Last Update : 18-July-2012, Wednesday

 

જાણે આસમાનને રંગવાનો પ્રોજેક્ટ!

વિવિધા - ભવેન કચ્છી

- એફિલ ટાવરનું કલરકામ ૨૦૧૫માં થશે પણ તૈયારી અત્યારથી જ કરવી પડે
- ૩૨૪ મીટર ઊંચો અને ૨૫,૦૦,૦૦૦ ચો.મિ. જેટલું લોખંડ ધરાવતા એફિલ ટાવરને રંગવા માટે ૬૦ ટન પેઈન્ટ વપરાય છે
- હવે તો એફિલ કે જેનું ખરૂ નામ આઇફેલ ટાવર છે તેના કરતા વિશ્વમાં ૨૯ ઊંચી ઈમારતો બની ચૂકી છે

વિશ્વના અજાયબી સમાન પેરિસના એફિલ (આઇફેલ) ટાવરને દર સાત વર્ષે રંગવામાં આવે છે. ૧૮૮૯માં વિશ્વ સમક્ષ ભેટ મુકવામાં આવેલ આ ઉત્કૃષ્ટ અને અનોખા સ્મારકનું અત્યાર સુધી ૧૭ વખત કલરકામ કરવામાં આવ્યું છે. હવે ૨૦૧૫માં આ હેરતભર્યું કામ થશે પણ, તેની તૈયારી અઢી વર્ષ પહેલા એટલે કે અત્યારથી જ શરૂ કરી દેવી પડે છે. એફિલ ટાવરના મેઈન્ટેનન્સ માટે વર્ષ દરમ્યાન સંશોધનો થતા જ રહે છે. આ માટે નિમાયેલી ખાસ કમિટિ આ સંશોધનો અને સૂચનોનો અમલ કરવામાં ઉત્સાહ બતાવતી હોય છે. વિશેષ કરીને તેની આવરદા, સલામતિ અને ઘસારાના સંદર્ભમાં જે પણ કરવાનું હોય તે કલરકામ પહેલા કરી દેવું પડે છે. એફિલ ટાવરને માટે ૬૦ ટન પેઈન્ટ વપરાયો હોય છે તેમાંથી ૧૫ ટકા રંગ પાંચ-છ વર્ષમાં જ ઉખડતો જાય છે. આ ભાગને ઘસવાનું કામ અમૂક અઠવાડિયાના અંતરે શરૂ થઇ જાય છે.
આ વખતે કલરકામ અગાઉ તમામ માળખાને ઝીંકનું કોટંિગ કરીને ગેલ્વેનાઇઝ કરવાનું સૌપ્રથમ વિચારાઇ રહ્યું હોઇ આ પ્રક્રિયા આગામી મહિનાથી જ શરૂ થઇ જશે. ૬૦ ટન પેઈન્ટ અને ૧૦ ટન પ્રાઈમા ખરીદવા માટેની પારદર્શક ઓર્ડર પઘ્ધતિ રહે તે માટે દર વખતે નવા ટેન્ડર મંગાવવામાં આવે છે. એફિલ ટાવરમાં કુલ બે લાખ ચોરસ મીટર જેટલું લોખંડનું કામ થયું છે તે કાટથી મુક્ત રહે તે માટેની ટેકનીક પણ કેન્દ્રસ્થાને છે. એન્ટી કોરોઝોન કામ જ એક વર્ષ ચાલે છે.
મેઇન્ટેનન્સ કમિટી એફિલ ટાવરનો રંગ અવારનવાર બદલે છે. કંપનીને અત્યારથી જણાવી દેવું પડે છે કે કયો રંગ અને શેડ રાખવો. હાલ એફિલ ટાવરનો રંગ બ્રાઉનનો એક શેડ છે.
૨૬ કરોડ પ્રવાસીઓ એફિલ ટાવરની મુલાકાત લઇ ચૂક્યા છે. ૩૨૦ મીટર (૧૦૫૦) ફૂટની ઊંચાઇનો એફિલ ટાવર બીજી રીતે કહીએ તો ૮૧ માળની ઈમારત જેટલો ઊંચો છે.
તેને પેઇન્ટ કરવાનો ખર્ચ ૫૩ લાખ ડોલર એટલે કે અંદાજે રૂા. ૩૦ કરોડ થાય છે. તેનું વાર્ષિક ઈલેકટ્રીક બિલ રૂા. સવા બે કરોડ જેટલું આવે છે. હાલની કંિમતે એફિલ ટાવર બનાવીએ તો તેનો ખર્ચ રૂા. ૨૬૪૦૦૦૦૦૦૦૦ થાય.
૨૦૧૧માં બનેલ જાપાનનો ટોકિયો સ્યાક ટ્રી એફિલ ટાવર કરતા લગભગ બમણી (૬૩૪ મીટર) ઊંચાઇ ધરાવે છે. જે પણ સ્ટીલનો બનેલ છે. એફીલ કરતા તે પછી વિશ્વમાં ૨૯ ટાવર કે બિલ્ડીંગ ઊંચા બની ચૂક્યા છે. જેમાંના છ તો ચીનમાં છે. અમેરિકામાં ત્રણ અને જાપાનમાં બે ટાવર એફિલ કરતા ઊંચા છે. આ ટાવરો સ્ટીલ, કોંક્રિટ કે ‘લેટિસ’ બનાવટના છે.
ફરી એફિલ ટાવરનાં કલરકામ પ્રોજેક્ટની દંગ થઇ જવાય તેવી વાતો આગળ ચલાવીએ.
વિશ્વના શ્રેષ્ઠ અને અજાયબ બાંધકામોમાં જેની ગણના થાય છે તેવા પેરિસમાં આવેલ એફિલ ટાવરને કલર કામ થતું હોય ત્યારે કેવું લાગે? ૩૦૦ મીટર એટલે કે ૯૮૪ ફૂટ ઊંચાઇ ધરાવતો એફિલ ટાવર જેમણે બનાવ્યો હતો તે કુશાગ્ર ઈજનેર એલેકઝાંડર ગુસ્તાવે એફિલે આ ટાવરની સોંપણી કરતા ખાતરી માંગી હતી કે દર સાત વર્ષે એફિલ ટાવરને કલર કરવામાં આવતો હોય છે. આ એક ખૂબ જ જોખમી, ભગીરથ અને જટીલ કામ છે. માત્ર તેની ગગનચુંબી ઊંચાઇની રીતે જ નહીં પણ અવનવી વળાંકો સાથેની લોખંડની જે ગૂંથણી કરવામાં આવી છે તેને બહારથી અને અંદરથી રંગાતો હોય તેની કલ્પના કરીએ તો પણ હેરત અને રોમાંચ ઊભું કરતું દ્રશ્ય ખડું થઇ જાય છે. ૬૦ ટન જેટલું પેઈન્ટ તેને કલર કરવા માટે વાપરવામાં આવે છે. ત્રણ વિભાગમાં એફિલ ટાવરને કલર માટે વહેંચવામાં આવતો હોય છે. બે ગુસ્તાવે એફિલ લોખંડના બાંધકામ ક્ષેત્રનો જીનિયસ અને પ્રણેતા મનાય છે. તેણે ૧૮૮૯માં ટાવર પૂરો કર્યો ત્યારે કહ્યું હતું કે લોખંડને નિયમિત અંતરે પૉલિશ અને કલર કરતા રહેશો તો જ ટાવરને કે કોઇ પણ લોખંડને રંગવાની હિમાયત કરી હતી. આજે પણ એફિલ ટાવરને હાથ વડે બ્રશથી કલર કરવામાં આવે છે. આ કલર પ્રોજેક્ટ કુલ ૧૭ મહિના ચાલે છે. જે દરમ્યાન આ માટેના ખાસ નિષ્ણાત ૨૫ જેટલા કલર કામ કરનારાઓ ૧૫૦૦ જેટલા બ્રશ ઘસી કાઢી એફિલ ટાવરનું રંગકામ પૂરું કરતા હોય છે.
એફિલ ટાવરને રંગતા કારીગરો જીવસટોસટનો ખેલ ખેલાતો હોય તેવું શ્વાસ અઘ્ધર કરી દેતું કાર્ય કરે છે. કલર કામ જાણતા બધા જ કારીગરો આવી ઊંચી ઈમારતોને રંગી શકે તે જરૂરી નથી. આ એક અલગ કસબ, હંિમત અને નટ બજાણિયાના ખેલ ખેલવા જેવું કામ છે. આ માટેના ખાસ કલર કામ કરનારા હોય છે.
અગાઉના વર્ષોમાં કાથીના દોરડા અને લાકડાની બાજઠ પર બેસીને ૩૦૦ મીટરની ઊંચાઈએ લટકીને કારીગરો જીવના જોખમે કલર કામ કરતા હતા. હવે લોખંડની સાંકળ અને પડવાની જગાએ અકસ્માત થાય તો લટકી પડાય તેવું ‘સ્ટીલ સ્કાફોલ્ડંિગ’ વપરાય છે. કલરના છાંટા નીચેના ભાગમાં ના પડે તેમજ અકસ્માત થાય તો કારીગર લોખંડ જોડે અફળાઇને મૃત્યુ ના પામે તે માટે જ્યાં કામ ચાલતું હોય ત્યાં ખાસ બનાવટની જાળ (સેફટી નેટ) બાંધવામાં આવે છે. કુલ ૨૨૦૦૦ ચોરસ મીટર જેટલી જાળનો ઉપયોગ કરવામાં આવે છે. એફિલ ટાવરને એક વખત હાથ વડે બ્રશથી કલર કરવાની જગાએ સ્પ્રેથી કલર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ પર્યાવરણ લોબીએ આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો હતો કેમ કે ૬૦ ટન જેટલો કલર સ્પ્રેને કારણે વાતાવરણમાં રંગ કણો અને કેમિકલની અસર ફેલાવે તે ખતરનાક પ્રદૂષણ પુરવાર થઇ શકે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેને બનાવનાર એફિલની લાગણી પણ બ્રશકામની જ હતી તે પણ યાદ કરવામાં આવ્યું હતું.
ઘણાને ખબર નહીં હોય એફિલ ટાવર એ ફ્રેન્ચ ક્રાંતિની શતાબ્દીની સ્મૃતિમાં બનાવાયેલ સ્મારક છે. ૧૭૯૯ પછી યુરોપનો નકશો બદલનાર ફ્રેન્ચ ક્રાંતિ થઇ હતી. તેની શતાબ્દીની દબદબાપૂર્વક અને યાદગાર ઉજવણી કરવા માટે તત્કાલીન ફ્રાંસની સરકારે વિચાર્યુ હતું. અન્ય ઉજવણી ઉપરાંત એવું પણ નક્કી કરવામાં આવ્યું કે શતાબ્દી નિમિત્તે એક કાયમી સ્મારક બનાવવું. આ માટે ફ્રાંસ સરકારે એક રાષ્ટ્રવ્યાપી ડિઝાઇનરો માટેની સ્પર્ધા જાહેર કરી હતી. ૧૦૦થી પણ વઘુ ડિઝાઇનરોએ આ માટે તેમના પ્રોજેક્ટની ફાઇલ મોકલી હતી જેમાં ગુસ્તાવે એફિલ નામના તે વખતે જ લોખંડના બાંધકામમાં જગવિખ્યાત થઇ ગયેલા ઈજનેરે પણ એન્ટ્રી મોકલી હતી. માત્ર લોખંડના ટુકડાઓને રીવેટથી જોડીને ૩૦૦ મીટર ઊંચાઇનો ટાવર ખડો કરવાની તેની યોજના જોઇને ફ્રાંસ સરકા સ્તબ્ધ થઇ ગઇ. તે વખતની તે વિશ્વની સૌથી મોટી ઈમારત બને તેમ હતી, પણ કોઇ પણ પથ્થર, કપચી, સિમેન્ટના પાયા કે ચણતર વગર આટલો ઊંચો ટાવર બાંધવાના પ્રસ્તાવની વાતો વહેતી થઇ તે સાથે જ સમગ્ર ફ્રાંસમાં તેની સલામતીના પ્રશ્ને તેમજ જો તે નિષ્ફળ જાય તો વિશ્વભરમાં ફ્રાંસની ફજેતી થાય તેવો ભય વ્યક્ત કરી ખાસ્સો હોબાળો મચ્યો હતો. પણ એફિલે તે પહેલાં જ રેલ આયર્ન બ્રિજો બનાવીને વિશ્વમાં ખાસ્સો જાણીતો થઇ ગયો હતો. એટલે સુધી કે અમેરિકાના ‘સ્ટેચ્યુ ઓફ લીબર્ટી’નું સ્ટીર ફ્રેમંિગ તેમજ એરોડાયનેમિક કામ તેણે જ કર્યું હતું. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે એફિલ ટાવર જેટલી ઊંચી કોઇ ઈમારત વિશ્વમાં નહોતી બની તેથી આ અખતરો કરવો કે કેમ? બીજો વિવાદ એ હતો કે આટલી ઊંચાઇએ પ્રચંડ હવાના દબાણ તેમજ વાતાવરણની સામે આ રીતે માત્ર લોખંડની પટ્ટીઓથી જોડેલ કોઇ ઈમારત ઝીંક ઝીલી શકે ખરી? ક્યાં સુધી?
અંતે એફિલની ખાતરી અને તેનો બાંધકામ રેકોર્ડ જોતાં તેને ટાવર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો. બે વર્ષમાં જ તેણે ટાવર બનાવી ૧૮૮૯ની ફ્રેન્ચની શતાબ્દીની ઉજવણીના દિવસે તે સરકારને સોંપી દીધો.
એફિલ ટાવરમાં ૭૦૦૦ ટન જેટલું લોખંડ વાપરવામાં આવ્યું, કુલ ૧૮૦૦૦ જેટલી લોખંડની પટ્ટીઓને ૨૫,૦૦,૦૦૦ રીવેટોથી જોડવામાં આવી છે. એફિલ ટાવર ત્રણ મજલામાં બનાવાયો છે. નીચેથી છેક ટોચ સુધી લિફટમાં જઇ શકાય છે ટોચ પરથી એક બાજુ જૂના અને બીજી બાજુ નવા પેરિસનું ભવ્યાતિભવ્ય પેનારેમિક વ્યુ જોઇ શકાય છે. નીચે સીન નદી વહે છે.
એફિલ ટાવર જોઇ વિશ્વ દંગ થઇ ગયું. ગુસ્તાવ એફિલને ‘મેજીશ્યન ઓફ આર્યન’નું બિરુદ આપવામાં આવ્યું. લોખંડના ચાર અંદર તરફ વળેલ પાયાને એવી રીતે જોડવામાં આવ્યા છે કે તેની પર લોખંડની પટ્ટીઓ રીવેટોથી ફીટ કરી એક ટાવર ખડો કરવામાં આવ્યો છે. હવાના દબાણ સામે લોખંડનો આવો ટાવર ટકી રહે તે માટે લોખંડની પટ્ટીઓનો વળાંક કરી તેને એવા આકારમાં જોડવી પડે કે દબાણ, વાવાઝોડું તે ઝીલી શકે. ઊંચી ઈમારતોને બનાવવામાં હવાના દબાણના સંદર્ભમાં લોખંડની એંગલ આપીને બાંધકામ કરવું અતિ અનિવાર્ય છે. આ ક્ષેત્રને ‘એરોડાયનેમિક્સ’ કહેવાય છે. એફિલની આ ક્ષેત્રમાં માસ્ટરી અને જગવિખ્યાત પકડ હતી. કિલ્લા જેમ કેન્દ્રસ્થાનેથી ગોળાઇ કે વળાંગ આપવાનો ‘આર્ક’ સિદ્ધાંત સમજવો જરૂરી છે.
પછી તો એફિલ ટાવરની ઊંચાઇનો ફાયદો ઉઠાવવા તેની ટોચે રેડિયો કોમ્યુનિકેશન તેમજ હવામાન ખાતાનું એન્ટેના પણ ગોઠવવામાં આવ્યું છે. પહેલા માળે રેસ્ટોરન્ટ છે. એફિલ તથા અન્ય એન્જિનિયરો, ડિઝાઇનરો, બાંધકામ દરમ્યાન રહેતા હતા તે ટાવર પરની રૂમો પણ પ્રવાસીઓ માટે સાચવી રાખવામાં આવી.
ગુસ્તાવે એફિલનો જન્મ સુથારીકામ કરતા તેમજ કોલસાનું વેચાણ કરતા સાવ સામાન્ય કુટુંબમાં ૧૮૩૨માં થયો હતો. ૧૮૫૫માં તેણે એન્જિનિયરંિગ કોલેજમાં ડિગ્રી મેળવી હતી. પ્રથમ નોકરી બોરડેક્સની સ્ટીમ એન્જિન બનાવતી કંપનીમાં કરી હતી. તેની કંપની વતી કેટલાક અમેરિકા, પોર્ટુગલ અને અન્ય દેશોના લોખંડના બાંધકામના મોટા પ્રોજેક્ટોમાં તેણે મહત્ત્વની કામગીરી નોંધાવી હતી. ત્યાર પછી તેણે નોકરી છોડી તેનો સ્વતંત્ર બિઝનેસ કર્યો. ૧૮૮૬માં ન્યુયોર્કના સ્ટેચ્યુ ઓફ લીબર્ટીનું કામ પણ તેણે જ કર્યું હતું. મેટલ કન્સ્ટ્રકશનમાં તેનું સ્પેશ્યલાઇઝેશન હતું. તે માત્ર એન્જિનિયર જ નહીં પણ દ્રષ્ટા હતો. ફ્રાંસની ડોઓરો નદી પર તેણે લોખંડનો કિલ્લાકાર વળાંક આપી પટ્ટીઓને રીવેટથી જોડીને ૫૪૦ ફૂટ ઊંચો આર્મન બ્રિજ બનાવી દુનિયાને તેની પ્રતિભાનો પરિચય કરાવ્યો. વર્ષો સુધી તે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ગણાયો. નદીના પ્રવાહથી ૪૦૦ ફૂટની ઊંચાઇએ આ બ્રિજ બન્યો હતો. એફિલ ટાવરની જેમ બ્રિજ પણ ટેકનિકલ ભાષામાં કહીએ તો તે ન્ચાૌબી ૈંર્િહ ર્ઉંિ એટલે કે લોખંડની પટ્ટીઓને એરડાયનેમિક સિદ્ધાંત નજરમાં રાખી શકે, વળાંક આપી એકબીજાથી જોડીને બનાવવામાં આવ્યો હતો.
આજે આપણે જે માઇક્રોવેવ ટાવર, રડાર, ટી.વી. ટાવર, ઈલેક્ટ્રિક ટાવર, પાવર હાઉસથી ટાવરો કે લોખંડના બ્રિજ જોઇએ છીએ અને તેના પગલે આપણને જે સુવિધા પ્રાપ્ત થઇ છે તેની પાછળ ગુસ્તાવે એફિલ જેવા જિનિયસનું યોગદાન છે.*

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved