Last Update : 18-July-2012, Wednesday

 

તમારું ‘ઈન્ટરનલ કલૉક’ શું કહેતું હોય છે??

 

કાવેરી એટલે શ્રદ્ધા, આશા અને પ્રેમનો ત્રિવેણી સંગમ. જે માર્ગે જતા લોકો ડરતા હોય છે ત્યાં પોતે શ્રદ્ધા સાથે દોડી જઈ શકતા. કહેતા કે નેપોલિયન યુદ્ધના મેદાન પર પણ બે મિનિટ કાઢી એક નૅપ નાનકડું ઝોકું લઈ ફ્રેશ થઈ જતા. ‘ઈન્ટરનલ કલૉક’નો આદેશ મળતોઃ બેટા, આરામનો સમય છે. કાવેરી નેપોલિયનને અનુસરતા. પ્રોફેસર કાવિરી કોલેજમાં ચાર પીરીયડ લઈ આવે એટલે કોમન રૂમમાં ખૂણાની એક ખુરશી પર બેસી, આંખો મીચી દેતા. ‘ઈન્ટરનલ કલૉક’નો આદેશ મળતોઃ બેટા, આરામનો સમય થઈ ગયો છે. બે મિનિટ પછી કાવેરી ફ્રેશ થઈ જતા. સ્ટાફરૂમમાં લોકો કહેતાઃ કાવેરીબહેન, ‘મેડિટેશન’માં બેઠા છે. ‘ડોન્ટ ડીસ્ટર્બ’. અલબત્ત, લોકો પ્રેમભાવે કહેતા.
‘ઈન્ટરનલ કલૉક’ એ કોઈ ‘મીરેકલ’-ચમત્કાર નથી. પણ ‘ઈનસાઈટ’ છે. ઈન્ટ્યુઈશન છે, જે દરેકને સાઘ્ય નથી, કેટલાકને જ તે સિદ્ધિ વરેલી છે. કાવેરીને આ ‘ઈન્સાઈટ’ માતા પાસેથી મળેલી. તેની માતા કહેતા કે સ્પ્રંિગના દિવસો હોય, વાતાવરણ રળિયામણું હોય, ચોપાસ શાંતિ પથરાયેલી હોય છતાં નીંદર રુઠી જાય તો? તેના પતિ બિઝનેસમેન હતા. સતત સંધર્ષમાં ઘેરાએલા રહેતા જ્યારે પોતે શાંતિની નીંદર ખેંચી શકતા અને તે શક્તિ કાવેરીને વારસામાં મળેલી.
બે વિશ્વ યુદ્ધોએ માનવીને અનેક બક્ષિસો ભેટ ધરી છે તેમાં રાત્રે ઊંઘ ઊડી જવાની સમસ્યા ઘનિષ્ટ બનતી જાય છે. અને ‘ઈન્ટરનલ કલૉક’ રણકતું અટકી ગયું છે. ઊંઘ માટે મેલાટોનીન સપ્લીમેન્ટ અનિવાર્ય બનતું જાય છે. ‘મેલાટોનીન’ એ માનવ શરીર માટે ‘નેચરલ સ્લીપીંગ પીલ્સ’ બની ગયું છે. કર્ટીસોલ સ્ટ્રેસ હોર્મોનના કારણે મેલાટોનીને પ્રોડક્શનને ‘ઈફેક્ટ’ થવા લાગી છે. અને તે મેલાટોનીન પીલ્સ મારફત પૂરક તત્ત્વ બની રહે છે. સંખ્યાબંધ લોકો તેના વ્યસની બનતા જાય છે. કહેવાય છે કે એની સાઈડ ઈફેક્ટ્‌સ નહીંવત્‌ છે. લોકોને તેથી રાહત મળે છે અને રાતની ઊંઘ માટે પૂરતી સહાય આ રીતે મળતી રહે છે.
દુર્ભાગ્યની વાત છે કે શાંત નિદ્રા માટે ‘મેલાટોનીન પીલ્સ’નો આશરો લેવો પડે? હા, તેનું ‘ઓપ્સન’ જરૂર છેઃ ‘ઈન્ટરનલ કલૉક’ને ફરી રણકતું કરવું અને સ્ટ્રેસ મુક્ત બની, મેલાટોનીન પીલ્સ વિના રાતની શાંતિ સાથે ઊંઘ અનુભવવી. ચંિતકો કહે છે કે ‘ઈન્ટરનલ કલૉક’ તો સતત રણકે છે, માત્ર આપણી શ્રવણેન્દ્રિય જાગૃત કરવાની જરૂર છે.
ઈન્ટરનલ કલૉકને ફરી રણકતું કરવું હોય અને તેનો રણકો શું સંદેશો આપતો હોય છે તે સાંભળવાની ખરેખર ઇચ્છા હોય તો સૌ પ્રથમ, ‘લૉ પ્રોફાઈલ’ રાખો. હવામાં ન ઊડો. પગ ધરતી પર રાખો બીજું, વઘુ ચાન્સીસ લેવાનો મોહ ઘટાડો. તમારા ઉત્તમ ઈરાદાઓ બળીને રાખ-ભસ્મ થઈ જશે. ત્રીજું, તો જેટલું તમે જાણો છો તેની સાથે રહો. કૂદકા મારવાનું બંધ કરો. ચોથું, લોકો સાથે વાદ-વિવાદમાં ન જ પડો. તેને ‘પ્રોસ્ટીઝ ઈશ્યુ’ કદી ન બનાવો. પાંચમું, બધા જ તમારા જેવા કેરીંગ, લવીંગ અને સ્ટ્રોંગ નથી એટલે દલીલો દ્વારા તમને નુકસાન પહોંચાડવા પ્રયત્નશીલ છે. પણ શાંત રહેશો તો તેમના હાથ હેઠા પડશે.
ઈન્ટરનલ કલૉકને ફરી રણકતું કરવું હોય તો કોઈ સાથે હા-નામાં ન જ પડો. માત્ર ગ્રાઉન્ડ ઉપર રહો. તેમની ચોખ્ખી બનશે તો તેમના કોઈપણ સવાલના જવાબ માટે તેમની નજર તમારા તરફ વળશે. બીજું, ભૂતકાળમાં જે કોઈ નિર્ણયો તમે લીધા છે તેમાંથી શીખવાનું વલણ જરૂર રાખો તમને ‘લેમન’ મળે તો તેમાંથી ‘લેમોનેડ’ તૈયાર કરો. આગળ વધતા રહો અને કરેકશન કરતા રહો. ઈન્ટરનલ કલૉક રણકવા માંડશે.
કાવેરીની કેટલીક વ્યવહારુ બાબતો પણ ચિત્ય બની રહે છે. એક તો, વૉકંિગ, રોજ ચાલીસ મિનિટનું રાખો. બીજું, ગાર્ડનીંગનો શોખ કેળવો. ત્રીજું, કૌટુંબિક સભ્યો સાથે આત્મસાત થાઓ. રોજ સવારની ચા સાથે મળીને પીઓ. ચોથું, પ્રાયોરિટીઝ નક્કી કરો. પાંચમું, થોડાં કામ લો અને દિલ રેડીને કરો. વચ્ચે વચ્ચે સહજ ‘નૅપ’ લઈ લો. ઈન્ટરનલ કલૉકનો મેસેજ સમજતા જરૂર થઈ જશો.
- હરેન્દ્ર રાવલ

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved