Last Update : 18-July-2012, Wednesday

 
મનમોહન સરકારના ૭ વર્ષના શાસનમાં અનાજના ભાવ ૧૫૦ થી ૨૦૦ ટકા વઘ્યા એનું કારણ શું

- પૂર આવે તો પણ શરદ પવારને મલાઈ અને વરસાદ ન આવે કે મોડો આવે તો પણ મલાઈ !
- એક બાજુ ૪૦ થી ૬૦ કરોડ ગરીબો ભૂખે મરે છે અને બીજી બાજુ શરદ પવાર અનાજ નિકાસ કરવાના સોદા કરીને પોતાના પટારા ભરે છે !
- અનાજ સડાવીને શરાબ બનાવવા માટેની ૨૭૦ ભઠ્ઠી એકલા મહારાષ્ટ્રમાં છે !
- અનાજમાંથી શરાબ બનાવનાર ભઠ્ઠીઓની દેશભરમાં વધતી સંખ્યા
- શરાબની થેલીઓ બનાવનારને ૧ લીટરે ૧૦ રૂા. સબસીડી

વરસાદ અથવા પૂર આવે તો આપણે જનતાને પીડા, ઉપાધી, ચંિતા જ્યારે શરદ પવારને અન્ન મંત્રાલયને મલાઈ !
વરસાદ ન આવે, મોડો આવે, ઓછો આવે તો પણ શરદ પવારના ભ્રષ્ટાચારી કૌભાંડી અનાજ ખાતાના પટાવાળાથી માંડી અમલદારોને મલાઈ !
ગમે તે પરિસ્થિતિમાં ભ્રષ્ટાચાર એટલે મલાઈ તો ખાવાની જ !
આસામમાં પૂર આવ્યું એટલે શરદ પવારને ભાવો વધારવાનું એક બહાનું મળી ગયું. દેશના બીજા ભાગોમાં વરસાદ ન આવ્યો અથવા મોડો આવ્યો એટલે શરદ પવારને ભાવો વધારવાનું બહાનું મળી ગયું.
અનાજ ઓછું પાક્યું હોય તો પણ ઉપાધી ! અનાજ વઘુ પાક્યું તો પણ ઉપાધી !
આ તે કેવો દેશ છે ? અથવા આ તે કેવી સરકાર છે ?
માસ્તર મારેય નહીં અને ભણાવેય મૂંગા મૂંગા જોયા કરવાનું ! નક્સલવાદી હંિસા વધે કે આતંકવાદી હંિસા વધે અને ગૃહપ્રધાન એને અંકુશમાં ન લે તો પણ મૂંગામૂંગા જોયા કરવાનું !
આર્થિક સ્થિતિ કથળે, વિકાસ દર અને ઔદ્યોગિક દર ઘટે અને નાણાં પ્રધાન જે કંઈ નીતિ વિષયક નિર્ણયો લે તો મૂંગા મૂંગા જોયા કરવાનું !
અનાજ સહિત દૂધ, ઘી, ખાંડ, ચા, વગેરે ૪૦૦-૫૦૦ ચીજોના ભાવો વધે તો પણ અન્ન પ્રધાનને કંઈ કહેવાનું નહીં અને મૂંગા મૂંગા જોયા કરવાનું !
પેટ્રોલના ભાવો એક વરસમાં ડબલ વધારવામાં આવે તો પણ આંખો બંધ કરી રાખવાની !
અખબારો વાસ્તવિક પરિસ્થિતિ જણાવે, વિરોધ પક્ષો સહિત કોંગ્રેસ પક્ષના નેતાઓ કંઈ કહે, સોનિયા ગાંધી જેવા પણ કહે... તો હસતા હસતા આ કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાંખવાનું !
આ બધામાં મરો આપણો, જનતાનો છે ! જનતાએ જીવવું કઈ રીતે ? જનતા જીવે છે પણ કઈ રીતે જીવે છે એ જનતા જાણે છે !
બીજું બઘું તો ઠીક, પણ આ સ્થિતિના કારણે છેલ્લા ૭ જ વર્ષમાં અનાજના ભાવો એટલે કે ખાદ્યા ખોરાકીની ચીજોના ભાવો ૧૫૦ થી ૨૦૦ ટકા વધી ગયા છે. વરસ ખરાબ હોય, દુષ્કાળ પડ્યો હોય અને અનાજના ભાવો વધે એ સમજી શકાય છે પરંતુ ચોમાસું સારું ગયું હોય, સાતે સાત વર્ષ આખા દેશમાં પાક પણ સારો થયો હોય, તો ખાદ્ય ચીજોના, અનાજના ભાવ વધવા જોઈએ કે ઘટવા જોઈએ ? અને એ પણ ૨૦૦ ટકા ભાવો વધે ?
આનું કારણ એક જ છે. ‘‘નેટવર્ક’’ ગુજરાત સમાચાર પાંચ પાંચ વર્ષથી આખા દેશમાં એકમાત્ર અખબાર એવું છે કે જેણે શરદ પવારના આ કૌભાંડ વિષે અત્યાર સુધીમાં ૨૦ થી ૨૫ જેટલાં લેખો આપ્યા હોય !
છતાં શરદ પવારના પેટનું પાણી ન હલે પણ વડાપ્રધાન મનમોહન સંિહના પેટનું પાણી ન હલે કે સોનિયા ગાંધી કોઠીમાં મોં ઘાલીને રડ્યા કરે !
આ ભાવો વધવાનું કારણ, એકમાત્ર અને એકમાત્ર કારણ શરદ પવારે બાજપેયીની સરકાર હતી ત્યારે નાના પાયે કરાયેલો વાયદાનો વેપાર છે. આખા દેશમાં ગુજરાત સમાચાર ‘‘નેટવર્ક’’ જ શરદ પવારના એ વાયદાના વેપાર વિરૂઘ્ધ ઝુંબેશ ચલાવી રહ્યું છે. શરદ પવાર એવા ચાલાક અને લુચ્ચા છે કે એણે કોંગ્રેસના નેતાઓના તો મોં બંધ કરાવ્યા છે પણ ભાજપ સહિત ડાબેરીઓ વગેરે બધા વિરોધ પક્ષોમાં આ બાબતમાં મોં બંધ રખાવ્યા છે. ભાવો વધે એમાં ભાજપને એ રસ છે કે, એથી કોંગ્રેસ બદનામ થાય છે અને કોંગ્રેસને ચારે બાજુ માર પડે છે. દેખાડો કરવા ખાતર ભાજપ વધતા ભાવો સામે લડત આપવાની જાહેરાત કરે છે પણ ફક્ત જાહેરાત જ... પછી કશું નહીં ! જ્યારે ડાબેરીઓને કોંગ્રેસ અને ભાજપ સામે ત્રીજો મોરચો શરદ પવારની આગેવાની નીચે ખોલવાની લાલચ છે.
આમ, શરદ પવાર આપણને જનતાને બેફામપણે લૂંટી શકે એવો કાટસો ગોવવાયેલો છે.
શરદ પવારે અનાજ ભરવાના બારદાનથી માંડી અનાજ કઠોળ, શાકભાજી, ફળ વગેરે લગભગ ૧૦૦૦ વસ્તુઓમાં જે વાયદા બજાર શરૂ કરાવ્યો છે એ દર મહિને લગભગ રૂપિયા ૬,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ નો છે.
વાયદા બજાર એટલે સટ્ટો. એમાં રૂપિયા રોક્યા વિના વ્યક્તિ આજના ચાલતા ભાવના આધારે આવતીકાલનો અથવા પછીનો અથવા મહિના પછીનો ભાવ બોલીને સટ્ટો રમતો હોય છે. આ સટ્ટો વ્યક્તિ, કંપનીઓ, વિદેશી કંપનીઓ વગેરે રમતા હોય છે એટલે સમજી શકાય કે સટ્ટો કેવો રમાય !
સરકારને આ વેપાર ઉપર ટેક્સ મળે છે એટલે શેર, સોનું, ચાંદી, ડોલર વગેરેના સટ્ટાના વેપારમાંથી જેમ સરકારને ખર્વો ખર્વો રૂપિયાનો ટેક્સ મળે છે એમ આમાં પણ ખર્વો શેર, સોનું, ચાંદી, પેટ્રોલ વગેરેના સટ્ટાને બંધ નથી એમ એમ અનાજ વગેરેના સટ્ટાને બંધ નથી કરતી. ઉલટાનું એ એવી દલીલ કરે છે કે, એનાથી ખેડૂતોને લાભ થાય છે. જ્યારે હકીકતમાં ખેડૂતોને લાભ નથી થતો પણ વચેટીયા વેપારીઓ અને દલાલોને લાભ થાય છે. ખેડૂતોને તો ઉલટાનું અપઘાત કરવા પડે છે !
અનાજના ભાવો વધવાનું (૭ વર્ષમાં ૧૫૦ થી ૨૦૦ ટકા) બીજું કારણ છે (જે મોટા ભાગની જનતા જાણતી નથી) શરાબખોરી એટલે કે શરાબનું ઉત્પાદન અને એટલે શરદ પવારના મહારાષ્ટ્રમાં શરદ પવારની મીઠી નજર નીચે ચાલતી દેશી શરાબ (લઠ્ઠો) બનાવનારી ભઠ્ઠીઓ. વિદેશી શરાબ બનાવતી મોટી કંપનીઓ જૂદી.
એકલા મહારાષ્ટ્રમાં અનાજમાંથી (એટલે સડેલા અનાજ, સડેલા શાકભાજી, બઘું સડેલું) દેશી શરાબ બનાવતી ૩૦૦ જેટલી ભઠ્ઠીઓ છે જે દરરોજ ૯૦,૦૦૦ લીટરથી ૨,૦૦,૦૦૦ લીટર દારૂ બનાવે છે (રોજનો). એટલે હિસાબ કરો... એકલા મહારાષ્ટ્રનો જ આ આંકડો છે. (જ્યાં દારૂબંધી નથી છતાં દેશી દારૂની ભઠ્ઠીઓ આપણને ભૂખ્યા રાખીને ધમધોકાર ચાલે છે.) તો પછી બીજા ૩૦ જેટલા રાજ્યોનો ગુણાકાર કેટલો પહોંચે ?
અને આ લાખો ભઠ્ઠીઓ ચલાવવા માટે કેટલું અનાજ સડાવવું પડે ? (ચક્કર આવી જાય એવી આ બધી ગણતરી છે. આમાં રામદેવ કે કેજરીવાલ જેવા શું કરી શકવાના હતા ? પાછા આપણા લંગડા કાયદા અને બાંચીયું પોલિસતંત્ર અને ન્યાયતંત્ર !)
અત્યાર સુધી અનાજના વધતા ભાવો અથવા અનાજની અછતનું કારણ ઔદ્યોગિક વિકાસ, હવામાન વગેરેને માનવામાં આવતું હતું પરંતુ શરાબ બનાવવા માટે અનાજનો આવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એવી શંકા પણ કોઈને થાય નહીં !
આ અહેવાલ તો, ઓક્સફામે પોતાના રિપોર્ટમાં આપ્યો છે, બોલો ! આપણી સરકારો તો આ કહેજ નહીં. રાજ્યોની સરકારો અને કેન્દ્રની સરકાર ભ્રષ્ટાચારમાં સડેલી છે.
આપણા દેશમાં દર વર્ષે ૧૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦ ખર્વ) રૂપિયાનું અનાજ સડાવી દેવામાં આવે છે. જ્યારે બીજી બાજું આપણા દેશના ૪૦ થી ૬૦ કરોડ ગરીબો દરરોજ ભૂખ્યા રહે છે. હમણાં કરાયેલી મોજણી મુજબ... આપણા દેશનો દર પાંચમો બાળક કુપોષણનો ભોગ બનેલો છે.
આમ છતાં શરદ પવાર દર વર્ષે લાખો કરોડો ટન અનાજ નિકાસ કરે છે. (નિકાસ કરવામાં પણ કમીશન મળે છે જે કરોડો રૂપિયા થાય છે. આ બધી બાબતોને સાંકળીને કોર્ટમાં કેસ કરવો જોઈએ અને આરટીઆઈ નીચે માહિતીઓ મેળવવી જોઈએ.)
હમણાં જે ઘઉંની નિકાસ આપણી સરકારે કરી એ ખરીદવા દિલ્લીમાં જવાન, નાઈજીરાયા, નેધરલેન્ડ, ઈરાક, સાઉદી અરેબિયા, ફિલીપાઈન્સ જેવા ૧૭ દેશોના પ્રતિનિધિએ દિલ્લીમાં અડ્ડો નાંખીને પડ્યા હતા.
આ બધાં દેશોને આપણા દેશનું અનાજ ખરીદવામાં રસ હતો.
આ ઉપરાંત એવા પણ... કેટલાક દેશો હતા કે જે સીધી નહીં પરંતુ વેપારીઓ દ્વારા ખરીદે છે. શરદ પવારે રૂપિયા ૧૫,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૫ અબજ) ના ઘઉં જ પરદેશોને વેચવાનો હિસાબ કરેલો છે. (બીજું અનાજ જૂદું... આ તો ફક્ત ઘઉં જ.)
આપણી પાસે ૧ જૂનના ૮,૨૦,૦૦,૦૦૦ ટન ઘઉંનો સ્ટોક હતો જ્યારે આપણી પાસે ૬,૩૦,૦૦,૦૦૦ ટન ઘઉં સંધરી શકાય એટલા ગોદામો છે.
આમ અનાજમાં કેવું કૌભાંડ અને કેવો ભ્રષ્ટાચાર ચાલે છે એની આ આછેરી ઝલક છે.
ગુણવંત છો. શાહ

પ્રતિબંિબ
પત્રકારો ઉપર ધર્મેન્દ્ર ગુસ્સે થઈ ગયો

હમણાં ધર્મેન્દ્ર અને હેમા માલિની પુત્રી ઈશા દેઓલના લગ્ન થયા. એમનો જમાઈ ભરત તખ્તાની નામનો વેપારી છે.
એ વખતે ત્યાં આમંત્રણ આપીને બોલાવેલા પત્રકારો, મીડીયા વગેરેમાંથી કોઈએ ટીખળ કરવા ધર્મેન્દ્રને પૂછ્‌યું કે ‘‘આપના બે પુત્રો સની દેઓલ અને બોબી કેમ લગ્નમાં દેખાતા નથી ?
સવાલ સાંભળીને ધર્મેન્દ્ર કહી શક્યો હોત કે હેમા માલિની સાથે એના બન્ને પુત્રો પહેલાંથી સંબંધ રાખતા નથી અને અબોલા છે એટલે...’’
અથવા એણે હસીને વાત ઉડાડી દીધી હોત પરંતુ એના બદલે આ ઉંમરે ધર્મેન્દ્ર પેલી પત્રકાર યુવતિ ઉપર ગુસ્સે થયો અને બોલ્યો, ‘‘શું બકવાસ કરે છે ?’’
ઈશાના લગ્નનું જીવંત પ્રસારણ ટી.વી. પર દેખાડાતું હતું એટલે ગુસ્સે થયેલા ધર્મેન્દ્રને જોઈ શકાતો હતો.
પત્રકારો ઉપર ગુસ્સે થવાની, દાદાગીરી કરવાની ધર્મેન્દ્ર અને અમિતાભની જૂની ટેવ છે. અગાઉ વર્ષો પહેલાં ધર્મેન્દ્ર એક પત્રકારને મારવા દોડ્યો હતો.
હેમા માલિની ભાજપની સભ્ય છે અને ભાજપની સંસદસભ્ય છે. એની ઉપર શત્રુઘ્ન સંિહાની બહુ જ અસર રહી છે. શત્રુઘ્ન સંિહા ભાજપમાં સક્રિય સભ્ય છે અને એને ભાજપનો નેતા આડવાણીએ બનાવેલો. આડવાણી ફિલ્મોના જ શોખીન નથી પણ ફિલ્મી અભિનેતા અભિનેત્રીઓના પણ શોખીન છે. એમણે ગુજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી અને અભિનેત્રી દીપિકાને ભાજપી બનાવ્યા હતા અને કેન્દ્રમાં ભાજપની સરકાર થઈ ત્યારે શત્રુઘ્નને તથા વિનોદખન્નાને બાજપેયીના પ્રધાનમંડળમાં પ્રધાન બનાવેલા. એ શત્રુઘ્નના કારણે હેમા માલિની ભાજપમાં આવી અને હેમા માલિનીના કારણે ધર્મેન્દ્ર.
હેમા માલિનીએ ઈશાના લગ્નની કંકોત્રી સોનિયા ગાંધીને પણ મોકલેલી પરંતુ એ હાજર રહી શકેલી નહીં પણ શુભેચ્છાઓ મોકલેલી. એ સાથે સોનિયાએ બન્ને નવ વઘુ-વરને પોતાને ત્યાં જમવા આવવાનું આમંત્રણ આપી રાખ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved