Last Update : 18-July-2012, Wednesday

 

અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન

 

- આખું શહેર ઈલેક્ટ્રોનિક્સ ઈન્સ્ટ્રુમેન્ટ પાછળ ઘેલું છે ત્યારે અમદાવાદના નવરંગપુરામાં વર્ષોથી ચાલતી માઉથ ઓર્ગન ક્લબ બાળકોને નિજાનંદ માટે આ વાદ્ય શીખવે છે.

અમદાવાદના યંગસ્ટર્સને છેલ્લા કેટલાંક સમયથી મ્યુઝિક પ્રત્યે લગાવ વઘ્યો છે. પરંતુ મ્યુઝિક શીખવા માટે કોઇ ઉંમરની જરૂર હોતી નથી. યંગસ્ટર્સ સિવાય હવે તો સ્કૂલના સ્ટુડન્ટ્‌સ અને નાના બાળકો પણ હવે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા તરફ વળ્યા છે. ત્યારે શહેરના એક ખૂણામાં બાળકોમાં ગિટાર, તબલા, ડ્રમ, હારમોનિયમ બાદ માઉથ ઓર્ગન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે, આ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને જોઇને નહીં પણ ઘ્યાનપૂર્વક વગાડવામાં આવે છે. વળી આ ઇન્સ્ટ્રુમેન્ટ એક ઇંચથી લઇને ત્રણ ફૂટ સુઘીનું હોય છે. જેની કંિમત ત્રણસો રૂપિયાથી લઇને પાંચ લાખ સુઘીની છે. અમદાવાદમાં પણ આવી એક ક્લબ છે કે જ્યાં શહેરના કેટલાંક બાળકો અને ઉંમરલાયક કલાકારો એકત્ર થઇને માઉથ ઓર્ગન વગાડે છે. વળી માઉથ ઓર્ગન વગાડતા કલાકારો માટે હાર્મોનિકા ક્લબ ઓફ ગુજરાત પણ છે. જે કલાકારો પર્ફોમ કરીને જે પૈસા મળે એની ચેરીટી પણ કરે છે.
પરેશભાઇ ભાટીયા કહે છે કે, માઉથ ઓર્ગનમાં ૧૬ હોલ અને ૬૪ સૂર છે. અન્ય વાદ્ય જોઇને વગાડવામાં આવે છે. જ્યારે માઉથ ઓર્ગન જોઇને નહીં પણ ઇમેજીન કરીને વગાડવામાં આવે છે. અહીં હું , મનોજ રાઠોડ, આદિત સંઘાની, ઐશ્વર્યા જોષીપુરા, સાક્ષી પાટણકર, વ્રજ ખાંડવાલા, ઘ્રિતી વોરા વગેરે એકત્ર થઇને માઉથ ઓર્ગન વગાડીએ છીએ. છ વર્ષથી માંડીને ૬૫ વર્ષની ઉંમરના કલાકારો માઉથ ઓર્ગન વગાડે છે. હું છેલ્લા ૩૮ વર્ષથી માઉથ ઓર્ગન વગાડું છું. બસ પહેલેથી જ મને મ્યુઝિક પ્રત્યે લગાવ હતો. પરંતુ હું કોઇની પાસેથી માઉથ ઓર્ગન વગાડવાનું શીખ્યો નથી. માઉથ ઓર્ગન ટ્રેમોલો, ડાયાટોનિક અને ક્રોમેટીક એમ ત્રણ પ્રકારના હોય છે. ક્રોમેટીકમાં તમામ સોંગ પ્લે કરી શકાય છે. મારી પાસે એક ઇંચનું પણ માઉથ ઓર્ગન છે. વળી સૌથી મોટુ પાંચ ફૂટનું માઉથ ઓર્ગન યુરોપ અને અમેરીકામાં જોવા મળે છે. માઉથ ઓર્ગન વગાડવામાં આર.ડી.બર્મનનું નામ ભૂલી ના શકાય. તેમણે સૌપ્રથમ માઉથ ઓર્ગન હૈ અપના દિલ તો આવારા... અને છેલ્લે સત્તે પે સત્તા ફિલ્મમાં જીંદગી મિલકે બિતાયેગે... સોંગમાં પ્લે કર્યું હતું. પણ માઉથ ઓર્ગન વગાડવામાં વર્લ્ડ્‌સ બેસ્ટ આર્ટિસ્ટ લેરી એડલર અને બ્રેન્ડમ લી છે.
ઇન્કમટેક્સ ખાતે રહેતી નવ વર્ષીય ઘ્રિતી વોરા કહે છે કે, મને મ્યુઝિકનો શોખ છે. મારા ડેડીએ મને માઉથ ઓર્ગન વગાડવા માટે ઇન્સપાયર કરી છે. આજે હું સારી રીતે તે પ્લે કરી શકું છું. આ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે અન્યથી અલગ પડે છે. પાલડીમાં રહેતો ૯ વર્ષીય આદિત સંઘાની કહે છે કે, આ ઇન્સ્ટ્રુમેન્ટ હેન્ડી અને કેરી કરવામા ઇઝી છે. જેમા વેરીએશન હોય છે અને તમામ સોંગ પ્લે કરી શકાય છે. હર્ષ વોરા કહે છે કે, જ્યારે પણ આપણે એકલા હોઇએ કે પછી ક્યાંક બહાર ગયા હોઇએ ત્યારે પણ આ સાથે લઇ જઇ શકાય છે. એકલા હોઇએ તો વગાડીની એકલતા દૂર કરી શકાય છે. વળી હેલ્થ માટે પણ સારુ છે અને ફેફસા મજબૂત બને છે.
નિકીશ ખાંડવાલા કહે છે કે, મારો દિકરો વ્રજ ૧૦ વર્ષનો છે. જે માઉથ ઓર્ગન પ્લે કરે છે. મારા પિતાજી પણ માઉથ ઓર્ગન પ્લે કરતા હતા, હું પણ કરું છુ અને મારો દિકરો પણ. આ બહુ ફ્રેન્ડલી ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમાં ઇલેક્ટ્રીસીટીની પણ જરૂર પડતી નથી. વળી આમાં બહુ જૂના સોંગ સારી રીતે વગાડી શકાય છે. પ્રાચી જોષીપુરા કહે છે કે, મારી દિકરી મોહીત ચૌહાણને ઇન્સપાયર થઇ છે. પરંતુ હું એવુ માનુ છુ કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછુ એક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું જોઇએ. માઉથ ઓર્ગનમાં મુખ્યત્વે નીજાનંદ છે. આ વાદ્ય બહુ ઝડપથી શીખી શકાય છે. વળી તેમાં મનની એકાગ્રતા પણ વઘ છે. ઘણા દેશોમાં તો ડિપ્રેશનના મારક તરીકે માઉથ ઓર્ગનની થેરાપી પણ અપનાવા લાગે છે. આ વાદ્ય મનને બહુ ઝડપથી એકાગ્ર-શાંત બનાવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved