Last Update : 18-July-2012, Wednesday

 

વિશ્વ અને ભારતનો સળગતો પ્રશ્ન ઃ સ્ત્રીઓ અને બાળકોમાં માલન્યુટ્રીશન

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી
- ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું ૧૫મું સ્થાન છે અને સ્ત્રીઓ અને બાળકોમાં માલન્યુટ્રીશનનું પ્રમાણ ૪૭% છે

આજના વિશ્વનો સળગતો પ્રશ્ન કયો ? ગ્રીસમાં ‘યુરો’ના ચલણમાં મંદી ? યુ.એસ.એ.ની આર્થિક મંદી ? આતંકવાદ ? ના... આમાંથી એક પણ નહિ. વિશ્વના અર્થશાસ્ત્રીઓએ તારણ કાઢ્‌યું છે કે, આજના વિશ્વનો નંબર-૧નો સળગતો પ્રશ્ન એટલે સ્ત્રીઓ અને બાળકોમાં ‘માલન્યુટ્રીશીયન’નો પ્રશ્ન. ભારતમાં પણ આ સળગતો પ્રશ્ન છે કારણ કે ભારતની પ્રજામાંથી ૨૦% સ્ત્રીઓ અને બીજા બાળકો એમ કરીને ૪૦% સ્ત્રીઓ અને બાળકો ‘માલન્યુટ્રીશન’નો ભોગ બની રહ્યા છે અને આ આંકડો ઘટવાનું નામ નથી લેતો. એટલે ભારતનો પણ આ સળગતો અને નંબર-૧ પ્રશ્ન ગણી શકાય.’ આ શબ્દો છે બ્રિટાનિયાના ડાયરેક્ટર વનિતા બાલીના.
વનિતા બાલી ભારતીય અર્થશાસ્ત્રના અભ્યાસી છે અને સ્વાસ્થ્ય અને ન્યુટ્રીશયનમાં ઊંડુ જ્ઞાન ધરાવે છે યુનાઇટેડ નેશન દ્વારા નિમણુક કરવામાં આવેલા ગ્લોબલ નેતા છે જેઓ ‘માલન્યુટ્રીશીયન’ના પ્રશ્ન પર કામ કરી રહ્યા છે.
‘માલન્યુટ્રીશીયન’ અવસ્થા એટલે વ્યક્તિને મળતું ખોરાકનું અપૂરતું પોષણ અથવા વધારે પડતું પોષણ પણ વિશ્વમાં જે સળગતો પ્રશ્ન બતાવાયો છે તે અપૂરતું પોષણ એટલે કે અન્ડરન્યુટ્રીશીયનનો છે ભારતમાં પણ ઉપર જણાવેલ આંકડા પ્રમાણે હજારો સ્ત્રીઓ અને બાળકો એવા છે કે જેઓને અપૂરતો ખોરાક- ઘણીવાર તો નહિવત ખોરાક મળે છે જેને કારણે શરીરમાં પ્રોટીન, ચરબી વગેરેની ઉણપ રહે છે જેને કારણે સ્ત્રીઓ અને બાળકો ન્યુમોનીયા, ટી.બી. જેવા રોગોનો ભોગ બને છે. (વધારે પડતા ખોરાક ઓવર ન્યુટ્રીશીયનનો પ્રશ્ન દસ ટકા જ છે.) અપૂરતા પોષણ માલન્યુટ્રીશીયન માટે યુનાઇટેડ નેશને ૨૦૦૯માં એક ચળવળ શરુ કરી ‘ગ્લોબલ સ્કેલીંગ અપ ન્યુટ્રીશીયન’ સત્યાવીશ દેશોમાં તેમણે નક્કી કરેલા માળખા પ્રમાણે સ્ત્રીઓ અને બાળકોમાં અપૂરતા પોષણને દૂર કરવાનું બીડું ઝડપ્યું. વિશ્વના દેશોમાંથી સત્યાવીસ ગ્લોબલ નેતાઓ પસંદ થયા, વનિતા બાલી તેમાંના એક છે જેમણે ભારત દેશમાં પણ આ પ્રશ્ન સામે આંગળી ચીંધી છે.
વડાપ્રધાન મનમોહનસંિહે બે હજાર અગિયારમાં જ્યારે ‘ભૂખમરો અને માલન્યુટ્રીશીયન’નો રિપોર્ટ રજૂ કર્યો ત્યારે જણાવ્યું કે, ભારતમા ૪૦% સ્ત્રીઓ અને બાળકો માલન્યુટ્રીશયનના ભોગ બને છે. ૩૯% વિશ્વના માલન્યુટ્રીશીયન ધરાવતા બાળકોની સંખ્યા ભારતમાં છે આપણે ભારતના મેગાસીટીઓમાં રસ્તા પર હજારો ભૂખી સ્ત્રીઓ તથા બાળકોને રઝળતા જોઈએ છીએ જેમની પાસે એક ટકો પણ સમ ખાવા પૂરતો ખોરાક નથી. એ જ પરિસ્થિતિ ગામડાઓમાં છે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, વર્લ્ડ બેન્કના રીપોર્ટમાં ભારતીય સ્ત્રીઓમાં માલન્યુટ્રીશીયનના પ્રશ્નોમાં બીજો નંબર છે અને ગ્લોબલ હંગર ઇન્ડેક્ષમાં ભારતનું ૧૫મું સ્થાન છે.
વનિતા બાલી કહે છે કે ખાસ કરીને સ્ત્રીઓમાં અને તેને લીધે બાળકોમાં માલન્યુટ્રીશીયન થવાના કારણો શું અને તેના પરિણામો શું ?
સૌ પ્રથમ કારણમાં તો કૂદકે ને ભૂસકે વધતી ભારતની વસ્તી. વસ્તી વધારામાં ચીન પછી ભારતનો નંબર આવે છે. ગરીબીની રેખા નીચે જીવતા કુટુંબોમાં અને સામાન્ય મઘ્યમ વર્ગના કુટુંબોમાં એક સર્વેક્ષણ પ્રમાણે પચ્ચીસ ટકા છોકરીઓ પોતાની ૧૫મી વર્ષગાંઠ જોવા પામતી નથી કારણ કે માલન્યુટ્રીશીયનનો ભોગ બને છે. વધારે બાળકોની સંખ્યાને માતાપિતા પૂરતો ખોરાક આપી શકતા નથી કારણ કે તેમની પાસે પોતાનો રોજગાર નથી.
બીજું કારણ છે જાતીય અસમાનતા એટલે જેન્ડર ઇન એક્વોલટી. ભારતીય સ્ત્રીઓ ઉપલા સ્તરમાં વિકાસ કરી રહી છે પરંતુ હજુ જ્યાં નીચલા સ્તરમાં બાળકો વઘુ પ્રમાણમાં હોય છે ત્યાં છોકરીઓ અને છોકરાઓને અપાતા પોષણમાં તફાવત રખાય છે. સ્તનપાનથી શરુઆત થાય છે સ્તનપાન છોકરાઓને વઘુ કરાવાય છે જ્યારે છોકરીઓને ઓછું કરાવાય છે. ખોરાક પણ છોકરાઓને વઘુ અપાય છે જ્યારે છોકરીઓને ઓછો અપાય છે. છોકરી મોટી થઈને જ્યારે સ્ત્રી બને છે ત્યારે પણ પોતે જતું કરીને પહેલા પતિ અને બાળકોને ખોરાક આપેે છે પછી પોતે ખાય છે. જેને કારણે તેણી જ્યારે સગર્ભા બને છે ત્યારે તે અને તેનું બાળક માલન્યુટ્રીશીયનના ભોગ બને છે. ભારતીય સમાજમાં સ્ત્રીની સેકંડ ફીડલની સ્થિતિ તેને જતું કરી પતિ અને બાળકોને વધારે આપવાની ભાવના ધરાવે છે. જે તેના શારીરિક વિકાસમાં બાધારૂપ બને છે.
ભારતીય સ્ત્રીઓ માટે એવું કહેવાય છે કે, ભારતીય સ્ત્રીને બાળકો તથા રસોઈ વધારે ગમે છે અને તેણી કામ કરતીન થી. પરંતુ વાસ્તવમાં ભારતીય સ્ત્રી- ભારતીય પુરુષો કરતાં વધારે કામ કરે છે. ભારતીય સ્ત્રીના કામના કલાકો વધારે હોય છે દિવસમં સ્ત્રીઓ પુરુષો કરતા વધારે કામ કરે છે એટલે ૧૦૦૦ ફેવર (ખીુીિ) કેલેરી સ્ત્રીની વધારે બળે છે છતાં તેને દિવસ દરમ્યાન ખોરાક ઓછો મળે છે, જેને કારણે તે માલન્યુટ્રીશીયનનો ભોગ બને છે.
ભારતીય સ્ત્રીઓમાં શિક્ષણનો અભાવ હોય છે. ઉપર જણાવેલ આંકડા પ્રમાણે ૪૭% સ્ત્રીઓને ખાવાના જ સાંસા હોય છે ત્યાં શિક્ષણની તો વાત જ ક્યાં રહી ? ટૂંકમાં શિક્ષણનો અભાવ છે સત્તાવાર સર્વેક્ષણ પ્રમાણે શિક્ષિત ૬૫% પુરુષોની સરખામણીમાં ૪૦% સ્ત્રીઓ શિક્ષિત છે. આમ, શિક્ષણના અભાવે રોજગારી પણ સ્ત્રીઓ પાસે નથી એટલે આર્થિક સ્વનિર્ભરતા ના આવે અને સ્વાસ્થ્યના પ્રશ્નો જાગૃતિ ના કેળવી શકે આ પણ માલન્યુટ્રીશીયનનું અગત્યનું કારણ છે.
ભારતીય મહિલાઓમાં સ્તનપાનના સામાન્ય જ્ઞાનનો ઘણીવાર અભાવ હોય છે જેને કારણે ઘણી સ્ત્રીઓ પૂરતું સ્તનપાન બાળકને કરાવતી નથી આથી બાળકમાં ઘણાં પોષક તત્ત્વોની ખામી જોવા મળે છે. સાથે, ગરીબી નીચે જીવતા કુટુંબની સગર્ભા સ્ત્રીઓને પોતાને જ આ અવસ્થા દરમિયાન પૂરતું પોષણ મળતું નથી આથી પ્રસૂતિ પછી દૂધના અભાવે આ મહિલાઓ સ્તનપાન કરાવી શકતી નથી, જેના કારણે બાળકમાં પોષક તત્ત્વોનો અભાવ જોવા મળે છે. એક સર્વેક્ષણ પ્રમાણે માતાના દૂધમાં પોષક તત્ત્વો, ગાય, ભેંસ વગેરેના દૂધ કરતા ૮૦૦% વધારો હોય છે.
ગામડાઓમાં અને શહેરોમાં વસતી ગરીબ પ્રજા ચુલા પેટાવે છે જેમાં લાકડા, છાણ, ઢોરના મળમૂત્ર વગેરે બળતણ તરીકે વાપરે છે જેને ‘બાયોમાસ’ કહેવામાં આવે છે. આ બળતણને લીધે આ મહિલાઓમાં રોગો થાય છે જેને લીધે પણ માલન્યુટ્રીશીયનની પરિસ્થિતિ ઉભી થાય છે. એક સામાન્ય સર્વેક્ષણ પ્રમાણે જે મહિલા ત્રણથી ચાર કલાક ચૂલો સળગાવી કામ કરે છેેે તે સિગરેટના ૨૦ પેકેટો પીવાય ત્યારે ઘુમાડાવાળી હવામાં કામ કરે છે.
આનો ઉપાય શું ? આમાં સૌ પ્રથમ તો સંતતિ નિયમન એટલે વસ્તી વધારો અટકાવવો પડે. સામાન્ય સ્તરમાં જીવતા કુટુંબને માલન્યુટ્રીશીયનની પરિસ્થતિ સમજાવી બે સંતાનોવાળી સ્કીમની જાગૃતિ લાવવી જરૂરી છે. જો આ પગલું અસરકારક બને તો વસ્તી આપોઆપ ઘટે અને અનાજની ફાળવણી યોગ્ય રીતે થઈ શકે.માતાઓ બાળકો તરફ ઘ્યાન આપી શકે.
બીજા ઉપાયમાં સ્ત્રીઓમાં શિક્ષણનો ફેલાવો જરૂરી છે. જેને કારણે સ્ત્રીઓમાં સમજણ અને પરિપક્વતા આવે ઉછેરમાંથી માંડી છેક સુધી જાતીય ભેદભાવ ઓછો થાય તેમજ સ્ત્રીઓ રોજગારી મેળવી શકે જેને કારણે આર્થિક સ્વનિર્ભરતા આવે જે સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવે અને પૂરતું પોષણ મેળવવાની માહિતી પણ સ્ત્રીઓ મેળવી શકે.
નાગરિકની જેમ સરકારની પણ તેટલી જ ફરજ બને છે. સસ્તા અનાજની દુકાનમાંથી આજીવિકા વગરના અને ઓછી આજીવિકાવાળા કુટુંબને અનાજ મળે તે વ્યવસ્થા આયોજનપૂર્વક કરવી જરૂરી બને છે. સસ્તા અનાજની દુકાનોવાળા અને બીજા સરકારી કર્મચારીઓ, પ્રધાનો તેનું કૌભાંડ કરી, અનાજનો જથ્થો વેચી ના દે તે જોવાની ફરજ પણ સરકારની છે. આ પ્રકારના કુટુંબોને ગૃહ રોજગાર પૂરો પાડવાની યોજના અમલમાં મૂકાય જેથી સ્ત્રીઓમાં આર્થિક નિર્ભરતા આવે. જરૂરી શિક્ષણ મફત આપવાનો કાયદો ફક્ત કાગળ પર ના રહે. સરકાર દ્વારા તેનું અમલીકરણ થાય.
તાજેતરમાં જ ટી.વી.ની એક ન્યુઝ ચેનલ પર સમાચાર જોવામાં આવ્યા કે શિરડીના સાંઇબાબાના એક ઉદ્યોગપતિ અનુયાયીએ બાબાને ચાંદીની બેઠકવાળો રથ ભેટ આપ્યો જેમાં ઉપરના ધુમટમાં સુશોભન માટે હીરા માણેક પણ જડેલા છે આની કંિમત લાખોમાં છે વાસ્તવમાં સાંઇબાબાનું જીવન વાંચીએ તો તેઓ ગરીબોના બેલી કહેવાતા હતા. આવા ઉદ્યોગપતિઓ શ્રદ્ધાપૂર્વક ભગવાનને જરૂર થોડી રકમ અર્પણ કરે પણ અડધી પણ જો આ ગરીબ કુટુંબો પાછળ ખર્ચે તો ઘણા ગામડાઓ કે શહેરની વસ્તીને અનાજ મળી રહે. મંદિરોમાં તો આવા ઘણા દાન થતા હોય છે. આ અબજોપતિઓ, આ કાર્યશિબિર ભળી તો ઘણા ભાગના પ્રશ્નો હલ થાય.
ભારતમાં મઘ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, આન્ધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં સ્ત્રીઓ અને બાળકોમાં માલન્યુટ્રીશનનો પ્રશ્ન વધારે જોવા મળે છે. સત્યાવીશ દેશોમાંથી થાઇલેન્ડ, મલેશિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ માલન્યુટ્રીશીયન મહિલાઓ અને બાળકોની ટકાવારી ઓછી કરવાનો અથાગ પ્રયત્ન કર્યો છે પણ આપણું મેરા ભારત મહાન હતું એ જ ટકાવારીમાં છે આશા રાખીએ આવનાર વર્ષોમાં આ ટકાવારી ઓછી થાય.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved