Last Update : 19-July-2012, Thursday

 

અઠવાડિક ભવિષ્ય તા.૧૫-૭-૨૦૧૨ રવિવારથી તા.૨૧-૭-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ. લ. ઇ.)

 

તા. ૧૬ જુલાઈથી સૂર્ય કર્ક રાશિમાં પરિભ્રમણ શરુ કરતાં આગામી સમય નોકરી- ધંધાના, પુત્ર- પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા- ખર્ચ રખાવે. શેરોની લે- વેચમાં, ચાંદીના વેપાર- ધંધામાં જોખમી ધંધો કરવો નહીં. નોકરીમાં ખાતાકીય કામગીરી, જવાબદારી અંગે ચંિતા- ઉચાટ રહે. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું, શરદી કફથી સંભાળવું તા. ૧૫ જુલાઈ રવિ, ઘર- પરિવારના કામમાં નોકરી, ધંધાના કામમાં, ચંિતા- રૂકાવટ રહે, ૧૬ સોમ- નોકરી- ધંધામાં જાગૃતિ- સાવધાની રાખવી, ૧૭ મંગળ- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે, ૧૮ બુધ- બજારોની, હવામાનની ફેરફારીમાં સંભાળવું, ૧૯ ગુરૂ- સગા- સંબંધી મિત્રવર્ગથી ચંિતા- ઉચાટ, ૨૦ શુક્ર- શ્રાવણ મહિનાના પ્રારંભે, ભક્તિ-પૂજાથી હળવાશ આનંદ રહે, ૨૧ શનિ- બપોર પછી હળવાશ- સાનુકૂળતા જણાય.

 

વૃષભ (બ. વ. ઉ.)

 

તા. ૨૦ જુલાઈથી શ્રાવણ મહિનો શરુ થતા આપના હૃદય-મનની પ્રસન્નતા ભક્તિ-પૂજા- આઘ્યાત્મિક અનુભવો. નોકરી- ધંધાના કામમાં યશ, સફળતા, મળે, કામમાં પ્રગતિ જણાય. નવા આયોજન અંગે, ફેરફારી અંગેની ચર્ચા વિચારણા થાય. અન્યનો સહકાર મળી રહે, યાત્રા- પ્રવાસ થાય સીઝનલ ધંધામાં, પરચુરણ છૂટક ધંધામાં ધંધો- આવક આવવાથી રાહત રહે, સગા- સંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય. જૂના સંબંધ મિત્રવર્ગને મળવાનું થાય, જૂના સંસ્મરણો તાજા થાય, તા. ૧૫ જુલાઈ રવિ- માનસિક ચંિતા- પરિતાપ છતાં કામની વ્યસ્તતા રહે, ૧૬ સોમ- નોકરી- ધંધામાં ઉતાવળિયો કોઈ નિર્ણય કરવો નહીં, ૧૭ મંગળ- કામકાજમાં પ્રગતિ, સફળતા, કોઈને મળવાનું થાય, ૧૮ બુધ- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે, ૧૯ ગુરૂ- યાત્રા- પ્રવાસ મુલાકાતમાં જાગૃતિ રાખવી, ૨૦ શુક્ર- શ્રાવણ મહિનાના પ્રારંભે ભક્તિ-પૂજા થાય, ૨૧ શનિ- આનંદ ઉત્સાહ રહે.

 

મિથુન (ક. છ. ઘ.)

 

આપની શારીરિક- માનસિક અસ્વસ્થતાના કારણે દરરોજના કામમાં ચંિતા- સુસ્તી- બેચેની- કંટાળો અનુભવતા હોવ તેમ લાગે. વેપાર- ધંધામાં ધંધો આવક ઓછા જણાય. પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. નોકરીમાં કામ કરો પરંતુ શ્રમ- થાક- અનુભવો. અનિચ્છાએ પોતાની કામગીરી, જવાબદારી સંભાળતા હોવ તેમ લાગે. મકાન, વાહન, આડોશ પાડોશના મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા- ખર્ચ જણાય. તા. ૧૫ જુલાઈ રવિ- ચંિતા ખર્ચ, ૧૬ સોમ- નોકરી- ધંધાનું કામ સાવચેતીપૂર્વક કરવું, ૧૭ મંગળ- માનસિક પરિતાપ વિચારોની દ્વિધા રહે, ૧૮ બુધ- શાંતિથી કામકાજ કરવું, ૧૯ ગુરૂ- કૌટુંબિક, પારિવારિક ચંિતા, ૨૦ શુક્ર- શ્રાવણ મહિનાના પ્રારંભે હૃદય-મન પ્રફુલ્લિત રહે, ધર્મકાર્ય થાય, ૨૧ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

કર્ક (ડ. હ.)

 

તા. ૧૬ જુલાઈથી સૂર્ય તમારી પોતાની રાશિમાં પ્રવેશતા તમે હળવાશ રાહત અનુભવો, નોકરી ધંધાના કામમાં ધીરે ધીરે હળવાશ થતી જણાય પરંતુ સપ્તાહના પ્રારંભથી સગા- સંબંધી મિત્રવર્ગની ચંિતા- ખર્ચ રહે, કૌટુંબિક ચંિતા જણાય નાણાની લેવડદેવડના વ્યવહારમાં, બેંકની ફાળવણીમાં સરકારી, ખાતાકીય, કાનુની કામકાજમાં ઉતાવળ ગુસ્સો કર્યા વગર, જીદ્દ મમત, અહમ રાખ્યા વગર શાંતિથી કામકાજ કરવું, તા. ૧૫ જુલાઈ રવિ- વિવાદથી દૂર રહેવું, ૧૬ સોમ- નોકરી- ધંધામાં, સરકારી, કાનુની- ખાતાકીય કામમાં શાંતિ રાખવી, ૧૭ મંગળ- હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે, ૧૮ બુધ- નોકરી ધંધામાં જાગૃતિ રાખવી, ૧૯ ગુરૂ- સગા- સંબંધી મિત્રવર્ગથી ચંિતા, બહાર જવાનું થાય, ૨૦ શુક્ર- શ્રાવણ મહિનાના પ્રારંભે ધર્મકાર્યથી આનંદ રહે, ૨૧ શનિ- કામકાજમાં સાનુકૂળતા.

 

સંિહ (મ. ટ.)

 

તા. ૧૬ જુલાઈથી કર્કસંક્રાંતિનો પ્રારંભ થતાં આપે આગામી સમયમાં નાણાંકીય કે અન્ય જવાબદારીવાળા કામમાં, સરકારી, ખાતાકીય, કાનુની કે રાજકીય કામમાં સાવધાની, જાગૃતિ રાખવી જરૂરી રહેશે. ધંધામાં ધંધો- આવક ઓછી જણાય નાણાંકીય ખેંચ અનુભવો, નોકરીમાં શ્રમ- થાક- કંટાળો- દોડધામ અનુભવાય. કામની ચંિતા- દોડધામમાં, ઘર- પરિવાર- સંતાનના કામમાં પૂરતું ઘ્યાન આપી શકાય નહીં. આંખમાં કસ્તર, જીવાત પડવાથી કે અન્ય તકલીફથી સંભાળવું પડે, વાહન ચલાવવામાં મુશ્કેલી પડે. તા. ૧૫ જુલાઈ રવિ- ચંિતા ઉચાટ રહે, ૧૬ સોમ- નોકરી ધંધામાં જાગૃતિ, સાવધાની રાખવી, ૧૭ મંગળ- વિલબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. ૧૮ બુધ- નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા રહે, ૧૯ ગુરૂ- શાંતિથી દિવસ પસાર કરવો, ૨૦ શુક્ર- શ્રાવણ માસના પ્રારંભે ધર્મકાર્યથી આનંદ રહે, ૨૧ શનિ- વધારાનો ખર્ચ- ચંિતા રહે, બહાર જવાનું થાય.

 

કન્યા (પ. ઠ. ણ.)

 

આપના નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા રહે, પરંતુ કામકાજના ઉકેલથી હળવાશ- રાહત રહે, સીઝનલ- ધંધો આવક થાય, જૂના સંબંધો તાજા થાય, ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે, યાત્રા- પ્રવાસ થાય તમે જેને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય, પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. નવા કામ અંગેની ચર્ચા- વિચારણા થાય, પરદેશમાં રહેતા કે બહારગામ રહેતા સગા- સંબંધી મિત્રવર્ગ સાથે વાતચીત થાય, તા. ૧૫ જુલાઈ રવિ- બહાર જવાનું થાય, ૧૬ સોમ- નોકરી- ધંધાના કામ શાંતિથી કરવા, ૧૭ મંગળ- સગા- સંબંધી મિત્રવર્ગથી ચંિતા- ઉચાટ, ૧૮ બુધ નોકરી- ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે, ૧૯ ગુરૂ- યાત્રા-પ્રવાસ, આકસ્મિક કોઈને મળવાનું થાય, ૨૦ શુક્ર- શ્રાવણ મહિનાના પ્રારંભે ભક્તિપૂજાથી હૃદય-મન પ્રસન્નતા રહે, ૨૧ શનિ- કામકાજમાં સફળતા- પ્રગતિથી આનંદ.

 

તુલા (ર. ત.)

 

તા. ૧૬મીથી કર્ક સંક્રાંતિનો પ્રારંભ થાય છે તા. ૨૦મીથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી આપના નોકરી ધંધાના, પરિવારના કામ અંગે, ધર્મકાર્ય અંગે આ સપ્તાહ દરમ્યાન ચંિતા- વ્યસ્તતા ખર્ચ અનુભવાય તે સિવાય સાંસારિક પ્રશ્નમાં, મિત્રવર્ગના પ્રશ્નમાં, સરકારની કાનૂની કાર્યવાહી કે બેંકની કામગીરીમાં ચંિતા- મુંઝવણ મુશ્કેલી અનુભવો. પેટ, કમર, આંખમાં વાહન ચલાવતા કે રસ્તામાં આવતા જતા તકલીફ થાય નહીં તેની તકેદારી રાખવી, તા. ૧૫ જુલાઈ રવિ- સગા- સંબંધી, મિત્રવર્ગના કારણે શાંતિ- રાહત જણાય નહીં, ૧૬ સોમ- નોકરી- ધંધામાં સાવધાની રાખવી, ૧૭ મંગળ- નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે, ૧૮ બુધ - રોજીંદા કામ અંગે બહાર કે બહારગામ જવા આવવામાં જાગૃતિ રાખવી, ૧૯ ગુરૂ- યાત્રા-પ્રવાસ મુલાકાત- ખર્ચ ચંિતા, ૨૦ શુક્ર- શ્રાવણ મહિનાના પ્રારંભે નોકરી- ધંધાનું તેમજ અન્ય કામ થાય, ૨૧ શનિ- ધર્મકાર્ય થાય, આનંદ રહે.

 

વૃશ્ચિક (ન. ય.)

 

તા. ૧૬ જુલાઈથી કર્કસંક્રાંતિનો પ્રારંભ થતા આપ ધીરે ધીરે હળવાશ રાહત અનુવતા જાવ. તમારા નોકરી- ધંધાના કામકાજમાં સરકારી, રાજકીય, ખાતાકીય કામકાજમાં ચંિતા- રૂકાવટ, મુશ્કેલી પરેશાની હળવી થતી જાય. તા. ૨૦મીથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં ધર્મકાર્યથી, અઘ્યાત્મિકતાથી, મનની શાંતિ, આનંદ અને કાર્યસફળતા, પ્રગતિમાં વધારો થાય. આકસ્મિક ન ધારેલી કાર્યરચના થાય, લાભ- ફાયદો થાય તા. ૧૫ જુલાઈ રવિ- માનસિક પરિતાપ રહે, ૧૬ સોમ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું વિવાદથી દૂર રહેવું, ૧૭ મંગળ- મહત્ત્વની કામગીરીમાં રૂકાવટ ચંિતા, તા. ૧૮ બુધ- સગા સંબંધી મિત્રવર્ગના કારણે તકલીફ, ૧૯ ગુરૂ- જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ કામની વ્યસ્તતા, ૨૦ શુક્ર- શ્રાવણ મહિનાના પ્રારંભે હૃદય-મનની પ્રસન્નતા આનંદમાં વધારો થાય, ૨૧ શનિ- કામકાજમાં સફળતા, પ્રગતિ, લાભ

 

ધન (ભ. ધ. ફ. ઢ.)

 

તા. ૧૬મીથી સૂર્ય કર્ક- રાશિમાં પરિભ્રમણ શરુ કરતાં આગામી ત્રીસ દિવસ આપને ચંિતા- બીમારી- નુકસાનીથી સંભાળવું પડે. વાહન શાંતિથી ધીમેથી ચલાવવું, રસ્તામાં આવતા જતા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવામાં, અન્ય સાથે વાતચીત કરવામાં બેઘ્યાન થઈ જતાં તકલીફમાં મુકાવ. પડવા વાગવાથી કે પૈસા- પાકીટ ચોરાઈ જવાથી પડી જવાથી મુશ્કેલીમાં મુકાવ, સિઝનલ બીમારી આવી જાય. નોકરી- ધંધામાં પરેશાની રહ્યા કરે તા. ૧૫ જુલાઈ રવિ- બેચેની વ્યગ્રતા, ૧૬ સોમ- નોકરી ધંધામાં જોખમ કરવું નહીં, ૧૭ મંગળ- પત્ની- સંતાન- મિત્રવર્ગની ચંિતા- વ્યગ્રતા, ૧૮ બુધ- નોકરીમાં તકલીફ, રૂકાવટ, ૧૯ ગુરૂ- સગા સંબંધી મિત્રવર્ગથી તકલીફ, ૨૦ શુક્ર- ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં, ૨૧ શનિ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું.

 

મકર (ખ. જ.)

 

તા. ૨૦ જુલાઈથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી ધર્મકાર્ય- ભક્તિપૂજાથી હૃદય-મનની પ્રસન્નતા રહે, આનંદમાં રહો, નોકરી- ધંધાના કામમાં પ્રગતિ જણાય, રૂકાવટવાળા કામ ઉકેલાતા જાય, આવકમાં સાનુકૂળતા રહે, ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગના સહકારથી આપને ફાયદો- લાભ થાય, નોકરી- ધંધાના કામ અંગે મહત્ત્વની કામગીરી થાય, જૂના સંબંધો તાજા થાય, જૂના સંસ્મરણો તાજા થાય, પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો, તા. ૧૫ જુલાઈ રવિ- કામકાજમાં સાનુકૂળતા, ૧૬ સોમ- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો, ૧૭ મંગળ- વધારાના કામમાં- જવાબદારીમાં ઘ્યાન આપવું પડે, ૧૮ બુધ- સગા- સંબંધી મિત્રવર્ગને મદદરૂપ થવું, ૧૯ ગુરૂ- યાત્રા-પ્રવાસ- મુલાકાતમાં ખર્ચ, ખરીદી થાય, ૨૦ શુક્ર- શ્રાવણ મહિનાના પ્રારંભે ધર્મકાર્યથી- હૃદય-મનની પ્રસન્નતા રહે, ૨૧ શનિ- આનંદ ઉત્સાહ રહે.

 

કુંભ (ગ. શ. સ. ષ.)

 

ગ્રહોની પ્રતિકૂળતાના કારણે તમારા પોતાના આરોગ્યની કાળજી રાખવી તે સિવાય પુત્ર- પૌત્રાદિકને સીઝનલ બીમારીથી સંભાળવું, વિદ્યા-ભણતરના પ્રશ્નમાં ઘ્યાન આપવું પડે, નિકટના સગા- સંબંધી મિત્રવર્ગમાં બીમારી, ચંિતાનું આવરણ આવી જાય, નોકરી- ધંધાના કામમાં એકને સાચવવામાં અન્યને મનદુઃખ થાય, સંબંધ બગડે કે વિવાદનો સામનો કરવો પડે, દૂધ-દહીંની દ્વિધાભરેલી નીતિમાં તમે નહીં ઘરના કે નહીં ઘાટના થઈ જાવ. પસ્તાવો કરવો પડે. તા. ૧૫ જુલાઈ રવિ- ઉચાટ દ્વિધા રહે, ૧૬ સોમ- નોકરી ધંધાના તેમજ રાજકીય- સરકારી કામમાં સંભાળવું, ૧૭ મંગળ- વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવા, ૧૮ બુધ - ઉતાવળિયો કોઈ નિર્ણય કરવો નહંિ, ૧૯ ગુરૂ- આરોગ્યની કાળજી રાખવી, ૨૦ શુક્ર- શ્રાવણ મહિનાના પ્રારંભે ધર્મકાર્ય થાય, ખર્ચ થાય, ૨૧ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

મીન (દ. ચ. ઝ. થ.)

 

તા. ૧૬મીથી કર્ક- સંક્રાંતિનો પ્રારંભ થતા તેમજ તા ૨૦મીથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા આપ હળવાશ- રાહત અનુભવતા જાય. ધર્મકાર્ય- આઘ્યાત્મિકતાથી હૃદય-મનની પ્રસન્નતા આનંદ રહે, નોકરી- ધંધાના કામનો આનંદ ઉત્સાહ રહે, સ્વસ્થતાપૂર્વક તમારું રોજીંદુ કામકાજ કરી શકો. પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે, જૂના સંબંધો- નવી ઓળખાણથી આનંદ રહે, સીઝનલ ધંધા- આવક થાય, નોકરીમાં માન- સન્માન પ્રાપ્ત થાય, તા. ૧૫ જુલાઈ રવિ- કામની વ્યસ્તતા ચંિતા, ૧૬ સોમ- નોકરી- ધંધામાં સાવધાની રાખવી, ૧૭ મંગળ- સગા- સંબંધી મિત્રવર્ગથી ચંિતા- ઉદ્વેગ, ૧૮ બુધ - આકસ્મિક ચંિતા ઉપાધિ, ૧૯ ગુરૂ- વધારાના કામની વ્યસ્તતા રહે- ખર્ચ, ૨૦ શુક્ર- શ્રાવણ માસના પ્રારંભે ધર્મકાર્યથી, પુત્ર- પૌત્રાદિકથી આનંદ રહે, ૨૧ શનિ- કામકાજમાં સફળતા, પ્રગતિ.

[Top]
 
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved