Last Update : 18-July-2012, Wednesday

 

નવું નામ, નવાં સૂચન

સંસદના ચોમાસુ સત્રમાં રજૂ થનારા કેટલાક મહત્ત્વના અને લાંબા ગાળાની અસર ધરાવતા ખરડામાં એક છેઃ જમીન સંપાદન ખરડો. આ તેનું અસલ નામ હતું, પરંતુ હવે તે સંસદમાં રજૂ થશે ત્યારે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે તેનું નવું નામ સૂચવ્યું છેઃ રાઇટ ટુ ફેર કમ્પેન્સેશન, રીસેટલમેન્ટ, રીહેબિલીટેશન એન્ડ ટ્રાન્સપરન્સી ઇન લેન્ડ એક્વિઝિશન બિલ. સ્પષ્ટ છે તેમ, આ નામનો આશય ફક્ત કાયદાને ફક્ત જમીન સંપાદન પૂરતો રાખવાને બદલે, તેને વાજબી વળતર, પુનઃસ્થાપન- પુનઃવસન જેવા અધિકારો સાથે સાંકળવાનો છે. એ માટેની કેટલીક જોગવાઇઓ મૂળ ખરડામાં હતી જ, પરંતુ તેના નામમાં આ આ બધી બાબતોના અધિકારનો સમાવેશ કરવાથી કાયદાનો વ્યાપ વધારે સ્પષ્ટ બને છે અને તેના નાગરિકતરફી પાસાને ઉભારી શકાય છે.
સાંસદોની બનેલી સ્ટેન્ડંિગ કમિટીએ આ ખરડો તપાસ્યા પછી કેટલાક મુદ્દા અને વાંધા રજૂ કર્યા હતા. ખાસ કરીને ખાનગી કંપની માટે તથા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની થાય એ માટે સાંસદોની સમિતિના કેટલાક પ્રશ્નો હતા, જેનો મંત્રાલયે સ્વીકાર કર્યો છે. એ મુજબ ખરડામાં થયેલા ફેરફારમાં સૂચવાયું છે કે ઉપર જણાવેલા બન્ને પ્રકારમાં અસરગ્રસ્તોમાંથી ૮૦ ટકા લોકોની સંમતિ મળે તો જ એ જમીન સંપાદિત થઇ શકે.
બીજો મહત્ત્વનો નીતિવિષયક સુધારો એ કરવામાં આવ્યો છે કે ગ્રામ્ય વિસ્તારોની નજીક આવેલી જમીનોમાં વળતર પેટે વઘુ રકમ ચૂકવવાની રહેશે. અત્યાર લગી શહેરી વિસ્તારની નજીકની જમીનો વધારે કિમતી ગણાતી હતી અને ગામડાંની જમીનો સહેલાઇથી ખરીદી લેવાની ગણતરી રહેતી હતી. તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનો ઝડપથી અદૃશ્ય થવા લાગી. તેની સાથે અપૂરતા વળતર અને સંબંધિત અસંતોષના પ્રશ્નો ઊભા થયા. તેને ઘ્યાનમાં રાખીને મંત્રાલયે સૂચવ્યું છે કે જેમ શહેરથી ગામ તરફ જઇએ તેમ બજારભાવ કરતાં વધારે ભાવ આપવો પડે. હાલ સૂચવાયેલા સમીકરણ પ્રમાણે, સંપાદિત થનારી જમીન શહેરથી ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો તેના માલિકોને બજારભાવ મળે. શહેરથી તેનું અંતર ૧૦-૨૦ કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો રૂ.૧૦૦ના બજારભાવે રૂ.૧૨૦ ચૂકવવા પડે. એ રીતે ચડતા ક્રમમાં શહેરથી જમીન ૩૦-૪૦ કિ.મી.ની ત્રિજ્યામાં આવતી હોય તો રૂ.૧૦૦ના બજારભાવના રૂ.૧૮૦ અને ૪૦-૫૦ કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો રૂ.૧૦૦ના બજારભાવના રૂ.૨૦૦ ચૂકવવા પડે. આમ કરવા પાછળનો આશય ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી અન્યાયની ફરિયાદોને અટકાવવાનો છે.
જમીન સંપાદિત થવાને કારણે ઊભા થતા રાહત અને પુનઃવસન (રીલિફ એન્ડ રીહેબિલિટેશન)ના મુદ્દે પણ કન્ઝ્‌યુમર પ્રાઇસ ઇન્ડેક્સને આધાર માનીને રકમ નક્કી કરવાનું સૂચવાયું છે. એમ કરવાને કારણે અપૂરતા વળતરની ફરિયાદ દૂર થઇ શકે છે. આ ભાવમાં દર ત્રણ વર્ષે ફેરફાર (વધારો) કરવાની પણ વાત છે. સંપાદિત થયેલી જમીનનો પાંચ વર્ષમાં કશો ઉપયોગ ન થઇ શકે તો એ સરકારને પાછી આપવાની શરત પણ નવાં સૂચનોમાં સામેલ છે. પહેલાં આ મુદત દસ વર્ષની રાખવામાં આવી હતી. અગાઉ એવું સૂચવાયું હતું કે નવો જમીન સંપાદન કાયદો હાલમાં અસ્તિત્ત્વ ધરાવતા કેટલાક કાયદાને લાગુ પાડી નહીં શકાય, પરંતુ નવાં સૂચનો પ્રમાણે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) એક્ટ સહિતના અમુક કાયદાને નવા જમીન સંપાદન કાયદાના નિયમો લાગુ પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રગતિ અને વિકાસની સાથોસાથ જમીન માટેના સંઘર્ષ દેશભરમાં સામાન્ય બન્યા છે. મમતા બેનરજી જેવાં નેતા માટે તો કારકિર્દીનો બીજો તબક્કો એ સંઘર્ષોથી ઘડાયો છે અને તેમને મુખ્ય મંત્રીપદે પહોંચડાવામાં મહત્ત્વનું પરિબળ બન્યો છે. જમીન માટેના સંઘર્ષની વાત આવે ત્યારે એક રાજકીય પક્ષ વિરુદ્ધ બીજા રાજકીય પક્ષ જેવા નહીં, પણ સરકાર (અથવા સરકારી ટેકો ધરાવતી કંપનીઓ) વિરુદ્ધ નાગરિકો જેવા જ ભાગ પડતા હોય છે. તેમાં બધી રીતે સજ્જ અને પહોંચેલી ખાનગી કંપનીઓ સામે પ્રજાકીય લડત અત્યંત મુશ્કેલ બનતી હોય છે. એવી સ્થિતિનું પુનરાવર્તન નીવારવા અને વિકાસના કારણે સામાન્ય લોકો અસરગ્રસ્તો નહીં, પણ લાભાર્થી બને એ માટે જમીન સંપાદન કાયદો જલદી બદલાય અને તેનો યોગ્ય અમલ થાય તે જરૂરી છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved