Last Update : 19-July-2012, Thursday

 
આપણી બેન્કોના ‘સાહેબો’ અને કંપનીઓના માલિકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ વગેરે હાથ મિલાવીને એકલા મુંબઈમાંથી રૂપિયા ૧૦,૩૧,૧૩,૦૫,૫૭,૮૨૧ ચાઉં કરી ગયા! (બીજા ગામો અને શહેરો વધારામાં... જૂદા)

- ૧૬,૫૬૯ કંપનીઓ સામે મુંબઈની ત્રણ કોર્ટમાં વર્ષોથી ચાલતા કેસો
- દેવાળું ફુંકેલી કંપનીઓને વારંવાર લોન આપતી બેન્કો
- આ મારા-તમારા રૂપિયા છે, બીજા કોઈના નથી!

આતો જૂનો વહેવાર છે. બેન્કોના રાષ્ટ્રીયકરણ કરવા માટે આ પણ એક કારણ હતું. આ દુષણ ત્યારે હતું એ કરતાં અત્યારે હજારો ગણું ફાલ્યુંફુ્‌લ્યું છે. કંપની અથવા વેપારી અથવા ઉદ્યોગપતિ બેન્કોમાંથી કરોડો અબજો રૂપિયાની લોન લે અને પછી એ લોન ચુકતે ન કરે એટલે બેન્ક એની ઉપર કેસ કરે.. બસ પતી ગયું! કોર્ટનું એ લપસીંદર ચાલ્યા કરે.
૧૦ ખર્વ, ૩૧ અબજ, ૧૩ કરોડ, ૫ લાખ, ૫૭ હજાર, ૮૨૧! છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં જ કંપનીઓ, વેપારીઓએ બેન્કોમાંથી લોન લીધી અને એ ચુકવી નહીં એના આ આંકડા છે અને એ પણ એકલા મુંબઈ શહેરના જ અને ફક્ત ૩ જ કોર્ટના. (ડેટ રીકવરી ટ્રીબ્યુનલ) ટૂંકમાં ડી આર ટી.
ટ્રીબ્યુનલમાં એટલે કોર્ટમાં આ કેસો ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે.
આર.ટી.આઈ. દ્વારા મળેલી માહિતી મુજબ આ ત્રણે ટ્રીબ્યુનલમાં અત્યારે ૧૬,૫૬૯ કંપનીઓ સામે કેસ ચાલે છે. આંકડામાં ગણીએ તો, દરેક કેસ સરેરાશ ૬,૨૨,૩૨,૬૧૬ રૂપિયાનો થાય છે!
એટલે મુંબઈની ત્રણ કોર્ટ (ટ્રીબ્યુનલ)માં જે કેસ ‘ડીફોલ્ટર’ દેવાળીયા તરીકે ચાલે છે એ દરેક પાસે બેન્કો એટલે આપણે જનતાના, દેશના લગભગ સવા છ કરોડ સવા છ કરોડ રૂપિયા લેણા છે.
આમાંની કેટલીક કંપનીઓ ફક્ત લોન લઈને થોડાંક વખતમાં દેવાળીયા જાહેર કરે છે.
આ તો મુંબઈની ત્રણ જ કોર્ટ (ટ્રીબ્યુનલ)ના જ આંકડા છે તો પછી આખા દેશમાં આવી કંપનીઓ કેટલી હશે એનો વિચાર કરતાં માથું ભમવા લાગે તેવું છે.
આર ટી આઈ કાર્યકર્તા (એક્ટીવીસ્ટ) મનોરંજન રોયને મળેલી માહિતી પ્રમાણે... છેલ્લા ૧૧ વર્ષથી મુંબઈના આ ત્રણ ટ્રીબ્યુનલમાં હજારો કેસો ચાલી રહ્યા છે.
દા.ત. ડીઆરટી-૧માં ૪૫૬૬ કેસ ચાલે છે અને એમાં ૩,૮૨,૨૯,૮૪,૦૯,૧૯૦ રૂપિયાની રીકવરી હતી.
ડીઆરટી-૨માં ૫,૮૮૬ કેસોમાં રૂપિયા ૨,૬૮,૧૫,૫૪,૪૮,૧૭૯ રૂપિયાની રીકવરીના કેસ છે.
ડીઆરટી-૩માં આરટીઆઈ કાર્યકર્તાને પૂરી માહિતી આપવામાં ન આવી. ફક્ત એટલી માહિતી આપી કે ૬૧૧૭ કેસો રીકવરીના ચાલી રહ્યા છે.
એ ટ્રીબ્યુનલ-૩માં આ કેસોની કેટલી રકમ હશે એ હવે કાઢી શકાય. એનો અંદાજ કરી શકાય કે ૩જા ટ્રીબ્યુનલમાં લગભગ ૩,૬૦,૬૭,૬૩,૦૦,૪૫૨ રૂપિયા આપણા એટલે કે બેન્કોના ફસાયેલા છે.
આ ટ્રીબ્યુનલોએ જે દેવાળીયા કંપનીઓનું લીસ્ટ આપ્યું છે એ જોતા જણાય છે કે એક જ બેન્કની એક જ બ્રાન્ચમાંથી એકની એક કંપનીએ પાંચ છ વાર લોન લીધેલી છે. (આ પ્રતિબંધિત છે.
રિઝર્વ બેન્ક એવી બેન્કોને બંધ કરી શકે છે) લોનની એ રકમ રૂપિયા ૫૦૦થી ૬૦૦ કરોડ સુધીની હોય છે.
વળી એ કંપનીઓ ડીફોલ્ટ (દેવાળીયા) થઈ ગયા પછી પણ બેન્કોએ લોન આપી છે.
આ રકમ મારી-તમારી-જનતાની છે. બેન્કોનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું એટલે એ રકમ સરકારની એટલે જનતાની ગણાય. બેન્કો જ્યારે રાષ્ટ્રીયકૃત નહોતી અને ખાનગી અંગત માલિકીની હતી ત્યારે એ રૂપિયા જે તે ધનપતિઓના હતા. એટલે જનતાને એની સાથે લાગેવળગે નહીં.
જ્યારે રાષ્ટ્રીયકૃત બેન્કો એટલે સરકારની એટલે જનતાની બેન્કો થઈ. એની ખોટ કે નફો જનતાનો જ ગણાય.
બેન્કોની લુચ્ચાઈ પણ જુઓ! આ બેડ ડેટ્‌સવાળી રકમ બેન્કો પોતાના નફામાં ગણે છે એટલે આપણી એક પણ બેન્ક ખોટ કરતી નથી હોતી.
એ નફાના આધારે બેન્કો દર વર્ષે સ્ટાફને બોનસ પણ વહેંચે છે.
એટલે પત્તાનો આ મહેલ ક્યારેક કડડડ ભૂસ કરીને તૂટી પડવાનો. રિઝર્વ બેન્ક, વર્લ્ડ બેન્ક, વગેરે નાણાકીય સંસ્થાઓ એમ પણ થવા દે છતાં એક ભય તો ખરો જ!
આ બાબતમાં એક દાખલો જૂઓ. કીંગ ફીશર વિમાની સેવાના માલિક વિજય માલ્યા (એમની પાંચ કંપનીઓ છે.
(૧) કીંગ ફીશર એર લાઈન્સ
(૨) યુનાઈટેડ સ્પીરીટ (શરાબની),
(૩) યુનાઈટેડ બુ્રવરીઝ (શરાબની),
(૪) યુબી એન્જીનીયરીંગ અને
(૫) યુબી હોલ્ડીંગ) રૂપિયા ૪૦,૦૦,૦૦,૦૦૦ બેન્ક ઓફ મહારાષ્ટ્રના દેવાદાર હતા અને લોન ચુકવી શકતા નહોતા. એ રૂપિયા ચુકતે કર્યા નહોતા તો પણ બેન્કે એમને રૂપિયા ૧૫૦ કરોડની લોન આપી.
વિજય માલ્યા અને બેન્કે એવી લુચ્ચાઈ (છેતરપીંડી) કરી કે વિજય માલ્યાની બીજી જે કંપની છે તેને લોન આપી.
બધી કંપનીઓના માલિક વિજય મલ્યા જ છે એ છટકબારીનો બેન્કે અને મલ્યાએ ઉપયોગ કર્યો.
માઘુપુરા કો-ઓપ. બેન્કને જે રીતે કેતન પારેખ નામના ગઠીયાએ નવરાવી નાંખી અને એ સાથે માઘુપુરા બેન્કમાં જે ૧૦,૪૦૦ જણના ખાતા હતા એમને પણ નવરાવી.
આવા ખર્વો નિખર્વો રૂપિયા આખા દેશમાં થઈને ચાઉં થઈ જાય છે.
એના માટે લડવાના બદલે પેલા રામદેવ, અણ્ણા, કેજરીવાલ જેવા વિદેશોમાં પડેલા કાળા નાણા લાવવા લાંબી નહીં વિચારતી જનતાને ઉશ્કેરે છે.
- ગુણવંત છો. શાહ

ગેલેક્સી
મધ પૃથ્વી ઉપરનું અમૃત છેઃ મધ દરરોજ
લોઃ સાચું મધ કઈ રીતે ચકાસવું?
મધ આખી દુનિયામાં મળે છે અને આખી દુનિયા મધ વાપરે છે. આપણે ત્યાં મધનો ઉપયોગ ફળોના ઉપયોગની જેમ બિમાર માટે જ કરવાનો રીવાજ પડી ગયો છે પણ આપણે દરરોજ જુદી જુદી રીતે મધ લઈ શકીએ છીએ.
આયુર્વેદ હજારો વર્ષ પહેલાં મધનો મહિમા જણાવ્યો છે. એ પછી દુનિયા ભરના વૈજ્ઞાનિકો પણ માને છે કે મધ માનવી માટે એક ઉત્કૃષ્ટ અને ઉપયોગી દ્રવ્ય છે.
એ શરીરમાં પહોંચતા જ પચી જાય છે અને સ્ફુર્તિ આપે છે. પેટ સાફ કરીને નબળાઈ દૂર કરવામાં મધ જેવું બીજું કશું નથી.
એક નાની ચમચી મધ લેવાથી ૧૦૦ કેલેરી શક્તિ મળે છે એટલે કે ૨૫૦ ગ્રામ તાજા ફળો લેવા બરાબર છે. મધ દૂધ, દહીં, માખણ, મલાઈ, ચા, રોટલી, બ્રેડ, લીંબુનો રસ, શાકભાજી, ફળ બધા સાથે લઈ શકાય છે.
ગર્ભવતી સ્ત્રી શરૂથી છેલ્લા ત્રણ મહિના સુધી મધનો ઉપયોગ દૂધ સાથે લે તો જે સંતાન અવતરે એ સ્વસ્થ અને આકર્ષક હશે અને પ્રસુતાએ પ્રસવમાં ઓછી પીડા થશે.
બાળકને દાંત આવતા હોય ત્યારે મધને હળવા હાથે ધસવાથી દાંત તકલીફ વિના નીકળશે.
બાળકોને કબજીયાત થાય ત્યારે દૂધ સાથે મધ લેવાથી લાભ થશે.
છ બદામ રાતના પલાળીને સવારે એની છાલ કાઢીને મધ સાથે ખાવાથી મગજની શક્તિ વધે છે, મગજ શાંત અને સ્વસ્થ રહે છે.
એક કીલો મધ ઉત્પન્ન કરવા માટે મધમાખીને ૭૦,૦૦૦ કી.મી.ના ચક્કર લગાવવા પડે છે.
આપણા દેશમાં તકલીફ શુદ્ધ તાજા છે. શુદ્ધ મધ મેળવવું મુશ્કેલ છે. હવે કૃત્રિમ મધપૂડો બનાવીને બહોળા પ્રમાણમાં મધ મેળવવામાં આવે છે.
સાચું મધ ચકાસવા માટે...
(૧) પાણી ભરેલા વાસણ (તપેલી)માં મધના થોડાંક ટીપા નાખ્યા પછીએ મધ પાણીના તળીયા સુધી સહેલાઈથી પહોંચે તો એ મધને શુદ્ધ માનવું બાકી પાણીમાં ફેલાય જાય તો અશુદ્ધ.
(૨) શુદ્ધ મધ કાગળ ઉપર રાખવાથી કાગળએ ચુસસે નહીં.
(૩) શુદ્ધ મધ કૂતરા નથી ચાટતા.
(૪) શુદ્ધ મધમાં માખી પડી જાય તો એ ઉડી જઈ શકે છે એ મધવાળી નથી થતી.
(૫) રૂ અથવા કપડાંની વાટ બનાવીને એની ઉપર મધ ચોપડીને દિવાસળીથી સળગાવતા જો એ બળે તો મધ શુદ્ધ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved