Last Update : 18-July-2012, Wednesday

 

જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે

- નિફ્‌ટ અને ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતના ટ્રાયબલ વિસ્તારની વિદ્યાર્થિનીઓને સિલાઇકામ, ફિનિશીંગ અને કટીંગની મલ્ટીસ્કીલ ટ્રેનંિગ આપવામાં આવી રહી છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશનલ ટેકનોલોજી (નિફ્‌ટ)માં દસમાં અને બારમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ આઘુનિક સિલાઇ મશીનો પર ઇન્ટરનેશનલ લેવલની ફેશનને શીખી રહી છે. ફેશન ટેકનોલોજીનું જ્ઞાન માત્ર મુઠ્ઠીભર સ્ટુડન્ટસ પુરતુ સીમિત ન રહે અને છેવાડાના ગામનો વિદ્યાર્થી પણ આજના ફેશનેબલ અને આઘુનિક કલ્ચર સાથે કદમતાલ મિલાવી શકે તે હેતુથી ગવર્મેન્ટના ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીના સહયોગથી ગુજરાતના ટ્રાયબલ વિસ્તારની વિદ્યાર્થિનીઓને ફેશન, સિલાઇકામ, કટીંગ, ફિનિશીંગની મલ્ટીસ્કીલ ટ્રેનંિગ આપવામાં આવી રહી છે.
ગુજરાતના ટ્રાયબલ બેલ્ટમાં એજ્યુકેશનનું પ્રમાણ ઘણાં અંશે ઓછું છે. આથી હુનર ઉદ્યોગ જેવા કામો શીખીને પોતાના પરિવાર મદદરૂપ થઇ શકે, સ્વનિર્ભર બની શકે અને આઘુનિક ટેકનોલોજીનું જ્ઞાન મેળવીને મેઇનસ્ટ્રીમ સાથે જોડી શકાય, આ અંગે નિફ્‌ટના ડાયરેક્ટર સમીતા રાજોરા(આઇએફએસ) કહે છે કે ‘ટેકક્ષટાઇલ અને ફેશનમાં મોટું રિવોલ્યુશન આવ્યું છે, માટે છેવાડાના ગામમાં ભણતી વિદ્યાર્થિની પણ સ્વનિર્ભર બની શકે અને બહોળા વર્ગ સુધી ટેક્ષટાઇલ્સ અને ફેશનનું જ્ઞાન મળવું જોઇએ.’
છેલ્લાં બે વર્ષથી ૧૫૦ જેટલી ટ્રાયબલ વિસ્તારની વિદ્યાર્થિનીઓ નિફ્‌ટ દ્વારા સિલાઇકામ, કટીંગ અને ફિનિશીંગના પાઠ શીખવાડીને તેમને પોતાની આસપાસના વિસ્તારમાં આવેલી કંપનીમાં જોબ કરી રહી છે. આ અંગે પ્રો. પવન ગોડીઆવાલા કહે છે કે ‘માત્ર સર્ટીફિકેટ મેળવા માટે ટ્રેનંિગ નથી અપાતી પરંતુ અહીંથી શીખીને આ વિદ્યાર્થિની આગળ વધી શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’
વાંસદા તાલુકાની વતની ટીના પટેલ કહે છે કે અહીં વિવિધ સિલાઇ મશીનો પર સિલાઇ કામ શીખવવામાં આવી રહ્યું છે, અમારા વિસ્તારમાં છોકરી ખૂબ ઓછું શિક્ષણ મેળવતી હોય છે, અને ભાગ્યેજ બહાર જઇને એકલાં કામ કરી શકે તેવી છૂટછાટ આપવામાં આવતી હોય છે. પરંતુ નાના હુનર ઉદ્યોગ શીખીને આગળ પોતાનું ભવિષ્ય ઘડી શકે તેવી વ્યવસ્થા આજ સુધી કરવામાં આવી નથી. આ ઉપરાંત અમારા આદિવાસી વિસ્તારની સ્થાનિક ડિઝાઈનો પણ અમે નિફ્‌ટ સાથે શેર કરીએ છીએ.
અહીંના મશીનો, ટેકનોલોજી અદ્યતન અને અદ્દભૂત છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે અહીં મેજરમેન્ટ નક્કી કરવામાં આવે છે. જેનો સીઘો ફાયદો મળે છે. આ પ્રોગ્રામના કારણે અમે સાવ પછાત વિસ્તારમાંથી સીઘા ફેશન માર્કેટના હાઈવે પર આવી ગયા છીએ. જે અમારા માટે એક આનંદની બાબત છે.

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved