Last Update : 21-July-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૧-૦૭-૨૦૧૨, શનિવાર
શ્રાવણ સુદ બીજ
મુસલમાની રમજાન માસ શરૂ.
વ્યતિપાત સવારના ૯ ક. ૩૦ મિ.થી શરૂ.

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૦ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૫ મિ. (સૂ) ૬ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.
જન્મરાશિ ઃ આજે બપોરના ૧૨ ક. ૦૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ આશ્વ્લેષા બપોરના ૧૨ ક. ૦૭ મિ. સુધી પછી મધા. આજે બપોરના ૧૨ ક. ૦૭ મિ. સુધીમાં જન્મેલ બાળકને માટે આશ્વ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- કર્ક, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- બપોરના ૧૨ ક. ૦૭ મિ. સુધી કર્ક પછી સંિહ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ શ્રાવણ સુદ વદ બીજને શનિવાર રા.દિ.આ./૩૦
માસ-તિથિ-વાર ઃ- શ્રાવણ સુદ બીજ ને શનિવાર.
- મુસલમાની રમજાન મહિનો શરૂ.
- વ્યતિપાત સવારના ૯ ક. ૩૦ મિ.થી શરૂ.
- અસ્વસ્થ મારુતિ પૂજન.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો પ્રથમ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંમંદ માસનો આઠમો રોજ દએપ આદર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ- રાહત અનુભવતા જાવ. સાંજના સમયે બહાર જવાનું થાય.

 

વૃષભ ઃ આજનો દિવસ નોકરી-ધંધાના કામમાં આરોહ-અવરોહનો રહે. પરંતુ કામના ઉકેલથી સફળતા- પ્રગતિ- આવક થઇ શકે.

 

મિથુન ઃ ધંધો થાય, આવક થાય. ઉઘરાણીના નાણાં આવવાથી રાહત રહે. નોકરી-ધંધાના કામ અંગેની ચર્ચાવિચારણા થાય. કોઇને મળવાનું થાય.

 

કર્ક ઃ આપના રોજીંદા કામકાજમાં ઘ્યાન આપી શકો. બપોર પછી નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ચંિતા- પરિતાપ ઓછો થાય.

 

સંિહ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામમાં આપને સાનુકૂળતા થતી જાય. સીઝનલ ધંધો-આવક થાય.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો પરંતુ ખર્ચ- ચંિતા રહે. અન્યના કારણે તમારું કામ વિલંબમાં પડે.

 

તુલા ઃ આપના પુત્રપૌત્રાદિકને ફાયદો-લાભ થાય. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ- સફળતાથી આનંદ રહે. બહારનું કામ થાય.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. પરંતુ સરકારી કે કરારી ધંધામાં સંભાળવું પડે.

 

ધન ઃ આપે શાંતિથી દિવસ પસાર કરવો. કોઇપણ કામમાં નોકરી-ધંધાની જવાબદારીમાં ગાફેલ રહેવું નહીં. જાગૃતિ રાખવી.

 

મકર ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપને શારિરીક- માનસિક શ્રમ- થાક- ચંિતા-ૃ કંટાળો અનુભવાય.

 

કુંભ ઃ આપના તેમજ અન્યના કામમાં વ્યસ્ત રહો. ચંિતા- રૂકાવટવાળા કામને ઉકેલી શકો. ધંધાનું કામ થઇ શકે.

 

મીન ઃ નોકરી-ધંધાના રૂકાવટવાળા કામમાં ઘ્યાન આપી શકો. તેમ છતાં ઘર-પરિવાર- સગાસંબંધી- મિત્રવર્ગથી ચંિતા-ઉચાટ રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૧-૦૭-૨૦૧૨, શનિવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા માનસિક પરિતાપ, ચંિતામાં ઘટાડો થાય. રૂકાવટવાળા કામ એક પછી એક ઉકેલાતા જાય પરંતુ કૌટુંબીક પ્રશ્નમાં પોતાના જ સગા સંબંધીના કારણે ચંિતા- ુઉચાટ- મુશ્કેલી રહે.

- નોકરી-ધંધામાં માનસિક ચંિતા- વ્યગ્રતા છતાં પ્રગતિ, આવકથી આપના વ્યવહારમાં કોઇ તકલીફ પડે નહીં. પરંતુ નવા નાણાંકીય રહેઠાણ- જોખમમાં તમને નુકસાન થાય. નાણાંકીય જવાબદારીવાળા કામમાં, નિર્ણયમાં સાવધાની રાખવી.

- વર્ષના ઉત્તરાર્ધમાં પીસ્તાલીસ દિવસ તન-મન-ધનથી- વાહનથી સંભાળવા પડે. આકસ્મિક બિમારી- ચંિતા- ખર્ચ આવી જાય.

- સ્ત્રીવર્ગને વર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષના ઉત્તરાર્ધ પતિ-સંતાનની ચંિતા રખાવે.

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા રહે નહીં. પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

હિન્દી ફિલ્મોના ૧૦૦ વર્ષ નિમિત્તે ઓફિસમાં રીસેસમાં બધા ચર્ચા કરી રહ્યા હતા. એમાં લલ્લુ બોલ્યો, ‘‘હિન્દીની પહેલી મૂંગી ફિલ્મનું નામ કહો જોઉઁ !’’
‘‘અરે! જ્યારે ફિલ્મ મૂંગી જ હતી ત્યારે,’’ છગન જવાબમાં બોલ્યો, ‘‘કોણ કહી શકે કે ફિલ્મ હિન્દી જ હતી ?’’

[Top]
 

આજ ની રેસીપી

લંચ બોક્સમાં ભરવા યોગ્ય વાનગીઓ

પનીર નાન

 

સામગ્રી ઃ મેંદો ૨૫૦ ગ્રામ, દહીં ૧/૨ ગ્રામ, પનીર ૧૦૦ ગ્રામ, ડુંગળી ૧ નંગ, એકાદ-બે લીલા મરચાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું.

 

રીત ઃ મેંદાને ચાળીને તેમાં અર્ધી ચમચી મીઠું ભેળવો. દહીં નાખીને બાંધો. ચાર-પાંચ કલાક પડી રહેવા દો.

 

પનીરને સારી રીતે મસળીને રાખો. ડુંગળી અને લીલા મરચાં બારીક કાપીને પનીરમાં ભેળવી દો. સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને લાલ મરચું બરાબર ભેળવો. મેંદાના નાના નાના લૂઆ બનાવી તેની અંદર પનીરનું મિશ્રણ ભરો. થોડું વણીને તંદૂરમાં અથવા ઓવનમાં શેકી લો.

 

આ નાન પુદીનાની ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે પૌષ્ટિક પણ છે. અલબત્ત, આ નાના બનાવવા માટે સારો એવો સમય જાય છે, એટલે સમય હોય ત્યારેઆ નાન બનાવી શકાય છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved