Last Update : 18-July-2012, Wednesday

 
વર્ષામાં વકરતા ઇસીનોફીલીયાનો સરળ ઇલાજ

સ્વસ્થવૃત્ત

દરિયાકાંઠે આવેલ ભેજવાળા શહેરમાં આશરે ૮૦ વર્ષ પહેલાં શરદી, ઉધરસ અને શ્વાસના દર્દી ખૂબજ પરેશાન થતાં હતાં. ઔષધોની ધારી અસર થતી નહોતી. એ વખતે ઇ.સ. ૧૯૪૩માં વેઇન્માર્ટે આ વ્યાધિ તરફ વિશેષ ઘ્યાન દોર્યું અને જાહેર કર્યું કે રક્તમાં ઇસીનોફીલ વધારે રહેવાથી શરદી, ઉગ્ર ઉધરસ અને શ્વાસ ચડે છે અને સોમલના યોગથી કાબુમાં આવે છે. કાયમી સારું થાય છે. એ વખતે આ વ્યાધિ ટ્રોપિકલ ઇસીનોફીલીયા નામથી જાણીતો થયો હતો. ત્યાર પછી ઇસીનોફીલીકલંગ (ફેફસાં) નામ જાણીતું થયું. હાલ ઇસીનોફીલીયા રહ્યું છે. કેટલાક લોકો કહેતાં હોય છે કે શરદી, લોહી સુધી પહોંચી છે. આ વ્યાધિનું આપણને અતિ પ્રાચીન સમયથી જ્ઞાન હતું. આયુર્વેદના કફાનુબંધી વાતજકાસ વ્યાધિ સાથે ઇસીનોફીલીયાને સરખાવી શકાય.
આ વ્યાધિની શરૂઆતમાં યોગ્ય ચિકિત્સા અને પરેજી શરૂ કરવામાં આવે નહીં તો શ્વાસ શરૂ થાય છે. ગળામાં ચરચરાટ, મોં સૂકાવું વગેરે થાય છે. બહુ ઉધરસ આવે ત્યારે થોડો ચીકણો કફ નીકળે છે. જેથી થોડી રાહત લાગે છે. પેટમાં ગેસ થવો, એસીડીટી, અરુચિ, નબળાઈ અને કબજિયાત સાથે હોય છે. કોઇને તાવ પણ રહે છે. આ વ્યાધિ અર્ધી રાત પછી જોર પકડે છે. દિવસે થોડો શાંત રહે છે. આ રોગની તીવ્ર અવસ્થામાં દર્દી દમના દર્દી જેવો લાગે છે. ખરેખર દમ હોતો નથી.
કફાનુબંધી વાતજકાસનાં કારણો આપતા મહર્ષિ ચરક કહે છે કે, શીતળ, કષાય રસવાળા, સ્નિગ્ધ અને અભિષ્યંદી પદાર્થો ખાવાથી અને ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં રહેવાથી આ વ્યાધિ થાય છે, જેને ઇસીનોફીલીયા સાથે સરખાવી શકાય છે. પ્રતિશ્યાયત સંજાયતે કાસઃ એટલે કાસ (ઉધરસ)ની ઉત્પતિ શરદીમાંથી થાય છે. શરદીમાં મુખ્ય દોષ વાયુ છે. કફનો અનુબંધ હોય છે. વાયુ અને કફ પ્રકુપિત્ત થાય એવા આહારવિહારથી આ રોગ થાય છે.
આ વ્યાધિ માટે અનેક ઔષધો છે. પરિણામ પણ આપે છે. મોટાભાગના દર્દીઓ દવા લઈ સારા થાય છે. ફરી ૠતુ બદલાય કે ખાવાપીવામાં ફેરફાર થાય એટલે શરદી અને તીવ્ર ઉધરસથી રોગની શરૂઆત થાય છે. આવું અવારનવાર બનવાથી દર્દી શારીરિક અને માનસિક રીતે થાકી જાય છે. નરવસ થઇ જાય છે. આ રોગમાંથી કાયમી સારા થવા માટે નિર્દોષ સફળ ઔષધો નીચે આપ્યા છે. અજમાવી જુઓ.
હળદરને ગાયનાં ઘીમાં આછી પાતળી શેકી ઝીણો પાવડર કરવો. આ હળદર બરોબર આંબા હળદર ચૂર્ણ મેળવવું. આમાંથી ૨ થી ૪ ગ્રામ ચૂર્ણ મધ અથવા પાણી સાથે દિવસમાં ત્રણ વખત લેવું. ઉપર કફહર કવાથ પીવો. આ ઔષધો નિર્દોષ હોવાથી જરૂર હોય ત્યાં સુધી લઇ શકાય છે.
કફહર કવાથમાં આવતા ઔષધો-હળદર, આંબા હળદર, સૂંઠ, મરી, પીપર, ભારંગમૂળ, ભોરીંગડી, અરડૂસી, હરડે, બહેઠા, આમળા, વાવડીંગ, નીમ છાલ, અતિવિષકળી, પુષ્કરમૂળ, ગળો, મોથ, બ્રાહ્મી દરેક સરખે ભાગે લઈ યવકૂટ ચૂર્ણ કરવું. આમાંથી આશરે ૧૫ ગ્રામનો કવાથ બનાવી, ગાળીને પીવો. દિવસમાં બેથી ત્રણ વાર કવાથ બનાવી ઉપયોગ કરવો. આ વ્યાધિના દર્દીઓમાં કેટલાકને ઉદરમાં ચરમીયાં હોય છે. ચરમીયા (Worms) નો નાશ થાય નહીં ત્યાં સુધી ઇસીનોફીલીયા કાયમ માટે મટતો નથી. આથી ઉપરના ઔષધોમાં કૃમિનાશક ઉમેરવામાં આવેલ છે.
- શાંતિભાઈ અગ્રાવત

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved