Last Update : 18-July-2012, Wednesday

 

કાન એ કોઈની થૂંકદાની નથી...

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


ના ગમે તો વાત સાંભળવી નથી,
કાન એ કોઈની થૂંકદાની નથી.
અણગમો આવે તો તોડી નાખીએ,
શબ્દની કંઈ જાત ઈન્સાની નથી.
બસ નથી ગમતું અને પીતો નથી,
આ કોઈ મારી મુસલમાની નથીય
પેટ ફૂટે તોય ના ભાગી છૂટે,
એટલો આ જીવ અજ્ઞાની નથી.
સ્પર્શની એકેય નિશાની નથી,
આ ત્વચામાં એવી નાદાની નથી.
- ભરત વંિઝુડા

 

અનુઆઘુનિક સમયગાળાના એટલે કે આજના સમયના મહત્ત્વના ગઝલકારોમાનું એખ નામ ભરત વંિઝુડા છે. સરળ લાગતી વાત કેવી સોંસરી સ્પર્શી જતી હોય છે. સરળતા કેવા ચોટદાર શેર જન્માવતી હોય છે તેના ઘણાં ઉદાહરણ ભરત વંિઝુડાની ગઝલોમાંથી મળે. સાવરકુંડલાના આ ગઝલકાર એક સમયે કંવલ કુંડલાકરના નામે પણ ગઝલો લખતા હતા. સાવર અને કુંડલા એ બે અલગ-અલગ ગામ છે. વચ્ચે એક નદી છે અને આમ નામ બન્યું છે સાવરકુંડલા. કોઠ અને ગાંગડ એ બે ગામ જુદા છે પણ બોલાય છે કોઠ-ગાંગડ. આ ક્ષણે યાદ આવે છે તુંગભદ્રા નદી. શૃંગેરેમાં તુંગા અને ભદ્રા બે નદીઓ ભેગી મળીને તુંગભદ્રા બને છે.
તમને થશે કે આ વાતોને અને ગઝલને શું સંબંધ? આપણે સાવરકુંડલામાંથી સ્વૈરવિહાર કરતાં કરતાં છેક શૃંગેરી સુધી પહોંચી ગયા. લેખ ન ગમે તો અધવચ્ચેથી પડતો મૂકી શકાય. પરંતુ આપણે ન ગમે તેવી ખરાબ વાત, નેગેટીવ વાત, પંચાતની વાતો નથી સાંભળવી એવું નક્કી કરી શકીએ છીએ ખરા? ઉંધ આવતી હોય, થાકી ગયા હોઈએ છતાં આપણે આવેલા મહેમાનની સાથે નેગેટીવ વાતોમાં રસ લઈને ડૂબી ગયા હોઈએ છીએ. અને ફરી પાછા ફરી આવવાનું નિમંત્રણ પણ આપીએ છીએ. કોઈ પડોશી આપણા ઘરના ખૂણે થોડોક એંઠવાડ ફેંકી જાય અને આપણે પૂરા જોશ અને ઝનૂનથી તેની સાથે ઝધડી લઈએ છીએ કે એની શું મજાલ કે આપણા ઘરને બગાડી જાય. કોઈ આપણા મનને બગાડી જાય, મનમાં કરચો નાંખી જાય એ તો ક્યાંથી ચલાવી લેવાય? આપણે ત્યારે કેમ ના નથી પાડી શકતા?
ના ગમે તો વાત સાંભળવી નથી,
કાન એ કોઈની થૂંકદાની નથી.
સમગ્ર ગઝલમાં દંભ વગરની સીધી વાત કરવામાં આવી છે. ભૂખ ન હોય કે પેટમાં ગરબડ હોય એટલે જ્મ્યા ન હોઈએ. પણ બહુ ખૂબીથી અન્યને અને જાતને છેતરી લઈએ છીએ કે અગિયારશનો ઉપવાસ થઈ ગયો. કવિ કહે છે કે હું દારૂ નથી પીતો એટલા માટે કે નથી ગમતો. એમાં કોઈ મારી બહુ મોટી નિષ્ઠા નથી. હું બહુ સાચો મુલલમાન કે પાકો મુસલમાન છું એવો કોઈ દાઓ નથી. આપણે આપણા અણગમા પણ ગુણમાં ખપતા હોય તો ગુણમાં ખપાવી દઈને ગુણવાન સાબિત થવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ.
ત્વચા એટલે કે ચામડી આમ ભલીભોળી લાગે પણ નાદાન નથી. એણે સ્પર્શની એક પણ નિશાની સાચવી નથી. પકડાઈ ન જવાય એની હોંશિયારીમાં જોયું વાત કરવાની રીત ભરત વંિઝુડાની જરાક જુદી છે. સ્પર્શની હૂંફ, અર્થ, સ્પર્શનો મહિમા બઘું જ મનમાં સચવાયેલું છે પણ ત્વચાએ એક જરીક જેટલી ય નિશાની રહેવાઈ ન દીધી. ભલભલા ઘા રૂઝાઈ જાય છે અને ત્વચા બદલાઈ જાય છે. તેમના થોડાક મને ગમતા શેર અહીં મૂકું.
આજ વરસાદની જેમ વરસ્યા હરિ,
કોઈ ભીંજાય છે જાત આખી ધરી.
મારી અનુભૂતિ જ દિશા ચીંધશે મને,
રસ્તાની સાથે સાથે સતત ચાલવું નથી.
કવિતા લખવી એ આમ તો સરળ કામ નથી. દોરડા ઉપર એક માણસ ચાલતો હોય ત્યારે એકેય બાજુ ઝૂક્યા વગર, સંતુલન જાળવીને સાચવી-સાચવીને એક-એક કદમ દોરડા ઉપર ભરતો હોય છે. એની નજર ક્યાંય આધી-પાછી નથી હોતી. એનું લક્ષ્ય એક જ હોય છે સાચવીને ચાલીને પાર નીકળી જવાનું. કવિ પણ કાગળ કલમનું સંતુલન જાળવીને કવિતા દ્વારા શબ્દની પારની સફર કરાવે છે.
એક માણસ દોરડા પર જેમ ચાલે છે,
એમ કાગળ પર કલમનું ચાલવાનું છે.
ઈશ્વર હોય કે પ્રિય પાત્ર. એને શોધવા નીકળવાનું હોય કે બૂમ પાડવાની હોય તો દૂરતા તો જોઈને! પણ જરા જેટલી પણ દૂરતા ન હોય એ જ સામી નીકટતા છે. શેર જોઈએ.
સાદ પાડી તને હું બોલાવું,
એટલી ક્યાંથી દૂરતા લાવું.
આપણે ગાલિબના સમયમાં ના થયા એનો ઘણાને અફસોસ હોય. પરંતુ કવિની એક ગઝલમાં એથી અવળી જ વાત થયેલી છે. આ અવળવાણી માણવા જેવી છે. ઈશ્વર સૌને ઘારણઓનો જ મળેલો છે. ‘મળ્યા’ રફીફની ગઝલ જોઈએ.
અફસોસ! કેટલાય મને આગવા મળ્યા,
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા.
જોવાં મળ્યા નથી કે નથી જાણવા મળ્યા,
ઈશ્વર અહીં બધાને ફક્ત ધારવા મળ્યા.
પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને,
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા.
આંખો મળી છે દૃશ્યને ઝીલી બતાવવા,
ચશ્માં જરાક એમાં મદદ આપવા મળ્યાં.
ઊંચાઈ બેઉમાંથી વઘુ કોની હોય છે,
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યા.
રાતો વિતાવવા જ મળી સાવ એકલા,
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા.
તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ,
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યા.(સહયોગ ઃ કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ)

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved