Last Update : 18-July-2012, Wednesday

 

શું પરણેલા પુરુષને યાદ કરાવવું પડે કે એ પરણેલો છે?

તારી અને મારી વાત -હંસલ ભચેચ

- સંબંધ કે વ્યક્તિ પરત્વેની કટિબઘ્ધતા (કમીટમેન્ટ) વ્યક્તિના વ્યક્તિત્વમાં હોય છે જે તેના અસ્તિત્વનો એક હિસ્સો છે. એ કોઈ ઠાલા વચનો, વ્યવહાર કે આંગળીઓની વીંટીઓમાં નથી હોતી.

અમદાવાદની ઘણી બધી સમસ્યાઓ પૈકી એક મોટી સમસ્યા છે ‘રખડતી ગાયો’. એ વિસ્તારના કોઈપણ ગોપાલકને પૂછોને કે ફલાણી ગાય કોની છે તો એ તરત કહી શકે. તમને ખબર જ હશે કે આ પશુપાલકો પોતાના કે અન્યના ઢોરોને કેવી રીતે ઓળખી કાઢતા હોય છે, ઢોરોના શરીર ઉપર કોતરેલા કાયમી છુંદણા પરથી. દરેક ઢોર ઉપર તેના માલિકે પોતાની અંગત નિશાની કોતરી હોય છે અને એ ટોળામાંથી એને ઓળખી કાઢવા માટે મદદરૂપ બને છે. તમને થશે કે મને સવાર સવારમાં આ ઢોરોના છુંદણા (ટેટુ) કેમ યાદ આવ્યા?! હમણાં જ મેં એક સમાચાર વાંચ્યા. એક ભોજાબાજ કંપનીએ ટાઈટેનિયમ ધાતુની બનાવેલ એક ‘એન્ટી ચીટીંગ રીંગ’ બજારમાં વેચવા મૂકી છે. આ વીંટી પહેરવાથી તમારી આંગળી ઉપર કોતરાઈ જાય છે કે ‘આઈ એમ મેરીડ’ (હું પરણેલો છું.) અને તમે વીંટી કાઢી નાખો પછી પણ આ લખાણ તમારી આંગળીઓ ઉપર અમુક સમય સુધી કોતરાયેલું રહે છે. આટલું અઘૂરું હોય એમ પાછી કંપની એનું માર્કેટંિગ કેવી રીતે કરે છે તે ભેજાબાજી તો વીંટીના આઈડિયા કરતાં’ય અદભૂત છે. કંપની કહે છે કે જે રીતે ટાઈગર વુડ્‌સ, આર્નોલ્ડ સ્વાર્ઝનેગર કે આઈએમએફના વડા વગેરેએ તેમની પત્નીને છેતરીને લફરા કર્યા તેના પરથી અમને આ વીંટીનો વિચાર આવ્યો. કોઈપણ પુરુષ સુંદર સ્ત્રીને જોતા જ પોતે કુંવારો છે એમ બતાવવા આ વીંટી કાઢી નાખશે તો પણ એની આંગળી પર રહી જતું છુંદણું તેના પરિણીત હોવાની ચાડી ખાશે અને જે તે પુરુષને પણ યાદ અપાવશે કે તે પરણિત છે! પાછી આ વીંટી માટે ગેરંટી આપતા લખે છે ‘લાઈફ ટાઈમ ગેરંટી, ટીલ ડેથ’!!
બોલો, અત્યાર સુધી પશુપાલકો નવા ઢોર ખરીદે કે તરત એના શરીર પર પોતાની માલિકીનું છુંદણું કોતરાઈ નાખતા, હવે આ કંપની કહે છે કે તમારું લગ્ન થાય કે તરત આ ટાઈટેનિયમ ધાતુની વીંટી ‘વેડંિગ રીંગ’ તરીકે પહેરાવી દેવાની! પતિ ઢોરની જેમ રખડતો ના ફરે એ માટેનું માલિકીનું છુંદણું!! ઘણી સ્ત્રીઓ વિચારશે કે ‘પુરુષો આ જ લાગનાં છે અને ઘણાં ખેલાડી પુરૂષો મનોમન કહેશે કે ‘ઙું ટાઈગર, આર્નોલ્ડ કે આઈએમએફ ચીફની બહેનપણીઓને ખબર નહીં હોય કે આ બધા પરણેલા હતાં!!’’ મારે તો આ કંપનીને કહેવું છે કે બધાને બધી’ય ખબર જ હોય છે. શું પરણેલા પુરુષને યાદ કરાવવું પડે કે એ પરણેલો છે? ખરેખર તો પુરૂષ બઘું ભૂલી જઈ શકે (એનીવર્સરી, બર્થ ડેટ વગેરે) પણ ઊંઘમાં’ય એ ભૂલે કે એ પરણેલો છે? ઘણાં પુરુષો માટે તો પોતે પરણેલો છે એ એક વાર-તહેવારે થતો મોટો અફસોસ હોય છે! એકમેકના લગાવ, ફ્‌લર્ટંિગ, બળવાખોરી, સાથી બદલતા રહેવાની ઈચ્છાઓ, જાતીયતા, જરૂરીયાતો, આધાર મેળવવાની અપેક્ષા વગેરે ગણ્યાં ગણાય નહીં એવાં કારણો કે પછી સાવ કોઈપણ આપી ના શકાય તેવાં કારણોથી આ સંબંધો વિકસતા હોય છે ત્યાં તમારી આવી વીંટીઓ શું કરશે? જે પત્નીઓએ આ વીંટી પોતાના પતિઓને પહેરાવવી પડે કે પછી પતિએ પત્નીને પોતાનામાં વિશ્વાસ રાખે એ માટે સામેથી પહેરવી પડે તેમનું લગ્નજીવન ઘૂળ છે. સંબંધ કે વ્યક્તિ પરત્વેની કટિબઘ્ધતા (કમીટમેન્ટ) વ્યક્તિના અસ્તિત્વમાં હોય છે જે તેના અસ્તિત્વનો એક હિસ્સો છે. એ કોઈ ઠાલા વચનો, વ્યવહાર કે આંગળીઓની વીંટીઓમાં નથી હોતી. એમાં’ય અહીં તો મોટાભાગના એટલા સંવેદનશીલ છે કે આખે આખા માણસને કે એની લાગણીઓને અવગણીને માત્ર પોતાની જરૂરીયાતોના આધારે સંબંધો વિકસાવે છે. ત્યાં તમારી વીંટીઓ કોણ જોવાનું? અને જોયા પછી પણ એને કોણ ગાંઠવાનું કે તેની પાછળની લાગણીઓને કોણ ગણકારવાનું?!
આતો બધી મનને મનાવવાની કે સમજાવવાની વાતો છે અને કંપનીઓને ધંધો કરવાની તરકીબો છે. બાકી, સાચો પ્રેમ અને સંબંધમાં કટિબઘ્ધતા હોય તો સો વીંટીના ઢગલામાંથી પત્નીની વીંટી શોધી બતાવે તો તે ખરો વીર, પત્ની આ કામ ચોક્કસ કરી બતાવશે એટલે એને સામી ચેલેન્જ ના આપતા, હારી જવાશે. તેમ છતાં’ય યુગલોની લાગણીઓ કે શંકાશીલતા ઉશ્કેરીને આવી વીંટીઓ વેચાશે અને કંપની ધંધો કરી નાખશે. મજ્જાની લાઈફ!!
આ તબક્કે રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ યાદ આવે છે.
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે.
આ સમજ, આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે!!
પૂર્ણવિરામ
મને નાટકબાજી પસંદ નથી એવું ભારપૂર્વક કહેતા ફરનારા પૈકી મોટાભાગના પોતે ઊંચા નાટકબાજ હોય છે!!

 
Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved