Last Update : 18-July-2012, Wednesday

 

ભારતને અને ભારતીય લોકોને વિદેશી લોકો વઘુ ઓબેજેકટીવલી જોઈ શકે છે

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

 

ઇન્ડીઆ ઃ એન ઇન્ટીમેટ બાયોગ્રાફી ઓફ ૧.૨ બીલીયન પીપલ
લેખક ઃ પેટ્રીક ફ્રૅંચ (એલન લેન, ૨૦૧૧)
આ પુસ્તકના લેખક ઇંગ્લેન્ડના છે અને ઇતિહાસકાર છે. તેમણે ભારત વિષે ‘લીબર્ટી ઓર ડેથ’ નામનું પુસ્તક પણ આ પહેલા લખ્યું છે. પરંતુ સમીક્ષા હેઠળના ઉપરના પુસ્તકમાં તેમણે ભારતને અને તેની સામાજીક-રાજકીય -સાંસ્કૃતિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં કમાલ કરી છે. ભારત જયારે ૧૯૪૭માં આઝાદ થયું તે વખતે લોકોની નવું ભારત રચનાની જે અપેક્ષાઓ હતી તે સફળ થઇ નથી તેમ છતાં લેખકના મત મુજબ ભારત જગતમાં એક મહત્વના (પ્રોમીનન્ટ) રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે. લેખકને ભારત વિરોધાભાસોથી ભરપુર લાગે છે. દા.ત. ભારતે માત્ર છેલ્લા વીસ વર્ષમાં જ ‘સમાજવાદી’ વિચારસરણીમાંથી મુક્ત અર્થતંત્ર તરફ પ્રયાણ કર્યું છે. તેમાં તેણે અણધારી સફળતા પ્રાપ્ત કરી છે. સાથે સાથે ભારતે ૧૫ કરોડ જેટલી પ્રચંડ મુસ્લિમ લધુમતિનું પણ મહદંશે રક્ષણ અને સંવર્ધન કર્યું છે. ભારતની તમામ લધુમતીઓ નાગરિકો છે અને દરેક ભારતીય નાગરિકને સમાન હક્કો છે. લેખક નહેરૂ, આંબેડકર, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, માયાવતી, મનમોહન સીંઘ, એલ.કે. અડવાણીનું તેમજ નક્ષલવાદીઓનું અને ભારતના નવ ઉદ્યોગપતિઓ (મીત્તલ, અંબાણી બંઘુઓ વગેરે)નું તથા તેમની કામગીરીનું પોતાની દ્રષ્ટિથી મૂલ્યાંકન કર્યું છે.
ખાસી પ્રજા ઃ ભારતની વિવિધતા દર્શાવવા તેઓ મેઘાલયનું વર્ણન કરતા કહે છે કે મેઘાલયના ખાસી લોકો અન્યથી બહુ જુદા છે. તેમની વસતી દસ લાખથી વઘુ છે. તેઓની ખાસી ભાષા કમ્બોડીયાની ભાષાને મળતી આવે છે. તેઓનો સમાજ માતૃપ્રધાન છે. દીકરીના લગ્ન થાય ત્યારે તેની માતાની અટક ચાલુ રહે છે. છેલ્લી દીકરીને કુટુંબની બધી સંપત્તી મળે છે. તેમનો ધર્મ હિન્દુ ધર્મથી બીલકુલ જૂદો છે. ખાસી ધર્મમાં ચંદ્ર તે પિતા છે અને સૂર્ય એ માતા છે અને તેઓ પવિત્ર છે. ખાસી લોકો એમ માને છે કે તેઓ સ્વર્ગની દૂંટીમાંથી સોનાની સીડી પરથી નીચે ઉતરીને પૃથ્વી પર આવ્યા છે. ખાસી લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી. ઈશ્વરને તેઓ નિરાકાર સમજે ેછે. આની સામે લગભગ તમામ હિન્દુ ધર્મીઓ કોઇ પ્રકારની મૂર્તિપૂજા (સાકાર ઇશ્વર)માં માને છે અને ૧૫ કરોડ મુસ્લીમો અલ્લાહને કોઈપણ સ્વરૂપે મૂર્તિમાં જોવા માંગતા નથી. તેઓ નમાઝ દ્વારા ખુદાની બંદગી કરે છે. પારસીઓ આતિશને પવિત્ર માને છે. આમ ભારત બહુ વૈવિઘ્યપૂર્ણ દેશ છે અને તેણે વૈવિઘ્ય જાળવ્યું છે.
હંસાબેન મહેતાનું અદ્‌ભુત વ્યક્તિત્વ ઃ
એમ.એસ. યુનિવર્સિટી ઓફ વડોદરાના પ્રમુખ (ભૂતપૂર્વ) વાઇસ ચાન્સેલર શ્રીમતી હંસાબેન મહેતાના વખાણ કરતા લેખક કહે છે કે તેમણે મોલીઅર અને શેકસપીઅરના સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો અને સ્ત્રીઓને પુરૂષોથી અલગ રાખવાની પ્રથાનો મોટો વિરોધ છેક ઇ.સ. ૧૯૪૬માં નોંધાવ્યો હતો. મુસ્લીમ સ્ત્રીની બુરખા પ્રથા સામે તેમણે સખત નારાજગી વ્યકત કરી હતી અને બંધારણની સભામાં રજૂ કર્યું હતું કે આ પ્રથાને બંધારણીય રક્ષણ આપી ના શકાય. પરંતુ તેમનું સૌથી મહત્વનું પ્રધાન ઇ.સ. ૧૯૪૬માં કે ૧૯૪૭માં યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટસના ઘડતરમાં હતું. તેમણે ન્યુયોર્ક સ્થિતિ યુનોના આ જાહેરનામાની કલમ ૧ મા સુધારો સૂચવ્યો જે મંજૂર થયો હતો. સાર્વત્રિક માનવહક્કોના જાહેરનામાની કલમ ૧ માં ‘ છનન સીહ ચીિ ર્મહિ કીીિ ચહગ ીૂેચન ’ વાક્ય હતુ પરંતુ હંસાબેને કહ્યું કે આ વાક્યમાં સ્ીહ નહીં પરંતુ ચનન રેસચહ મીૈહયજ જોઈએ. એલીનોર રૂઝવેલ્ટ (પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટના પત્ની) એ હંસાબેનને કહ્યું કે, હંસાબેન, સ્ીહ શબ્દમાં સ્ત્રી પુરુષ બંને આવી ગયા. હંસાબેને કહ્યું કે ના, ભારતમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના ઊંડા ભેદોની તમને ખબર નથી. ઘણી સ્ત્રી બાળકીઓનાં તો જન્મ્યા પછી નામ પણ પાડવામાં આવતા નથી. કેટલીક સ્ત્રી બાળકીઓને નામ આપવામાં આવે તે પહેલા જ ‘અનામી’ મરી જાય છે. એલીનોર રૂઝવેલ્ટ માની ગયા. ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં અત્યાર સુધી હંસાબેનની પ્રતિભા તથા તેમનું જીાચોીિ ધરાવતા કોઈ વ્યકિત આવ્યા હોય તેવું ઘ્યાનમાં નથી. આ કરાર લેખકે હંસાબેનને કામ કરતા એક વિદ્યાર્થી તરીકે જોયા છે અને તેમના પ્રમુખપદ હેઠળની અનેક ડીબેટીંગ ચર્ચાઓમાં ભાગ લીધો છે.
ગાંધી આશ્રમ ઃ
ગાંધી આશ્રમની હાલતનું વર્ણન લેખક નીચેના શબ્દોમાં કહે છે, ‘ઇ.સ. ૧૯૯૬માં મેં અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેની બીસ્માર હાલત હતી. ગાંધીજી મૃત્યુ પામ્યા તે પહેલા પણ સ્વતંત્ર ભારતની કેન્દ્રીય વિચારસરણીમાં તેમના વિચારોનું સ્થાન ન હતું. તેથી આશ્રમની આ દશા જોઈને મને આશ્ચર્ય ના થયું.’ લેખકના મત મુજબ ગાંધીજી સાથે કામ કરનારા લોકો અને નેતાઓએ તેમના વિચારો અને આદર્શોની ઘોર અવગણના કરી.
રાજકારણનું વ્યાપારીકરણ ઃ
કેન્દ્રનું રાજકારણ બહુ પક્ષીય વ્યવસ્થા પર રચાયું છે. ૧૯૬૯ પછી કોંગ્રેસનું વર્ચસ્વ તૂટવાની સાથે જ કેન્દ્રના રાજકારણનું વ્યાપારીકરણ થઇ ગયું છે. પક્ષના વડાઓ સતત ર્રજીિ-ાચિગૈહય (સોદાબાજી) કર્યા કરે છે અને આ સોદાબાજી દ્વારા તેઓ પોતાને અને પોતાના હિત જૂથો (ઇન્ટરેસ્ટ ગુ્રપ્સ) ને સૌથી વઘુ લાભ થાય તેવા પ્રયત્નો કરે છે. પરિણામે સામાન્ય માનવી ભૂલાઈ જાય છે. નેતાઓ સત્તા માટે પક્ષપલ્ટો કરે છે. બધાં નિર્ણયોનો આધાર ગણતરી અને લુચ્ચાઈ પર થાય છે અને સિદ્ધાંતો કે મૂલ્યો બાજુ પર મુકાય છે. ઇ.સ. ૨૦૦૪માં મનમોહન સીંઘ બીજી વાર વડાપ્રધાન બન્યા ત્યારે ડીએમકે સાથેના જોડાણને કારણે તેમણે કે. વેન્કટપથી સાથે બેસવું પડયું હતું. વેન્કટપથી સામે હથિયારથી સજ્જ થઇ કોમી હુલ્લડો કરવાનો આરોપ હતો. મનમોહન સંિઘે શીબુ સોરેન સાથે પણ બેસવું પડયું હતું જે ઝારખંડના મુકતી મોરચાના અગ્રણી હતા અને જેમના પર ખૂનનો આરોપ હતો. અપીલમાં તેઓ છૂટી ગયા હતા. છેલ્લા વીસ વર્ષમાં માત્ર બીજેપી જ કેન્દ્રમાં કંોગ્રેસનો વિકલ્પ બની શકે તેવું વાતાવરણ સરજ્યું છે. તેણે એક સત્ર કેન્દ્રની સરકાર પણ ચલાવી છે. તેમ છતાં લેખકે અડવાણીને રથયાત્રાનો વિચાર સૂઝાડનાર બે વ્યકિતઓની ટીકા કરી છે. તેમાના એક હતા પ્રમોદ મહાજન જેઓ પક્ષ માટે ધન એકઠું કરવામાં એક્કા હતા. લેખકે તેમને ખૈહચહબૈચન ઉૈડચગિ અને ર્જીેન સ્ચહૈૅેનર્ચાિ કહ્યા છે અને લીલી ઝંડી આપનારા બીજા નરેન્દ્ર મોદી હતા અને ઇ.સ. ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણમાં તેમની ભૂમિકાને લેખકે સ્પષ્ટ કરી છે. મોદીએ ઇ.સ. ૨૦૦૨માં જે બન્યું તેને માટે હજી સુધી કોઈ દીલગીરી વ્યકત કરી નથી. તેમ આ લેખક જણાવે છે. બંને વ્યક્તિઓના (વત્તા અડવાણીના) ભૂતકાળમાં આરએસએસની જમણેરી, વિચારસરણી હતી અને છે તેમ લેખક જણાવે છે. સાથે સાથે રાજીવ ગાંધી શાહબાનો કેસમાં જૂનવાણી મુસ્લિમોને ખુશ રાખવા જે ‘પોઝીશન’ (દ્રષ્ટિબંિદુ) લીઘુ તેની પણ લેખક ટીકા કરે છે. રાજીવ ગાંધીનું આ પગલું તકવાદી હતું અને તેણે મુસ્લિમ સમાજના સુધારકોને નુકસાન કર્યું છે. અલબત્ત લેખકે સોનિયા ગાંધીના રાજકીય સ્થિરતા લાવવા માટે પુષ્કળ વખાણ કર્યા છે.
માયાવતીનું પુતળા રાજ્ય
ઇ.સ. ૧૯૮૯માં ચમાર જાતીના માયાવતી ૩૩ વર્ષની ઉંમરે લોકસભામાં ચૂંટાયા. કાશીરામની દોરવણી હેઠળ તેઓ ઇ.સ. ૧૯૯૫માં યુ.પી.ના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે સરકારના ચાવીરૂપ સ્થાનો પર દલીતોની નીમણુંક કરી દીધી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ તેમ કર્યું. ડૉ. આંબેડકરના હજારો પુતળા જાહેરમાં મુકયા. વિરોધીઓને દૂર કર્યા. લગભગ બ્રાઝીલ દેશ જેટલી વસતી ધરાવતા ઉત્તર પ્રદેશનો વહીવટ કરવો સહેલો નથી. માયાવતીને તેનો કોઇ અનુભવ ન હતો. માયાવતીએ રાજયના કદાચ સૌથી મોટા ગુંડા રાજા ભૈયાને જેલમાં પૂર્યા. થોડાક જ અઠવાડિયા પહેલા ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં માયાવતીનું સોશીયલ એન્જીનીયરીંગ કામ ના લાગ્યું. તેમની સરકાર ચૂંટણીમાં હારી ગઈ. તેમણે જાહેરમાં મુકેલા હજારો હાથીના પુતળાઓએ તેમને કોઇ મદદ ના કરી. એમણે ભેગી કરેલી કરોડોની સંપત્તી પણ સંદેહાત્મક છે અને તે સંપત્તી તેમને ચૂંટણીમાં મદદરૂપ ના થઈ. વઘુ પડતી જાહેરાતો અને ‘સેલીબ્રીટી’ થવાનો મોહ મુખ્ય પ્રધાનો અને તેમની સરકારોનું પતન નોંતરે છે તે વાતથી હાલના ઘણા રાજકારણીઓ અજાણ લાગે છે. વઘુ પડતી પબ્લીસીટી રાજકારણીઓ પર ફુટબોલની માફક ‘રીબાઉન્ડ’ થઇને તેમને જ ઇજા પહોંચાડે છે તેવું માયાવતીના કિસ્સા પરથી લાગે છે. સોનીયા ગાંધીનું આ પુસ્તકમાં રસિક વર્ણન છે. તેઓ કેથોલીક ધર્મના હોવાથી તેમની નીંદા કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ ક્રીશ્ચીયન ધર્મી હોવાથી તે વખતના ક્રીશ્ચીયન ધર્મી ચૂંટણી કમીશ્નર મેઘાલયના જેમ્સ માઇકલ લીંગોદહની સાથે જોડાયેલા તો નથી ને ? શું લીંગદોહ પણ ઇટાલીથી આવ્યા છે ? આને આપણે બહુ સભ્ય ટીકા ગણતા નથી. અંગ્રેજીમાં તેને હીટીંગ બીલો ધ બેલ્ટ કહે છે.
ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચેના સંબંધો વિષે લેખકે ઠીક ઠીક પ્રકાશ ફેંકયો છે. ઇન્દિરા ગાંધીના અવસાન બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા અને તેમાં ૩૦૦૦ શીખો માર્યા ગયા અને તે માટે રાજીવ ગાંધીએ લશ્કરી સહાય કરવામાં ત્રણ દિવસની વાર લગાડી તેની લેખકે ટીકા કરી છે અને સાથે જયોતિ બાસુએ પશ્ચિમ બંગાળમાં દિલ્હી જેવું ના થાય તેની સખત તકેદારી રાખી તે પ્રશંસનીય હતું તેમ લેખક કહે છે. રાજીવ ગાંધીએ આઘુનિકરણના કાર્યક્રમને વેગ આપ્યો અને અર્થકારણમાં ધીરે ધીરે સુધારા દાખલ કર્યા પરંતુ તેમણે શ્રીલંકાના રાજકારણમાં ભાગ લઇને તામીલ લીબરેશન ટાયગર્સની ખફામરજી વહોરી અને જાન ગુમાવ્યો. એલકે અડવાણીએ ઝનૂની હિન્દુત્વની લાગણી ઊભી કરીને હિન્દુ મત બેંક ઊભી કરી તેની પણ લેખકે ટીકા કરી છે. સમગ્ર પુસ્તકમાં લેખકને એલ.કે. અડવાણી માટે સખત નારાજગી હોય તેવું તેઓ સ્પષ્ટ જણાવતા નથી પરંતુ તેમના વર્ણનમાં તે સ્પષ્ટ થાય છે. નરેદ્ર મોદીનું અડવાણી સાથેનું જોડાણ પણ લેખકની ઘ્યાન બહાર ગયું નથી. બાબરી મસ્જીદ તૂટી તે સાથે જ નહેરૂનું સીકયુલારીઝમનું સ્વપ્નું તૂટી ગયું અને તે માટે અડવાણીને જવાબદાર ગણી શકાય. બાબરી મસ્જીદના તૂટયાના ચાર વર્ષ બાદ જે કેન્દ્રિય ચૂંટણી થઇ તેમાં બીજેપી સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે બહાર આવ્યો તે વાત હિન્દુત્વનો વિજય અને સીકયુલારીઝમનો પરાજય સૂચવે છે. અલબત્ત હવે ભારતમાં કે ગુજરાતમાં હિન્દુત્વનું કાર્ડ ચાલી શકે તેમ નથી. ગુજરાતના વિકાસનું કાર્ય રમે છે જયારે કોંગ્રેસના હાથમાં કોઇ પત્તુ હોય તેમ જણાતું જ નથી. તે પક્ષને કોઇ ફોકસ નથી તેવી જ રીતે લેખકે ભ્રષ્ટાચારની બાબતના તહેલકા પ્રકરણને વિગતે રજૂ કર્યું છે અને વિધાન કર્યુ છે કે ભારતની ગરીબી અને ભ્રષ્ટાચાર બંને પરસ્પર સંકળાયેલા છે. ભ્રષ્ટાચારને કારણે લોકો સુધી સરકારી કલ્યાણ યોજનાઓના ફાયદા પહોંચતા નથી. ટૂંકમાં હવે વિચારસરણીનું યુદ્ધ ભારતમાં ચાલતું નથી. ભારતમાં સમાજવાદનો કોઈ સ્પષ્ટ અર્થ થતો નથી.
ભારતમાં એક પરંપરા થઇ ગઈ છે કે ભ્રષ્ટાચારમાં કોઇ લાંચ લેનારનો ફોટો પ્રગટ થાય તો તેની કોઇ અસર લોકો પર (કે કોર્ટ પર) થતી જ નથી. ૮૬ વર્ષના વયોવૃદ્ધ એનડી તીવારીને અનેક સ્ત્રીઓ સાથે પથારીમાં સૂતા ફોટામાં ઝડપાયા તેની કોઈ અસર જ તેમના પર કે લોકો પર પડેલી જણાતી નથી. તેવું જ ખંડુરીનું થયુ. લાંચ કે ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટ વર્તનને લોકો શરમજનક માનતા નથી તેમ ના થાય ત્યાં સુધી ભારતમાંથી લાંચરૂશ્વત કદાપી દૂર નહીં થાય.
નક્ષલવાદીઓ
આ પુસ્તકમાં માઓવાદ અને માઓવાદીઓનું સચોટ વર્ણન છે. નક્ષલવાદીઓ હવે રીગુ્રપ એટલે કે પુર્નસંગઠિત થઈ રહ્યા છે. ઇ.સ. ૨૦૦૪માં પીપલ્સ વોર ગુ્રપ અન્ય નક્ષલવાદી જૂથો સાથે મળી ગયું છે અને તેણે સીપીઆઈ (માઓવાદી) જૂથ ઉભું કર્યું છે. આ ગુ્રપના ઘણા નિશાનો છે પરંતુ તે ખાસ કરીને કોમ્યુનીસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના ઘણા સભ્યોને મારી નાખે છે અને પોલીસને મારી નાખે છે. બુદ્ધદેવ બસુના વડપણ હેઠળ કોમ્યુનીસ્ટ પક્ષે ચૂંટણીમાં ભાગ લીધો અને લગભગ બે દાયકાથી વધારે વર્ષો પશ્ચિમ બંગાળની સરકાર ચલાવી (જે અત્યારે તૃણમુલ કોંગ્રેસના હાથમાં છે) તેનાથી ગુસ્સે થઇને નક્ષલવાદીઓ અંદર અંદર ઘણા ઝઘડે છે. માઓવાદીઓની કરૂણતા એ છે કે તેઓ હજી ચેરમેન માઓની હંિસક ક્રાંતિની વાતો કરે છે અને જેને તેઓ કલાસ એનીમી (વર્ગશત્રુ) માને છે તેનું પણ ખુન કરે છે. કલકત્તામાં તો ટ્રાફિક પોલીસને પણ વર્ગશત્રુ માનીને તેનું ખુન નક્ષલવાદીઓએ કર્યું હતું. જાદવપુર યુનિવર્સિટીના વાઇસ ચાનસેલરને પણ તેમણે મારી નાખ્યા હતા. અત્યારે ગંભીર બાબત એ છે કે તેમનો વ્યાપ અને હંિસકતા વધતા જાય છે. પરંતુ તેમા શંકા નથી કે શ્રીલંકાના સરકારે જેમ તામીલ ટાયગર્સને ખતમ કરી નાખ્યા તેમ જો સરકાર ભારતીય સૈન્યને કામગીરી સોંપશે તો તેનો ભયાનક હંિસાપૂર્વક નક્ષલવાદીઓ જડમૂળથી ઉખાડી નાખશે. પોલીસો કદાચ દયાળુ હોઈ શકે પણ લશ્કરને તો શત્રુને મારી નાંખવાનો હુકમ જ હોય છે. નક્ષલવાદીઓને ક્રાંતિકારી ગણતા રોમાન્ટીક લોકો કોઇ જુદી જ દુનિયામાં જીવે છે. લેખકે ચન્દ્રાસ્વામી જેવા ઠગ સ્વામીઓને પણ ચર્ચામાંથી છોડયા નથી. લેખકની ચંદ્રાસ્વામી સાથેની મુલાકાતનું વર્ણન પુસ્તકના છેલ્લા પ્રકરણમાં છે. તે ઘણુ રસિક છે. ભારત વિષે ભારતીયો પાસેથી જાણવાને બદલે વિદેશીઓ તેને કેવી દ્રષ્ટિથી જુએ છે જાણવાનું બહુ જ ૈહાીીિજૌહય હોય છે તે આ પુસ્તકને વાંચવાથી ખબર પડે છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved