Last Update : 18-July-2012, Wednesday

 

શ્વાસ કેરી સોય લઈને આયખાનું વસ્ત્ર આ, કોણ જાણે કેટલું સાંઘ્યુ હશે કોને ખબર ?

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

આવતીકાલે આવું કંઈક બનશે એનો અંદાજ તો તમને ગઈ રાત્રે જ આવી ગયેલો દર્શન, જ્યારે પ્રિન્સીપાલ સુજાન સાહેબે તમને એ નાનકડા હાઉસફૂલ મલ્ટીપ્લેક્સ થિયેટરની ફૂટપાથ પર એ સિનેમાની ટિકીટોને બ્લેક કરતાં જોયા હતાં. ફિલ્મ નવી હતી, શહેરના એક જ થિયેટરમાં આવી હતી, અને રજુ થતાં પહેલાં જ એમાંના કેટલાક દ્રશ્યો, ગીતોના લીધે અખબારોમાં ચર્ચાસ્પદ બનેલી. એટલે ડી.વી.ડી.-વી.સી.ડી.ના આ ઘુઆંધાર દિવસોમાં ય પહેલા દિવસે છેલ્લા શોમાં ટિકીટોનો તમને બ્લેકમાં ભાવ એકસોવીસ રૂપિયાની ટિકીટનો એકસો પચાસ રૂપિયા મળતો હતો દર્શન.
‘‘એકસોબીસકા ડેઢસો, એકસોબીસકા ડેઢસો!’’ બોલતાં તમે થિયેટરની ભરચક ફૂટપાથ પર ઊભા રહી ખમતીધર ફિલ્મ-શોખીનોને બ્લેકમાં ટિકીટો ખપાવતા હતાં, ને તમારી કોલેજના પ્રિન્સીપાલ સુજાન સાહેબની કંિમતી સફેદ કાર થિયેટરની ફૂટપાથની કિનારે આવીને ઊભી રહી ગયેલી. એ કારની બહાર આવી રહેલા પ્રભાવી કરડા ચહેરાવાળા સુજાન સાહેબ, એમનાં જાજરમાન પત્ની નિર્મલાદેવી અને એમની નટખટ શરબતી પુત્રી મૌલિને તમે જોતાવેંત જ ઓળખી ગયેલાં દર્શન. સુજાન સાહેબે કારની બહાર આવી ‘હાઉસફૂલ’ના બોર્ડ પર નજર કરી લઈ, સ્વાભાવિક સ્વરે જ ‘ચાલો પાછા! હાઉસફૂલ છે!’ કહી ફરી પાછા કારમાં બેસવાની તૈયારી કરી, ત્યાં જ એમનાં પત્ની નિર્મલાદેવીએ, બ્લેકમાં ટિકીટો વેચી રહેલાં તમારા પ્રત્યે આંગળીના ઈશારાથી સુજાન સાહેબનું ઘ્યાન દોર્યું. નિર્મલાદેવી એક સ્થાનિક કોલેજમાં અંગ્રેજીના લેકચરર છે. અને ‘બ્લેકમાં ટિકીટ ન લેવી જોઈએ’નો સુજાન સાહેબના ચહેરા પરનો ભાવ નિર્મલાદેવીની વંકાયેલી ભૂ્રકુટિઓ વચ્ચેથી વહી ગયો.
‘‘કેટલાં પૈસા આપવાના છે ત્રણ ટિકીટના ?’’ સુજાન સાહેબે ખિસ્સામાંથી પાકીટ કાઢતાં તમને પૂછ્‌યું દર્શન.
બીજું કોઈ હોત તો એક ટિકીટના દોઢસો રૂપિયા લેખે તમે સાડા-ચારસો રૂપિયા માંગ્યા હોત દર્શન, પણ સુજાન સાહેબને તમે હસતાં ચહેરે કહ્યું, ‘‘ત્રણસો નેવું રૂપિયા સાહેબ! આપ તો રેપ્યૂટ કોલેજના પ્રિન્સીપાલ છો ને ?’’
એક બ્લેક-માર્કેટીયર પોતાને ઓળખે છે એના આશ્ચર્યનો ભાવ આંખોમાં આંજી, ‘‘તમે મને ઓળખો છો શું ?’’ કહી સુજાન સાહેબે પૈસા આપી ટિકીટો હાથમાં લીધી. જોકે તમને તો ખાત્રી હતી દર્શન કે સુજાન સાહેબને એમની કોલેજનાં વિદ્યાર્થી તરીકેની તમારી ઓળખાણ તો નહીં જ પડી હોય. હોલ-શૂઝને ઢાંકતી તમારી લાઈટ ગ્રે કલરની જિન્સ પેન્ટ પરનું ‘ઈન’ કરેલું મોટા બ્લ્યૂ ચોકડાવાળુ શર્ટ, કરડા રૂંછાવાળી તૂર્કી સ્ટાઈલની કેપ અને જવાન તીખા ચહેરા પરની તીણી મૂછો તમને કોલેજનો વિદ્યાર્થી લાગવા દે તેમ નહોતું જ દર્શન. અને આમેય બે-ત્રણ હજાર જવાન ચહેરાઓથી ઉભરાતી કોલેજમાં તમારા જેવા એક યુવાન વિદ્યાર્થીનો ચહેરો કડક મિજાજના પણ ભુલક્કડ પ્રિન્સીપાલ સુજાન સાહેબને ક્યારેય યાદ ન આવ્યો હોત.
... પણ સુજાન સાહેબની સાથે એમની તન્વંગી તરૂણી પુત્રી મૌલિ પણ હતી, જે તમારા કલાસમાં જ છે. અને એની કાજલી કામણગારી આંખોમાં તમે ત્યારે તમારા પરિચયની રેખાઓને અંકાતી જોઈ લીધી હતી દર્શન, જે અલબત્ત ત્યારે તમે તમારા ચહેરાના ભાવોને અપરિચીત રાખી નજરઅંદાજ કરેલી. ભણવામાં તમારી હરીફ અને એક શરારતી બિન્ધાસ્ત વર્ગમિત્ર તરીકે તમને ઓળખતી નટખટ અલ્હડ યૌવના મૌલિ આમ તો તમને ય ગમે છે, પણ મુફલિસી અને મહેલ વચ્ચેનું અંતર તમે બરોબર જાણો છો દર્શન. અને મૌલિએ થિયેટરના અંધારામાં ઓગળતા પહેલાં જ એના આગ-મિજાજ ડેડીને તમારો પરિચય આપી દીધેલો, ને એ સાંભળતાં પ્રિન્સીપાલ સુજાન સાહેબનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયેલો.
‘‘મારી કોલેજનો-રેપ્યુટ કોલેજનો સ્ટૂડન્ટ સિનેમાની ટિકીટોનો બ્લેક-માર્કેટીયર ? જ્યારે હું એની પાસેથી ટિકીટો લઈ રહ્યો હતો ત્યારે તેં મને એની ઓળખાણ કેમ ન આપી મૌલિ ? હું એની બધી જ ટિકીટો એના હાથમાંથી લઈને ફાડી નાંખત!’’
- અને બીજા દિવસે પહેલા પિરીયડના અંતમાં જ પ્યૂન તમને બોલાવવા આવ્યો. ચાલુ કલાસે ઊભા થઈને જતાં તમે ત્રાંસી નજરે પહેલી બેંચ પર બેઠેલી મૌલિ સામે જોઈ લીઘું દર્શન. એના ચહેરા પરનું શરારતી સ્મિત નિહાળતાં તમને અંદાજ તો આવી ગયો દર્શન કે પ્રિન્સીપાલ સુજાન સાહેબે તમને કેમ બોલાવ્યા હશે?
‘‘મિ. દર્શન પાથી, તમને મેં કેમ બોલાવ્યા છે અત્યારે એ તમે જાણો છો ?’’ ડાર્ક મરૂન સૂટમાં ગઈ રાત કરતાં અત્યારે વઘુ પ્રભાવશાળી લાગતા સુજાન સાહેબનો કડક ચહેરો ધારદાર નજરે તાકતાં તમને પૂછી રહ્યો દર્શન.
સુજાન સાહેબના વિશાળ ટેબલની ધાર પર ઝુક્યા વિના સીધા ટટ્ટાર ઊભા રહી, નજર મિલાવી નમ્ર સ્વરે તમે ઉત્તર આપ્યો,
‘‘જી સર! ખબર નથી, પણ અનુમાન કરી શકું છું. ગઈ રાતે...’’
‘‘એકઝેકટલી મિ. પાથી ! મારી કોલેજનો - રેપ્યુટ કોલેજનો જે સ્ટૂડન્ટ સિનેમાની ટિકીટના કાળા બજાર કરતો હોય એને હું મારી કોલેજમાં ચાલુ રાખું એ અશક્ય છે. આઈ હોપ મારી વાતની ગંભીરતાને તમે સમજો છો !’’
‘‘હા સાહેબ! પછી ભલે તમે પોતે મારી પાસેથી બ્લેકમાં ટિકીટો ખરીદી હોય!’’ તમે સ્વસ્થ સ્વરે કહ્યું દર્શન.
‘‘સો વ્હોટ? તમે મને પણ બ્લેકમાં ટિકીટો વેચી છે, એ તો તમારા ટિકીટોના કાળા બજારીયા હોવાનો પુરતો પુરાવો છે.’’
‘‘એ ટિકીટો મેં તમને કાળા બજારમાં નહોતી વેચી સાહેબ. એકસોવીસ રૂપિયાની ઉપરના દસ રૂપિયા તો પુલિસને હપ્તા પેટે આપવાના હોય છે. બ્લેકમાં ભાવ દોઢસોનો હતો. તમારી કોલેજ છે સાહેબ. તમે કહેશો તો હું કોલેજ છોડીને ચાલ્યો જઈશ પણ હું સિનેમાની ટિકીટો કાળા બજારમાં વઘુ ભાવે વેચું છું, ને તમે શું બિલ્કુલ કોઈ ચીજના કાળા બજાર નથી કરતાં સર?’’
‘‘વ્હોટ? વ્હોટ ડુ યુ મીન દર્શન ? તને બોલવાનું કંઈ ભાન છે કે નહીં ? હું અને કાળા બજાર કરું છું ? તું કહેવા શું માંગે છે?’’ બોલતાં પ્રિ. સુજાન સાહેબનો સ્વર એમના પિત્તાની જેમ ઊંચે જઈને ફાટી ગયો. ચેમ્બરની બહાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું નાનકડું ટોળું જમા થઈ ગયું એ ઘાંટો સાંભળીને.
‘‘સર! કોલેજમાં નિયત પગાર લઈને તમે અને બીજા પ્રોફેસર સાહેબો વિદ્યાર્થીઓને ભણાવો છો, પણ જે વઘુ પૈસા ખર્ચી શકે તેમ હોય એની પાસેથી દસ-વીસ હજાર રૂપિયા લઈને તમે એમને ટ્યુશન્સ આપો છો, એ શું ભણતરનું બ્લેક-માર્કેટીંગ નથી? મોટી રકમના ડોનેશન્સ લઈ તમે ઓછાં માર્કસવાળા વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓની રીઝર્વ્ડ સીટો પર આ રેપ્યુટ કોલેજમાં એડમીશન્સ આપો છો, એ શું એડમિશનના કાળા બજાર નથી? લગ્નની બજારમાં દહેજની ઊંચી કંિમતે છોકરાને વેચવો યા છોકરી માટે મુરતિયો ખરીદવો એ શું સંતાનોના કાળા બજાર નથી? જેમ આ બધાં માટે વઘુ પૈસા ખર્ચી શકનારાં વધારે પૈસા ખર્ચીને એ ખરીદતાં હોય છે એમ, એવાં લોકો જ વઘુ પૈસા આપીને મારી પાસેથી સિનેમાની ટિકીટો પણ ખરીદતાં હોય છે, જેને તમે બ્લેક-માર્કેટીંગ કહો છો. એટલે બ્લેક-માર્કેટીંગ શબ્દ વાપરવો હોય તો આ બધાં માટે વાપરવો પડે. બાકી જે કામ માટે પુલિસ પકડીને લઈ જઈ શકે, એ માત્ર ગુનેગારીના જ શરમજનક કામ હોય એવું હું નથી માનતો સર !
‘‘તમે તો સાહેબ મને સિર્ફ સિનેમાની ટિકીટો બ્લેકમાં વેચતો જોયો છે. બાકી હું તો એક બુટલેગરને ત્યાં વરલી-મટકાના હિસાબોના એકાઉન્ટસ લખવાની પાર્ટ-ટાઈમ જોબ પણ કરું છું. એ પણ કદાચ પુલિસની દ્રષ્ટિએ યા આપની નજરે ગુન્હો બનતું હશે, કેમકે એ કોઈ સરકારની લોટરી-ઓફિસની નોકરી નથી. પણ એ બધાં દ્વારા મારા જેવો બેકાર મુફલિસ યુવાન, શ્વાસની સોય વડે જંિદગીના ગરીબીથી ફાટેલા વસ્ત્રને સાંધતા સાંધતા એના ફેમિલીને નિભાવીને પોતાની તેજસ્વી અભ્યાસ-કારકિર્દીને ચાલુ રાખી શક્યો છે, એટલે મને એની શરમ નથી.
‘‘ઓફ કોર્સ સર! મારા જેવા હજારો યુવાનોની આવી કમભાગી પરિસ્થિતિઓમાં મુકાયા વિના તમારા જેવા સદ્‌ભાગી સજ્જનો આ વાત ક્યારેય નહીં સમજી શકે. અલબત્ત આપ ચંિતા ન કરશો. ચાલુ સત્ર પુરું થયે હું કોલેજ બદલી નાંખીશ.’’ તમે આક્રોશભર્યા પણ ધીમા મક્કમ સ્વરે કહ્યું દર્શન, અને આઘાતી આશ્ચર્યભર્યા પ્રશ્નાર્થો પહેરેલા પ્રિ. સુજાન સાહેબના ચહેરાની સામે પાછું વળીને જોયા પણ વિના તમે એમની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા.
- તમે તો દર્શન, પ્રિ. સુજાન સાહેબને તમારા વિક્રાંતી વિચારોનો વીજળીક-શોક આપી આવેશમાં ત્યાંથી ચાલી ગયા, પણ તમને ખબર નથી કે તમારા સંવાદોને સુજાન સાહેબની ચેમ્બરના ફલશ-ડોર્સની બહાર ઊભા રહીને તમારી મિત્ર કલાસ-મેટ મૌલિએ પણ સાંભળ્યા છે, અને અત્યારે આજની સલૂણી સંઘ્યાએ, પોતાના બંગલાના ગાર્ડનમાં ઈઝી ચેરમાં બેસીને અસ્તિત્ત્વવાદની ફિલોસોફીનું પુસ્તક વાંચી રહેલા સુજાન સાહેબને મૌલિ કહી રહી છે,
‘‘ડેડી! તમે મને પૂર્ણ સ્વતંત્રતા આપીને ઉછેરી છે, એટલે તમને આ કહેવાની હંિમત કરું છું કે, આજે સવારે પોતાની આગ ઝરતી આગવી દલીલોથી તમને ચૂપ કરી ગયેલો મારો એ મિત્ર કલાસ-મેટ દર્શન મને ગમી ગયેલો છે. એટલે આપણી જ્ઞાતિની કુ-પ્રથા મુજબ, મારા માટે લગ્નની બજારમાં ઊંચી કંિમતે કાળા બજારમાં કોઈ ભણેલો-ગણેલો ધનિક મુરતિયો ખરીદવાનો વિચાર ન કરતાં. આઈ એમ ગોંઈગ ટૂ પ્રપોઝ ટૂ હીમ ટૂ-મોરો ! (આવતીકાલે હું એને ‘પ્રપોઝ’ કરવાની છું.) વીશ મી ગૂડ લક ડેડી... !’’
(શીર્ષક સંવેદના ઃ દક્ષા બી. સંઘવી)

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved