Last Update : 20-July-2012, Friday

 

ગુડગાંવના માનેસરની ઘટના
મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં હિંસામાં HR મેનેજરનું મોત ઃ ૧૦૦ની ધરપકડ

કંપનીની અંદરના અણબનાવના કારણે નહીં પણ સુનિયોજિત ષડયંત્ર હેઠળ હિંસા ઃ મારુતિ
ગુડગાંવ, તા. ૧૯
ગુડગાંવ ખાતેના મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં ગઈકાલે ફાટી નીકળેલી હિંસાના સંદર્ભે પોલીસે ૧૦૦ કામદારોની ધરપકડ કરી છે. આ હિંસામાં કંપનીના વરિષ્ઠ અધિકારીનું મૃત્યુ થયું હતું અને ૫૦ વ્યક્તિને ઇજા પહોંચી હતી. દરમિયાન કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના વહીવટી તંત્ર અને કામદારોએ ભથ્થા કે કામની શરતો અંગે સર્જાયેલા મતભેદોના કારણે ઘટી નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી પ્લાન્ટમાં કામગીરી યોગ્ય રીતે ચાલતી હતી ત્યારે ટોળાની આ હિંસા સુઆયોજિત કાવતરું હોવાની શક્યતા છે.
ગઈકાલની ઘટનામાં માર્યા ગયેલા કંપનીના અધિકારીની ઓળખ જનરલ મેનેજર (એચ. આર.) અવનિશકુમાર દેવ તરીકે થઈ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઇ)એ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ બંધ કરી દેવાયો છે અને તેમાં કોઈ ઉત્પાદન થશે નહીં. આ પ્લાન્ટની ક્ષમતા ૫.૫ લાખ વાહનો બનાવવાની હતી જેમાં સ્વિફ્ટ ડિઝાયર, એસએક્સ ફોર અને એ-સ્ટાર મોડેલનો સમાવેશ થતો હતો.
ચંદીગઢમાં હરિયાણાના ઉદ્યોગપ્રધાન રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૦૦ કામદારોની ધરપકડ કરાઈ છે અને હજુ પણ વધુ વ્યક્તિઓને પકડવામાં આવશે. આ ધરપકડો હત્યા, હત્યાના પ્રયાસ અને સંપત્તિના નાશ સહિતના અપરાધો અંતર્ગત કરવામાં આવી છે.
હરિયાણાના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, તેમણે મારૃતિના પ્લાન્ટ ખાતે હિંસાની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને રાજ્ય સરકારે તપાસ માટે ગુડગાંવના એસીપીના વડપણ હેઠળ સીટની રચના કરી છે. કાયદો હાથમાં લેનારી કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
દરમિયાન કંપનીના સૂત્રોએ હિંસાની આ ઘટના કોઈ ષડયંત્રના ભાગરૃપ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના ભથ્થા કે કર્મચારીઓને લગતી કોઈ બાબતે મતભેદોના કારણે સર્જાઈ હોય તેવું લાગતું નથી. આવી ઘટનાઓથી અન્ય કંપનીઓ, રોકાણકારો અને રોજગારી શોધી રહેલા લોકો પર નકારાત્મક અસરો ઉભી થશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved