Last Update : 19-July-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૯-૦૭-૨૦૧૨, ગુરૂવાર
અષાઢ વદ અમાસ - દિવાસો
સૂર્ય પુષ્યમાં - વાહન અશ્વ.
ગુરૂપુષ્યામૃત સિઘ્ધયોગ સવારના ૧૦ ક. ૪૬ મિ.થી શરૂ.

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૪ મિ. (સૂ) ૬ ક. ૫૬ મિ. (મું) ૭ ક. ૦૦ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- પુનર્વસુ સવારના ૧૦ ક. ૪૬ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- કર્ક, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ અષાઢ વદ અમાસને ગુરૂવાર. રા.દિ.આ./૨૮
માસ-તિથિ-વાર ઃ- અષાઢ વદ અમાસને ગુરૂવાર.
- હરિયાની અમાસ. દિવાસો. યજ્ઞાનારાયણ ઈષ્ટયાગ.
- અમૃત સિઘ્ધિયોગ સવારના ૧૦ ક. ૪૬ મિ.થી શરૂ.
- સવારના ૯ ક. ૫૪ મિ. સુધી અમાસ.
- સૂર્ય પુષ્યમાં રાત્રે ૯ ક. ૨૬ મિ.થી. વાહન અશ્વનું છે.
- ગુરૂપુષ્યામૃત સિઘ્ધિયોગ સવારના ૧૦ ક. ૪૬ મિ.થી શરૂ.
- રૂમાં મંદી? તિલ, તેલ, દારૂ, ગોળ, જુવાર, ગુગળ, સોપારી, સુંઠ, હીંગ, હળદર, શણ, ગરમવસ્ત્રો, સીસું, ચાંદી વગેરેના ભાવ વધે! ઈશાન દિશામાં તકલીફ પીડા.
સાઘુઓને કષ્ટપીડા, જળ જીવજંતુને પીડા! વર્ષ મઘ્યમ!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ ર્સ્પેંદાંર્મંદ માસનો ૬ રોજ ખોરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દિવાસના આજના દિવસે ચંિતા-ઉચાટ રહે. ઘર, પરિવારના, મકાન-વાહનના, નોકરી-ધંધાના પ્રશ્ને ઘ્યાન રાખવું.

 

વૃષભ ઃ હરિયાની અમાવાસ્યાના આજના દિવસે નોકરી-ધંધાના કામ અંગે યાત્રાપ્રવાસ થાય, કોઇને મળવાનું થાય.

 

મિથુન ઃ દિવાસોનો આજનો દિવસ કામની વ્યસ્તતાનો રહે. નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગને મળવાનું થાય. ખર્ચ થાય.

 

કર્ક ઃ હરિયાની અમાવાસ્યાનો આજનો દિવસ ચંિતા-વ્યથા- વિચારોમાં પસાર થાય. કામકાજમાં વિલંબ થાય, રૂકાવટ રહે.

 

સંિહ ઃ દિવાસાના આજના દિવસે વધારાનો ખર્ચ થાય. કામ ઉકેલવા માટેની, પ્રવાસ અંગેની, નોકરી-ધંધાની ચંિતા રહે.

 

કન્યા ઃ હરિયાની અમાવાસ્થાનો આજનો દિવસ નોકરી-ધંધાના કામની વ્યસ્તતાનો રહે. જુના સંબંધો તાજા થાય.

 

તુલા ઃ દિવાસાનો આજનો દિવસ આપના અંગત મળતી વ્યસ્તતામાં પસાર કરવો પડે. સગા-સંબંદી- મિત્રવર્ગથી ચંિતા રહે.

 

વૃશ્ચિક ઃ આપની ચંિતા- વ્યથા- દોડધામ હળવી થાય. તમારા રોજીંદા તેમજ આગામી કામ અંગે વ્યસ્ત રહો. નોકરી-ધંધાનું કામ થાય.

 

ધન ઃ દિવાસાના આજના દિવસે આપે તન- મન- ધનથી- વાહનથી સંભાળવું પડે. યાત્રાપ્રવાસમાં, ખાવાપીવામાં સંભાળવું.

 

મકર ઃ હરિયાની અમાવાસ્યાના આજના દિવસે તમારા કામકાજમાં વ્યસ્ત રહો. વધારાની ખરીદી ઘર-પરિવારની થાય.

 

કુંભ ઃ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય, કામ ઉકેલાય.

 

મીન ઃ આપના પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. ચંિતા-વ્યથા હળવી થાય. નોકરી-ધંધાનું કામકાજ થઇ શખે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૯-૦૭-૨૦૧૨, ગુરૂવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ સાંસારિક પ્રશ્નમાં, સગા સંબંધી, મિત્રવર્ગના પ્રશ્નમાં સંભાળવાનું રહેશે. અન્યની વાતોમાં પ્રભાવિત થઇ જવામાં, દોરવાયા દોરવાઇ જવામાં તમારા શાંત જીવનમાં અશાંતિની શરૂઆત થાય.

 

* નોકરી-ધંધામાં લાભ- નુકસાનની પરિસ્થિતિ, સંજોગો અનુભવાય. * સંયુક્ત મીલ્કતનો પ્રશ્ન હોય, વહેંચણી, ખરીદી- વેચાણનો પ્રશ્ન હોય તેમાં આ વર્ષ સંઘર્ષ, વિવાદનું રહે. તમને નુકસાન, પરેશાની જણાય.

 

* પુત્રપૌત્રાદિક માટે વર્ષ સાનુકૂળ પ્રગતિનું રહે. વર્ષના મઘ્યભાગથી ઉત્તરાર્ધ સુધીનો સમય સંતાનના કામની સફળતાથી, ઉકેલથી તમે આનંદમાં રહો. તમારું હૃદય-મન પ્રફુલ્લિત રહે. પરદેશમાં રહેતા પુત્રપૌત્રાદિકને મળવાનું થાય. તમને પરદેશ પ્રવાસ થાય.

 

* સ્ત્રી વર્ગને પરિવારની, મિત્રવર્ગની સંઘર્ષની પરિસ્થિતિમાં શાંતિ જણાય નહીં. પતિની ચંિતા રહે. સાંસારીક જીવનમાં શાંતિ જણાય નહીં.

 

* વિદ્યાર્થી વર્ગને જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ ભણવામાં રૂકાવટ- ચંિતા વધતી જાય. મિત્રવર્ગના કારણે હૃદય-મન વ્યગ્ર રહે. ભણવામાં એકાગ્રતા જળવાય નહીં.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને મગન વાતો કરી રહ્યા હતા. છગન બોલ્યો, ‘‘જોને યાર! આ ભગવાન પણ ગજબનો છે...’’
‘‘કેમ?’’ મગને કહ્યું, ‘‘શું થયું?’’
‘‘ત્યારે જોને, એણે આપણું મગજ બનાવ્યું છે પણ એ ચોવીસે કલાક અને ત્રણસોને પાંસઠ દિવસ કામ કરે છે.’’ છગને કહ્યું.
‘‘હા, પણ,’’ મગન બોલ્યો, ‘‘પણ લગ્ન થતા કામ કરતું બંધ થઈ જાય છે.’’

[Top]
 

આજ ની રેસીપી

લંચ બોક્સમાં ભરવા યોગ્ય વાનગીઓ

પનીર નાન

 

સામગ્રી ઃ મેંદો ૨૫૦ ગ્રામ, દહીં ૧/૨ ગ્રામ, પનીર ૧૦૦ ગ્રામ, ડુંગળી ૧ નંગ, એકાદ-બે લીલા મરચાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું.

 

રીત ઃ મેંદાને ચાળીને તેમાં અર્ધી ચમચી મીઠું ભેળવો. દહીં નાખીને બાંધો. ચાર-પાંચ કલાક પડી રહેવા દો.

 

પનીરને સારી રીતે મસળીને રાખો. ડુંગળી અને લીલા મરચાં બારીક કાપીને પનીરમાં ભેળવી દો. સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને લાલ મરચું બરાબર ભેળવો. મેંદાના નાના નાના લૂઆ બનાવી તેની અંદર પનીરનું મિશ્રણ ભરો. થોડું વણીને તંદૂરમાં અથવા ઓવનમાં શેકી લો.

 

આ નાન પુદીનાની ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે પૌષ્ટિક પણ છે. અલબત્ત, આ નાના બનાવવા માટે સારો એવો સમય જાય છે, એટલે સમય હોય ત્યારેઆ નાન બનાવી શકાય છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved