Last Update : 18-July-2012, Wednesday

 

યમનાં પ્રલોભનો અને નચિકેતા

 

પિતાનાં વચન સાંભળીને તે તરત યમલોકમાં પહોંચી ગયો ને મૃત્યુના સ્વામી યમદેવતાને મળવાની પ્રતિક્ષા કરવા લાગ્યો. યમદેવતા તે વખતે ઘરમાં ન હતા તેથી તેને ત્રણ દિવસ ભૂખ્યા ને તરસ્યા બેસી રહેવું પડયું.
ત્રણ દિવસ પછી યમદેવતા ઘરે આવ્યા ને તેમણે જાણ્યું કે પોતાને ત્યાં એક નાનાસરખો બ્રાહ્મણનો બાળક ત્રણ દિવસથી અન્નજળનો ત્યાગ કરીને ઊભો રહ્યો છે ત્યારે તેમને અપાર દુઃખ થયું. તેમણે તરત કહ્યું ઃ ‘નચિકેતા, તું ત્રણ દિવસ સુધી ભૂખેતરસે ઊભો રહ્યો છે માટે મારી પાસેથી ત્રણ વરદાન લઈ લે. તું મારી પાસેથી વરદાન લેશે ને એ રીતે મને તારા જેવા પવિત્ર બાળકની સેવા કરવાની તક મળશે ત્યારે જ મને શાંતિ થશે.’
નચિકેતાની સાચી લાયકાતનો પરિચય આપણને હવે મળે છે. નચિકેતા પ્રથમ વરદાનમાં જે માગણી કરે છે તે જાણીને આપણું મન પ્રેમ ને સન્માનના ભાવથી નમી પડે છે. તે કહે છે ઃ ‘હું તમારે ત્યાં આવવા નીકળ્યો ત્યારે મારા પિતા ક્રોધે ભરાયેલા ને બેચેન હતા. તમે મારા પર પ્રસન્ન થયા હો તો એવું કરો કે તે તદ્દન શાંત થઈ જાય ને હું ઘેર જાઉં ત્યારે મારો ખૂબ સ્નેહથી સત્કાર કરે. હે યમદેવ, પ્રથમ વરદાનમાં હું તમારી પાસે આ જ વસ્તુની માગણી કરું છું.’
યમદેવે આપેલા બીજા વરદાનના બદલામાં નચિકેતાએ કહ્યું ઃ ‘દેવ, સ્વર્ગલોક વિશે ઘણીઘણી વાતો સંભળાય છે. ત્યાં રહેનારા જીવોને ભય, વ્યાધિ, ભૂખ, તરસ, ઘડપણ કશાની અસર નથી થતી. ત્યાં રાતદિવસ સુખશાંતિ ને આનંદ હોય છે. તો તે લોકની પ્રાપ્તિ કેવી રીતે થાય અથવા તે લોકમાં કેવી રીતે જવાય તે વિશેની માહિતી મેળવવાની મારી ઇચ્છા છે. તે માહિતી તમે પૂરી પાડો.’
હવે ત્રીજા ને સૌથી મહત્ત્વના વરદાનની વાત આવી. એ વરદાન ને તેના પરની ચર્ચાવિચારણા જ આ ઉપનિષદનો પ્રાણ કે સાર છે. વિદ્વાનો ને રસિકોમાં તેથી જ આ ઉપનિષદ અગત્યનું મનાય છે. યમદેવના ત્રીજા વરદાનની માગણી કરતાં નચિકેતા શાંતિપૂર્વક પૂછે છે
‘હે દેવ ! મૃત્યુ વિશે વધારે ઊંડાણથી માહિતી મેળવવાની મને ઇચ્છા છે. મૃત્યુ પછી જીવનું શું થાય છે ? કોઈ કહે છે કે મૃત્યુ પછી જીવ નથી રહેતો ને કોઈ કહે છે કે રહે છે. તો એ વિશે જે સાચું હોય તે જાણવાની મારી ઇચ્છા છે. વળી એવું જ્ઞાન આપો ને એવો માર્ગ બતાવો કે જેથી અમર બનાય અથવા મૃત્યુંજય થવાય. ત્રીજા વરદાનમાં હે દેવ, હું તમારી પાસે આ જ વસ્તુની માગણી કરું છું.’
નચિકેતાના પ્રથમ બે વરદાન યમરાજે સંતાષ્યા. પરંતુ ત્રીજી માંગણી પડતી મુંકવા નચિકેતાને ખૂબ સમજાવ્યો.નચિકેતા પોતાની માંગણી પર અડગ રહ્યો અને ટસનો મસ ન થયો.
નચિકેતાની જિજ્ઞાસા ને દ્રઢતા જોઈને યમદેવ ખરેખર પ્રસન્ન થયા હતા. પરંતુ જ્ઞાન મેળવવાની તેની યોગ્યાયોગ્યતાની વધારે કસોટી કરવાની ઇચ્છાથી તે તેની આગળ જુદીજુદી દલીલો કરી રહ્યા હતા. નચિકેતાને પોતાની માગણીમાં મક્કમ જોઈને તેની આગળ તેમણે બીજાં મોટાં પ્રલોભનો રજૂ કરવા માંડ્યાં. તે પ્રલોભનોના પ્રભાવથી કોઈ પણ સાધારણ માણસ ચલિત થઈ જાય ને સત્યના અન્વેષણનો માર્ગ મૂકી દે તેમ હતું. યમદેવતાએ આત્મજ્ઞાનની ઇચ્છાવાળા તે નાના બાળકને ડગાવવાની ઇચ્છાથી કહેવા માંડયું ઃ
‘હે નચિકેતા ! તારી ઇચ્છા હોય તો સો-સો વરસના આયુષ્યવાળા પુત્રો ને પૌત્રોની માગણી કર. ઘણાં પશુ માગ, હાથી, સોનું ને ઘોડા માગ, તારી ઇચ્છા હોય તો મોટું સામ્રાજ્ય પણ માગી લે ને તારું પોતાનું ઇચ્છા પ્રમાણેનું આયુષ્ય માગ. આના જેવું અથવા આથી પણ મોટું કોઈ બીજું વરદાન જોઈતું હોય તો તેની પણ માગણી કર. ધન તથા દીર્ધજીવન માગ. આ વિશાળ ધરતીનો તું સમ્રાટ થા. તારી બધા પ્રકારની ઇચ્છાઓ પૂરી કરવા હું તૈયાર છું.’
એથી પણ આગળ વધીને યમદેવતા કહે છે ઃ ‘આ મૃત્યુલોકમાં સાધારણ રીતે જે વસ્તુઓ અશક્ય જેવી હોય ને જે ઇચ્છાઓની પૂર્તિ મુશ્કેલ મનાતી હોય, તેવી ઇચ્છા પણ તું રજૂ કર ને તેવી વસ્તુની પણ માગણી કર. સુંદર રથ ને વાજંિત્રોથી સુશોભિત એવી આ સુંદર સ્ત્રીઓને તો જો. સાધારણ રીતે મનુષ્યોને આવી ઉત્તમ ને સુંદર લાવણ્યમયી સ્ત્રીઓ નથી મળતી. આ બધી સ્ત્રીઓ હું તારી સેવામાં સમર્પિત કરું છું. તું તેમનો લાભ લે ને તેમની સેવાથી સંતુષ્ટ થા. પરંતુ હે નચિકેતા, મરણના રહસ્યનું જ્ઞાન મેળવવાની વાત મૂકી દે. તે વિશે મને ન પૂછ.’
ઉપનિષદના આ શ્વ્લોકો ખરેખર સુંદર ને યાદ રાખવા જેવા છે, ને તેથી પણ સુંદર, સ્મરણીય ને મનનીય નચિકેતાએ આપેલા ઉત્તરના હવે પછીના શ્વ્લોકો છે. યમ ને નચિકેતાના સંવાદના આ શ્વ્લોકો તેના ઊંડાણ માટે જ નહિ, પરંતુ તત્ત્વજ્ઞાન, ભાવ, માઘુર્ય ને શબ્દલાલિત્ય માટ ખરેખર પ્રશંસનીય છે. પોતાની સરળતા, પ્રાસાદિકતા, ભાવમયતા ને ગંભીરતાથી તે હૃદમાં ઊંડી અસર કરી જાય છે. તેની છાપ જીવનભર ન મટે તેવી છે. એ શ્વ્લોકોમાં ભારતીય સંસ્કૃતિનું હાર્દ સમાયેલું છે. ઇશ્વરની શોધ, અમર જીવન કે આત્મોન્નતિને માર્ગે આગળ વધતા કે વધવા માગતા સાધકના જીવનમાં કેવાં પ્રલોભનો ને ભયસ્થાનો આવે છે ને સાધકે તેમનાથી કેટલા બધા સજાગ રહેવાની જરૂર છે તેનો ખ્યાલ આ શ્વ્લોકો પરથી સહેજે આવી રહે છે. મોટા ભાગના સાધકો આ ને આવી જાતનાં બીજાં પ્રલોભનોમાં પડીને પોતાનો મૂળ માર્ગ ભૂલી જાય છે કે મૂકી દે છે ને આગળ વધતા અટકી જાય છે. પરંતુ આત્મિક વિકાસના સાધકે સતત સાવધ રહેવાની ને નિરંતર વિકાસ કરવાની જરૂર છે. તે વાત હવે પછી આવતા નચિકેતાના સુંદર પ્રત્યુત્તરના શ્વ્લોકોમાં સારી પેઠે સમાયેલી છે. આત્મોન્નતિની ઇચ્છાવાળા સાધકમાં કેવી નીડરતા, મક્કમતા ને આદર્શપરતા હોવી જોઈએ તેની સમજ એ શ્વ્લોકો પરથી સહેજે મળી રહે છે. એ સુંદર શ્વ્લોકોમાં પોતાની સમજ ને પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતાં વિવેકી નચિકેતા કહે છે ઃ ‘હે યમદેવ ! તમે જે વિષયો કે પદાર્થો કહી બતાવ્યા તે કાયમ માટે રહેનારા નથી. તે નાશવાન અથવા ક્ષણભંગુર છે. વળી તે ઇદ્રિયોના તેજ ને સામર્થ્યનો નાશ કરે છે. જીવન તો પ્રમાણમાં ઘણું ટૂંકું છે. ચપલાના ચમકારા જેવા એવા ટૂંકા જીવનમાં માણસ વિલાસ, વૈભવ ને ઇદ્રિયોના ભોગો પાછળ પડે તો પછી જીવનનો જરૂરી વિકાસ ક્યારે કરે ? ડાહ્યા માણસે તો પોતાનો બધો સમય ને પોતાની સઘળી શક્તિ આત્મોન્નતિ માટે વાપરવાનો નિર્ણય કરવો જોઈએ જેથી ટૂંકા જીવનમાં તે કોઈ મહત્ત્વની સિદ્ધિ મેળવી શકે. માટે તમારાં વાહનો, નૃત્યુ ને ગીત તમને જ મુબારક હો. મારે તેની જરા પણ જરૂર નથી.’
નચિકેતાના આ ઉત્તરમાં આત્મજ્ઞાનની તીવ્ર તરસ ને સાંસારિક સુખો તરફની પૂર્ણ ઉપરામતાનું દર્શન થાય છે. ભારતીય સંસ્કૃતિનું હાર્દ પણ તેમાં દેખાઈ આવે છે. જગતમાં જે કાંઈ દેખાય છે, સંભળાય છે કે અનુભવાય છે તે બઘું ક્ષણિક, પરિવર્તનશીલ કે નાશવાન છે, તે આજે જે રૂપમાં દેખાય છે તે રૂપમાં ઘડી પછી કે કાયમને માટે નથી રહેતું. તેમાં આશક્ત થઈને માણસે પોતાના જીવનના મૂળ ઘ્યેયને ભૂલી જવાની કે મૂકી દેવાની જરૂર નથી. નચિકેતાના ઉત્તરના પ્રથમ શ્વ્લોકના પ્રથમ શબ્દ ‘શ્વોભાવા’માં આ ભાવ ગર્ભિર રીતે સમાયેલો છે.
આત્મજ્ઞાન કે અમર જીવન અથવા સત્યની શોધની આવી તીવ્ર તરસ વિના સાધકને કોઈ નક્કર વસ્તુ કે સિદ્ધિની પ્રાપ્તિ નથી થતી. યમદેવતાનાં મોટાં મોટાં પ્રલોભનોથી પણ નચિકેતા પ્રભાવિત ન થયો તેનું કારણ તેના અંતરન આ તીવ્ર ને અદમ્ય તરસ જ હતું.
પોતાના વિવેક ને દ્રઢ નિશ્ચયને રજૂ કરતાં તે આગળ કહે છે ઃ ‘હે યમદેવ ! સંપત્તિથી માણસને શાંતિ નથી મળતી, અમરતાની પ્રાપ્તિ નથી થઇ શકતી. સંપત્તિની સહાયથી માણસ બહુબહુ તો સાંસારિક સુખની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ તેથી જન્મ ને મરણના રહસ્યોનો ઉકેલ નથી લાવી શકતો. દીર્ધ જીવનનું જે વરદાન આપવા તમે તૈયાર થયા છો તે વિશે તો મારે એટલું જ કહેવાનું છે કે તમારી ઇચ્છા હશે ત્યાં સુધી હું આ પરિવર્તનશીલ સંસારમાં શ્વાસ લઈ શકીશ તે નક્કી છે. માટે મને તો કૃપા કરીને મેં જે માગ્યું છે તે જ વરદાન આપો. હે દેવ ! તમે અજર ને અમર છો. બધી રીતે માનવનું મંગલ કરવાની તમારી શક્તિ છે. તો તમારી પાસે આવીને તો માણસે ક્ષણભંગુર ભોગોમાંથી મનને પાછું વાળીને જીવનનું શ્રેય કરવાનો જ સંકલ્પ કરવો જોઈએ ને તે સંકલ્પને ગમે તે ભોગે પણ વળગી રહેવું જોઈએ. માટે મને તો મરણ પચીના જીવન વિશે જે સંશય થયો છે તેનું નિવારણ કરતો ઉપદેશ જ આપો. મેં જે વરદાન માગ્યું છે તે જ મને પ્રદાન કરો. બીજા ગમે તેવા મોટા કે નાના વરદાનની મને લેશમાત્ર ઇચ્છા નથી.’
કઠ ઉપનિષદના આ શ્વ્લોકો ને ભાવો અત્યંત વેધક છે. માનવહૃદયને તે તરત સ્પર્શે છે ને હૃદયસોંસરા ઊતરી જાય છે. કેટલાક માણસો માની બેઠા છે તેમ તેમાં સાંસારિક સુખોને મિથ્યા માનવાની કે અવગણવાની ફિલસૂફીનો સમાવેશ નથી થતો. પરંતુ તેમની વિવેકપૂર્વકની મર્યાદાને યાદ રાખી તેમાં આસક્ત થયા વિના આત્મોન્નતિને ઉત્તમ માર્ગે આગળ વધવાનો સૂર સમાયેલો છે. સાંસારિક પદાર્થો ને ભોગોનો તિરસ્કાર કરવાનો ઉપદેશ ઉપનિષદ નથી આપતું. ફકત તેના નશામાં તદ્દન આંધળાભીંત થઈને જીવનના શ્રેયની વાત વીસરી ન જવાય તે માટે સાવધાન કરવા તે લાલબત્તી ધરે છે એટલું જ. આટલી વાત સમજી જવાય તો વૈરાગ્ય ને ત્યાગને નામે આપણે ત્યાં જે અકર્મણ્યતા ને સંસારના ધિક્કારની વૃત્તિ જાગી ને ફાલી છે તેનો અંત આવશે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved