે.

આયાતના આંકડા પર નજર

ચીજવસ્તુ

કોરીયાથી થતી

જાપાનથી થતી

 

 

 

આયાત

આયાત

 

 

 

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

હેરોલ્ડ કોઈલ્સ

૨૩૭

૫૩૪

૨૩૮

૪૧૦

કોલ્ડરોલ્ડ કોઈલ્સ

૩૦૯

૪૪૧

૩૩૧

૩૩૯

પ્લેટ્સ/કોટેડ પ્રોડક્ટ્સ

૧૮૭

૨૨૯

૧૬૨

૨૮૬

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved