Last Update : 18-July-2012, Wednesday

 

એક હવાઈ સફર પહેલાં...

- મન્નુ શેખચલ્લી
(લાંબી સફર પહેલાંનો એક સંવાદ...)
‘બેટા, સુખડ લીધી ?’
‘લીધી.’
‘ઢોકળાં, થેપલાં, ખાખરા...’
‘એ બઘું બગડી જાય કાકી..’
‘કશું ના બગડે. ખાખરા તો મહિના લગી સારા રહે.’
‘પણ મને નથી ભાવતા.’
‘થેપલાં તો ભાવે છે. ઢોકળાં પણ ભાવે છે.’
‘ઢોકળાંમાં આથો આવી જાય. બગડી જાય.’
‘સારુ સારુ. સુખડી ખાજે હોં ?’
‘હા.’
‘રસ્તામાં વાંચવા માટે કંઈ લીઘું ?’
‘મારે બહુ બઘું સ્ટડી કરવાનું છે. શું શું વાંચું ?’
‘ગીતા અને ઉપનિષદ તો સારાં. ગમે ત્યારે વંચાય.’
‘લીધાં છે ને.’
‘પણ વાંચજે.’
‘હા.’
‘સંસ્કૃતમાં છે. ખબર છે ને ?’
‘હા.’
‘માળા લીધી ? માળા ?’
‘શેના માટે ?’
‘ભગવાનનું નામ લેવા માટે.’
‘કેવી વાત કરો છો. બારીએ બેસીને હું માળા જપું ? કેવી લાગું ?’
‘સારું. મનમાં નામ લેજે.’
‘ઓકે.’
‘આપણી કુળદેવીનો ફોટો પણ મુકયો છે બેગમાં.’
‘... ખબર છે.’
‘ગણેશની મૂર્તિ પણ મુકી છે.’
‘જોઈ.’
ગણેશ વિધ્નહર્તા કહેવાય. મુસાફરીમાં કંઇ વિધ્ન આવે તો ગણેશજી જ બચાવે.’
‘.....’
‘કેમ કંઇ બોલતી નથી ?’
‘કશું વિધ્ન નથી આવવાનું.’
‘ચાર મહિનાની યાત્રા છે, બેટી, ઘ્યાન રાખવાનું.’
‘રાખીશ.’
‘ઇન્ડિયાને યાદ કરજે.’
‘કરીશ.’
‘તારા કાકા-કાકીને યાદ કરજે.’
‘કરીશ.’
‘સુખડી ખાજે.’
‘ખાઈશ.’
‘થોડો શીરી લીધો હોત તો ? ચોખ્ખા ઘીનો, રાજગરાનો..’
‘કાકી, તમને કેટલી વાર કહ્યું, એવું બઘું ના લઈ જવાય.’
‘સારું સારું. આકાશમાંથી આપણું ઘેર દેખાય ત્યારે હાથ હલાવજે.’
‘એટલે ઊંચેથી ના દેખાય.’
‘તો કંઇ નહિ. પણ હું સુખડી ખાઉં છું, ઇન્ડિયામાં મારા ઘરને જોઉં છું, ગીતા વાંચું છું, એવું બઘું મિડીયામાં કહેજે પાછી.’
‘મિડીયામાં ?’
‘હાસ્તો વળી ! નહિતર અહીં અમદાવાદમાં અમને ભાવ કોણ આપે, સમજી ?... સુનીતા વિલિયમ્સ !
Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved