Last Update : 18-July-2012, Wednesday

 

નકામી વસ્તુઓથી મારું ઘર ભરાઈ જશે !

ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ

ભક્તકવિ કુંભનદાસની પ્રભુભક્તિની રચનાઓ સાંભળીને સ્વયં રાજા માનસંિહને એમના દર્શન કરવાની તાલાવેલી જાગી. ભક્તના દર્શન રાજવી તરીકે કરવાને બદલે અજાણ્યા માનવી તરીકે કરવાનો વિચાર કર્યો, આથી રાજા માનસિહ વેશપલટો કરીને આ ભક્તકવિના ગામમાં અને તેય એમના ઘરમાં પહોંચી ગયા. આ સમયે કુંબનદાસ બહાર જવા માટે તૈયાર થતા હતા એટલે એમણે એમની પુત્રીને કહ્યું, ‘બેટા, મારે મસ્તક પર તિલક કરવાનું બાકી છે, માટે તું આરસી લાવ.’
પુત્રીએ ઉત્તર આપ્યો, ‘પિતાજી, ઘરમાં જે આરસી હતી, એ તો બિલાડીએ ફોડી નાખી છે અને બીજી આરસી ખરીદી શકાય એવી સગવડ નથી.’
‘એની કોઈ ચંિતા નહી. એક કામ કર. એક પાત્રમાં જળ ભરીને લાવ એટલે જળમાં પડેલી છાયા જોઈને હું તિલક કરી લઈશ.’
કુંભનદાસની પુત્રી એક તૂટેલા પાત્રમાં જળ લાવી અને કવિ કુંભનદાસે જળમાં મુખનું પ્રતિબંિબ જોઈને મસ્તક પર તિલક કર્યું. કુંભનદાસ આનંદભેર પોતાની પદરચના ગાઈ રહ્યા હતા. ઘરમાં અરીસો નહીં હોવાનો એમને કોઈ અફસોસ નહોતો. બહારની ઘટના એમના મનને અસ્પર્શ્ય હોય એમ લાગતું હતું. કવિની ભક્તિ અને મસ્તી જોઈને રાજા માનસંિહે વિચાર્યું કે પોતાની પાસે અઢળક સંપત્તિ છે, વિશાળ રાજ્ય છે, સઘળી સુવિધા છે, પાણી માગે ત્યાં દૂધ મળે છે. એમ છતાં મનમાં સતત અસંતોષ પ્રજવળ્યા કરે છે, જ્યારે આ મહાન કવિ પાસે તિલક કરવા માટે આરસી નથી છતાં એનો એમને લેશમાત્ર અફસોસ નથી. બલ્કે જીવનનો આનંદ જ છલકાય છે.
રાજા માનસંિહ બીજે દિવસે કુંભનદાસને મળવા આવ્યા, ત્યારે પોતાની સાથે સોને મઢેલી આરસી અને એક હજાર સોનામહોરોની થેલી લઈને આવ્યા હતા. વળી રાજા માનસિહે ગઇકાલે જોયેલી ઘટનાની વાત કરીને કવિ કુંભનદાસને કહ્યું, ‘આપના ઘરમાં અરીસો પણ ન હોય, તે કેવું કહેવાય ?’
કુંભનદાસે કહ્યું, ‘અરીસો હોય કે ન હોય, તેથી કોઈ ફેર પડતો નથી. મારે કામ તો તિલક કરવાનું છે અને તે આ જલપાત્રથી નિરાંતે થાય છે.’
‘પણ હવે આપને આવા જલપાત્રની જરૂર નહીં રહે. આ સુવર્ણમંડિત આરસી તમને ભેટ આપું છું અને સાથે ખર્ચ કરવા માટે એક હજાર સોનામહોરોની થેલી આપું છું.’
કુંભનદાસે નમ્રતાથી કહ્યું, ‘મહારાજ, મારા પર એક કૃપા કરશો ?’
‘આપના પર કૃપા ? હું કંઈ રીતે કરી શકું ? મારે આપની કૃપાની જરૂર છે.’ રાજા માનસિહે કહ્યું.
‘ના, હવે એટલી કૃપા કરજો કે મારે ઘેર આવો ત્યારે આવી બધી નકામી અને બિનજરૂરી વસ્તુઓ લઇને આવશો નહીં. નહી તો આવી નકામી વસ્તુઓથી જ મારું ઘર ભરાઈ જશે.’

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved