Last Update : 18-July-2012, Wednesday

 

નિવાસી શાળાઓ ચાલતી હિટલરશાહી
ગૌ મૂત્ર અને પોતાનું યુરીન નોન સાયન્ટીફીક ઉપચારો

 

- ૧૦ વર્ષની વિદ્યાર્થીનીને અપાયેલી અમાનવીય સજાનો દેશમાં વિરોધ

 

૧૦ વર્ષની વિદ્યાર્થીનીને પોતાનું યુરીન પીવાની સજા ફરમાવતી ઘટનાના ચોમેર પ્રત્યાધાત પડ્યા છે. એક તરફ વિશ્વભારતી સંસ્થાની ઈમેજ બચાવવા પ્રયાસ ચાલે છે તો બીજી તરફ યુરીનના ઉપયોગના સમર્થકો પણ મેદાનમાં આવી ગયા છે. સમાચારોની દુનિયામાંથી સાવ ફેંકાઈ ગયેલા એવા સ્વામી અગ્નિવેશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ગૌ મૂત્ર પીવું અને પોતાનું યુરીન પીવું તેમાં ઘણો ફર્ક છે.
૧૦ વર્ષની વિદ્યાર્થીનીને પોતાનું યુરીન પીવાનો આદેશ આપવાનો કેસ નિવાસી સ્કુલમાં ચાલતી કડકાઈનો નિર્દેષ કરે છે. સમયસર ઉઠવાનું, સમયસર જમવાનું, સમયસર લાઈટો બંધ કરીને સુઈ જવાનું આદેશ તો રૂટીન હોય છે. નથી તો આ લોકો બાળ સહજ કોઈ તોફાન કરી શકતા કે નથી તો જરૂર પડે મા-બાપની હૂંફ મેળવી શકતા.
વિશ્વભારતી જેવી સંસ્થાઓ તો નામાંકિત છે પરંતુ સરકારી ગ્રાન્ટથી ચાલતી આશ્રમ શાળાઓમાં તો વિદ્યાર્થીઓને ટીચરોના કપડાં ધોવા પડે છે. સરકારે વિશ્વ ભારતી જ નહીં પણ તમામ નિવાસી સ્કુલો માટે આચાર સંહિતા બહાર પાડવાની જરૂર છે. હોસ્ટેલમાં માતા-પિતાની ગેરહાજરીમાં વોર્ડને તે ભૂમિકા ભજવવાની જરૂર હોય છે તેના બદલે વોર્ડને હીટલરશાહી વાપરી હતી.
વડાપ્રધાનની ઓફિસ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્‌સ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જેવા અનેક મેદાનમાં આવ્યા છે. એનજીઓ ચલાવનારા અને ઓપીનીયન આપનારાઓની તો લંગાર ઊભી થઈ છે.
જોકે જ્યારે પોતાનું યુરીન પીવાની વાત આવે ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરાજી દેસાઈને સૌ યાદ કરે છે. પરંતુ આ પોતાનું યુરીન પીવા માટેની પણ એક સિસ્ટમ હોય છે. જેમકે સવારના યુરીનનો કેટલોક ભાગ જવા દેવો અને બાકીનો પીવો વગેરે... તેમ છતાં પોતાનું યુરીન પીવું અને તે અંગે જાહેર ચર્ચા કરવી એ બહુ અધરી વાત છે.
વડાપ્રધાનની ઓફિસને વિશ્વભારતીએ મોકલેલ ખુલાસો સંસ્થાનો બચાવ કરવા માટે હોય એ સ્વભાવિક છે. રોજ કોઈ વિદ્યાર્થીની પથારી બગાડે ત્યારે તેના વાલીને બોલાવાય છે. આ કેસમાં પણ વાલીને સૂચના અપાઈ હતી. આશ્ચર્ય એ વાતનું છે કે પોતાનું યુરીન ઉપચાર માટે લેવું એ નોન-સાયન્ટીફીક સિસ્ટમ છે. આવી વાતને પ્રોત્સાહન આપી શકાય નહીં.
બધાને હતું કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આ મામલે વચ્ચે કુદી પડશે પરંતુ તેમણે તેમના શિક્ષણ પ્રધાનને મામલો સોંપીને વિવાદથી દૂર રહેવાનું પ્રયાસ કર્યો હતો.
યુરીન એપિસોડમાં ૧૦ વર્ષની વિદ્યાર્થીના માતા-પિતાએ કરેલી ફરિયાદ અનુસાર હોસ્ટેલના વોર્ડન ઉમા પોદરે જોયું હતું કે ધો. ૫માં ભણતી વિદ્યાર્થીને પથારીમાંજ યુરીન થઈ ગયું હતું. પોદરે સજાના એક ભાગરૂપે આ યુરીન પર મીઠું ભભરાવીને વિદ્યાર્થીને ચૂસી જવા કહ્યું હતું.
જોકે પોદરે તેના બચાવમાં કહ્યું હતું કે મેં યુરીન પીવાની સલાહ આપી હતી જેના કારણે પથારીના બગડે!! વિદ્યાર્થીનીના મા-બાપની ફરીયાદના આધારે પોદરની ધરપકડ કર્યા બાદ સાંજે છોડી દેવામાં આવ્યા હતા.
રવિન્દ્રનાથ ટાગોરનો ડ્રીમ પ્રોજેક્ટ વિશ્વભારતી તેની પ્રતિષ્ઠા ગુમાવી રહી છે. યુરીન એપિસોડ ઘણો લાંબો ચાલ્યો છે.
પોતાનું યુરીન પીવું આસાન નથી, આરોગ્યની દ્રષ્ટિએ તે કદાચ ઉપયોગી હશે પરંતુ ૧૦ વર્ષની વિદ્યાર્થીનીને તે માટે ફરજ પાડવી તે તો નરી જંગલિયત છે. આવા કડક આદેશ આપનાર વોર્ડન તેમની હોસ્ટેલમાં કેવા કાયદાનો અમલ કરાવતી હશે તે પણ તપાસનો વિષય છે.
યુરીનનો વિવાદ એટલો બધો આગળ વધી ચૂકયો છે ૧૦ વર્ષની છોકરી હવે સ્કુલમાં જતા શરમાય છે. તેના કુટુંબના લોકોને જ્યારે પ્રથમ આ ધટનાની ખબર પડી ત્યારે બહારના કેટલાક લોકોને લઈને હોસ્ટેલમાં પહોંચી ગયા હતા અને યુરીન પીવાની સલાહ આપનાર કે ઓર્ડર કરનાર ઉમા પોદરને ધક્કે ચઢાવી તું-તું, મૈં-મૈં કર્યું હતું.
ઉમા પોદર સામે અત્યાર સુધી કડકાઈની કોઈ ફરીયાદ થઈ નથી. યુરીન એપિસોડમાં તેમની સાથે વિશ્વભારતીવાળા પણ ફસાયા છે, હવે ડેમેજ કંટ્રોલ મોટા પાયે શરૂ કરાયું છે.
પાંચમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની યુરીન એપિસોડથી હેબતાઈ ગઈ છે. તે સ્કુલમાં પાછી ફરવા તૈયાર નથી. સ્કુલના પ્રિન્સીપાલ અને ટીચર તેના ઘેર જઈને સમજાવી આવ્યા છે. વિદ્યાર્થીની ફરી ભણવા આવે તો વિશ્વભારતીની આબરૂ સચવાઈ જાય એમ છે.
અહીં સમાજ સમક્ષ માત્ર આ પોતાનું યુરીન પીવાની સજાનો એપિસોડ નથી પણ નિવાસી હોસ્ટેલોમાં ચાલતી કડકાઈ અને અત્યાચારનો પણ છે. જેમના સંતાનો આવી હોસ્ટેલોમાં છે તેમણે સંતાનો સાથે થતી કડકાઈ અંગે તપાસ કરવાની જરૂર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 

 

 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved