Last Update : 18-July-2012, Wednesday

 

‘રામ’ ને ‘રામ-રામ’ કરતી ‘ચાહત’ !

પ્રાઈમ ટાઈમ

સર્જકતાની સીમા નથી, પરંતુ એક ચોક્કસ સમયમર્યાદામાં સર્જન કરવાનું આવે ત્યારે ભલભલાની સર્જકતાનો છેડો આવી જતો હોય છે. દૂરદર્શનના જમાનામાં તેર, છવ્વીસ કે બાવન હપ્તાની સિરીઝો કે સિરીયલો માટે સર્જકતાના પાતાળ કૂવા ઉલેચવાનું શક્ય બનતું હતું, પરંતુ અઠવાડીયામાં પાંચ દિવસ લેખે ચાર-પાંચ વરસ સુધી લંબાવવી પડતી સિરીયલોના જમાનામાં સર્જકતા પણ બ્રેટ લીની માફક હાંફી જાય છે.
ચેનલની માંગ મુજબ એક જ સ્ટોરી લાઇનમાંથી નવા ફણગા ફોડયા કરતા લેખકો સરવાળે સંબંધોના અને પ્લોટના ગુણાકારમાં ગૂંચવાઈ જતા હોય છે. કલ્પનાના ઘોડાના સહારે દરેક દીશામાં છૂટા મૂકાયેલા છેડા ભેગા કરવાનું આવે ત્યારે એક જ છેડે દીશા દેખાય છે. અને તે હોય છે સિરીયલનો વીંટો વાળવાની કે પછી સ્ટોરીને પાંચ-દસ-વીસ વર્ષનો કૂદકો મરાવવાની !
‘કયૉંકી સાસ ભી કભી બહુ થી’માં સફળ રહેલો આ નુસખો તે પછી તો એકતા કપૂરની દરેક સિરીયલમાં અનિવાર્ય તબક્કો બની ચૂકયો હતો. આમ કરવાના ફાયદા પણ ઘણા હતા. લેખકો તેમણે જે ઊભા કરેલા અને ગૂંચવાઈ ગયેલા પ્લોટમાંથી એક જ કૂદકે બહાર આવી જતા હતા. લાંબા સમયથી સિરીયલ સાથે જોડાયેલા પરંતુ સિરીયલ કે પ્રોડકશન હાઉસ છોડવા માટે બહાનું શોધતા કલાકારોને ‘મૈં પાંચ સાલ કે બચ્ચે કી માં યા બાપ નહીં બનના ચાહતી કે ચાહતા’ પ્રકારનું એકઝીટ સ્ટેટમેન્ટ સહજતાથી મળી જતું હતું. આ સાથે ઘણાં સમયથી સ્ક્રીન ટેસ્ટ આપીને રાહ જોતાં નવા કલાકારોને પ્લેટફોર્મ આપવાનું પુણ્યકર્મ પણ થઇ જતું હતું.
એકંદરે સૌ માટે ફાયદાકારક ગણાતી આ ફોર્મ્યુલાથી ટીઆરપીમાં પણ ફરક પડતો હતો. દર્શકોને અગાઉના કલાકારોમાં કેવો અને શું બદલાવ આવ્યો તે જાણવાની અને નવા કલાકારોના કેરેકટર વિશે ઉત્સુકતા રહેતી હતી. અને જો નવા અવતારમાં આવેલી સિરીયલના પ્લોટીંગમાં માફકસરની મહેનત કરવામાં આવી હોય તો બીજા એક-દોઢ વરસ સુધી ગાડું ગબડી જતું હતું.
એકતા કપૂરની ટીમે ‘બડે અચ્છે લગતે હૈ’માં પણ આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. ‘બડે અચ્છે લગતે હૈ’ શરૂ થઈ ત્યારે એક મેચ્યોર લવ સ્ટોરી હતી અને એટલે જ દર્શકોને પસંદ પડી હતી. પરંતુ સિરીયલ પ્લાન કરતી વખતે વિચારેલો બધો જ માલ ખૂટી ગયો હોય તેમ થોડા સમય પછી ‘બાલાજી ટેલિફિલ્મ્સ’ જેના માટે જાણીતું છે તે મૂળ પોત જોવા મળ્યું. ‘મેચ્યોર લવ સ્ટોરી’માંથી આ સિરીયલ સાસ-બહુ બબાલ અને પરિવાર- વ્યવસાયના કમઠાણ તરફ આગળ વધી.
સ્વાભાવિક રીતે જ આ સિરીયલે તેના મૂળ દર્શકો ગુમાવ્યા અને નવા દર્શકો મેળવવાની ગતિ ધીમી રહી. હવે ચિત્ર-વિચિત્ર ચડાવ-ઉતાર અને જોગ-સંજોગ પછી ફરી એક વાર- પાંચ વરસના અંતરાલ પછી રામ અને પ્રિયાને મેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાંચ વર્ષના અંતરાલ પછીની સ્ટોરીમાં રામ કપૂર અને પ્રિયાની બહેન વચ્ચે લગ્ન થઇ ચૂકયાનું બતાવવામાં આવ્યું છે. કારણ કે પ્રિયાની બહેન આયેશા રામ કપૂરના ભાઈ ......... બાળકની મા બનવાની હતી એટલે તેના કુટુંબની પ્રતિષ્ઠાને નજર સમક્ષ રાખીને રામ કપૂરે પોતાની સાળી સાથે લગ્ન કરી લીધા. પ્રિયાએ નવું નામ ધાર્ણ કર્યું છે. અને રામ કપૂર પ્રિયાના પ્રેમમાં પડી ચૂકયો છે. રામ કપૂર અને પ્રિયા - બંને પાંચ વરસના અંતરાલ પછી અગાઉ કરતાં વધારે યુવાન લાગે છે. કારણ કે બંનેનો મેક ઓવર થઇ ચૂકયો છે. અને હા, એક બાળકની મા બનવાનું આયેશા બનતી ચાહત ખન્નાએ મંજૂર ન હોવાથી તેણે આ સિરીયલને અને રામને રામ-રામ કરી દીધા છે.
દર્શકોની ઇંતેજારી વધારતી સંતાકૂકડી પછી રામ અને પ્રિયા ફરી એક વખત મળશે અને પછી... પછી કંઇ નહીં.. રામ કપૂરની કોઇ નવી મમ્મી પ્રગટ થશે અને પછી ફરી એક વખત સાસ-બહૂ બબાલ અને પછી ફરી એક વખત કૂદકો.. પાંચ-દસ કે વીસ વરસનો !
?

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved