Last Update : 19-July-2012, Thursday

 
દિલ્હીની વાત
 

ભાજપને આંચકો
નવી દિલ્હી, તા.૧૮
ભ્રષ્ટાચારના આરોપો અને સાથી પક્ષોના પ્રેશર હેઠળ ત્રસ્ત સરકાર માટે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની નિશ્ચિત જીતે વિશ્વાસનો સમયસર સંચાર કર્યો હતો. પ્રણવ મુખરજી માટે મમતાનો ટેકો મેળવવા પડદા પાછળ પ્રયાસ કરતાં વડાપ્રધાન મનમોહનસિંહ માટે પણ આશ્ચર્યજનક સ્થિતિ હતી. સમગ્ર એપિસોડમાં એવું બતાવે છે કે નારાજ સાથી પક્ષોને સમજાવી લેવાની આર્ટમાં કોંગ્રેસ માહેર બની ગઈ છે. બીજી તરફ ભાજપને આંચકો લાગ્યો છે. ૨૦૧૪ના જંગમાં નવા સાથીપક્ષ મેળવવાની તેમની વ્યૂહ રચના ફલોપ થઈ ગઈ છે. ભાજપ હવે એટલું તો માનતું થઈ ગયું છે કે ત્રીજા મોરચાના સભ્યો ઓળખવા મુશ્કેલ છે.
કોંગ્રેસ ત્રીજીવાર
સત્તાપર આવશે
યુપીઓના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રણવ મુખરજીને ટેકો આપનાર સાથીઓ જનતાદળ(યુ) અને શિવસેનાએ ભાજપને મોટો ફટકો આપ્યો હતો. બીજી તરફ એનડીએના ઉમેદવાર પી. એ. સંગમા તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિતાએ કોઈ રસના બતાવતાં ભાજપને આઘાત લાગ્યો છે. ભાજપના નેતાઓ માને છે કે તેમને વ્યૂહરચના બદલવી પડશે. પરંતુ તેમ કરવામાં તેમણે પ્રથમ તેમની હાલની સ્થિતિને મજબૂત કરવી પડશે. આ નેતાઓ કહે છે જે હાલના જોડાણવાળા પક્ષોને સાથે રાખીને એનડીએ ૨૦૧૪માં ૧૮૦ થી વધુ બેઠકો જીતી શકે નહીં. આમ કોંગ્રેસ ત્રીજીવાર કેન્દ્રમાં સત્તા પર આવશે... અર્થાત યુપીએ -થ્રી..
જશવંતસિંહ ગર્જી શકશે?
રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાં ખાધેલા ફટકાને સુધારવા ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના જંગમાં જશવંતસિંહને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપ અને જશવંતસિંહ બંને કહી ચૂક્યા છે કે એનડીએ તેના સાથીપક્ષોનો વિશ્વાસ જીતવા માગે છે. પરંતુ જશવંતસિંહને ઉભા રાખવાનો આઈડીયા કેટલો સફળ થાય છે તે જોવાનું રહ્યું.
મમતાને થેક્યુ
મમતા બેનર્જીનો ટેકો મેળવવા પ્રણવે એક પણ તક છોડી નથી. મમતા તો મારી નાની બહેન જેવી છે એમ પણ પ્રણવે કહ્યું હતું. બીજી તરફ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર ટીમના ચેરમેન કૌશિક બાસુ પણ મમતાના સતત સંપર્કમાં રહેતા હતા. પરંતુ છેલ્લા ૮ મહિનામાં પ્રથમવાર પ્રણવે મમતાને 'થેંક-યુ' કહેવા ફોન કર્યો હતો. મમતાએ પણ કહ્યું હતું કે તે પ્રણવને છેલ્લા આઠ મહિનાથી મળ્યા નથી.
પ્રણવ હજુ નાણા પ્રધાન
એ વાત હકીકત છે કે નાણાં મંત્રાલયની હિન્દી વેબસાઈટમાં પ્રણવ મુખર્જીને હજુ નાણા પ્રધાન તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ અંગ્રેજી વેબસાઈટ નાણા પ્રધાન તરીકે મનમોહનસિંહને બતાવી રહ્યા છે. સાચી વાત તો એ છે કે હિન્દી વેબસાઈટ ૨૦૦૯થી અપડેટ થઈ નથી.
અણ્ણા ટીમમાં
બેદી નથી..
અણ્ણા હજારેની ટીમ ૨૩ જુલાઈથી આંદોલન શરૃ કરી રહી છે. પરંતુ એક વાત નોંધનીય છે કે અણ્ણા ટીમના બે સભ્યો કિરણ બેદી અને પ્રશાંત ભૂષણને સાઈડમાં મુકી દેવાયા છે. 'ઈન્ડિયા એગેન્સર કરપ્શન' દર્શાવવા પેમ્ફલેટમાં આ સ્થિતિ જોવા મળી છે. અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલાને હાઈલાઈટ કરાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૩ જુલાઈથી નવી દિલ્હીના જંતર-મંતર ખાતે કેજરીવાલ અને તેમના સાથીઓ મનીષ સિસોદીયા, રાજગોપાલરાજ વગેરે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરશે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved