Last Update : 18-July-2012, Wednesday

 

ઓમિતાને પૂછ્‌યા વગર પ્રણવ કોઇ નિર્ણય લેતા નથી

ઇધર-ઉધર - વિક્રમ વકીલ

હમણાં દિલ્હીના મિડિયા વર્તુળમાં એક કિસ્સો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. ‘તહેલકા’ સાપ્તાહિકના ૨૨ વર્ષના યુવાન ફોટોગ્રાફ તરૂણ શેરાવત સ્ટોરી માટે છત્તીસગઢના અબૂઝમાદ વિસ્તારના જંગલમાં ગયો હતો. મચ્છરો, જાનવરો, દૂષિત પાણી અને માઓવાદીઓથી ભરેલા આ વિસ્તારમાં યોગ્ય મેલેરિયાની દવાઓ કે પાણી શુઘ્ધ કરતાં દવાઓ વગર જવું એ મોતને આમંત્રણ આપવા બરાબર છે. દૂષિત પાણી અમે મચ્છરોને કારણે તરૂણને મેલેરિયા, ટાઈફોઈડ અને કમળો થયા, જે છેવટે કાતિલ નિવડયા. ‘તહેલકા’ એ સ્વભાવિક રીતે જ ફોટો જર્નલિસ્ટ તરૂણની હંિમતને બિરદાવી, પરંતુ દિલ્હીના બીજા મિડિયા વર્તુળમાં ‘તહેલકા’ના મેનેજમેન્ટની ખૂબ ટીકા થઈ રહી છે, કારણ કે છત્તીસગઢના જંગલોમાં રિપોર્ટંિગ કરનારને પૂરતી તૈયારી વગર મોકલવાનું જોખમ કોઈ મેનેજમેન્ટ લેતી નથી.
* * *
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ચીનની સરહદને અડીને આવેલા રકછામ નામના નાનકડા ગામને ‘આઘુનિક ગામ’નું બિરૂદ મળ્યું છે. માંડ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં સુંદર રસ્તાઓની સાથે ગામના દરેક ઘરમાં આઘુનિક જાજરૂ છે, જયાં સોલારથી સંચાલિત ગીઝર મારફતે ચોવીસ કલાક ગરમ પાણી આવે છે. દરિયાથી આશરે ૧૦,૫૦૦ ફીટની ઉંચાઈએ આવેલા આ ગામમાં સિગરેટ- બીડી પીવા પર પ્રતિબંધ છે.
* * *
આજે તાલિબાનને કારણે કદાચ આપણા દેશના સંબંધો અફઘાનિસ્તાન સાથે ખાસ હુંફાળા નથી પરંતુ જયારે મુકુંદ આનંદની ફિલ્મ ખુદાગવાહનું અફઘાનિસ્તાનમાં શુટીંગ ચાલી રહ્યું હતું ત્યારે તે વખથના ત્યાંના પ્રમુખ નજબુલ્લાએ અમિતાભને રક્ષણ આપવા માટે દેશનું અડઘુ એરફોર્સ તૈનાત કરી દીઘું હતું !
* * *
રેસ્ટોરાં કે ધાબા પર જમવા જનારને ઓર્ડર આપ્યા પછી ખાવાનું મોડું પીરસાય ત્યારે ગુસ્સો આવે કે ગાળાગાળી કરે એ જાણ્યુ છે, પરંતું હમણાં મુંબઈના એક પરામાં ધાબાના રસોઈયાએ ચિકન બનાવવામાં મોડું કરતાં જાન ગુમાવવો પડયો છે ! મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર કર્મચારીઓ કચરો નાખવાના કામે મુલુંડ ગયા હતા. કામ પત્યા પછી તેઓ નજીક આવેલા આનંદ ધાબા પર જમવા માટે ગયા અને ચિકન તંદૂરી રોટીનો ઓર્ડર આપ્યો. ઓર્ડર મૂજબનું ખાણું પીરસવામાં મોડું થતાં એમણે કરણસંિહ નામના રસોઈયાને એટલો ફટકારોય કે એનું મોત થઈ ગયું.
* * *
દક્ષિણ કોરિયામાં આવેલી રેસ્ટોરાં ટિયામોએ ઈન્ટરનેટ પર થયેલા ભારે વિરોધને કારણે પોતાનો મેન્યુમાંથી એક આઈટેમ દૂર કરવી પડી છે. આઈટેમનુંનામ છે (હતું) ‘સ્પેગટી અલા કારને’ કારણ ? આ ખાદ્ય વસ્તુમાં કૂતરાના માંસનો ઉપયોગ થતો હતો અનેવિશ્વભરના કૂતરાપ્રેમીઓએ આ રીતે જાહેરમાં વેચાતી કૂતરાના માંસની વાનગી સામે વાંધો લીધો હતો !
* * *
ચીનના સિચુઆન વિસ્તારમાં રહેતા એક ચીનાને અકસ્માતે માથામાં વાગ્યું અને માથામાં મોટું કાણું પડી ગયું. આમ છતાં આ ચીનો મઝાથી જીવી રહ્યો છે !
* * *
મિલકતનો જબરદસ્તીથી કબજો મેળવવા માટે બિલ્ડરો ગુંડા ટોળકીઓ મોકલતાં હોવાનું આપણે સાંભળ્યું છે. પરંતુ હોંગકોંગ બોર્ડર નજીક આવેલા ચીનના સેનઝેન શહેરમાં એક બિલ્ડરે એક બિલ્ડીંગ ખાલી કરવવા ઝેરી વંિછીઓનો ઉપયોગ કર્યો. એક રાત્રે એણે ડોલ ભરીને ૪૦૦થી વઘુ વીંછી અળગ અલગ ફલેટમાં છોડી દીધા. સવારે રહેવાસીઓ ઉઠયા ત્યારે એમના શરીર પરથી વીંછીઓ ફરતા જોઈને ઘર છોડીને ભાગ્યા !
* * *
ઘણા ઓછાને ખબર હશે કે ભૂતપૂર્વ નાણાંપ્રધાન પ્રણવ મુખરજીની જંિદગીમાં ઓમિતા પૌલ નામની ખૂબ અગત્યની સ્ત્રી છે. દિલ્હીના વર્તુળોમાં ચર્ચા થયા છે, એ પ્રમાણે ઓમિતા પૌલને પૂછયા વગર પ્રણવ મુખરજી કોઈ નિર્ણય લેતા નથી. મુખરજીએ નાણાંપ્રધાન પદેથી રાજીનામું આપ્યું એ પહેલાં જ નાણાં મંત્રાલયમાંથી પૌલે રાજીનામું આપી દીઘું હતું, મતલબ કે હવે રાષ્ટ્રપતિ બન્યા પછી પણ મુખરજી પૌલમે પોતાની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં લઈ જશે. એમ કહેવાય છે કે પ્રણવદાને ઓમિતા પૌલ જેટલી નજીકથી જાણે છે એટલું કોઈ નહીં જાણતું હોય. ઉદાહરણ તરીકે ધાર્મિક હોવા છતાં પ્રણવ મુખરજીને કોઈ સરકારી નોકર દોરા-ધાગા કે તિલક કરે એ પસંદ નથી. મુખરજી સાથે મિટંિગ કરવા આવનાર સરકારી બાબુઓને ઓમિતા પૌલ આ વાત કરી રાખે છે, જેથી પોતે પહેરેલા ધાર્મિક દોરા કે વંિટી તેઓ સંતાડી દે !
* * *
એક ઓસ્ટ્રેલિયન કંપનીએ માણસ દ્વારા બનાવેલો અને દરિયામાં તરી શકે એવો વિશ્વનો પહેલો ટાપુ બનાવ્યો છે. આ ટાપૂને બોટ દ્વારા ખેંચીને વિવિધ સ્થળે લઈ જઈ શકાય છે. આ ટાપુ પર ત્રણ માળનું લકઝરીયસ મકાન છે, છ બેડરૂમ અને ચાર ટેનિસ કોર્ટ પણ છે. ૨૦ મીટર લાંબા અને ૩૭ મીટર પહોળા આ ટાપુની કંિમત ૬૫ લાખ યુ.એસ. ડોલર (આશરે ૩૫ કરોડ ૭૫ લાખ રૂપિયા છે)
* * *
દક્ષિણ ભારતમાં આવેલું રામેશ્વરમ ભારતભરમાં તેની શંખપૂજા માટે જાણીતું છે. મારવાડી લોકો શંખ પૂજામાં ખૂબ માને છે. રામેશ્વરમથી પોંડીચેરી સુધીના દરિયા કિવારે આશરે ૫૦૦ પ્રકારના શંખ નીકળે છે. તમિલ મરજીવાઓ પ્રાણવાયું વગર સમુદ્રના તળીયે પંદરથી વીસ મીનીટ સુધી રહી શકે છે. આમાં જો દક્ષિણવર્તી શંખ હાથ લાગે તો તેની કંિમત લાખો રૂપિયા મળે છે. મારવાડીઓ માને છે કે જમણેરી શંખની પૂજા કરવાથી ટુંક સમયમાં કરડોપતિ થઈ જવાય છે. અંદરની બાજુએ ત્રણ ખાંચા ધરાવતો શંખ નરશંખ કહેવાય છે અને તેની કંિમત લાખો રૂપિયા થાય છે, કારણ કે દર ત્રણ કે ચાર વર્ષે આવા એકથી બે જ શંખ મળે છે. બિરલા અને દાલમિયા કુટુંબો પાસે આવા શંખ છે.
* * *
આંખની કીકી આખા શરીરનો એકમાત્ર ભાગ છે કે જયાં લોહી કદી પહોંચતું નથી. માનવ હૃદયના ધબકારે આખા શરીરમાં જે લોહી ફરે છે એ દ્વારા શરીરના દરેક અંગને ઓકસીજન મળી રહે છે. પરંતુ આંખની કીકી હવામાંથી સીધો ઓકસીજન મેળવે છે.
* * *
યહુદીઓની સૌથી પ્રચલિત પ્રાર્થના છે ‘લીશાના હબા વેરૂશલી’ જેનો અર્થ થાય છે ‘આવતા વર્ષે અમે જેરૂસલેમમાં હોઈશું’ યહુદીઓની એ સૌથી પ્રાચન માન્યતા રહી છે કે ભૂતકાળમાં તેમના પૂર્વજોએ ઈશ્વરના આદેશોનું પાલન કર્યું નહીં અને તેઓ પાપની જંિદગી જીવતા હતા તેથી ઈશ્વરે તેમને શાપ આપ્યો કે હું તમને સમગ્ર વિશ્વમાં વિખેરી દઈશ. આ હકીકત હોય કે દંતકથા પરંતુ ખરેખર એવું બન્યું કે યહૂદીઓ હંમેશા વિશ્વભરમાં વિખરાયેલા રહ્યા અને જયાં રહ્યા ત્યાં લધુમતીમાં હોવાને કારણે તેમણે અત્યાચારો સહન કરવા પડયાં. આ જોઈને ઈશ્વરને તેમની દયા આવી અને તેમણે ચહુદીઓની કહ્યું ‘એક સમય એવો આવશે જયારે તમારૂં રાષ્ટ્ર બનશે’ અને સાચે જ આજે ઈઝરાયેલનું અસ્તિત્વ છે.
* * *
વર્ષો પહેલાં માબાપ બાળકોને દીર્ઘાયુષી બનાવવા માટે વિચિત્ર નામો રાખતા ઃ જુઠો, કચરો,નાથો, કાળો, ઘેલો, ગાફેલ, વાયલી, સવો, ભાભો, માલો, ખોડો, હોલો, વેલો, ઉકો, નાનો, રાણો, ડોસો, પોપટ, ફકીરો,લવો, જીણો, મોર, બકોર, જીંથરો, જીણી, લધુ, પંચી, ડેડકી, ધોળી, કૂકૂડી... વગેરે અખાં નામથી બાળક રોગોના પડછાયાથી બચી શકે છે એવી માન્યતા હતી. કેટલાક બાળકને ‘ભિખારી’ તરીકે પાંચ વરસની ઉંમરનો થાય ત્યાં સુધી ઉછેરે છે અને કપડાં માંગીને પહેરાવે છે.
* * *
મહારાષ્ટ્રના મંત્રાલયમાં ૨૧મી જુને જે આગ લાગી એને કારણે જાન-માલ- ફાઈલોને તો નુકશાન થયું જ, પરંતુ કેટલાક પ્રધાનોએ સારા નસીબ માટે અને વાસ્તુ સુધારવા માટે રાખેલી વસ્તુઓ પણ આગમાં સ્વાહા થઈ ગઈ છે. આગની બીજી સાઈડ ઈફેકટ એ થઈ કે નીચેના માળો સલામત રહેવાથી કેટલાક પ્રધાનોએ એમ માન્યું કે નીચેનો માળ વાસ્તુની દ્રષ્ટિએ બેસવા માટે વઘુ યોગ્ય છે એટલે હવે નીચેના માળે બેસતા અધિકારીઓને બિસ્તરા- પોટલાં બાંધીને બીજે શિફટ થવાનું કહેવામાં આવ્યું છે અને મુખ્યપ્રધાન સહિત બીજા સિનિયર પ્રધાનો હવે એમની જગ્યાએ બેસશે !
* * *

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved