Last Update : 19-July-2012, Thursday

 

ઝિંદગી ઔર મોત ઉપરવાલે કે હાથ મંે હૈ
અચ્છા તો હમ ચલ તે હંૈ ઃ રાજેશ ખન્નાની અલવિદા

રોના કભી નહીં રોના... આઇ હેટ ટીયર્સ ઃઆનંદપૂર્વક ચાહકોને છોડી ચાલ્યા ગયા ઃ આજે અંતિમ સંસ્કાર

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૮
દેશ અને દુનિયાના અગણિત ચાહકોના દિલ પર રાજ કરીને અને શોહરતના સર્વોચ્ચ શિખરને સર કરીને બોલીવુડના પહેલવહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ આજે વિદાય લીધી હતી. લાંબી બીમારી બાદ મહાન અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ રાજેશ ખન્નાનું આજે બપોરે વાંદરાના એક જોવાલાયક સ્થળમાં ફેરવાઈ ગયેલા 'આશીર્વાદ' બંગલામાં ૬૯ વર્ષની વયે અવસાન થયું હતું. આવતી કાલે સવારે ૧૧ વાગ્યે તેમની સ્મશાનયાત્રા નીકળશે.
બોલીવુડને માથે જાણે અમંગળ છાયા ફરી વળી હોય એમ એક જ અઠવાડિયામાં પહેલાં દારાસિંહ અને પછી રાજેશ ખન્નાએ વિદાય લીધી હતી. યોગાનુયોગ હૃષિકેશ મુખરજીની અમર ફિલ્મ 'આનંદ'માં રાજેશ ખન્ના અને દારાસિંહે સાથે કામ કર્યું હતું. આજે સવારથી રાજેશ ખન્નાની તબિયત ખૂબ ગંભીર બની ગયા પછી ટીવી ચેનલોએે 'આનંદ' ફિલ્મના જ કલાઈમેક્સના દ્રશ્યો દેખાડવા માંડતા આ મહાન કલાકારના ચાહકોના હૈયામાં ધ્રાસકો પડયો હતો. તરત જ નજીકના સગાવ્હાલાને 'આર્શીવાદ' બંગલે બોલાવી લેવામાં આવ્યાં હતા અને છેલ્લે વેન્ટીલેટર પર થોડો સમય રાખવામાં આવ્યા બાદ કાકાના હુલામણા નામે ઓળખાતા આ મહાન સ્ટારે આખરી શ્વાસ લીધાં હતાં.
લાંબા સમયથી બીમારીથી પીડાતા રાજેશ ખન્નાને એપ્રિલથી અત્યાર સુધીમાં વારંવાર બાંદરાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. હજી ગઈ કાલે જ તેમને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા પછી આજે તેમનું અવસાન થયું હતું. ઘણા વર્ષો પતિથી દૂર રહ્યા બાદ માંદગીના સમયે પત્ની ડિમ્પલ કાપડિયા સતત પતિની પડખે જ રહી હતી. અને છેલ્લે પણ હાજર હતી.
રાજેશ ખન્નાના અવસાનના ખબર મળતાની સાથે જ ફિલ્મ જગતના ટોચના કલાકારો અને કસબીઓનો પ્રવાહ આશીર્વાદ તરફ વળ્યો હતો. પહેલા સુપરસ્ટારના ચાહકોની એવી પ્રચંડ ભીડ જામવા માંડી હતી કે પોલીસ અને ટ્રાફિક પોલીસે ઠેર ઠેર બેરીકેડસ ગોઠવીને લોકોની ભીડને ખાળવાની વ્યવસ્થા કરવી પડી હતી.
હિન્દી ફિલ્મ જગતમાં કોઈએ ન મેળવી હોય એવી પ્રંચડ લોકપ્રિયતા મેળવનારા આ રોમેન્ટીક હીરોએ જીવનની સમી સાંજે એટલે કે છેલ્લાં વર્ષોમાં એકલતાનો સામનો કરવો પડયો હતો.
૧૯૬૬માં 'આખરી ખત' ફિલ્મથી રાદેશ ખન્નાએ ફિલ્મી કારકિર્દીની શરૃઆત કરી હતી. પરંતુ શક્તિ સામંતની 'આરાધના' ફિલ્મથી રાજેશ ખન્નાનું નામ ગાજવા માંડયું હતું. ૧૯૬૯થી ૧૯૭૨ દરમ્યાન લગાતાર પંદર સુપરહિટ ફિલ્મ આપીને બોલીવુડના પહેલવહેલા સુપરસ્ટારનું બિરૃદ મેળવ્યું હતું. ૧૬૬ ફિલ્મોમાં અભિનય કરીને 'કાકા'એ જબરજસ્ત નામ અને દામ મેળવ્યાં હતાં. છેલ્લે તેમણે એક પંજાબી જાહેરખબરમાં અભિનય કર્યો હતો.
એપ્રિલમાં રાજેશ ખન્નાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ત્યાર પછી અત્યાર સુધીમાં નબળાઈ અને અસહ્ય થાકની તેમ જ પેટમાંં ઈન્ફેકશનની ફરિયાદને લીધે ત્રણ-ચાર વખત હોસ્પિટલમાં લઈ જવા પડયા હતા. જો કે તેમને શું બીમારી છે એ પરિવારજનોએ કે ડોકટરોએ મિડિયાને ફોડ પાડીને નહોતું જણાવ્યું. પરંતુ શરાબના અને સિગારેટના વધુ પડતા સેવનથી તેમની તબિયત કથળી હોવાનું ખુદ કાકાજીએ જ એકવાર કહ્યું હતું.
સુપરસ્ટારની વસમી વિદાઈના આઘાતજનક સમાચાર મળ્યા ત્યારે તેમના લાખો ચાહકોની નજર સમક્ષ 'આનંદ' અને 'સફર' ફિલ્મમાં આ અભિનેતાએ ભજવેલા મૃત્યુ ભણી આગળ વધતા કેન્સરના દરદીના કલાઈ મેક્સના દ્રશ્યો જ તરવરતા હતા. જયારે કાકાજી તો જાણે એમની જ એક ફિલ્મનું ગીત અચ્છા તો હમ ચલતે હૈ... મનોમન ગણગણતા સહુની વચ્ચેથી ચાલી નીકળ્યાં હતાં.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved