Last Update : 18-July-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

એનડીએની વ્યૂહરચનાની ટીકા
નવી દિલ્હી, તા.૧૭
પશ્ચિમ બંગાળના દાર્જીલીંગ મતવિસ્તારના લોકસભાના ઉમેદવાર સાંસદ અને ભાજપના સીનિયર નેતા જશવંતસિંહને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે એનડીએ એ પસંદ કરેતા હવે તેમની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની વ્યૂહ રચના અંગે ટીકા થઈ રહી છે. ભાજપના કેટલાક લોકો માને છે કે રાષ્ટ્રપતિ પદ માટે એનસીપીમાંથી હકાલપટ્ટી પામેલા પી.એ. સંગમાને ટેકો આપવાના બદલે ેએનડીએએ પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની જરૃર હતી. યુપીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હમીદ અંસારી સામે જે વ્યૂહરચના અપનાવાઈ તે પ્રણવ મુખરજી સામે શા માટે ના અપનાવાઈ તે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. જો એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદ માટે તેનો પોતાનો ઉમેદવાર ઉભો રખાત તો જેડી(યુ) અને શિવસેના જેવા સાથી પક્ષો પ્રણવ મુખરજીને ટેકો ના આપત. આ બંને સાથી પક્ષો જશવંતસિંહને ટેકો આપી રહ્યા છે. જોકે ભાજપમાં વ્યૂહચરના કરનારા આ વાત સાથે સંમત નથી. કેમકે સંગમાને ટેકો આપવાના કારણે બીજેડી અને અન્ના ડીએમકેના નેતાઓ નવીન પટનાયક અને જયલલિતાની નજીક જઈ શકાયું હતું.
જશવંતસિંહની ચડ-ઉતર
જશવંતસિંહની રાજકીય કારકિર્દીમાં ઘણી ચડ-ઉતર આવી છે. લશ્કરના આ ભૂતપૂર્વ મેજર અંગે આ લખનારને યાદ છે કે જશવંતસિંહ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે સંરક્ષણ અંગે બે કલાકથી વધુ સમય માટે બોલ્યા હતા. તેમને સાંભળનારામાં વીઆઈપી ગેલેરીમાં લશ્કરની ત્રણેય પાંખના વડાઓ પણ હતા. ૧૯૯૮ થી ૨૦૦૪ દરમ્યાન એનડીએના શાસન દરમ્યાન તેમણે છ મંત્રાલયોનો હવાલો સંભાળ્યો હતો. ૨૦૦૪ થી ૨૦૦૯ દરમ્યાન તે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે હતા.
ઝીણા એપિસોડ
જશવંતસિંહ જ્યારે વિદેશ પ્રધાન હતા ત્યારે તેમણે લાહોર-દિલ્હી બસ શરૃ કરાવી હતી અને અમેરિકા સાથે વ્યૂહાત્મક મંત્રણાનો દોર શરૃ કર્યો હતો. જ્યારે ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટનું પ્રવાસીઓ સાથે અપહરણ થયું ત્યારે તેમને છોડાવવા તે ત્રાસવાદીઓને સાથે લઈને કંદહાર ગયા હતા. માત્ર આટલું જ નહીં ઝીણા અંગે તેમની બુકમાં પ્રશંસા બદલ ઓગસ્ટ ૨૦૦૯માં તેમની હકાલપટ્ટી કરાઈ હતી. જો કે ૨૦૧૦માં તેમને પક્ષમાં પાછા લેવાયા હતા.
ટાઈમ મેગેઝીન કા સચ...
કેટલાક દિવસ પહેલાં ટાઈમ મેગેઝીને ભારતના વડાપ્રધાનને અંડર એચિવર ગણાવીને કવર સ્ટોરી બનાવી હતી. ટાઈમ મેગેઝીને જે કંઈ લખ્યું તે અંગે સરકાર ગંભીર નહોતી. પરંતુ હકીકતો હવે સ્પષ્ટ થઈ રહી છે. વડાપ્રધાન જેના ચેરમેન છે તે આયોજન પંચે તૈયાર કરેલા વિઝન ડોક્યુમેન્ટમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ છે. ટાઈમ મેગેઝીને તેનો ઉપયોગ કર્યો છે. સીનારીયો-શેપિંગ ઈન્ડિયાઝ ફ્યુચર નામની બુકલેટમાં આદર્શ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ અને અણ્ણા હજારેની મુવમેન્ટનો ઉલ્લેખ છે. આ મુદ્દાઓના રેફરન્સનો ટાઈમ મેગેઝીને ઉપયોગ કર્યો છે. તે દર્શાવે છે કે સરકાર અને પ્રજા વચ્ચેનું અંતર વધતું જાય છે. ભ્રષ્ટાચારના કારણે સરકાર પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠી હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે.
છોકરીઓ લાગણીશીલ...
છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા વધુ છે એ વાતમાં ભલે અન્ય મેટ્રોની જેમ દિલ્હીનો સમાવેશ થતો હોય પરંતુ દિલ્હીમાં બાળકને દત્તક લેવાની વાત આવે તો લોકો છોકરીને વધુ પસંદ કરે છે. છેલ્લા એક દાયકામાં છોકરીઓને દત્તક લેવાની ટકાવારી વધી છે. સ્ટેટ એડોપ્શન રીસોર્સ એજન્સીના આંકડા અનુસાર ગયા વર્ષે ૧૫૦ બાળકો દત્તક લેવાયા હતા તેમાં ૯૮ છોકરીઓ હતી. દત્તક બાળકમાં છોકરી પસંદ કરતા વાલીઓએ જણાવ્યું હતું કે છોકરીઓ લાગણીના બંધન સાચવે છે. તેવી અપેક્ષા છોકરાઓ પાસે રખાતી નથી.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved