Last Update : 18-July-2012, Wednesday

 

વ્યવસાય માટે સંઘર્ષ આફતરૂપ

બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય અને તે વધતો જાય ત્યારે સંઘર્ષ પરાકાષ્ટાએ પહોંચતો હોય છે. શાણા માણસો સંઘર્ષની શરૂઆતથી જ સાવધાન થઇ તેને દૂર કરવા પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે એક વ્યક્તિમાં અભિમાન અથવા સ્વાર્થ અથવા ‘બતાવી દઉં’ની ભાવના જાગ્રત થઇ જાય છે ત્યારે તે સંઘર્ષને દૂર કરવાના પક્ષમાં હોતો નથી.
સંઘર્ષ દૂર કરવા માટે પહેલાં સંઘર્ષ શેના માટે છે તે સમજવું ખૂબ જરૂરી છે. બે ભાઈઓ ભાગીદાર તરીકે ધંધો કરતા હોય અને એકબીજાના કામને વહેંચી લીધા હોય તથા એકબીજાના પ્રશ્નો સહકારથી ઉકેલવાનું ઘ્યેય રાખતા હોય તો સંઘર્ષને દૂર રાખી શકે છે અને બંને માટે પ્રગતિકારક સાબિત થાય છે.
બેમાંથી એક મતે અન્યાય થાય છે એ ગ્રંથિથી પીડાતો હોય તો ધીમે ધીમે સહકારથી અસહકાર તરફનું વર્તન કરવા લાગે છે. પરિણામે સંઘર્ષ ઊભો થાય છે. કોઈ પણ સંસ્થાની પ્રગતિ એ સૌની પ્રગતિ છે પણ જયારે સંસ્થાના ભાગીદારો ફકત સ્વપ્રગતિ ઇચ્છે ત્યારે ઘણી વખત સંસ્થાના ભાગીદારો સંસ્થાની પ્રગતિની પરવા કરતા નથી અને સંસ્થાને નિષ્ફળ બનાવવામાં આડકતરો ભાગ ભજવતા હોય છે.
દરેક વ્યક્તિની શકિત એક સરખી હોતી નથી. બે ભાઈઓ, પિતા-પુત્ર માતા-પુત્રી, બહેનો વગેરેમાં એક લોહી હોવા છતાં તેઓની આંતરિક શક્તિઓમાં ઘણી વખત આભજમીનનો ફેર હોય છે. એક ભાઇની સંચાલન શકિત અસરકારક હોય તો બીજા ભાઈની માનવસંબંધો જાળવવાની શક્તિ અસરકારક હોય. આવા સમયે એ શક્ય છે કે માનવસંબંધો જાળવતી વ્યક્તિમાં સંચાલન શકિત પુરતી ના હોય અને સંચાલન શકિત ધરાવતી વ્યક્તિ માનવસંબંધો જાળવવામાં નબળો હોય. બે ભાઈઓ જયારે ધંધો સાથે કરતા હોય ત્યારે પોતાની શક્તિઓ સમજી કામ કરે તો સંઘર્ષ પેદા થતો નથી પણ જો સંચાલન શકિત ધરાવતો ભાઈ એવું માનવા લાગે કે ધંધામાં મારી કોઇ સત્તા નથી, સ્ટાફ મારો નથી અને સંચાલનમાં સૂચનો આપવાને બદલે માથું મારવાનો પ્રયત્ન કરે તો સંઘર્ષ પેદા થતાં સમય લાગતો નથી અને પ્રગતિ કરતો વ્યવસાયનાં પરિણામો બગડવા લાગે છે.
કોઈ પણ લીમીટેડ કંપનીમાં કૌટુંબિક ઝઘડા પ્રવેશે છે ત્યારે સારી નામના ધરાવતી લીમીટેડ કંપનીના ડાયરેકટરો વચ્ચે પણ સંઘર્ષ પેદા થયા છે ને કંપનીના ભાગલા કરવાનો વખત આવે છે. ભાગલા પેદા થતાં જ દરેકની શકિત અડધી થઇ જાય છે. અને કામ બેવડાઈ જાય છે. બહારના હરીફો ફાવી જાય છે કારણ કે બે ભાગલા પડેલી કંપનીઓને પહેલાં એકબીજા સાથે હરીફાઈ કરવી પડે છે. નંબર એકનું સ્થાન ધરાવતી તે કંપની ઘણી વખત દસમા ક્રમે જતી રહેતી હોય છે. શેર વેલ્યુ ઘટી જાય છે અને દરેક નુકશાન ભોગવે છે.
પિતાએ સ્થાપેલ ઉદ્યોગમાં ભાઈઓ ભાગીદાર બને અને સંચાલન સંભાળવાનું શરૂ કરે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે એક ભાઈ ઝડપથી ધંધાની આંટીધૂંટી શીખે છે જયારે બીજો ભાઈ પોતાના બીજા શોખોને કારણે ધંધાની આંટીધૂંટી શીખવામાં ધીમો પડે છે. અથવા કંટાળો અનુભવે છે. આવા સમયે એક ભાઇની ધંધામાં સત્તા વધતી જાય છે અને તે વાસ્તવિક છે. વખત જતાં બીજા ભાઈને એમ લાગવા માંડે છે કે તેની પાસે ધંધાની સત્તા નથી. તે નામનો ભાગીદાર છે. પિતાને ફરિયાદ કરે છે. ઇમોસનલ બ્લેકમેલીંગ કરવાનું શરૂ કરે છે અને કુટુંબના બીજા સભ્યો પણ આ સંઘર્ષમાં ભાગ લેવાનું શરૂ કરે છે અને ‘અન્યાય થાય છે’ ‘અન્યાય થાય છે’ ની વાતો શરૂ થઇ જાય છે. પિતા કંટાળીને ઉદ્યોગના બે ભાગલા કરવાનું વિચારે છે અને ધંધામાં લાગણીઓને મહત્તા આપતાં જામેલા ઉદ્યોગને નિષ્ફળતા તરફ ધકેલતા હોય છે. ગુજરાતની મિલો બંધ થવાનાં કારણોમાં કૌટુંબિક ઝઘડાઓએ મોટો ભાગ ભજવ્યો છે.
અત્યારના જમાનામાં કોઇ પણ ધંધા કે ઉદ્યોગને વાસ્તવિકતાથી ચલાવવાની જરૂર છે. લાગણીઓથી અથવા એક જ વ્યકિતની માન્યતાઓથી સંચાલન થઇ શકતું નથી. કુટુંબનો સંઘર્ષ વ્યવસાય અથવા ઉદ્યોગ ઉપર હાવી ના થઈ જાય તેમાં જ શાણપણ છે.
ઘણી વખત ભાગીદારોમાં એક ભાગીદારની નિર્ણય શકિતનો અભાવ હોય છે અને વારંવાર પોતાના વિચારો અને નિર્ણયો બદલ્યા કરે છે પરિણામે વ્યવસાયને સરળતાથી ચલાવવામાં મુશ્કેલી પડે છે. કાચા કાનની વ્યક્તિઓમાં આત્મશ્રઘ્ધાનો અભાવ હોય છે. પરિણામે એમના નિર્ણયો બીજાઓની સલાહ ઉપર આધાર રાખતા હોય છે અને વારંવાર નિર્ણયો બદલતા રહે છે. પરિણામે બીજા ભાગીદારો પણ વિમાસણ અનુભવતા રહે છે અને નિર્ણયોનો અમલ થઇ શકતો નથી અને વિકાસ ધીમો પડી જાય છે અથવા અટકી જાય છે.
એકતાથી બે ભાઈઓ કામ કરતા હોય અને જયારે તેઓ પરણે છે ત્યારે આડકતરી રીતે તેમની પત્નીઓ અને પત્નીઓના કુટુંબીજનો પણ ધંધા વિષે સલાહસૂચનો આપવાનું શરૂ કરી દેતા હોય છે. આમાંથી એક અતિ સ્વાર્થી હોય ત્યારે કાન ભંભેરણી શરૂ કરી દે છે અને ઘણી વખત ખૂબ જ સફળ વ્યવસાયના ભાગલા થઇ જાય છે કાન ભંભેરણી કરનારને પોતાની ભૂલ સમજાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું છે.
કોઈ પણ વ્યવસાયમાં એકતા જળવાઇ રહે તેમાં જ પ્રગતિ છે.
- રોહિત પટેલ

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved