Last Update : 19-July-2012, Thursday

 

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહીનો ઇન્કાર

-મારૃં નામ મુંબઇની મતદાર યાદીમાં

 


- અફવા ઉપર પૂર્ણવિરામ મુકતી અભિનેત્રી

પોરબંદર, તા. ૧૮
પોરબંદરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇને હરાવવા માટે નરેન્દ્ર મોદીએ જુહી ચાવલાને ચૂંટણી લડાવવા માટેનું આહવાન કર્યુ છે અને તેને સમજાવવા માટે હેમામાલિની તથા સ્મૃતિ ઇરાની કામે લાગી ગયા છે તેવા અહેવાલોનું ખંડન કરીને પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલા પોરબંદરમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની છે એ અંગે વહેતા થયેલા અહેવાલોનો ઇન્કાર કરીને ખુદ જુહીએ જ મહેતા ગુ્રપના જનસંપર્ક અધિકારી સુરેશભાઇ કોઠારીને વિદેશમાંથી મોબાઇલ કરીને જણાવ્યું કે હું ચૂંટણી લડવાની નથી અને આ અંગે જે કોઇ અફવાઓ ફેલાતી હોય તો તેમાં પણ કોઇ વજૂદ નથી.
ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી જુહી ચાવલાનું નામ મુંબઇના મલબાર હીલ વિસ્તારની મતદાર યાદીમાં લાંબા સમયથી છે. આ નામ કમી કરવાની કોઇ પ્રક્રિયા હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. ભારતનો નાગરિક દેશના કોઇપણ રાજયની મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે પરંતુ કોઇ મતદારનું નામ એકથી વધુ રાજયની કે વિસ્તારની મતદાર યાદીમાં નોંધી ન શકાય. આવી જ રીતે જુહી ચાવલાનું નામ મલબાર હીલ (મુંબઇ)ની મતદાર યાદીમાં હોવાથી અન્ય કોઇ વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં તેમનું નામ નોંધાઇ ન શકે. મતદાર જે રાજયની મતદાર યાદીમાં નોંધાયેલ હોય તે રાજયની જ વિધાનસભાની ચૂંટણી લડી શકે તેવી કાયદાકીય જોગવાઇ છે તે જોતાં મહારાષ્ટ્રની મતદાર યાદીમાં નામ ધરાવતી જુહી ચાવલા મહારાષ્ટ્ર વિધાનસભા સિવાય અન્ય કોઇ રાજયની વિધાનસભાની ચૂંટણી લડી ન શકે. ચૂંટણી પંચની અને કાયદાની આ મુજબની જોગવાઇ બાદ જુહી ચાવલા પોરબંદરમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે તે વાત પર આપોઆપ પૂર્ણવિરામ મુકાઇ ગયુ છે. આ ઉપરાંત જુહી ચાવલાના પરિવારના નિકટત્તમ વર્તુળોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનાથી જુહી ચાવલા વિદેશમાં છે. મહારાષ્ટ્રની મતદાર યાદીમાંથી નામ કમી કરવા અને ગુજરાતની મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે જે તે મતદારે પોતાની સહી સાથેના ફોર્મ ભરવાના હોય છે. આ કામગીરીમાં પ્રોકસી કે અન્ય કોઇ પ્રકારની સુવિધા ન હોવાથી જો જુહી ચાવલાએ મતદાર યાદીના નામમાં ફેરફાર કરવો હોય તો પોતે આ પ્રક્રિયા અનુસરવી પડે પરંતુ આ કિસ્સામાં જુહી ચાવલા વિદેશ હોવાથી અને તેને આ મુજબની કોઇ પ્રક્રિયા હાથ ધરી ન હોવાથી જુહી ચાવલાની પોરબંદરની બેઠક પરથી ચૂંટણી લડવાની વાત ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયુ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved