Last Update : 19-July-2012, Thursday

 

ડોલર ૩૭ પૈસા ઉછળી ૫૫.૪૮ છતાં એફઆઇઆઇની નેટ ખરીદી
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો

મેટલ, ઓટો, પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં આકર્ષણ ઃ નિફ્ટીએ ૫૨૦૦ની સપાટી કુદાવી ૫૨૨૨ બોલાયો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
કોર્પોરેટ પરિણામોની પ્રથમ ત્રિમાસિકની સીઝનમાં ઇન્ફોસીસ સિવાય એકંદર કંપની પરિણામો ટીસીએસ, એચડીએફસી, એચડીએફસી બેંક, એક્સીસ બેંકના પ્રોત્સાહક નીવડતા અને હવે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આર્થિક સુધારાને આગળ વધારી ડીઝલના ભાવમાં અપેક્ષીત વધારા સાથે રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરી સહિતના પગલાંની ધારણાએ તેમજ બજાજ ઓટોના પરિણામ- આઉટલૂક પાછળ ઓટો શેરોની આગેવાનીએ બજારે સુસ્તી ખંખેરી હતી. ચોમાસું નબળું નીવડી રહ્યાની એક તરફ ચિંતા છતાં હજુ દુકાળની સ્થિતિ નહીં હોવાના પ્રધાનોના નિવેદનો તેમજ જૂન મહિનાનો ફુગાવાનો આંક મે મહિનાના ૭.૫૫ ટકાથી ઘટીને ૭.૨૫ ટકા જાહેર થતાં હજુ ફુગાવાનું જોખમ યથાવત હોવાના અને હજુ અપેક્ષીત સ્તરે નહીં આવ્યાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર ડી. સુબ્બારાવના નિવેદન તેમજ યુ.એસ.માં ફેડરલ રિઝર્વના ચેરમેનના નવું સ્ટીમ્યુલસ નહીં અપાયાની નેગેટીવ અસરે એશીયાના અન્ય બજારોની નરમાઇ સાથે મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત સુસ્ત થઇ હતી. બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંકની સાથે વેચવાલી અને ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ડૉ. રેડ્ડી'ઝ લેબ, એનટીપીસી, ગેઇલ ઇન્ડિયા, બજાજ ઓટો, સહિતમાં નરમાઇએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૧૦૫.૩૦ સામે ૧૭૧૧૩.૩૭ ખુલી નીચામાં એક સમયે ૬૬.૭૧ પોઇન્ટના ઘટાડે ૧૭૦૩૮.૫૯ સુધી આવ્યો હતો. જે ઘટાડો આર્થિક સુધારાની અપેક્ષાએ પચાવી સાંકડી વધઘટે લાંબો સમય અથડાતો રહ્યો હતો. પરંતુ બજાજ ઓટોના પરિણામ અને શ્રીલંકા મુદ્દે પોઝિટીવ નિવેદને નિકાસને વેગ મળવાની અપેક્ષાએ બજાજ ઓટો પાછળ ઓટો શેરોમાં લેવાલી નીકળતા અને યુરોપમાં બેંક ઓફ ઇંગ્લેન્ડમાં વ્યાજ દર ઘટાડાની તરફેણમાં સંકેતે એસેટ ખરીદીને વેગ આપવા ૭-૨ મતોથી બહુમતી સધાતા લંડન મેટલ પાછળ મેટલ શેરોમાં લેવાલી સાથે લાર્સન, ભેલ, આઇસીઆઇસીઆઇ બેંક, ટીસીએસ, એચડીએફસી શેરોમાં લેવાલીના આકર્ષણે સેન્સેક્ષ બે વાગ્યા નજીક સુધારાની ઝડપી ચાલે ૯૯.૯૬ પોઇન્ટ ઉંચકાઇ જઇ ઉપરમાં ૧૭૨૦૫.૨૬ સુધી પહોંચી અંતે ૭૯.૭૧ પોઇન્ટ વધીને ૧૭૧૮૫.૦૧ બંધ રહ્યો હતો.
નિફ્ટીએ ફરી ૫૨૦૦ની સપાટી કુદાવી ૫૨૨૨ બોલાયો ઃ ૫૨૩૫ કુદાવવો જરૃરી ઃ ૫૩૫૦ મજબૂત પ્રતિકાર
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૧૯૨.૮૫ સામે ૫૧૯૯.૧૦ ખુલી શરૃઆતમાં સુસ્ત ટ્રેન્ડમાં પીએનબી, ડૉ. રેડ્ડી'ઝ લેબ, ટાટા મોટર્સ, બેંક ઓફ બરોડા, રેન બેક્સી લેબ, કેઇર્ન ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંકની નરમાઇએ નીચામાં ૫૧૬૯.૦૫ સુધી ગયો હતો. જે ઘટાડો બપોરે ૧૨.૩૦ સુધીમાં પચાવી જઇ સાંકડી વધઘટે અથડાતો રહ્યા બાદ ૧.૫૭ વાગ્યે તેજીની ઝડપી ચાલે બજાજ ઓટો, મારૃતી સાથે સેસાગોવા, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટરલાઇટ, લાર્સન, ભેલ, રિલાયન્સ ઇન્ફ્રામાં લેવાલી નીકળતા અને એક્સીસ બેંક, એસીસી, ટીસીએસ, હીરો મોટોકોર્પમાં આકર્ષણે ૫૨૦૦ની સપાટી કુદાવી જઇ એક સમયે ૩૦ પોઇન્ટ વધીને ઉપરમાં ૫૨૨૨.૮૫ સુધી જઇ અંતે ૨૩.૪૫ પોઇન્ટના સુધારે ૫૨૧૬.૩૦ બંધ રહ્યો હતો. નિફ્ટીના ખેલંદાઓ માટે ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ સ્પોટ નિફ્ટી ૫૨૩૫ ઉપર બંધ આવવાના સંજોગોમાં બદલાશે. જ્યારે ઉપરમાં ૫૩૫૦ મજબૂત પ્રતિકાર સપાટી બતાવાઇ રહી છે.
નિફ્ટી ૫૦૮૦થી ૫૧૬૫ રેન્જમાં મજબૂત સપોર્ટ ઃ જુલાઇ ફ્યુચર ૫૧૭૭ થઇ ઉંચકાઇ ૫૨૩૭ થયો
ટેક્નીકલી નિફ્ટી સ્પોટ મુજબ ૫૦૮૦થી ૫૧૬૫ રેન્જમાં મજબૂત સપોર્ટ હોવાનું આ લેવલ તૂટવા માટે મોટા કારણની આવશ્યક્તા રહેશે. નિફ્ટી ખેલંદાઓએ નિફ્ટીમાં આ રેન્જમાં મંદીમાં નહીં રહેવાનું ટેક્નીકલી ધ્યાન બતાવાઇ રહ્યું છે. નિફ્ટી જુલાઇ ફ્યુચર ૨,૧૫,૫૩૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૬૧૩.૨૧ કરોડના ટર્નઓવરે ૫૧૯૮.૬૫ સામે ૫૨૦૯ ખુલી નીચામાં ૫૧૭૭.૨૦ થઇ પાછો ફરી ઉપરમાં ૫૨૩૭.૨૫ સુધી જઇ અંતે ૫૨૨૫.૭૫ હતો.
પાવર ઇક્વિપમેન્ટની આયાત પર આજે ૨૧ ટકા ડયુટી લદાશે? ભેલ, લાર્સન, એબીબી ઉંચકાયા
કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં આજે કેપિટલ ગુડઝ પાવર ઇક્વિપમેન્ટ પર ૨૧ ટકા આયાત ડયુટી લાદવા વિચારણા માટે આવતીકાલે ગુરુવારે મીટિંગમાં નિર્ણયની અટકળોએ લેવાલી નીકળી હતી. ભેલ નીચામાં રૃા. ૨૨૩ જેટલો થઇ મોટી લેવાલીએ ઉંચકાઇ અંતે રૃા. ૩.૪૦ વધીને રૃા. ૨૨૯.૬૫, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૨૩.૩૦ વધીને રૃા. ૧૪૦૧.૨૦, એઆઇએલ રૃા. ૫.૫૦ વધીને રૃા. ૩૮૯.૭૦, એબીબી રૃા. ૭.૮૫ વધીને રૃા. ૭૬૯, ભારત ઇલેક્ટ્રોનિક રૃા. ૨.૩૫ વધીને રૃા. ૧૩૨૩.૮૫, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૧.૨૦ વધીને રૃા. ૨૩.૯૫, ટાટા પાવર રૃા. ૨.૬૦ વધીને રૃા. ૯૮.૪૦, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૧.૨૫ વધીને રૃા. ૫૨.૬૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૧.૬૫ વધીને રૃા. ૫૨૯.૪૦, રિલાયન્સ પાવર રૃા. ૧.૨૦ વધીને રૃા. ૧૦૪.૩૫ રહ્યા હતાં.
બજાજ ઓટોનો નેટ નફો નજીવો વધ્યો, પરંતુ શ્રીલંકાના પોઝીટીવ સમાચારે રૃા. ૭૫ વધ્યો ઃ મારૃતીમાં લેવાલી
ઓટોમોબાઇલ કંપનીઓના વાહનોના વેચાણના જૂનના આંકડા એકંદર નબળા નીવડયા સાથે ડીઝલના ભાવમાં તોળાતા વધારા, ક્રુડ ઓઇલના ઉંચા ભાવ સામે હવે કોર્પોરેટ પરિણામોમાં આજે બજાજ ઓટોનો પ્રથમ ત્રિમાસિકનો નેટ નફો એક ટકો વધીને રૃા. ૭૧૮ કરોડ અને ટર્નઓવર ચાર ટકા વધીને રૃા. ૫૦૪૮ કરોડ થયા છતાં કંપનીએ મોટરસાઇકલની સ્થાનિક માગ વૃદ્ધિ સાધારણ રહ્યા સામે નિકાસ મોરચે આયાત અંકુશોથી શ્રીલંકામાં ૨૦ હજાર મોટરસાઇકલની નિકાસ ગુમાવી હોવા સાથે ૨૫૦૦૦ કર્મશીયલ વાહનોની અન્ય દેશોમાં નિકાસોને ફટકો પડયો હોઇ શ્રીલંકામાં ડીસ્ટ્રીબ્યુટર સાથે અંતિમ વપરાશકાર- ખરીદદારોને ભાવમાં ફાયદો કરાવી આપવાના પગલાં થકી બીજા ત્રિમાસિકમાં નિકાસ પૂર્વવત થવાની શક્યતા બતાવતા શેરમાં લેવાલીએ રૃા. ૭૫.૨૦ વધીને રૃા. ૧૫૨૨.૩૫ રહ્યો હતો. મારૃતી સુઝુકી રૃા. ૨૭.૭૦ વધીને રૃા. ૧૨૨૪.૩૦, હીરો મોટોકોર્પ પ્રોત્સાહક પરિણામની અપેક્ષાએ રૃા. ૧૭.૭૦ વધીને રૃા. ૨૧૧૬.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૭૦૯.૨૫ રહ્યા હતાં.
કોપરના ભાવ વધવા સાથે લંડન મેટલની રીકવરીએ મેટલ શેરો સ્ટરલાઇટ, સેસાગોવા, ટાટા સ્ટીલ વધ્યા
બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાનો સંકેત આપી એસેટ ખરીદીને વેગ આફવાની તરફેણમાં મત મેળવાતા યુરોપના બજારોની રીકવરી સાથે લંડન મેટલમાં આકર્ષણે મેટલ શેરોમાં લેવાલી હતી. સ્ટરલાઇટ રૃા. ૨.૪૫ વધીને રૃા. ૧૦૩.૩૫, જિન્દાલ સ્ટીલ રૃા. ૧૧.૧૦ વધીને રૃા. ૪૨૬.૫૫, કોલ ઇન્ડિયા રૃા. ૫ વધીને રૃા. ૩૫૯.૨૫, ટાટા સ્ટીલ રૃા. ૪.૯૫ વધીને રૃા. ૪૧૧.૧૫, સેસાગોવા રૃા. ૪.૯૫ વધીને રૃા. ૧૯૦.૫૦, એનએમડીસી રૃા. ૩.૧૫ વધીને રૃા. ૧૮૯.૮૦, સેઇલ રૃા. ૧.૪૦ વધીને રૃા. ૯૩.૨૫, ટાટા સ્ટીલ રૃા. ૪.૯૫ વધીને રૃા. ૪૧૧.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨.૩૫ વધીને રૃા. ૬૭૪.૬૫ રહ્યા હતાં.
ડીએલએફને લીઝની રૃા. ૧૮૦૦ કરોડની વાર્ષિક આવક ઃ શેર વધ્યો ઃ ઇન્ડિયાબુલ્સ, શોભા ડેવલપર્સ ઉંચકાયા
રીયાલ્ટી ક્ષેત્રે ભાવોમાં ૧૫થી ૨૦ ટકાનું કરેક્શન આવી જતાં હવે કેટલાક વિસ્તારોમાં રીયલ-એસ્ટેટમાં ખરીદી નીકળ્યાના અહેવાલ અને ડીએલએફને કર્મશીયલ પ્રોપર્ટીના ભાડાની જંગી આવકના આંકડાએ રીયાલ્ટી શેરોમાં પસંદગીની લેવાલી હતી. ડીએલએફને દેશભરમાં ઓફિસો અને રીટેલની ૨૮૦ લાખ ચોરસફૂટ જગ્યાના લીઝીંગ થકી રૃા. ૧૮૦૦ કરોડની વાર્ષિક આળકના આંકડાએ શેરમાં આકર્ષણે રૃા. ૩.૧૫ વધીને રૃા. ૨૦૫.૫૦, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૧.૯૦ વધીને રૃા. ૬૧.૧૫, શોભા ડેવલપર્સ રૃા. ૬ વધીને રૃા. ૩૩૮.૮૦, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૫૨.૮૦, ફિનિક્સ મિલ્સ રૃા. ૨.૭૫ વધીને રૃા. ૧૮૬, ફિનિક્સ મિલ્સ રૃા. ૨.૭૫ વધીને રૃા. ૧૮૬, ડીબી રીયાલ્ટી રૃા. ૧.૦૫ વધીને રૃા. ૮૦.૭૦ રહ્યા હતાં.
બેંકિંગ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ ઃ આઇસીઆઇસીઆઇ, એક્સીસ વધ્યા ઃ પીએનબી, બીઓબી ઘટયા
બેંકિંગ શેરોમાં પસંદગીના આકર્ષણે આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૪.૫૫ વધીને રૃા. ૯૩૭.૭૦, એક્સીસ બેંકનો નેટ નફો ૨૨ ટકા વધતા શેર રૃા. ૧૩.૨૫ વધીને રૃા. ૧૦૩૬.૫૫, એચડીએફસી બેંક રૃા. ૩.૮૫ વધીને રૃા. ૫૮૬.૮૫, ફેડરલ બેંક રૃા. ૨.૧૦ વધીને રૃા. ૪.૩૨, યશ બેંક રૃા. ૧.૪૫ વધીને રૃા. ૩૫૧.૪૫, યશ બેંક રૃા. ૧.૪૫ વધીને રૃા. ૩૫૧.૪૫ રહ્યા હતા. અલબત પીએનબી રૃા. ૨૩.૯૦ ઘટીને રૃા. ૮૩૩.૪૦, યુનીયન બેંક રૃા. ૬.૧૦ વધીને રૃા. ૧૯૬.૩૦, ઇન્ડિયન બેંક રૃા. ૪.૪૫, કેનરા બેંક રૃા. ૮.૨૫ વધીને રૃા. ૪૦૬.૧૦, બેંક ઓફ બરોડા રૃા. ૧૪ ઘટીને રૃા. ૭૧૫.૨૫, કોર્પોરેશન બેંક રૃા. ૪.૦૫ ઘટીને રૃા. ૪૧૬.૪૫, ઓરિએન્ટલ બેંક રૃા. ૫.૮૦ ઘટીને રૃા. ૨૪૯.૮૦, સ્ટેટ બેંક રૃા. ૧૨.૯૦ ઘટીને રૃા. ૨૧૮૫.૯૫ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૪૯.૦૫ પોઇન્ટ વધીને ૧૨૧૮૪.૪૧ રહ્યો હતો.
માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી છેલ્લે પોઝિટીવ બની ઃ ૧૪૦૪ શેરો વધ્યા છતાં ૨૦૧ શેરોમાં ઓનલી સેલર
સ્મોલ-મિડ કેબ, 'બી' ગુ્રપના ઘણા શેરોમાં આરંભિક નરમાઇ બાદ છેલ્લા કલાકમાં સંખ્યાબંધ શેરોમાં વેલ્યુબાઇંગ નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૦ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૦૪ અને ઘટનારની ૧૩૭૪ રહી હતી. અલબત ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
એફઆઇઆઇની રૃા. ૨૭૬ કરોડના શેરોની ખરીદી ઃ ડીઆઇઆઇની રૃા. ૧૬૬ કરોડની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૨૭૬.૪૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૨૫૯.૪૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૯૮૩.૦૯ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૧૬૫.૭૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૮૨૧.૮૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૯૮૭.૬૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved