Last Update : 19-July-2012, Thursday

 

ભારતીય તીરંદાજી ટીમે લોર્ડઝ્ના મેદાન પર પ્રેક્ટિસ કરી
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી

રોવિંગ ટીમો માટે અલગથી વિલેજ બનાવવામાં આવ્યું છે ઃ ત્રણ ભારતીય રોવિંગમાં ભાગ લઇ રહ્યા છે

લંડન,તા.૧૮
ભારતની ત્રણ સભ્યોની રોવિંગ (હલેસા મારીને હોડી ચલાવવાની ઇવેન્ટ) ટીમ લંડન પહોંચી ગઇ છે અને તેઓએ ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી દીધી છે. લંડન ઓલિમ્પિકની આયોજન સમિતિએ રોવિંગ ટીમો માટે એક અલગથી વિલેજ બનાવ્યું છે. જે સ્ટાર્ટફોર્ડમાં આવેલા ઓલિમ્પિક ગેમ્સ વિલેજથી આશરે ૬૦ માઇલ દૂર આવેલું છે. રોવિંગ વિલેજ તરીકે ઓળખાતા રોવર્સના ઉતારાના સ્થળની પાસે જ તેમની પ્રેક્ટિસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાનમાં આજે ભારતીય તીરંદાજી ટીમે ક્રિકેટના મક્કા ગણાતા ઐતિહાસિક લોર્ડઝ્ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી હતી. ઓલિમ્પિકમાં તીરંદાજીની ઇવેન્ટ લોર્ડઝના મેદાન પર યોજાવાની છે. તીરંદાજીની ઇવેન્ટ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભના એક દિવસ અગાઉથી શરૃ થશે.
રોવિંગ વિલેજ રોયલ હોલોવે ખાતે આવેલું છે. ભારતીય ટીમના ડેપ્યુટી ચીફ ડી મિશન બ્રિગેડિયર પી. કે. મુરલીધરન રાજાએ કહ્યું કે, ભારતીય રોવર્સ ટીમ માટે રોવિંગ વિલેજમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેે જાતે જઇને ત્યાં ખેલાડીઓને આપવામાં આવનારી સુવિધાઓની ચકાસણી કરી હતી. ભારતીય ખેલાડીઓ એટોન ડોર્ની રોવિંગ કોર્સ ખાતે પ્રેક્ટિસમાં વ્યસ્ત હતા. ઓલિમ્પિકમાં દરેક ટીમોને પ્રેક્ટિસ માટેનો સમય ફાળવવામાં આવ્યો છે, જેને ખેલાડીઓએ અનુસરવાનું હોય છે. ભારતીય રોવિંગ ટીમમાં સિંગલ સ્કલ્સમાં સવાર્ન સિંઘ વિર્ક ભાગ લેશે. જ્યારે લાઇટ-વેઇટ ડબલ સ્કલ્સમાં ભારતના સંદિપ કુમાર અને મનજીત સિંઘની ટીમ ભાગ લેશે. ભારતીય રોવિંગ ટીમ ખાસ ઇટાલીમાં તૈયારી કરવામાં આવેલી ફીલીપી બોટ્સનો ઉપયોગ કરવાની છે, જ્યારે બાકીનો સામાન તેઓ ભારતથી જ પોતાની સાથે લાવ્યા છે. ભારતીય ટીમના કોચ ઇસ્માઇલ બેગ અને ખેલાડીઓ તેમને આપવામાં આવેલી સુવિધાઓથી ખુશ છે, પણ તેઓને ઓલિમ્પિક વિલેજમાં રહેતા હોવાનો અહેસાસ થતો નથી.
અભિનવ બિન્દ્રા સાથે ભારતીય શૂટર્સ જોયદીપ કર્માકર, માનવજીત સિંધૂ અને રોંજન સોઢી પણ ઓલિમ્પિક વિલેજમાં આવી પહોંચ્યા હતા. જો કે શૂટર્સની ગન્સ એકાદ-બે દિવસમાં અંહી આવી પહોંચવાની હોવાથી તેઓ ત્યાર બાદ જ પ્રેક્ટિસ શરૃ કરી શકવાના છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved