Last Update : 18-July-2012, Wednesday

 

ચેસ્ટીટી બેલ્ટ વિશે અનેક મતમતાંતરો પ્રવર્તે છે

સત્યની બીજી બાજુ- મૃગાંક શાહ

 

માન્યતા ઃ રોમન બાદશાહો ગ્લેડીએટરોને મારી નાખવા માટે ઊંધો અંગૂઠો કરવાની સંજ્ઞા વાપરતા હતા.
હકીકત ઃ આપણે પણ જ્યારે કોઈ કામ નિષ્ફળ જાય ત્યારે અંગૂઠો ઊંધો કરીને એ વ્યક્ત કરીએ છીએ અને પિકચરોમાં પણ જોઈએ છીએ કે કોઇને મારી નાખવાનો સંકેત પણ એજ રીતે આપવામાં આવે છે. આ માન્યતા છેક રોમન બાદશાહોનાં વખતથી ચાલી આવે છે. આ માન્યતા વઘુ દ્રઢ ત્યારે બની જયારે ગ્લેડીએટર નામનું સુપરહીટ પીકચર આવ્યુ ંજેમાં રોમન બાદશાહ ગ્લેડીએટરને મારવા માટે આવું કરે છે. પણ આ એક ભૂલ ભરેલી માન્યતા છે અને આ પીકચરનાં ડીરેકટરથી ભૂલમાં આવું બતાવાઈ ગયું હતું. આ ફિલ્મનાં દિગ્દર્શક રીડલી સ્કોટે એક ચિત્ર જોયેલું જેમાં આ પ્રકારનો સંકેત હતો. એટલે એમણે માની લીધું કે ઊંધો અંગૂઠો એ ગ્લેડીએટરને મારવાની સંજ્ઞા છે. પણ આ એક ભૂલ હતી. વાસ્તવમાં ‘થમ્સ અપ’ એટલે કે અંગૂઠો ઉપર રાખવાનો સંકેત એ ગ્લેડીએરને મારવાની સંજ્ઞા હતી જે રોમન બાદશાહો ગ્લેડીએટરને મારતી વખતે વ્યકત કરતાં હતાં. અને આનું વર્ણન લેટીન ભાષામાં થયેલું છે. જેનો અર્થ છે મારવા માટે અંગૂઠો ઉપર રાખવો એવો થાય છે. લેટીન ભાષામાં વર્સો એટલે અંગૂઠાને ફેરવવો એવો અર્થ થાય છે. એટલે લોકો એમ સમજયા કે અંગૂઠાને નીચે કરવો પણ એ ભૂલ છે, એનો અર્થ થતો હતો કે અંગૂઠાને ઉપરની તરફ ફેરવવો.
માન્યતા ઃ જૂના જમાનામાં યોદ્ધાઓ યુદ્ધમાં જતા ત્યારે એમની સ્ત્રીઓના ગુપ્તાંગ પર ચેસ્ટીટી બેલ્ટ લગાવીને જતાં.
હકીકત ઃ આ એક બહુ જ પ્રચલીત વાત છે કે બીજા કોઇ એમની પત્ની સાથે સંભોગ ના કરી શકે અથવા તો એમની પત્નીઓ બીજા કોઇ સાથે વિવશ થઇને સંભોગ ના કરે એટલે યોદ્ધાઓ જ્યારે યુદ્ધ લડવા જતાં ત્યારે એમની પત્નીઓનાં ગુપ્તાંગ પર એક તાળુ અથવા તો ‘ચેસ્ટીટી બેલ્ટ’ લગાવીને જતાં અને એની ચાવી પોતાનાં ગળા પર બાંધતા કે જેથી યુદ્ધમાં જો તેઓ મરણ પામે તો એમની સ્ત્રીઓ પણ કોઇ દિવસ બીજા સાથે સંભોગ ના કરી શકે.
પણ આ માન્યતા કેટલી સાચી હતી એ વિશે મતમતાંતર ચાલ્યા કરે છે. જે ચેસ્ટીટી બેલ્ટ વર્ષો જૂના મળી આવે છે એમાં ચાવી સાથે હોય છે. અર્થાત સ્ત્રીઓનાં હાથમાં શું કરવું અને શું ના કરવું એનો કંટ્રોલ હતો એવું જણાય છે. મ્યુઝિયમોમાં જે ચેસ્ટીટી બેલ્ટ મળે છે એ તો ઓગણીસમી સદીમાં જર્મનીમાં બનેલા જોવા મળે છે. જે કદાચ જોનારની જીજ્ઞાસાનો લાભ ઊઠાવવા ખાસ બનાવેલા હોય એવા છે. વળી એક માન્યતા એવી પણ છે કે આ બેલ્ટ સ્ત્રીને માટે નહીં પણ ટીન એજ છોકરીઓને હસ્તમૈથુન કરતાં અટકાવવા માટે પહેરાવવામાં આવતા હતા. એક વાત ખૂબજ રમુજી છે કે સાંપ્રત સમયમાં જેટલાં ચેસ્ટીટી બેલ્ટ જોવા મળે છે એટલા કયારેય જોવા મળતાં નહોતાં.
માન્યતા ઃ જૂનાં ગ્રીસ દેશમાં આકાશનો રંગ ભૂરો હતો.
હકીકત ઃ ના. તે વખતે ગ્રીક ભાષામાં ભૂરો નામનો કોઈ શબ્દ જ અસ્તિત્વમાં નહોતો. ગ્રીક દેશનાં લોકો એની માટે તાંબાનો રંગ એવો પ્રયોગ વાપરતા હતા. અર્થાત્‌ આકાશનો રંગ તાંબા રંગનો હતો. મહાન ગ્રીક કવિ હોમરે એની ઘણી કવિતાઓમાં આકાશનો રંગ તાંબાનો હતો એવું લખ્યું છે. એનો અર્થ એવો હતો કે ચમકતાં પ્રકાશવાળો અને નહીં કે અત્યારે આપણે જે તાળું જોઈએ છીએ એવો. એના મતે એ જાંબલી પ્રકારનો હતો.
ડ્રાયફ્રુટ ઃ રશિયન ભાષામાં ભૂરા રંગ માટે કોઇ શબ્દ જ નથી. ગ્લુબોઈ અને સીની એ બે શબ્દો આછા ભૂરા અને ઘાટ્ટા ભૂરા માટે વપરાય છે. પણ એ બંને ભીન્ન કલરો છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved