Last Update : 19-July-2012, Thursday

 

ફેણ, ફૂંફાડા અને કરંડિયો

યુપીએ સરકારને બીજી મુદતમાં જેમણે અસરકારક વિરોધપક્ષની જરાય ખોટ સાલવા દીધી નથી એવાં યુપીએનાં સાથી મમતા બેનરજી માટે સચ્ચાઇનો સામનો કરવાનો સમય છે. લોકસભામાં ૧૯ સાંસદોની તાકાત ધરાવતાં મમતા અત્યાર લગી યુપીએને બરાબર નાકે દમ આણતાં રહ્યાં છે, પરંતુ રાષ્ટ્રપતિપદની ચૂંટણીના મુદ્દે તેમને મજબૂરીથી યુપીએના ઉમેદવાર પ્રણવદાને ટેકો આપવાની ફરજ પડી છે.
તીસ્તા નદીના પાણી વિશેની સમજૂતી, રીટેલમાં વિદેશી મૂડીરોકાણ, જમીનસુધારણા ખરડો કે રેલબજેટમાં ભાવવધારાના વિરોધ જેવા મુદ્દે મમતા બેનરજીની જીદને કોઇ ઇચ્છે તો ‘સૈદ્ધાંતિક વિરોધ’ તરીકે રજૂ કરી શકે. પરંતુ રાષ્ટ્‌પતિપદની ચૂંટણીના મુદ્દે મમતાદીદીની આડોડાઇ અને અકારણ ફેણ ચડાવીને-ફુંફાડા મારીને પોતાનું માહત્મ્ય જાળવી રાખવાની પ્રકૃતિ ખુલ્લી પડી ગઇ. એટલું જ નહીં, તેમની જિદને પરાસ્ત થવું પડ્યું છે- મદારીએ છૂટો મૂકેલો નાગ બહાર ફેણ-ફૂંફાડા કર્યા પછી ચૂપચાપ પાછો કરંડિયામાં જતો રહે તેમ.
તેજ મિજાજ અને આક્રમકતા મમતા બેનરજીની પ્રકૃતિની અને એ રીતે તેમના રાજકારણની ખાસિયતો છે. પરંતુ રાજકારણના ધંધામાં ઉગ્રતા બધાને બધી વખત પરવડતી નથી હોતી. તેમાં મોટા પક્ષો ઠંડા કલેજે ભલભલાં સારા-નરસાં કામ પાર પાડતાં હોય છે અને ધમપછાડા કરનારા આંખે ચડે છે. યુપીએની બીજી મુદતમાં મમતા બેનરજીએ ધમપછાડિયા નેતા તરીકે પોતાની છબી ઊભી કરીને સતત મજબૂત બનાવ્યે રાખી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ડાબેરીઓના ત્રણ દાયકાના શાસનનો અંત આણીને તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય જીત મેળવી, એટલે મમતા બેનરજી સાતમા આસમાનમાં ફરવા લાગ્યાં. બાકીનું બઘું એમને તૃણવત્‌ લાગવા માંડ્યું. પ્રાદેશિક રાજકારણ અને રાષ્ટ્રિય રાજકારણ વચ્ચેનો સીધોસાદો આંકડાકીય તફાવત પણ એ ભૂલી ગયાં. લોકસભામાં ૧૯ સાંસદો ધરાવતાં મમતા બેનરજી ખૂંટાની મજબૂતી ભૂલીને, તેના જોરે વઘુ પડતું કૂદવા ગયાં, પણ તેમનો અહમ્‌ ચત્તાપાટ પછડાયો અને હાસ્યાસ્પદ-બિનવિશ્વાસપાત્ર પુરવાર થયાં એ વધારામાં.
યુપીએ તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ જાહેર થયું ન હતું અને મોટે ભાગે પ્રણવ મુખર્જીની જાહેરાત થશે એવી ચર્ચા હતી ત્યારે મમતાએ પ્રણવદાના નામનો વિરોધ કર્યો. એ માટે તેમણે કશું કારણ આપવાની જરૂર પણ ન જોઇ. બસ, અપ્પુનકો નહીં મંગતા. કારણ જોકે સૌ જાણતા હતાઃ પ્રણવ મુખર્જી સાથે તેમનો વ્યક્તિગત અણબનાવ. પરંતુ રાજકારણમાં વ્યક્તિગત અણબનાવને આટલું મહત્ત્વ ન અપાય, એ પોતાના ધારી લીધેલા પ્રભાવના તોરમાં મમતાદીદી ભૂલી ગયાં. તેમણે સોનિયા ગાંધીને મળ્યા પછી પત્રકાર પરિષદમાં, કોંગ્રેસ સત્તાવાર રીતે જાહેર કરે તે પહેલાં, કહી દીઘું કે કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખર્જી છે.
આટલું ઓછું હોય તેમ, રાષ્ટ્રપતિપદ માટે વડાપ્રધાન ડો.સંિઘનું નામ સૂચવવાની હરકત પણ કરી. એ વખતે મમતાદીદી સામે મુલાયમસંિઘ યાદવના સહકારનું ગાજર લટકતું હતું. પરંતુ પવન પ્રમાણે સઢ ફેરવવા માટે પંકાયેલા મુલાયમસંિઘે ૪૮ કલાકમાં મમતાને રેઢાં મૂકી દીધાં, ત્યારે તેમને પહેલી પછડાટનો અનુભવ થયો. એમાંથી શીખવાને બદલે તે વઘુ આગ્રહી થઇને પ્રણવદાનો વિરોધ કરતાં રહ્યાં. તૃણમૂલ કોંગ્રેસ તરફથી તેમણે ડો.અબ્દુલ કલામનું નામ આગળ કર્યું. એ માટે ફેસબુક પર ઝુંબેશ ચાલુ કરાવી. આ જાહેરાત પહેલાં તેમણે ડો.કલામને પૂછ્‌યું ન હતું, પણ ડો.કલામને પોતાનું નામ સર્વસ્વીકૃત બને તો કશો વાંધો ન હતો. જોકે ચૂંટણી લડવાની શક્યતા લાગતાં ડો.કલામ સ્પર્ધામાંથી હટી ગયા. એટલે મમતાને બીજી પછડાટ મળી.
એનડીએના ઉમેદવાર સંગમાને ટેકો આપવાનો પ્રશ્ન ન હતો. એ સંજોગોમાં મમતા બેનરજી પાસે બે વિકલ્પ બચ્યાઃ પ્રણવદાનો આટલો પ્રબળ વિરોધ કર્યા પછી આખરે, નાકલીટી તાણીને તેમને ટેકો જાહેર કરવો અને ભાગતા ભૂતની લંગોટીના હિસાબે, મોડે મોડે પણ સહકાર આપ્યાનો ભાવ જાળવી રાખવો. આ વિકલ્પ દેખીતી રીતે જ અપમાનજનક હતો, પરંતુ બીજો, મતદાનથી અળગા રહેવાનો વિકલ્પ એનાથી વધારે ખરાબ હતો. કારણ કે એ સંજોગોમાં મમતાને બન્ને બાજુથી નુકસાન હતું. રાજકીય ગણિતમાં ડાબેરીઓ રાષ્ટ્રપતિપદના કોંગ્રેસી ઉમેદવારને ક્યારના ટેકો આપી ચૂક્યા હતા. યુપીએ સરકારની પહેલી મુદતમાં તેની સાથે હદ બહારની આડોડાઇ કરવાનાં ખરાબ પરિણામ જોઇ ચૂકેલા ડાબેરીઓમાંથી તેમનાં કટ્ટર હરીફ મમતાએ કોઇ બોધ લીધો નથી. એટલે તેમને છેવટે રાષ્ટ્રપતિપદની ચૂંટણી પૂરતું ડાબેરીઓની સાથે એક જ છાવણીમાં દેખાવું પડશે.
મુખ્ય પ્રશ્ન જોકે રાષ્ટ્રપતિપદની ચૂંટણીનો નથી. તેનાં સમીકરણોની સીધી અસર ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પર પડવાની પૂરી સંભાવના છે. કોઇ પક્ષને બહુમતી ન મળે એવાં સ્વાભાવિક પરિણામો આવે તો, સંખ્યાત્મક રીતે બળવાન એવા મુલાયમસંિઘ કોંગ્રેસની સાથે હશે. ત્યારે ભાજપનો વિશ્વાસ ખોઇ ચૂકેલાં ફુંફાડાબાજ મમતા બેનરજીની સ્થિતિ કેવી થશે એની અટકળ કરી શકાય છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved