Last Update : 19-July-2012, Thursday

 

મતદાન કરનારા પૈકી ૩૧ ટકા સામે ક્રિમીનલ કેસો
દેશના ૧૪મા રાષ્ટ્રપતિ માટે આજે મતદાન; પ્રણવનો પવન

 

- ૫૪ ટકા કરોડપતિ મતદારો ઃ ક્રોસ વોટીંગ અને ગેરહાજરીનો રાજકીય પક્ષોને ડર

 

દેશના ૧૪મા રાષ્ટ્રપતિ માટે આજે મતદાન થશે. પ્રજાની કમનસીબી એ છે કે આ મતદાનમાં તે ભાગ લઈ શકે નહીં પરંતુ તેમણે ચૂંટેલા પ્રતિનિધિઓ મતદાન કરશે. યુપીએ સરકારના નોમીની અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પ્રણવ મુખરજીનો હાથ શરૂઆતથી જ ઉપર છે. સામે છેડે એનડીએના ઉમેદવાર તરીકે લોકસભાના ભૂતપૂર્વ અઘ્યક્ષ પી.એ. સંગમા છે. આજે ૧૯મીએ મતદાન છે અને ૨૨મી જુલાઇએ પરિણામ આવશે.
ભારતના રાષ્ટ્રપતિને જે લોકો ચૂંટશે તેવા પ્રજાના પ્રતિનિધિઓ પૈકી ૩૧ ટકા લોકો સામે ક્રિમીનલ કેસો છે. ચૂંટણી વખતે તેમણે ચૂંટણી પંચ સમક્ષ જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેમાં તેમણે આ ક્રિમીનલ કેસોનો ઉલ્લેખ કર્યો છે.
વિધાનસભ્યો અને સંસદ સભ્યોના મળીને કુલ ૧૦,૮૯,૨૮૭ મત થાય છે તે પૈકી ૩,૩૫,૦૮૯ મત (સભ્યો) સામે ક્રિમીનલ કેસો છે. સંસદસભ્યો કરતાં વિધાનસભ્યો સામે વઘુ ક્રિમીનલ કેસો છે. ઉત્તર પ્રદેશ વિધાન સભાના સૌથી વઘુ વિધાનસભ્યો સામે ક્રિમીનલ કેસો છે. ઉત્તર પ્રદેશના વિધાનસભ્યો પાસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૮૩,૮૨૪ વૉટ છે જે પૈકી ૩૯,૩૧૨ વૉટ એવા છે કે જેમની સામે ક્રિમીનલ કેસ છે. વિધાનસભ્યોની સંખ્યા પ્રમાણે જોઈએ તો ઉત્તર પ્રદેશના ૪૦૩માંથી ૧૮૯ વિધાનસભ્યો સામે ક્રિમીનલ કેસો ચાલે છે.
વિધાનસભાના મતોમાં ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે મહારાષ્ટ્ર આવે છે મહારાષ્ટ્રમાં ૨૮૭ વિધાનસભ્યોમાથીં ૧૪૬ સામે ક્રિમીનલ કેસો છે, મતની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના ૫૦,૨૨૫ મતમાંથી ૨૫,૫૫૦ મત ક્રિમીનલ કેસો વાળા છે. મહારાષ્ટ્ર પછી બિહારનો વારો આવે છે. જ્યાં ૨૪૧ વિધાન સભ્યોમાંથી ૧૩૯ સામે ક્રિમીનલ કેસ છે. મતની દ્રષ્ટિએ ૪૧,૬૩ મતમાંથી ૨૪,૦૪૭ મત ક્રિમીનલ કેસો છે. વિધાન સભ્યો પર નજર કરીએ તો ઝારખંડમાં ક્રિમીનલ કેસોની ટકાવારી સૌથી વઘુ છે. રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં ઝારખંડ વિધાનસભાના ૭૪ ટકા જેટલા ક્રિમીનલ કેસો ધરાવતા વિધાનસભ્યો મતદાન કરશે. સૌથી વઘુ ક્રિમીનલ કેસોવાળા રાજ્યમાં ઝારખંડ પછી બિહારનો વારો આવે છે. બિહાર વિધાનસભાના ૫૮ ટકા વૉટ ક્રિમીનલ કેસોવાળા છે. જ્યારે ૫૧ ટકા સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે.
૧૪મા રાષ્ટ્રપતિ માટે મતદાન કરનાર સાંસદો અને વિધાનસભ્યો પૈકી ૫૪ ટકા કરોડપતિઓ છે. આ મતદારોમાં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સૌથી વઘુ કરોડપતિઓ છે, બીજા નંબરે કરોડપતિઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં છે જ્યારે ત્રીજા નંબરના કરોડપતિઓ આંધ્રપ્રદેશમાં છે. ટકાવારીની નજરે ગોવામાં સૌથી વઘુ એટલે કે ૯૨ ટકા કરોડપતિ વિધાનસભ્યો મતદાર તરીકે છે. જ્યાં ૪૦માંથી ૩૭ વિધાનસભ્યો કરોડપતિ છે. ત્યારબાદ બીજો નંબર પંજાબનો આવે છે જ્યાં ૧૧૭ વિધાનસભ્યોમાંથી ૧૦૧ એટલે કે ૮૬ ટકા કરોડપતિઓ છે જ્યારે હરિયાણા ૭૨ ટકા કરોડપતિઓ સાથે ત્રીજા નંબરે આવે છે. જ્યાં ૯૦ વિધાનસભ્યોમાંથી ૬૫ કરોડપતિ છે.
રાષ્ટ્રપતિપદના જંગમાં મહિલા મતદારોની સંખ્યા પર નજર કરીએ તો મહિલા સાંસદો અને મહિલા વિધાનસભ્યો પાસે કુલ ૧,૧૩,૧૪૫ મતો છે એટલે કે કુલ મતના તે માત્ર ૧૦ ટકા થાય છે. લોકસભામાં ૫૯ મહિલા સાંસદો છે, રાજ્યસભામાં ૨૩ મહિલા સાંસદો છે. વિધાનસભાઓના મહિલા ઉમેદવારો પર નજર કરીએ તો પશ્ચિમ બંગાળ ટોપ પર છે. જ્યાં ૨૯૪ વિધાનસભ્યોમાંથી ૩૪ મહિલા છે, ઉત્તર પ્રદેશમાં ૪૦૩માંથી ૩૨ મહિલાઓ છે, બિહારમાં ૨૪૩માંથી ૬૪ મહિલાઓ છે. ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો બિહારમાં ૧૪ ટકા મહિલા વિધાનસભ્યો છે, રાજસ્થાનમાં ૧૪ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૧૨ ટકા મહિલાઓ છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન કરનાર કુલ સાંસદો અને વિધાન સભ્યોની સંખ્યા ૪,૮૯૬ છે. દરેક રાજકીય પક્ષોને એવો ડર છે કે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મોટાપાયે ક્રોસ વોટંિગ થશે અને કેટલાક સભ્યો ગેરહાજર રહેશે. જે ગેરહાજર રહેશે તે ઓળખી શકાશે પરંતુ મતદાન ગુપ્ત હોઈ ક્રોસવોટંિગ કરનારા પોતાના પક્ષને નુકશાન પહોંચાડી શકશે.
પ્રણવ મુકરજી ચૂંટાશે એટલે યુપીએ સરકાર રાહતનો દમ ખેંચશે. આપણે ત્યાં કડવું સત્ય એ છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો એ મોભાવાળો છે પરંતુ તેમાં પ્રજાકીય કામો ઓછા થાય છે. વિદાય લેતા રાષ્ટ્રપતિ અફઝલગુરુ કે કસાબ જેવાઓને ફાંસીનો આદેશ આપી શકત. રાષ્ટ્રપતિ દયાની અરજીનો નિકાલ કરવાનું એક ટેબલ બની જાય છે ત્યારે પ્રજાને તે હોદ્દા તરફ બહુ માન રહેતું નથી.
આજે ૧૯મીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન છે. ગુનેગારોને માફી બક્ષવાના બદલે તેમને ફટોફટ ફાંસીએ ચઢાવે એવા રાષ્ટ્રપતિની પ્રજાને જરૂર છે પરંતુ ભારત તેનો ઉદારમતવાદી ચહેરો વિશ્વ સમક્ષ મુકવા માગે છે જેથી તે ફાંસીની સજાથી દૂૂર રહે છે.
આશા રાખીએ કે દેશને ૧૪મા રાષ્ટ્રપતિ આકરા નિર્ણયો લે તેવા મળે. પ્રણવ પાસે ઘણી અપેક્ષાઓ રખાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 

 

 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved