Last Update : 18-July-2012, Wednesday

 
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

ભલભલા ચમરબંધીઓના રાજ્યમાં અને પોતાની જંિદગીમાં તડકા-છાયા આવ્યા કરે છે પરંતુ યાદ રાખો આવી અકળામણ મંત્ર-તંત્રથી દૂર થતી નથી. જેમ શિયાળો પછી ઉનાળો અને છેલ્લે ચોમાસુ એમ કુદરત માનવજીવનને દુઃખ પછી સુખ આપ્યા જ કરે છે. ઉપરવાળાએ આપણને પૃથ્વી પર જન્મ આપ્યો છે. એટલે એને જ માણસજાતની ચંિતા હોયને! હા, તમે જીવન જીવવાની રીતભાતની ઐસી તૈસી ગણીને ચાલવા માંડો તો ભગવાન પણ નારાજ થઇ ને એના ચોપડામાંથી એ વ્યક્તિનું નામ છેકી નાખે છે. જેમ કથામાં કથાકાર બોલે છે એવું લખવાનું એટલા માટે યાદ આવ્યું કે ૧૯૭૯માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટતાં સર્વત્ર જળબંબાકાર બનીને અર્ઘુ મોરબી જળતાંડવમાં ડૂબી જતાં હજારો નાગરિકો તથા મોંધું પશુધન પાણીમાં તણાઇ ગયા એ વર્ષ મોરબીની પનોતી હતી. પણ એમાં રાજા વાઘજી ઠાકોરનો વાંક નહોતો. પ્રજાની કઠણાઇમાં કળયુગનો પ્રવેશ થઇ ગયો હતો પરંતુ ત્યારબાદ તો નવા મોરબીનો જન્મ થઇ ચૂક્યો હતો. આ ઇશ્વરની લીલા હતી. મોરબીના રાજાની વાહરે વાહ! આવું ઠેર ઠેર બોલાતું એટલા માટે કે એમણે બંને બાજુ કતારબદ્ધ દુકાનોવાળી ૧૮૮૦માં બજાર બનાવી. મચ્છુ નદીના પૂલ પર એક છેડે આખલાનું પુતળુ તથા બીજા છેડે હણહણતા અશ્વનું સ્ટેચ્યુ મૂકાવ્યું. ચાર લાખ રૂપિયાના ખર્ચે બંધાવેલા આ પૂલને લોકો ‘‘પાડાપૂલ’’ તરીકે ઓળખે છે. કારણ પબ્લીકને આખલા અને પાડામાં બહુ ફેર દેખાતો નહિ હોય! આ બંને પૂતળા યુરોપમાં જ બનાવીને લાવવામાં આવ્યા હતા. વાઘજી ઠાકોર રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે એમની ઉંમર ૧૨ વર્ષની હતી. ૧૮૭૯માં વાઘજી બાપુ મોરબીની ગાદી પર રાજવી તરીકે બિરાજમાન થયા ત્યારબાદ ૧૮૮૬માં મોરબીમાં રેલવેની સુવિધા શરૂ કરી જે સ્ઇ તરીકે નામધારણ કરીને વઢવાણથી મોરબી એમ સૌરાષ્ટ્રના ઘણા બધા સ્ટેશન ફરીને પ્રવાસીઓને સુખ સગવડ આપ્યા હતા. ૧૮૮૯માં મોરબીમાં ઘોડા જોડેલી ટ્રામ પણ શરૂ કરી હતી. જે આખા કાઠિયાવાડમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી. ૧૮૭૮મા ગુજરાતની પ્રથમ નાટક મંડળી ‘‘આર્ય સુબોધ નાટક કંપની’’ કે જેમાં હળવદના પ્રખ્યાત નાટય કલાકાર દલપતરામ મહાશંકર દેરાશ્રી રાજાપાઠમાં ચમકીને પ્રખ્યાત થયા હતા. આ બઘુ મોરબીના દાદુ કામો કર્યા એવા વાઘજી ઠાકોર રાણીવાસ ઝનાનખાનાની વડારણ (દાસી)ના પ્રેમમાં પડયા એનું નામ મણી હતું જે રૂપરૂપની અંબાર જેવી હોવાથી બાપુના દિલનો હણહણતો ઘોડો ઝાલ્યો નહિ રહેતા એની સાથે લગ્ન કરી લીધા. અને એની કાયમી યાદમાં પોતાની હયાતીમાં મણીમહેલ અથવા મણીમંદિર એવું નામ આ ‘‘સૌરાષ્ટ્રના શાહજહાં’’એ આપ્યું હતું. જે લોકોએ આ મણિમંદિર- મોરબીમાં જઇને જોયું ના હોય એ જોઇને લાગશે કે આગ્રાના તાજમહાલ કરતા મણિમંદિર ‘‘કાબિલેદાદ’’ છે. મોરબી આ જમાનામાં વેનિસ ગણાતુ હતું. પરંતુ છેલ્લા ધરતીકંપ દરમિયાન પેરિસના એફિલ જેવા બનાવેલો લાંબી બજારવાળો ટાવર જમીનદોસ્ત થઇ જતાં નાગરિકો હતાશ થઇ ગયા હતા. વાઘજી બાપુનું ઘોડાસવારીવાળું કલાત્મક એવુ પરદેશી કલાકારોએ બનાવેલું લાઇફ સાઇઝ પુતળું જોવાલાયક છે. જેની આગળ હજારો લોકો નાળિયેર વધેરીને બાધા છોડવા આવે છે. આવી હતી વાઘજી બાપુની લોકપ્રિયતા...

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved