Last Update : 18-July-2012, Wednesday

 

હૃદયને સ્પર્શતો પ્રેમ તમને ધરમૂળમાંથી બદલી શકે છે...!?

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

- આ જગતમાં એ લોકો સુખી નથી જેઓ પોતાની જ રીતે જીવી જાણે છે. નિસ્વાર્થ પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ કરનાર વ્યક્તિની સમગ્ર જંિદગી લીલીછમ... ભીની...ભીની... બની જાય છે.

ક્યાં સુધી તમે સવારના પહોરમાં આમ છાપામાં માથું નાખીને બેઠા રહેશો?... તમારી આ ઘર પ્રત્યે અને અમારા પ્રત્યે કોઈ જવાબદારી છે જ નહિ કે શું? માલિનીબેન તાડુક્યાં.
‘તે મારે શું તમને ગળે બાંધીને ચાલવાનું? મને મારા માટે પણ કોઇ સ્પેસ જોઈએ કે નહિ?’ કેતવભાઈ ગુસ્સામાં બબડાયા.
‘સવારના દસ વાગ્યા... તમારી લાડલી બેટી ચાર્મીને સ્કૂલે જવાનો સમય થયો... આજે પણ એ કંઈ ખાવાની ના પાડે છે... એને સમજાવો કે પછી ધમકાવો... આમ ખાધા વગર કેવી રીતે ચાલશે?... છાપું મૂકો અને ઊભા થાવ...’
‘હા... ભાઈ હા... હવે ક્કળાટ બંધ કર...’ કેતવભાઈ ઊભા થયા... છાપાનો ધા કરીને તેઓ એકની એક લાડલી દીકરી પાસે ગયા. ચાર્મી ગભરાયેલી હતી.. તેની આંખોમાંથી દડદડ આંસુ પડતાં હતા. તેની સામે ડાઈનીંગ ટેબલ પર રોટલી, દાળ, ભાત, શાક ભરેલી ડીશ પડી હતી.
ચાર્મી ઘણી ડાહી અને હોંશિયાર છોકરી હતી. છેલ્લા કેટલાક દિવસથી તે ઉદાસ રહેતી હતી. અને કંઈ ખાતી પીતી ન હતી. તેની મમ્મી અને દાદી તેને સમજાવી, ફોસલાવી તથા ધમકાવીને થાક્યા હતા.
કેતવભાઈ ગળું ખોખારીને પુત્રીને પ્રેમપૂર્વક સમજાવતાં બોલ્યા, ‘ચાર્મી બેટા... મારો દિકરો બહુ ડાહ્યો છે... બેટા... પપ્પાનું માન રાખવા ખાતર પણ થાળીમાં પડેલું બઘું ખાઈ જા... બેટા અન્ન દેવતા કહેવાય... એનું અપમાન ન કરાય એવું તને દાદાજી કહેતા તે યાદ છે ને?... મારું ડાહ્યું ડમરું બચ્ચું...’
ચાર્મી થોડી કૂણી પડી... તેણે રૂમાલથી તેના મોઢા પરનાં આંસુ લૂછી નાંખ્યા, જરા સ્વસ્થ થઈને બોલી, ‘પપ્પા... આ થાળીમાં પડ્યું છે એટલું જ શા માટે? બીજી વઘુ ગરમ ગરમ રોટલી પણ હું ખાઈશ... પણ એક શરત... હું તમારું કહ્યું માનું પછી તમે મારું માન રાખવા હું જે કહું તે મને આપશો?’
‘ચોક્કસ બેટા...’ ચાર્મીનો નાજુક હાથ દબાવી કેતવભાઈ બોલ્યા... ‘પણ તું એવું ન માંગતી જે લાવી આપવાનું મારું ગજુ ન હોય... જો બેટા આ વર્ષે ટી.વી.એસ. સ્કુટી કે કોમ્પ્યુટર... કંઈ જ લઈ શકું એટલું મારું બજેટ નથી...’
‘ના.. પપ્પા..ના... મારે તમને કોઈ ખર્ચો કરાવવો નથી... હું એવું માંગીશ કે જે આપવામાં તમને એક પૈસાનો ખર્ચ નહિ થાય... પણ તમે મને પ્રોમીસ કરો કે તમે પછી ફરી નહિ જાવ...’
‘પ્રોમીસ બેટા... જેન્ટલ ડેડસ પ્રોમીસ...’
ચાર્મીએ ધીરે ધીરે આખી થાળી ખાઈ નાંખી. વધારાની બે રોટલી તથા દાળભાત પણ માંગ્યા. કેતવભાઈ મનમાંને મનમાં પત્ની તથા મા પર ગુસ્સો કરતા બબડ્યા... નાના છોકરાંને ડરાવી ધમકાવીને નહિ પણ પ્રેમથી સમજાવાય એટલી પણ આ બંનેને ગતાગમ નથી?
બઘું ખાઈ લીધા પછી ચાર્મી ઊભી થઈ અને આશાભરી લાગણીઓ સાથે કેતવભાઈ પાસે આવી બોલી, ‘પપ્પા...’
‘મેં તમારું માન રાખ્યું... હવે તમારો વારો છે... તમને તમારું પ્રોમીસ યાદ છે ને?...’
‘હા... બોલ બેટા બોલ... તારા પપ્પા તારા માટે માથું વાઢીને પણ આપી દેશે...’
‘પપ્પા... આ રવિવારે હું મારા માથે ટકો કરાવવા માંગુ છું...’
‘તને કંઈ ભાન છે તું શું માંગે છે?... એક છોકરી થઈને તારે માથે ટકો કરાવવો છે?... તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું?...’ માલિનીબેન તાડુક્યાં...
‘શિવ... શિવ... શિવ... દાદીમા માળા ફેરવતા બોલ્યા... આપણી સાત પેઢીમાં ક્યારેય કોઈ સ્ત્રીએ માથું બોડું કરાવ્યું નથી. આ છોકરીની બુદ્ધિ વધારે પડતું ટી.વી. જોવાને કારણે ભ્રષ્ટ થઈ ગઈ છે...’
‘ચાર્મી બેટા... કંઈ બીજું માંગને... અમને તારું બોડું માથું જોઈને બહુ પીડા થશે... બેટા... તું સ્કુટી માંગ... કોમ્પ્યુટર માંગ... લોનની વ્યવસ્થા થઈ જશે...’ કેતવભાઈ પુત્રીને સમજાવતા બોલ્યા.
‘પપ્પા... તમે હવે ફરી નહિ શકો... મેં તમારી પાસેથી પ્રોમીસ લીઘું છે...’
‘બેટા... અમારી લાગણીને સમજવાની કોશિષ કર... તું અમારી લાડલી દીકરી છે...’
‘પપ્પા... તમને ખબર છે ને કે મને ખાવાનો કોઈ મૂડ ન હતો. આટલું બઘું ખાવું મારા માટે કેટલું મુશ્કેલ હતું એ તમને ખબર છે ને? એક એક કોળીયો મેં મારા ગળે કેવી રીતે ઉતાર્યો છે તે મારું મન જાણે છે... છતાં પણ તમારે ખાતર મેં એક એક કોળીયો ગળે ઉતાર્યો... અને તમે મને પ્રોમીસ આપ્યું હતું જે માંગીશ એ તમે આપશો... તમને યાદ છે તમે મને રાજા હરીશચંદ્રની વાર્તા કહીને જણાવ્યું હતું કે ગમે તે ભોગે પણ આપણે જે વચન આપ્યું હોય તેનું પાલન કરવું પડે... ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ એ સૂત્ર તમે જ મને સમજાવેલું અને હવે તમે તમારું આપેલું વચન પાળવામાં પાછી પાની કરો છો?’
કેતવભાઈ ચાર્મીની વાતો સ્પર્શી ગઈ. તેમણે જાહેર કર્યું.... ‘દીકરી તારી વાત સાવ સાચી છે. હું મારું આપેલું વચન પાળીશ...’
‘તારું ફરી ગયું છે કે શું?’ દાદીમા બરાડ્યા.
‘ના.. મેં બુદ્ધિનું દેવાળું પણ નથી ફૂક્યું કે મારું ફરી પણ નથી ગયું... પણ એ વાત આપણે સમજી લેવી જોઈએ કે જો આપણે આપણું વચન નહિ પાળીએ તો એ પણ એવું જ કરશે... આપણા શબ્દોની કંિમત આપણે જ નક્કી કરવી પડશે... ચાર્મી... બેટા તારી ઇચ્છા પૂરી કરવા હું બંધાયેલો છું.’
અને ચાર્મીએ માથે મુંડન કરાવ્યું. ચાર્મીનો ગોળમટોળ ચહેરો અને મોટી મોટી આંખો મુંડન પછી વધારે ચમકતા હતા.
રોજના ક્રમ મુજબ સોમવારે સવારે કેતવભાઈ ચાર્મીને મૂકવા સ્કુલે ગયા. મુંડન કરાવેલી ચાર્મી ઉત્સાહ અને ગૌરવભેર કલાસરૂમ તરફ જઈ રહી હતી. સ્કુલમાં તેના મિત્રો સ્તબ્ધ બની તેને નિહાળી રહ્યા હતા. પપ્પાને બાય... બાય... કરતાં તેનો આનંદ સમાતો ન હતો.
ચાર્મીના આ વર્તનને સમજવાની કોશિષ કરે એ પહેલાં જ એક કારમાંથી એક છોકરો ઉતર્યો અને એણે બૂમ પાડી ‘ચાર્મી... ઊભી રહે... હું આવું છું... આપણે સાથે જ કલાસમાં જઈએ...’
એ છોકરાનું માથું પણ બોડું હતું!!!... કેતવભાઈને થયું... કે કદાચ... આના વાદે... જ... ચાર્મીએ મુંડન કરાવ્યું છે?!... આપણા દેશમાં નવી પેઢી સાથે આ નવી પશ્ચિમી સંસ્કૃતિ ફૂલી ફાલી રહી છે...!!
‘સર... તમારી પુત્રી ચાર્મી ખરેખર મહાન છે.’ કેતવભાઈના વિચારોની શૃંખલા તોડતા એક મહિલા બોલી. તે મહિલા પેલી કારમાંથી જ ઉતરીને આવી હતી. તેણે પોતાનો કોઈ પણ પ્રકારનો પરિચય આપ્યા વગર કેતવભાઈ સાથે વાતચીત આગળ વધારતા કહ્યું, ‘તમારી પુત્રી સાથે જે છોકરો ચાલી રહ્યો છે તે મારો પુત્ર નન્દીશ છે... તેને લ્યુકેમિયા બ્લડ કેન્સર થયું છે...’ એ મહિલાની આંખમાંથી આંસુ સરી પડ્યા... તેમનો અવાજ ગળગળો થઈ ગયો... થોડુંક અટકીને સ્વસ્થ થતાં એ મહિલા બોલી...
‘નન્દીશ છેલ્લા એક મહિનાથી શાળાએ જવાનો ઈન્કાર કરે છે... અમે એને બહુ સમજાવ્યો... કાઉન્સેલીંગ પણ કરાવ્યુંય... પરંતુ એણે શાળાએ જવાની ધસીને ના પાડી દીધી... કારણ નન્દીશને એવો ડર લાગતો હતો કે શાળાના મિત્રો જાણે અજાણે... પણ તેના માથાના ટકામૂંડાની મશ્કરી કરશે... તેને ચીડવશે...’ એ મહિલાએ ફરી એક હિબકું ભર્યું... અને રડતા રડતા બોલી...
‘લ્યુકેમિયાની એન્ટી કેન્સર દવાઓ ખાવાથી નન્દીશના માથાના બધા વાળ સફાચટ થઈ ગયા હતા... તેને શાળાએ જતાં ભારે શરમ આવતી હતી.. તે ભણવા તૈયાર ન હતો... ગયા અઠવાડીયે ચાર્મી અમારા ઘરે નન્દીશને મળવા આવી. તેણે નન્દીશને ખાત્રી પૂર્વક કહ્યું કે તેની કોઈ મશ્કરી જ ન કરી શકે એવું કંઈક તે કરશે... અને તેણે નન્દીશ પાસેથી પ્રોમીસ લીઘું કે તે સોમવારથી સ્કુલે આવશે...’
‘પણ મને કલ્પના સુદ્ધાં ન હતી કે નન્દીશ ખાતર તે પોતાનાં સુંદર વાળોનો ભોગ આપી દેશે... તમે બહુ જ નસીબદાર છો... કારણ તમે આવું ઉમદા હૃદય અને આત્મા ધરાવનાર દીકરીના બાપ છો...’
કેતવભાઈ ચાર્મી અને નન્દીશને જતા જોઈ રહ્યા... તેમની આંખો ભીની થઈ... તેઓ મનમાં બબડ્યા...
ચાર્મી... તું ખરેખર એક ફરિશ્તા સમાન છે... નિસ્વાર્થ પ્રેમ શું છે એ સત્ય તેં મને આજે સમજાવ્યું છે...
હા... માત્ર નિસ્વાર્થ પ્રેમ હોય એ પૂરતું નથી. પ્રેમી પાસે પ્રેમની અભિવ્યક્તિ પણ હોવી જોઈએ. સુખ અને દુઃખમાં સહભાગી થવાની આગવી કળા હોવી જોઈએ. જીવંત પ્રેમીઓ એક એક સાથે અભિવ્યક્તિનો વ્યવહાર કરી આપત્તિનું ઉત્સવમાં રૂપાંતર કરી શકે છે.
આ જગતમાં એ લોકો સુખી નથી જેઓ પોતાની રીતે જીવી જાણે છે... પરંતુ એ લોકો સુખી છે જે પોતાની જીવવાની સમગ્ર રીતને... પોતાની સમગ્ર જાતને કે આખે આખા અસ્તિત્વને.. પોતે જેને પ્રેમ કરતા હોય તેને ખાતર-ઘરમૂળથી બદલીને જીવે છે.
હા.. અન્યના હૃદયને સ્પર્શી જાય અને એને પ્રેરણા લેવાનું મન થાય એવો પ્રેમ કરશો તો એક આખે આખી અદ્‌ભૂત જંિદગી તમારી સામે જ પડી છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved