Last Update : 19-July-2012, Thursday

 
 

મનદીપ સિંઘ, નમન ઓઝા, રાયડુ અને બાલાજી પર ૩૦ સભ્યોની ટીમમાં સામેલ
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ સપ્ટેમ્બરમાં શ્રીલંકાની ભુમિ પર રમાશે

પસંદગીકારોએ આઇપીએલનો દેખાવ પણ ધ્યાનમાં લીધો

નવી દિલ્હી,તા.૧૮
કેન્સર સામેની સંઘર્ષમય લડાઇમાં વિજેતા બનેલા ભારતીય ઓલરાઉન્ડ ક્રિકેટર યુવરાજ સિંઘને ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના ૩૦ સંભવિત ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય પસંદગીકારોએ છેલ્લા કેટલાક સમયથી સાઇડલાઇન થઇ ગયેલા વેટરન ઓફ-સ્પિનર હરભજન સિંઘને પણ ૩૦ સભ્યોની પ્રીલીમનરી ટીમમાં તક આપી છે. આ ઉપરાંત યુવા ઓલરાઉન્ડર મનદીપ સિંઘ, નમન ઓઝા, રાયડુ જેવા ખેલાડીઓની પણ પસંદગી થઇ છે. જ્યારે વેટરન ફાસ્ટ બોલર બાલાજીની પસંદગી કરીને સિલેક્ટરોએ બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ સપ્ટેમ્બરમાં શ્રીલંકાની ધરતી પર રમાશે.
ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજને કેન્સર હોવાનું નિદાન ચાલુ વર્ષે થતાં તે સારવાર માટે અમેરિકા ગયો હતો. જ્યાં તેને કીમોથેરાપીની ત્રણ તબક્કાની સારવાર આપવામાં આવી હતી. કેન્સરની સારવાર બાદ સાજો થઇને પરત ફરેલો યુવરાજ હાલમાં બેંગ્લોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે રિહેબ કાર્યક્રમ હેઠળ છે અને ઝડપથી ફિટનેસ મેળવી ચુક્યો છે. યુવરાજે સાજા થયા બાદ વારંવાર સ્પષ્ટતા કરી હતી કે તે પુનરાગમન કરવા માટે ઉતાવળ કરવા માંગતો નથી. જો કે તેની ઇચ્છા વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦મા રમવાની હતી, પસંદગીકારોએ પણ ભારતના ડેશિંગ ઓલરાઉન્ડરને ભયંકર બીમારી સામેની સફળતાપૂર્વકની લડત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી વખત તક આપવાની તૈયારી બતાવી હતી.જે અનુસાર જ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.ભારતીય ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની ટીમના સંભવિતોમાં અપેક્ષા મુજબ જ કેપ્ટન ધોની, સેહવાગ, ગંભીર, કોહલી, રૈના, રોહિત શર્માને તક આપવામાં આવી છે. ગુજરાતના ઓલરાઉન્ડર્સ ઇરફાન અને યુસુફ પઠાણની સાથે સાથે રવિન્દ્ર જાડેજાને પણ સંભવિતોમાં સ્થાન મળ્યું છે. ફાસ્ટબોલર તરીકે ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં ઝહીર ખાન, ડીન્ડા, વિનય કુમાર, ઉમેશ યાદવ, મુનાફ પટેલ, પ્રવિણ કુમાર અને એલ.બાલાજી છે. વિકેટકિપર બેટ્સમેન તરીકે કેપ્ટન ધોનીની સાથે સાથે નમન ઓઝા અને દિનેશ કાર્તિકને ૩૦ ખેલાડીઓમાં સ્થાન અપાયું ં છે.
આઇપીએલમાં આ સિઝનમાં ધમાલ મચાવનારા કિંગ્સ ઇલેવન પંજાબના ૨૦ વર્ષીય ક્રિકેટર મનદિપ સિંઘને ટ્વેન્ટી-૨૦ના સંભવિતોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની ટીમના સંભવિતો ઃ ધોની (કેપ્ટન), સેહવાગ, ગંભીર, કોહલી, રોહિત શર્મા, રૈના, આર.અશ્વિન, પી.ઓઝા, યાદવ, ડિન્ડા, રહાને, મનોજ તિવારી, રાહુલ શર્મા, વિનય કુમાર, ઝહીર ખાન, યુવરાજ સિંઘ, ઉથપ્પા, ઇરફાન, યુસુફ, મનદિપ સિંઘ, ચાવલા, જાડેજા, ધવન, રાયડુ, હરભજન, મુનાફ પટેલ, એન.ઓઝા, ડી.કાર્તિક, પી.કુમાર અને એલ.બાલાજી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved